Main Menu

Saturday, March 17th, 2018

 

મિશન ઇન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત ખાસ રસીકરણ ઝૂંબેશ યોજાશે

અમરેલી જિલ્‍લામાં તા.૧૯ થી તા.૨૪ માર્ચ-૨૦૧૮ દરમિયાન આરોગ્ય વિભાગ તરફથી મિશન ઇન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત ખાસ રસીકરણ ઝૂંબેશ યોજાશે. સગર્ભાઓને તેમજ ૦ થી ૨ વર્ષના બાળકોને રસીથી રક્ષિત કરવામાં આવશે. જિલ્‍લામાં વધારાના ૧૪૬ અને મોબાઇલ ૬૪ એમ કુલ ૨૧૬ સેશનનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૦ થી ૨ વર્ષના ૭૧૨ બાળકો તેમજ ૮૮ સગર્ભાઓને રસીથી રક્ષિત કરવામાં આવશે. લોકજાગૃત્તિ અર્થે ૧,૬૫૬ બેનર્સનું વિતરણ કરવામાં આવ્‍યું છે. માતા મરણ-બાળ મરણ અટકાવીએ અને સમાજને તંદુરસ્‍ત બનાવવામાં સહભાગી થવા મુખ્‍ય જિલ્‍લા આરોગ્ય અધિકારીશ્રી- અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નો મહાકાય વીજ પોલ ફરી ધરાશાહી થયો…સરકારી પ્રોપર્ટી ને લાખો નું નુકશાન

સાવરકુંડલા નજીક અમરેલી રોડ પર લીંબા ધના ની વાડી વિસ્તાર પાસે  ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નો મહા કાય વીજ પોલ ફરી ધરાશાહી થયો   સરકારી પ્રોપર્ટી ને લાખો નું નુકશાન . સતત માણસો થી ધમધમ તા આ વિસ્તાર માં સદનસીબે મોટી જાનહાની ટળી અમરેલી સ્ટેટ હાયવે નજીક ની ઘટના .સાવરકુંડલા અમરેલી હાયવે પર આવેલ લીંબા ધના ની વાડી વિસ્તાર એરિયા માં જેટકો [ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન] નો મહા કાય વીજળી નો ટાવર સમીપ થાંભલો અચાનક ધરાશાહી થઇ જતા સરકારી પ્રોપર્ટી ને લાખો નું નુકશાન થવા પામ્યું છે  ત્યારે અહી આ વિસ્તારRead More


અમરેલી જિલ્‍લામાં ટ્રાફીક પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી

તાજેતરમાં સુપ્રિમ કોર્ટની દિશા – નિર્દેશ અનુસાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર તેમજ પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચના અનુસાર જિલ્‍લા ટ્રાફિક શાખા તેમજ જિલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનો દ્વારા બ્‍લેક ફિલ્‍મ દુર કરાવવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. જે અનુસાર જિલ્‍લા ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ શરૂ છે. દરેક વાહન ચાલકોને પોતાની રીતે બ્‍લેક ફિલ્‍મ દુર કરવા સૂચના છે. તેમજ તમામ પ્રકારના વાહનોને આગળ તેમજ પાછળ બન્‍ને બાજુ આર.ટી.ઓ. માન્‍ય નંબર પ્‍લેટ લગાવવી તેમજ મોટર સાયકલ ચાલકે હેલ્‍મેટ અવશ્‍ય પહેરવું, કારચાલકે તથા કારમાં બેઠેલ પેસેન્‍જરોએ સીટબેલ્‍ટ અવશ્‍ય બાંધવો, કેકસવાળા હોર્ન દુર કરવાRead More


