Main Menu

Sunday, March 18th, 2018

 

કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]aPxONeSKQKI[/wpdevart_youtube]


દામનગર શહેર માં રામનવમી ની ભવ્ય ઉજવણી કરવા શહેરભર ના ધર્મપેમી ની મીટીંગ મળી

દામનગર શહેર માં આગામી રામનવમી ઉજવણી અંગે ની મીટીંગ રામજી મંદિર દામનગર ખાતે આજે તા૧૭/૩ ની રાત્રે મળી દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ વેપારી સંગઠન સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓ સહિત શહેર ભર માં કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ગાયત્રી પરિવાર વેજનાથ મહાદેવ સેવક સહિત ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવા માટે રથયાત્રા રૂટ સુશોભન ધજા પતાકા કમાન ગેટ દરવાજા બેનર કટ આઉટ સહિત ની જવાબદારી ઓ માટે વિવિધ સમિતિ ઓ બનાવી ધર્મોત્સવ ઉજવતા વિવિધ ધાર્મિક સંગઠનો ના અગ્રણી કાર્યકર યુવાનો દ્વારા આગામી તા૨૫/૩ ના રોજRead More


સિહોરમાં નિદ્રાંધીન યુવક પર ટ્રેક્ટર ફરી વળતા મોત

સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી રોલીંગ મીલના કમ્પાઉન્ડમાં નિદ્રાંધીન રહેલા પરપ્રાંતિય મજૂરના માથા પર ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી એમએમજી રોલીંગ મીલમાં છેલ્લા ૬ માસથી મજૂરી કામ કરતો સાગર વિશમ્બરભાઈ શંખવાર (રહે, મુળ પુંલન્દર, દહેલી, મુસાનગર, જિ.કાનપુર, રા.ઉત્તરપ્રદેશ) આજે વહેલી સવારના સુમારે કમ્પાઉન્ડમાં સૂતો હતો. તે સમયે રોલીંગ મીલનું ટ્રોલીવાળું ટ્રેક્ટર નં.જીજેઓ.૮૮૫૬ના ચાલકે ટ્રેક્ટર ટ્રોલીને બેફિકરાઈથી રિવર્સમાં ચલાવી નિદ્રાંધીન યુવાન સાગરભાઈના માથાના ભાગે ટ્રેક્ટરનું વ્હીલ ચડાવી દીધું હતું. જે બનાવમાં યુવકનું ઘટના સ્થળે જRead More


જાનવી મહેતાએ માટીના માટલા પર સતત 12 મિનિટ ટકાવ્યું ઉતિથ-કુર્માસન

જીગ્નેશભાઇ પ્રતિભાબેનની દિકરી અને ભાવનગરની ગૌરવરૂપ એવી જાનવી મહેતાએ માટીના માટલા ઉપર સતત ૧૨ મીનીટ સુધી ઉતિથ-કુર્માસન ટકાવી રાખીને વિશ્વ કક્ષાએ બીજા ક્રમે આવતી બુક એવી વજ્રા વર્લ્ડ રેકોર્ડમાં મેળવેલું સ્થાન જાનવી મહેતાએ આ વર્લ્ડ રેકોર્ડ જ્યુરી મેમ્બર અજય વક્તરીયા અને જીતેન્દ્રસિંહ રાણાવતની હાજરી વચ્ચે બનાવ્યો હતો. જાનવી મહેતાએ મેળવેલ આ અદભુત સિદ્ધી દરમિયાન ભાવનગરના મેયર નીમુબેન બાંભણીયા ખાસ હાજર રહ્યા હતા અને જાનવીને પ્રોત્સાહન પુરૂ પાડી બિરદાવી હરતી. જાનવી મહેતાએ ખુબ નાની ઉંમરે યોગક્ષેત્રે અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીયે ક્ષેત્રે ભારત તરફથી અનેક ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છેRead More


આજથી આદ્ય શક્તિના ચૈત્રી નોરતાનો આરંભ

શક્તિની ભક્તિની ઉપાસના કરવાના નવલા નોરતા ચૈત્રી નવરાત્રિનો આવતીકાલ તા.૧૮-૩ને રવિવારથી આરંભ થઈ જશે. ઓણ સાલ તિથિનો ક્ષય હોવાના કારણે આગામી ૨૫મી માર્ચે અષ્ટમી અને રામ નવમી સાથે ઉજવણી થશે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન આવતા ચાર નોરતા પૈકી ચૈત્રી નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થઈ જશે. મહા બાદ ચૈત્રી નોરતાની પણ સમગ્ર ગોહિલવાડવાસીઓ ધર્મમય માહોલમાં ઉજવણી કરશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માંઈભક્તો શક્તિની ભક્તિમાં લીન જોવા મળશે. નવરાત્રિ નિમિત્તે દેવસ્થાનકો, માતાજીના મઢોમાં વિશેષ પૂજન-અર્ચન, માતાજીના ગરબા વગેરે ર્ધાિમક કાર્યક્રમોની હારમાળા જોવા મળશે. જ્યારે માતાજીને આઠમ અને નોમના નૈવેદ્ય ધરાશે. આ વર્ષેRead More


રતનપર (ભાલ)માં જીવામૃત થકી સજીવ ખેતી કરવા આહ્વાન

વલ્લભીપુર તાલુકાના રતનપર ભાલ ખાતે ભાલ ગ્રામ સેવા ટ્રસ્ટ પોસ્ટ બેઝિક હાઇસ્કૂલ ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી વિશે રસપ્રદ સેમિનાર યોજાયો હતો. જેમાં જીવામૃત થકી સજીવ ખેતી કરવા આહ્વાન કરવામાં આવ્યુ હતું. પોસ્ટ બેઝિક હાઇસ્કૂલ-રતનપર (ભાલ)માં વલભીપુર તાલુકા ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીના કન્વીનરો દ્વારા ધો.૯ અને ૧૧ના બાળકોને ઝીરો બજેટ ખેતી પ્રયોગ અંતર્ગત પર્યાવરણ જતન અને સંવર્ધનમાં ખુબ જ ઉપયોગી એવુ જીવામૃત બનાવવાની પ્રયોગિક તાલીમનું નિદર્શન કર્યુ હતું. ૧૦ કિલો છાણ દેશી ગાયનું, ૧૦ લીટર ગૌમૂત્ર, ૧ કિલો ગોળ, ૧ કિલો કઠોળનો લોટ તથા ખોબો માટી વડ અથવા પીપળો અથવાRead More


ભાવનગર જિલ્લા જેલમાં લીગલ એઇડ ક્લીનિકનું ડિઝિટલાઇઝેશન

ભાવનગર ખાતે આવેલ જિલ્લા જેલમાં લિગલ એઇડ ક્લીનીકને ડિજીટલ કરવાના કાર્યક્રમ યોજાયો હતો. પ્રિન્સી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજ શ્રી જે.જે. પંડયાના હસ્તે લીગલ એઇડ ક્લીનીકને ડિઝીટલાઇઝેશન કરવાનું ઉદ્દઘાટન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમમાં જિલ્લાના એડી. સેસન્સ જજ શ્રી આર.આઇ. ગનેરીવાલ, શ્રી એમ.જે. પરાશર, શ્રી વી.એ.રાણા, તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રી આર.બી. મારજુનીયા તેમજ જેલર એ.આઇ. શેખ હાજર રહેલ. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ.