Main Menu

Thursday, April 5th, 2018

 

વડિયા માં ગ્રામપંચાયત દ્વારા વેપારી મંડળ ઠેર ઠેર કચરા ટોપલી આપવામાં આવી

વડિયા માં ગ્રામપંચાયત દ્વારા વેપારી મંડળ ઠેર ઠેર કચરા ટોપલી આપવામાં આવી…સરકાર ના સ્વચતાઅભિયાન ને અનુલક્ષી ને વડિયા ગ્રામ પંચાયત ટ્રેક્ટર ભરી ગામની તમામ દુકાનો ઓફીસ સરકારી ઓફિસ તમામ જગ્યાએ આ ડસ્ટબીન આપવામાં આવ્યા..અને લોકો ને સમજાવવા માં આવ્યા કે કચરો ડસ્ટબિન માં નાખો અમો રોજ ટ્રેક્ટર માં ભરી જઈસુ…આશરે 450 થી500 ડસ્ટબિન આપવામાં આવ્યા..


દુધના કાળા કારોબાર સંદર્ભે ભાવનગરમાં પણ મહાપાલિકા તંત્ર જાગ્યું,સેમ્પલ લીધા

સફેદ દૂધના કાળા કારોબાર સામે વ્યાપક ઉહાપોહ બાદ આખરે ભાવનગર માં પણ તંત્ર જાગ્યું છે.મ્યુ આરોગ્ય અધિકારી ડો.સિંહા અને ફૂડ વિભાગની ટીમ આજે સરકાર ની સુચના ના પગલે ભાવનગર માં જુદા જુદા સ્થળે થી દુધના સેમ્પલ લઈ તેને પરીક્ષણ અર્થે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.જો કે સ્ટાફ નો અભાવ અને કામગીરી ના ભારણ ના કારણે આજ બપોર સુધીમાં માત્ર જવેલર્સ સર્કલ પાસેની એકમાત્ર માહી દુધના બલક મિલ્ક ચીલિંગ સેન્ટરમાંથી સેમ્પલ લેવાની કામગીરી થઈ શકી હતી.


ચોરી થયેલ સ્પ્લેન્ડર મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં *ભાવનગર, રીંગ રોડ,બ્રહ્મ પાર્કનાં નાકા પાસે આવતાં શંકાસ્પદ મો.સા. સાથે સતિષભાઇ ઘનશ્યામભાઇ વાજા ઉ.વ.૨૫ રહે.આંબલી નીચે,વોરા નાં કબ્રસ્તાન પાસે,ક.પરા, ભાવનગર વાળો મળી આવેલ. તેની પાસે રહેલ સીલ્વર કલરનાં નંબર પ્લેટ વગરનાં હિરોRead More


શરીફાબેન વીજળીવાળા દ્વારા વક્તવ્ય કાર્યક્રમ યોજાયો

[wpdevart_youtube]lNQUVQm6CXs[/wpdevart_youtube]


પ્રસિધ્ધ વક્તા જય વસાવડા નું અમરેલી માં આગમન

[wpdevart_youtube]qF7BGKh8xRc[/wpdevart_youtube]


કેરોલેક્ષ પબ્લિક સ્કુલ રાજુલા દ્વારા પેરેન્ટસ વર્કશોપ નું આયોજન

તા.૩-૪-૧૮ ને મંગળવારે જાફરાબાદ ખાતે આવેલ સીન્ટેક્ષ કંપની ના કોન્ફરન્સ હોલ માં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પેરેન્ટ્સ વર્કશોપ માં સ્કુલ માં ભણાવવા ની પદ્ધતિ,એક્ટીવીટી લર્નિંગ બેઝ ડેમો ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.આવી વિભિન્ન પ્રકાર ની ભણવાની એક્ટીવીટી કરાવવા થી આજકાલ ની જનરેશન ને બેનીફીટ થાય છે.રાજુલા તાલુકા ની એક માત્ર સીબીએસઈ સ્કુલ છે.કેલોરેક્ષ સ્કુલ સૌરાષ્ટ્ર માં રાજુલા સહિત ભારત ભરના ૫ રાજ્યો માં ૧૪ શહેરો માં આવેલ છે.તે તમામ સ્કૂલો માં આવા વર્કશોપ ના આયોજનો થાય છે.આ પેરેન્ટસ વર્કશોપ માં પ્રિન્સીપાલ અનુપમ ઉપાધ્યાય ના માર્ગદર્શન નીચે સ્કુલ નાRead More


અમરેલી ની અમર ડેરી માં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગનું સધન ચેકીંગ…દુધના અલગ અલગ લીધા નમૂનાઓ…અમર ડેરીમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના ચેકીંગથી રાજકીય ખળભળાટ