સોનારીયા ગામે પુત્રીની હત્‍યા કરનારા ભાઈ અને પિતાને પોલીસે ઝડપી લીધા

અમરેલી તાલુકાનાં સોનારીયા ગામે આંતર જ્ઞાતિ લગ્ન કરવાનાં મનદુઃખનાં કારણે નયનાબેન નામની પરિણીતાનું તેણીના સગા પિતા, ભાઈ તથા માતાએ મળી ગત તા.14નાં રોજ સવારે દોરડા વડે ગળાટુંપો આપી મોત નિપજાવી અને પુત્રીનાં મૃતદેહને ખભે ઉપાડી તેણીનાં પતિનાં મકાનમાં મુકી દીધાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાયા બાદ અને મૃતક પરિણીતાના પતિ સહિતનાં લોકો આરોપીથી ભયભીત હોય, જેથી આ બનાવનાં આરોપી ભનુ નાનજીભાઈ દાદુકીયા, બકુલ ભનુભાઈ દાદુકીયા તથા હંસાબેન ભનુભાઈને ઝડપી લેવાની માંગ કરી મૃતદેહ સ્‍વીકારવાનો ઈન્‍કાર કરેલ હતો. ત્‍યારે કલેકટર તથા જિલ્‍લા પોલીસ વડાએ આરોપીને તુરંત જ ઝડપી લેવાશે તેવી ખાત્રીRead More


રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરનાં સમર્થનમાં શહેર બંધ…સસ્‍પેન્‍શન પાછુ નહીં ખેચાઈ તો ઉગ્ર આંદોલન

રાજુલામાં આજે કોંગ્રેસ સમિતિ અને તેની ભગીની સંસ્‍થાઓ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસની વિવિધ સંસ્‍થાઓ અને રાજુલાના વેપારી મંડળોના સાથ સહકારથી ધારાસભ્‍ય અંબરીશ ડેરનું વિધાનસભામાંથી સસ્‍પેંશન પાછુ ખેંચાવવા મુદે તથા માટે ધારાસભ્‍ય અંબરીશ ડેરનાસમર્થનમાં આજે તા. 17/3/ને શનિવારે રાજુલા બંધનું એલાન આપેલ છે. જેના અનુસંધાને ગઈકાલે કોંગ્રેસ પક્ષ ર્ેારા સૌને સ્‍વૈચ્‍છાએ બંધમાં જોડાવા અપીલ કરેલ હતી. અને જો તાત્‍કાલીક અંબરીશભાઈ ડેરનું સસ્‍પેંશન રદ નહી કરવામાં આવે તો સમગ્ર રાજુલા-જાફરાબાદ-ખાંભાનાં કિસાનો મોટી સંખ્‍યામાં ગાંધીનગર જઈને વિધાનસભાને ઘેરાવ કરવામાં આવશે. તેવી પણ ચીમકી આપેલ છે. આજના એલાનને ઘ્‍યાને રાખીને પોલીસ ર્ેારા ચુસ્‍તRead More


વિરાણી સર્કલમાં યુરિનલ સુવિધા વિવાદથી વિલંબમાં

લોકસુવિધા વધારવાના હેતુથી મહાપાલિકા દ્વારા શહેરના વિરાણી સર્કલ પાસે બનાવવામાં આવી રહેલા યુરિનલ (મુતરડી) સુવિધા વિવાદના કારણે વિલંબમાં પડી છે. જ્યાં જાહેરમાં યુરિન કરવા લોકો ઉભા રહેતા હતા તે જગ્યાએ બંધ યુરિનલ ચણાઈ તેમાં વિરોધ અયોગ્ય હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. મહાપાલિકા દ્વારા ૧ થી ૩ સીટના ૧૨ યુરિનલ જુદી-જુદી જાહેર જગ્યાએ બનાવવામાં આવી રહ્યા છે. આ ૧૨ સ્થળો પૈકી એક સ્થળ વિરાણી સર્કલનું નક્કી કરાયું હતું. અગાઉ લોકો સ્કૂલની દિવાલ પાસે જાહેરમાં યુરિન કરતા હોય અહીં આ જગ્યા પાસે જાહેર યુરિનલ માટે મનપાના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી જગ્યા પસંદRead More


