Main Menu

Monday, April 2nd, 2018

 

તા.6 એપ્રિલ ભાજપ સ્‍થાપના દીન નિમિતેનાં બુથ દીઠ કાર્યક્રમો માટે

બગસરા તાલુકા ભાજપની બેઠક મળશે – રીતેશ સોની

તા.6 એપ્રિલ ભાજપનો સ્‍થાપના દીવસ છે. જે નિમીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્‍લા ભાજપને કાર્યક્રમો આપવામાં આવ્‍યા છે. જેમાં દરેક મંડલ દીઠ બુથ વાઈઝ આ કાર્યક્રમો કરવાનાં છે. જેમાં પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવેલ કીટ સાથે ફોલ્‍ડર પત્રિકાઓનુ ં ઘર દીઠ વીતરણ તેમજ પાર્ટીનાં બુથના મુખ્‍ય કાર્યકર્તાઓના ઘરે ઘ્‍વજ લગાડવાનો કાર્યક્રમ કરવાનો છે. આ માટે બગસરા તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી ધીરુભાઈ માયાણી અને મહામંત્રીશ્રી વિપુલ કયાડા, અને શ્રી પ્રવિણ રફાળીયા દ્રારા તાલુકાનાં મુખ્‍ય કાર્યકર્તાઓની બેઠકનુ  આયોજન આજ રોજ બગસરા ખાતે કરવામાં આવ્‍યું છે. તાલુકાનાં મુખ્‍ય એક ગામમાં તાલુકાનોRead More


દામનગર શહેરમાં દલિત સમાજે રેલી યોજી મામલતદાર તેમજ દામનગર પોલીસને આવેદન પત્ર પાઠવ્યું

દામનગર શહેર માં સમસ્ત દલિત સમાજે રેલી યોજી મામલતદાર શ્રી તેમજ દામનગર પોલીસ આવેદન પત્ર પાઠવ્યું તાજેતર માં દેશ ની સર્વોચ્ચ અદાલતે આપેલ નવી ગાઈડ લાયન્સ ના વિરુદ્ધ સમસ્ત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો ના દલિત સમાજે જયભીમ ના નારા સાથે શહેર ભર ની મુખ્ય બજાર માં રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યું અને દામનગર શહેર સવાર દસ વાગ્યા પછી બંધ રહ્યું                                              મુખ્ય બજારો અને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારો માં રેલીRead More


ખેડૂતોને સહાય,સબસીડી માટે ઓન લાઈન અરજી કરી યોજનાઓના લાભ લેવા જીલ્લા ભાજપ પ્રમુખ હીરપરા ની અપીલ

ગુજરાત રાજ્ય માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારો,યંત્રો સહિત પાક સરક્ષણ ના સાધનો નો ખરીદી માં સરકાર દ્વારા સહાય અને સબસીડી આપવામાં આવે છે.રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા લાગવગ શાહી દુર કરીને ઓનલાઈન પદ્ધતિ ખેતીવાડી વિભાગ દ્વારા દાખલ કરવામાં આવી છે.ત્યારે હાલ એપ્રિલ ૨૦૧૮ એક મહિના દરમિયાન વિવિધ યોજના ઓનો લાભ મેળવવા ઓનલાઈન ચાલુ હોય તો જીલ્લા ના ખેડૂતો ને લાભ મેળવવા જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા અપીલ કરી છે.


ભાવનગર ભાજપના અગ્રણી વ્યાસ ઉપર છરી ઝીંકાઇ

ભાવનગરના ભાજપના નેતા અને મહિલા નગર સેવિકાનાં પતિ આશુતોષ વ્યાસ ઉપર છરી વડે હિચકારો હુમલો થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ ભાજપનાં આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ શહેરનાં ભરતનગર વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા મોરચા પ્રમુખ તથા દ. સરદારનગર વોર્ડ નગર સેવિકા દિવ્યાબેન વ્યાસનાં પતિ અને ભાજપનાં અગ્રણી આશુતોષભાઇ વ્યાસ (પીન્ટુભાઇ) ઉપર આજે સવારે ભરતનગરમાં ત્રણ અજાણ્યા શખ્સો એ છરી વડે હુમલો કરી પડખાના ભાગે છરી મારી ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલે ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતાંRead More


ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વેને પેવર નહી બનાવાય તો આંદોલન

ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વે ને પેવરથી મઢવામાં નહી આવે તો લોક આંદોલન કરવાની ચીમકી મુખ્યમંત્રીને અનવરભાઇ હીરાણીએ રજુઆત કરીને આપી છે.અમરેલી જીલ્લા ખાંભા-ચલાલા સ્ટેટ હાઇ-વે છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રોડ એક વર્ષથી એટલો ખરાબ થઇ ગયો છે કે ત્યા કોઇપણ વાહન ચલાવવુ મુશ્કેલ છે. ધારી-ખાંભા તાલુકાના ગામોને જીલ્લા મથક અમરેલી સુધી જોડતા આ રસ્તાની કોઇ સંભાળ કે રીપેર કરતુ નથી. હાલ અમરેલી જવા આ ગામોમાં વાહનને ના છુટકે વાયા સાવરકુંડલા થઇને જવ પડે છે. આ રોડ રસ્તાને નવેસરથી બનવાવા અને રીપેર કરવા અવાર નવાર લોક રજુઆતો થયેલ છેRead More


