Main Menu

Wednesday, April 4th, 2018

 

કોંગ્રેસના ડીએનએ માં જ ગુજરાત નું અહિત અને ગુજરાતીઓનો વિરોધ છે-ભાજપ

કોંગ્રેસ આજે ફરી એકવાર નર્મદા વિરોધી મેઘા પાટકર નર્મદા વિરોધ બદલ અભિનંદન આપીને પોતાની નર્મદા વિરોધી તેમજ ગુજરાતી વિરોધી માનસિકતા છતી કરી છે.અને અશોક ગેહલોત બાદ અધૂરામાં પૂરું વધુ એક વખત નર્મદા વિરોધી અને ગુજરાતી વિરોધી માનસિકતા ધરાવતા રાજીવ સાતવજી ને ગુજરાત ના પ્રભારી બનાવી કોંગ્રેસ નર્મદા વિરોધીઓને જાને કે પારિતોષિક આપી રહ્યા છે.


દામનગરના હાવતડ ખાતે મોરારીબાપુની મોજ હરિયાણી પરિવાર ને ત્યાં ભંડારા માં ભાવિકો ને ખુશ ખુશાલ કર્યા

દામનગર ના હાવતડ ખાતે હરિયાણી પરિવાર ને ત્યાં ભંડારા માં પધારતા પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર.                  દામનગર ના હાવતડ ગામે હરિયાણી પરિવાર ને ત્યાં લોંકીક પ્રસંગે સવાર ના દસ કલાકે મોરારીબાપુ પધારતા ભાવિકો સેવક સમુદાય આનંદિત થયો હતો     હરિયાણી પરિવાર ને ત્યાં ભંડારા માં આવેલ મોરારીબાપુ એ માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સતસંગ કર્યો હતો હાજર ભાવિકો ને આદર્શ જીવન કવન વિશે સુંદર પ્રવચન આપ્યું હતું                         Read More


પરપ્રાંતિય ઇગ્લીશ દારૂ પકડી પાડતી મહુવા ડિવીઝન સ્કૉડ તથા અલંગ મરીન પોલીસ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એ.માલ સાહેબશ્રીનાઓએ પ્રોહી વેચાણના બનતા ગુના અટકાવવા આપેલ સુચના અનવ્યે મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક શ્રી બી.યુ જાડેજા  સાહેબશ્રીની સીધી સુચનાથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ *શ્રી ટી.એસ રીઝવી સા.શ્રીનાં  માર્ગદર્શન હેઠળ સા.શ્રીનાઓ  તથા મહુવા ડીવીઝન સ્કૉડના પો.કો જયરાજસિંહ ચૂડાસમા તથા પો.કો અરવિંદભાઈ બારૈયા તથા પો.કો ઈન્દ્રજીતસિંહ ગોહીલ, પો.કો દિનેશભાઈ માયડા તથા પો.કો અશોકભાઈ ડાભી* વિગેરે સ્ટાફના માણસો સાથે અલંગ પો.સ્ટે વિસ્તારમાં પ્રેટોલિંગમા હતા તે દરમ્યાન સાથેના *પો.કો અરવિંદભાઈ બારૈયાનાઓને* તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્રારા બાતમી મળેલ કે, અલંગ ગામની એક વાડીમા એક ઈસમRead More


બોટાદમાં પાણીના કામો તત્કાલ મંજૂર કરો : પ્રભારી મંત્રી

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી. જેમા જિલ્લાના સર્વાંગી વિકાસ મો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ર૦૧૮-૧૯ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ રૃપીયા ૮.૧૩ કરોડના ર૮૦ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને આયોજન મંડળમાં રજૂ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવા કામોને અગ્રિમતા આપી મંજૂર કરવા અનુરોધ કર્યો હતો.Read More


ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓ કાલથી આંદોલનને ઉગ્ર બનાવશે

રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ વિભાગના કરાર આધારિત કર્મીઓને પડતર પ્રશ્ને જો પાંચમી સુધીમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. હાલ આ કર્મચારીઓની પેન ડાઉન હડતાલ ચાલી રહી છે. સુધારેલ રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે છેલ્લા ૧૭ કરતા વધુ વર્ષોથી માત્ર કરાર પધ્ધતિથી સરકારી અધિકારીઓની શોષણયુક્ત બેધારી અને સરકારને ગેરમાર્ગે દોરનારી નીતિ હેઠળ, કાર્યરત એવા પાયાની કામગીરીમાં રહેલ કચેરી કર્મચારીઓએ પોતાના હક્ક અને હિતોની જાળવણી માટે તા. ૩૧થી પેન-ડાઉન પ્રકારની હડતાલનો આરંભ કરેલ છે અને નજીકનાં દિવસોમાં પ્રસ્તુત આવેદનમાં દર્શાવેલ માંગો અંગેની જાહેરાતો નહીં કરાય તો આ હડતાલRead More