રીમાન્ડ પૂર્ણ થતા સસ્પેન્ડેડ IAS ઓફિસર પ્રદીપ શર્મા જ્યૂડિશિય કસ્ટડીમાં

ભારતીય સનદી સેવાના સસ્પેન્ડેડ અધિકારી પ્રદીપ શર્મા જ્યારે આલ્કોક એશડાઉનમાં મેનેજિંગ ડિરેક્ટર હતા ત્યારે લેણા નાણાં મંજૂર કરવા પેટે રૂા. ૨૫ લાખની લાંચ લેવાના કેસમાં એ.સી.બી.એ ધરપકડ કરી છ દિવસના રીમાન્ડ મેળવતા આજે રીમાન્ડ પૂર્ણ થતા ફરી ભાવનગર ખાતે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પ્રદીપ શર્માને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો હુકમ કર્યો હતો. સસ્પેન્ડેડ આઈ.એ.એસ.અધિકારી પ્રદીપ શર્મા ઈ.સ.૨૦૦૭-૦૮ દરમિયાન મે. આલ્કોક એશડાઉન (ગુજરાત) લિ.માં એમ.ડી.ના હોદ્દા પર હતા તે સમયે તેમણે મે. આલ્કોક એશડાઉન લિ. પાસેથી નિકળતા લેણાના નાણાં મંજૂર કરાવવા નવલ એન્જિનીયર સહાયરાજ સાવરીમથ્થુ પાસેથી રૂા. ૨૫ લાખની લાંચ લઈનેRead More


સાડાત્રણ દાયકાનો સમય છતાં અલંગ શીપ યાર્ડમાં હજુ પણ છાશવારે દૂર્ઘટનાઓ સર્જાય છે

તાજેતરમાં વિશ્વ વિખ્યાત અલંગ શીપ યાર્ડ ખાતે પ્લોટ નં.૩૨માં બે શ્રમીકોના ટાંકીમાં ગેસને લઇને કરૂણ મૃત્યુ થયેલ છે. જે ખુબજ દુઃખદાયક ઘટના ઘટેલ છે. જે સંદર્ભે ભારતીય મઝદુર સંઘના પૂર્વ મહામંત્રી એવમ્ પોર્ટ ફેડરેશનના અખિલ ભારતીય કાર્યાધ્યક્ષ તુષાર વ્યાસના જણાવ્યા મુજબ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ શરૂ થયાને આશરે ૩૫ વર્ષ વીતવા છતાં પણ હજી છાશવારે દુર્ઘટનાઓ થતી રહે છે. જેનો ઉપાય હજી સુધી સરકાર-ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરાયેલ નથી. જેના મુળમાં હજારો પર પ્રાંતિય શ્રમીકો પરસેવો પાડીને પેટીયુ રળતાં હોય તેના માટે પાયાની સુવિધાઓ આરોગ્ય, શિક્ષણ, વેલફેર કે સામાજીક સુરક્ષાઓRead More


મહાપાલિકાને ૧૬ દી’માં વેરા પેટે રૃ.૨.૮૦ કરોડની આવક

ભાવનગર મહાનગરપાલિકાના કમાઉ દીકરા ગણાતા ઘરવેરા વિભાગે વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત હિસાબી વર્ષના અંતિમ માસના પ્રથમ ૧૬ દિવસમાં રૃ.૨.૮૦ કરોડ જેટલી આવક કરી છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં બે સરકારી કચેરી-બિલ્ડીંગનો જ ૮૧ લાખથી વધુનો બાકી વેરો આવ્યો છે. તેમ છતાં હજુ પણ ૧૦૦ કરોડથી વધુની વેરા વસૂલાત બાકી છે. મ્યુનિ. કમિશનર મનોજ કોઠારીની સૂચનાથી લાંબા સમયથી વેરા વસૂલાતની ઝુંબેેશ શરૃ છે. કમિશન, ડેપ્યુટી કમિશનર રાણા વગેરે અધિકારીઓ દ્વારા વસૂલાતમાં દરરોજ રહેણાંકી મિલકત માટે ૧૦૦થી વધુ તેમજ કોર્મિશયલ મિલકતો માટે ૪૦ થી ૫૦ જપ્તી કાઢવામાં આવે છે. જેના કારણેRead More