Main Menu

Friday, March 16th, 2018

 

મહુવાના દુધાળા નજીક અકસ્માતની ઘટના…ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત…બાઈક સવાર પતિ-પત્ની નું ઘટના સ્થળે મોત

મહુવાને જોડતાં રાજુલા રોડ પરના દુધાળાનં ૧ નજીક આજે રાક્ષસી ટ્રકની ઠોકરે રાજુલાના વિસળિયા ગામના બાઈકસવાર દંપતીને લોહિયાળ ઈજા થતાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં મહુવા પોલીસે તાબડતોબ બનાવના સ્થળે ધસી જઈ ધોરણસરની કાર્યવાહી કરી દંપતીના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડયાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજુલા તાલુકાના વિસળિયા ગામે રહેતાં ગોવિંદભાઈ નારણભાઈ શિયાળ (ઉવ.૩પ) તેમના પત્ની ગીતાબેન (ઉવ.૩૦) સાથે પોતાની મોટર સાઈકલ પર બેસીને મહુવા તરફ આવતાં હતા. દરમિયાનમાં નેશનલ હાઈ વે પરના દુધાળા નં.-૧ પાટિયા પાસે પહોંચતાં એકાએક યમદૂત બની માતેલા સાંઢની જેમ ધસીRead More


કુંભારવાડા બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા દ્વારા પાણી બચાવ ઝુંબેશ અંતર્ગત રેલી નું આયોજન કરાયું

મહાનગર પાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત કુંભારવાડા બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા દ્વારા પાણી બચાવ ઝુંબેશ અંતર્ગત રેલી નું આયોજન કરાયું હતું..પાણી ની તંગી ના કારણે વધતી જતી વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા અને પાણી ના બિનજરૂરી વેડફાટ ને અટકાવવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવ જાગૃતિ રેલી નુ આયોજન કરાયું હતું..ભાવનગર ના પ્રથમ નાગરિક મેયર નિમુબેન બાંમ્ભણીયા અને ચેરમેન સુરેશ ધાંધલિયા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું શહેર પ્રમુખ સનત મોદી, નિલેશ રાવળ, અને કમલેશ ઉલવા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામે પીવાના પાણી માટે લાંબી લાઈનો…મહિલાઓ પાણી માટે મારે છે વલખા..જુઓ વિડીયો

[wpdevart_youtube]HZ9oatnK0Nk[/wpdevart_youtube]હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં પીવાના પાણી માટે રઝળપાટ અમરેલી જિલ્લામાં શરૂ થઈ ગયો છે સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામે પીવાના પાણીના એક બેડ માટે લાંબી લાઈનો લાગે છે પણ ડંકી માં પાણી ન મળતા મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે.1700 ની વસ્તી ધરાવતા કૃષ્ણગઢ ગામમાં ઉનાળાના આરંભેજ પીવાના પાણી ની મોકાણ સર્જાઈ છે સવારથી મહિલાઓ સાથે પુરુષો પન બેડાઓ લઈને ગામના ગોંદરે આવેલ એક માત્ર ડંકી પર જમા થાય છે અને બેડાઓની હારમાળા વચ્ચે એક કલાક સુધી ડંકી ધમીએ તો પાવળું પાણી માંડ માંડ ડંકી માંથી આવે છે અનેRead More


અમરેલી માં વિશ્વ જામર દિન નિમિતે કેમ્પ યોજાયો

[wpdevart_youtube]nBJPFkdOMxQ[/wpdevart_youtube]


ભાવનગર માર્કેટિંગ યાર્ડની સામે ટોરસ ટ્રક ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત : યુવાન નું મોત

ભાવનગર-રાજકોટ હાઈવે રોડ ઉપર ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીક ટોરસ ટ્રેલર ના ચાલકે બાઈક ચાલક ને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવ ની પોલીસ સુત્રો માંથી મળતી વિગતો અનુસાર ઉમરાળા તાલુકા ના ઉજળવાવ ગામે રહેતા પટેલ ભરતભાઈ રામજીભાઈ ગોરી ઉ.વ.૪૫ એ ઉજળવાવ થી તેનું મોટરસાયકલ ન.જીજે ૫ એમએચ ૯૨૪૫ લઈ ભાવનગર ડો.સરવૈયા ની હોસ્પિટલ આવી રહ્યા હતા.ભરતભાઈ ગોરી તેનું મોટર સાયકલ લઈ ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે પહોચ્યા ત્યારે પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલું ટોરસ ટ્રેલર નં.એચ.આર.૬૯ સી ૯૪૬૨ ના ચાલકે ભરતભાઈ ને અડફેટે લેતા તેનું ઘટનાRead More


વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી ગુમ થવા બાબતે એન.એસ.યુ.આઈ દ્વારા કલેકટર ને આવેદન પત્ર

વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી ગુમ થવા બાબતે અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા કલેકટર ને આવેદન પત્ર પાઠવવા માં આવેલ હતું.જેમાં જણાવેલ છે કે,વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ ના ફાઈનલ માં અભ્યાસ કરતો દેવકિશન દેવશીભાઈ કાતરિયા ચિઠી લખીને ગુમ થયેલ છે.મેડીકલ કોલેજના વિધ્યાર્થી ઓના જણાવ્યા મુજબ કોલેજમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી ઓને પોસ્ટ ગ્રેજ્યુએશન ના અભ્યાસ માં પ્રેક્ટીકલ સાથે થીયેરી નું પણ મહત્વ છે.કેટલાક તબીબી પ્રાધ્યાપકો પ્રેક્ટીસ ની પરીક્ષા નો ભય બતાવી વિદ્યાર્થી ને દબાવતા જ રહે છે.તથા વિદ્યાર્થી ઓ મૂગે મોઢે સહન કરતા હોય છે.અને વિદ્યાર્થી ઓRead More


ધ્રુફણીયા પ્રાથમિક શાળા દ્વારા ત્રિવિધ ક્રાયક્રમ યોજાશે

દામનગર ના ધ્રુફણીયા ગામે પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ધો ૮ ના ને વિદાય અને વાર્ષીકોત્સવ સન્માન સમારોહ તા૧૭/૩/ ને શનિવાર રાત્રે ૮-૩૦ કલાકે હદય નો ધબકાર ત્રિવિધ કાર્યક્રમ યોજાશે                           અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેનીબેન ઠૂંમર ના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી વિદય અને વાર્ષીકોત્સવ સાથે નવનિયુક્ત બી આર સી  સી આર સી અધિકારી સન્માન સમારોહ શિક્ષણ ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરનાર શિક્ષક શ્રી ઓ નું બહુમાન થશે                           Read More


અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો…કાર પર બે રાઉન્ડ ફાયરીંગ ની ઘટના થી પોલીસ તંત્ર માં દોડધામ મચી…જુઓ

 અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનો વધુ એક કિસ્સો આજે રાત્રે સાવરકુંડલાના ઓળીયા નજીક રાજુલાથી અમરેલી જતી ફોર્ચ્યુંનર કાર પર બે રાઉન્ડ ફાયરીંગ કરીને રાજુલા ની વૃંદાવન હોટેલના માલિક મેહુલ પટેલ ને મારી નાખવા માટે ની ઘટના બનતા જીલ્લા પોલીસ તંત્ર માં દોડધામ મચી હતી અને ભાવનગર આઈ.જી.સહિતનો કાફલો દોડી ગયો હતો.સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે રાજુલાના હોટલ વૃંદાવનના માલિક મેહુલભાઇ પટેલની ફોર્ચ્‍યુનર કાર નં. જી.જે.18બીસી 4111 લઈને અમરેલી કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે ઓળિયા નજીક એક બ્રેઝા કારે ઓવરટેક કરી આંતરી અને તેની ઉપર બે રાઉન્‍ડ ફાયરીંગ કરાયું હતુ જોકે કારની અંદરRead More


દામનગરના ભટવદર માર્ગ અકસ્માતમાં બને તરુણ સગા ભાઈઓ ના ઘટના સ્થળે મોત

દામનગર ના ભટવદર ના બે તરુણો ના ડમ્પર હડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ  દામનગર પાસે ના ભટવદર થી દામનગર પરિક્ષાર્થે આવતા વિદ્યાર્થી યુવરાજ ભરતભાઈ સોલંકી અને ઋત્વિક ભરતભાઈ સોલંકી બંને સગા ભાઈ ઓ દામનગર ખાતે સ્કૂલે આવતા ભટવદર થી બહાર નીકળતા રસ્તા માં ડમ્પર ચાલકે હડફેટે લેતા બંને સગા ભાઈ ના એક સાથે ઘટના સ્થળે મૃત્યુ થતા ક્ષત્રિય સમાજ માં ભારે શોક વ્યાપી ગયો હતો


મહુવાના સ્ટેશન રોડ પર ભુવો પડતા ગંભીર અકસ્માતનો ભય

મહુવા શહેરમાં આવેલ હેવન પેટ્રોલપંપ નજીક સ્ટેશનરોડ પાસે ડામર રોડ પર ભુવો પડયાને એકાદ માસથી વધુ સમય થવા છતા સ્થાનિક તંત્ર દ્વારા માત્ર તે ભુવા પર એક પીપડુ મુકીને કામ કર્યાનો સંતોષ માની લીધો છે. જેના કારણે અહિ ગંભીર અકસ્માત થવાની દહેશત રહે છે. મહુવામાં ભુવો પડતા પીપડુ મૂકી દેવાયુ છે. મહુવાથી સાવરકુંડલા તરફ તેમજ શહેરના મોટાભાગના ઔધોગીક એકમો આ રસ્તા પર છે. જેના કારણે આ માર્ગ પર સતત ટ્રાફિક રહે છે. અહિ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ પણ નહીવત હોય છે. આ ભુવાના સમારકામ બાબતે અનેક રજુઆતો છતા પણRead More