ઠેર ઠેર ટાયરો સળગાવાથી લઇ દુકાનોમાં તોડફોડ

સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને આજે ભારત બંધના એલાનમાં સૌરાષ્ટ્રમાં સ્થિત્ તંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો દુકાનો બંધ કરાવા નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી વિસ્તારમાં દલિતોએ ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધો છે. તો રાજુલામાં ટોળાએ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી.રાજકોટમાં જીયો ડિઝીટલની દુકાનમાં તોડફોડ રાજકોટમાં પંચનાથ મેઇન રોડ પર આવેલી જીયો ડિઝીટલ દુકાનમાં દલિતોએ તોડફોડ કરી દુકાનના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ ક્રિસ્ટલ મોલ પણ બંધ કરાવ્યો હતો.


શક્તિસિંહ ગોહિલની બિહારના કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક

શક્તિસિંહ ગોહિલની બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે સી.પી. જોશી હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં ઘર-મૂળથી ફેરફાર કરવાની શરૂઆત હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહના સ્થાને યુવા નેતા અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તે જોતાં આગામી દિવસોમાં યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. જેમાં પણ યુવાનોને વધુ સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે.


ઘોઘા પંથકમાં બીજે ‘દિ પણ તનાવઃ કોંગી આગેવાનો હોઈદડની મુલાકાતે

ઘોઘા પંથકમાં જમીન સંપાદન કરવા ગયેલ તંત્રએ બળપ્રયોગ કરી લાઠીચાર્જ કરી, ૫૦ ટીયર ગેસના સેલ છોડયા હતા. છ ખેડૂતોને ઈજા પહોંચી હતી. પોલીસે ૫૦ ખેડૂતોની ધરપકડ કરી છે. આજે સોમવારે પણ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ૧૨ ગામોમાં જમીન સંપાદન માટે મક્કમ બનેલા જીલ્લા વહીવટી તંત્ર અને જીએનડીસી દ્વારા હાથ ધરાયેલ કામગીરી દરમ્યાન ગઈકાલે ખેડૂતોએ કનિદૈ લાકિઅ અવરોધ ઉભો કરતા આક્રમક બનેલા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના ૫૦ સેલ છોડયા હતા. લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતા ૬ ને કનિદૈRead More


ભાવનગરમાં સીદીમામુપીરનો ઉર્ષ

માળીના ટેકરા વિસ્તારમાં હઝરત રોશન ઝમીર સીદીમામુપીરદાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુઆર્નખ્વાની, સંદલશરીફ, ન્યાઝશરીફ, કનિદૈ લાકિઅ સલાતોસલામ, સામુહીક દુવા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. આ ઉર્ષ પ્રસંગે સીદીકી  ધમાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુસ્લીમ સીદી કનિદૈ લાકિઅ જમાતના ભાઇઓ-બહેનોએ અકિલા ‘સીદીકા બચ્ચા શેર બરાબર’ અને ‘ગોર ગોર બાવાગોર’ સહિતના ઇસ્લામીનારા લગાવી નાળીયેરને હવામાં ઉછાળી માથાવડે ફોડી આકર્ષક કનિદૈ લાકિઅ સીદીકી ધમાલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજેશભાઇ જોષી, સહિતના ઉપસ્થિત અકીલા રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માળી ટેકરા મોહલા કનિદૈ લાકિઅ જમાતનાRead More


ભારત બંધ ના એલાન ની અસર અમરેલી જિલ્લામાં નિષ્ફળ…અમરેલી, સાવરકુંડલા, વડિયા, બાબરા, લાઠી, ધારી સહિતના તમામ તાલુકા મથકો પર દુકાનો ખુલી…એસ.ટી.બસો ના રુટો રાબેતા મુજબ ચાલુ…જુઓ વિડીયો

રાજુલા શહેર મા વેપારીઓએ સમર્થન નહીં આપતા ટોળા એ દુકાનો કરાવી બંધ…..દલિત સમાજ ની નીકળી શહેર મા રેલી…યુવાનો એ જાતે વેપારી ના શટર પાડી દેતા વેપારી ઓ મા રોષ…અમરેલી, સાવરકુંડલા, વડિયા, બાબરા, લાઠી, ધારી સહિતના તમામ તાલુકા મથકો પર દુકાનો ખુલી…પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત…એસ.ટી.બસો ના રુટો રાબેતા મુજબ ચાલુ..ખાંભામાં ભારત બંધન એલાનનો પડઘો પડ્યો…ખાંભા માં દલીત સમાજે કર્યું ચક્કાજામ…પોલીસે મધ્યસ્થી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો….મામલતદાર ને પાઠવ્યું આવેદનપત્ર.