સિહોરમાં હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલા મામલે પાંચની ધરપકડ

સિહોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઉપર ત્રણ દિવસ પૂર્વે તપાસના કામે જતા શખસોએ હિચકારો હુમલો કરી ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ જવાન પર હુમલાના ઘેરા પડઘા પડવા પામ્યા હતા અને મસમોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જે બનાવના પગલે પોલીસે આજે પાંચ શખસોની ધરપકડ કરી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતા. સિહોર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ સતુભા ગોહિલ ગત તા.૩૧ના રોજ સાંજના ૬ કલાકના સુમારે અરજીની તપાસ અર્થે લીલાપીર વિસ્તારમાં ગયેલ ત્યારે શખસોએ તેઓ પર હુમલો કરી છુટા પથ્થરRead More


ટર્નિંગ પોઇન્ટની અગાશી પરથી પટકાતા ચાર્ટર એકાઉન્ટન્ટનું મોત

શહેરના તખ્તેશ્વર નજીક ટર્નિંગ પોઇન્ટમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિલ્ડીંગની અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યુ હતું. ઘટનાની જાણ થતા વેપારીઓ અને આગેવાનો દોડી ગયા હતાં. શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા અને વાઘાવાડી રોડ પર તખ્તેશ્વર પ્લોટ ગેટ ચોકી સામે આવેલ ટર્નિંગ પોઇન્ટના ત્રીજા માળે ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રમોદભાઇ ઘેલાભાઇ હેમાણી (ઉ.વ.૭૮) આજે સવારે ૧૧.૩૦ કલાકના અરસા દરમિયાન ટર્નિંગ પોઇન્ટ બિલ્ડીંગની અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા તેઓનું કરૃણ મોત નિપજવા પામ્યુ હતું. ઘટનાની જાણ થતા નિલમબાગ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો જ્યારે ઘટનાના પગલેRead More


મહાનગરપાલિકાના ઘરવેરામાં એક દિવસમાં સવા કરોડની માતબર આવક

મહાનગરપાલિકાના ઘરવેરામાં આજે રિબેટ યોજના સંદર્ભે એક જ દિવસમાં સવા કરોડની આવક થઇ હતી. જ્યારે ગઇકાલે ૧ કરોડ ૧૭ લાખની આવક થઇ હતી. મનપાના ઘરવેરામાં હાલ રિબેટ યોજના ચાલી રહી છે. જેમાં હાઉસ ટેક્સમાં ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે. અન્ય વેરામાં આ રિબેટ યોજનાનો લાભ મળતો નથી. તેની ઘણા કરદાતાઓને ખ્યાલ પણ નથી તેથી ઘરેથી વેરાની ગણતરી કરીને આવ્યા પછી બીલ આવે ત્યારે થોડી વિસંગતતા માલુમ પડે છે. આજે દિવસ દરમિયાન મિલ્કતવેરામાં ૧ કરોડ ૨૫ લાખની આવક થઇ હતી અને ૩૩૦૦ જેટલા આસામીઓએ રિબેટ યોજનાનો લાભ લીધો હતો. જેમાંRead More


સ્વમિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ને અનુલકશીને પ્લેટેનિયમ વિલેજ વિરપુર નુ સારોઙી ગુરુકુળ નામહંત માઘવપ્રિયદાસ સ્વમીના હસ્તે ખાતમુહુતૅ કરવામા આવ્યુ

ઘારી વિરપુર તા-3-4-018 ના દિવસે સ્વમિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ને અનુલક્સને પ્લેટેનિયમ વિલેજ વિરપુર નુ સારોઙી ગુરુકુળ નામહંત માઘવપ્રિયદાસ સ્વમીના હસ્તે ખાતમુહુતૅ કરવામા આવ્યુ તેમજ સાઘુસંન્તો નાબળદગાઙા સણગારીનેસામૈયા પણ કરવામા આવ્યા તેમજ અમરેલી લાઈન્સ કલબ દ્રારા સ્વચ્છતા અભિયાન પણ કરવામા આવ્યુ તેમજ ઘારી તાલુકા ખોઙલ ઘામ સમિતી તેમજ લાયન્સ કલબ ઓફ (અમરેલી)તથાસમસ્ત વિરપુર ગામ તરફથી સતુરભાઈ રામજીભાઈ ચોઙવઙીયા હસમુખભાઈ રામજીભાઈ કોઠીયા ની રક્તતુલા નિમીતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ પણ આયોજનકરવામા આવ્યુ તેમા 400 થી પણ વઘારે વ્યક્તિ એ રક્ત દાન કરયુ તેમજ દિપ પ્રાગટય કરી અવસરને વઘાવામા આવ્યો હતો દિપ પ્રાગટય માRead More