અમુલ દૂધ સાથે સંકલન ધરાવતી અમરેલીની અમર ડેરીમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરીને દુધના પુથકરણ માટેના નમૂના લેવાયા છે આ અમર ડેરીના ડિરેકટર તરીકે કેન્દ્રીય કૃષિમંત્રી અને ગુજકોમાંસોલ ના ચેરમેન સંઘાણી હોવાથી દૂધ સેમ્પલ ના નમૂના તંત્ર દ્વારા લેવાતા રાજકીય ખળભળાટ સર્જાયો છે,અમરેલી ની અમર ડેરી….. અમર ડેરી અમુલ દૂધ સાથે સંકળાયેલી છે અને આ અમર ડેરી ના નવા પ્લાન્ટમાં પ્રધાનમંત્રી મોદી ઓક્ટોમ્બર 2017 માં આવ્યા હતા આ અમર ડેરીમાં આજે અમરેલીનું ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ત્રાટક્યું હતું અને દૂધમાં ભેળસેળ અંગે નમૂનાઓ લઈને પુથકરણ માટેRead More


રાજુલામાં નવી બારપટોળી નજીક નર્મદાના પાણીની બેફામ ચોરી

રાજુલાના નવી બારપટોળી નજીક નર્મદાના પાણીની બેફામ ચોરી થઇ રહ્યાંનું બહાર આવ્યું છે પાણીની ખુલ્લેઆમ કોન્ટ્ટાક્ટરો દ્રારા બેફામ ચોરી થઇ રહી છે એક બાજુ વન્ય પ્રાણીઓ સિંહ,દીપડો અને નિલગાયો પાણી વગર તરસ્યા કરફડતા હોય છે ત્યારે અહીં બેફામ પાણીની ચોરી થઈ રહી છે. ઓકળાવોમાં પાણી જાનવરો પીવે છે. ત્યારે અહી ઓકળાથી પાણી ચોરી થઈ રહી છે. રાજુલા વિસ્તારમાં ફરીવાર પાણી ચોરી સામે આવતા તંત્ર ફરીવાર પાણી ચોરો સામે વામણું સાબિત થયું છે.


અમરેલી જિલ્લામાં ચણા પકાવતા ખેડૂતો ને ટેકાનો ભાવ ન મળતા હેરાન પરેશાન…200 જેટલો ભાવ ધટાડો ચણામાં મળતા ખેડૂતો પરાણે વેચવા મજબુર…જુઓ

[wpdevart_youtube]Xa59QMMSfA0[/wpdevart_youtube]ગુજરાત રાજ્ય બહાર ચણા પકવતા ખેડૂતોને રાહત છે પણ ગુજરાતના ચણા પકાવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હેરાન પરેશાન થઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં ચણા નું વાવેતર કરનાર ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા હાડમારીનો સામનો કરી રહ્યા છે. અમરેલી અને સાવરકુંડલા ના માર્કેટિંગ યાર્ડ માં ચણા ની પુષ્કળ આવક થઈ રહી છે યાર્ડમાં ચણા લઈને આવતા ખેડૂતોની હાલત દાજયા પર ડામ જેવી ઉભી થઇ છે યાર્ડમાં વેપારીઓ ખેડૂતો પાસેથી 600 થી 670 જેવા થી ચણા ની ખરીદી કરે છે જ્યારે ચણા ની ખેતી કરીને ખેડૂતો પસ્તાઇ રહ્યા ની અનુભૂતિ કરીRead More


ગેરકાયદે સિંહદર્શન : ગીરમાં રોજગારીનો નવો વિકલ્પ

૧૬મી માર્ચે વનવિભાગે ગીરમાં ગેરકાયદે સિંહદર્શન રોકવા એક બેઠક યોજી હતી જો કે આ ઘટનાના ૧૫ દિવસમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વાછરડાને ઝાડ સાથે બાંધી સિંહને મારણ માટે આકર્ષવમાં આવે છે. સિંહોના આ મારણનો વીડિયો ગીરમાં ધમધમતા ગેરકાયદે સિંહદર્શનના વ્યવસાય વિશે વિચારવા મજબૂર કરે છે. ગીરમાં સિઝન પ્રમાણે એક ગાડીદીઠ રૃપિયા ૨૦૦૦થી ૧૦,૦૦૦ વસૂલી ગેરકાયદે સિંહદર્શન કરાવવામાં આવે છે. આવી રીતે સિંહદર્શન કરાવનારા વ્યક્તિઓ સાસણ, તાલાળા કે ગીર વિસ્તારની કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકો શોધી લે છે. ૈગીરમાં વનખાતાના દ્વારા પ્રવાસીઓને કરાવવામાં આવતું સિંહદર્શન જ કાયદેસરRead More