Main Menu

Friday, April 6th, 2018

 

અમરેલી જિલ્‍લાના વિકાસકામોની સમીક્ષા કરતા જિલ્‍લાના પ્રભારીમંત્રી આર.સી.ફળદુ…વિકાસકાર્યોને ગતિશીલ બનાવવા અધિકારીઓને કામોની મુલાકાત લેવા સૂચન

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને અમરેલી જિલ્‍લાના વિકાસકાર્યોની કામગીરી-સમીક્ષા અંગેની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્‍લાના અધિકારી-કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, અમરેલી જિલ્‍લામાં વિકાસકાર્યો માટે ફાળવવામાં આવેલી ગ્રાંટનો યોગ્ય રીતે ઉપયોગ થાય, વિકાસકાર્યો પ્રગતિ તળે હોય ત્‍યારે જવાબદાર અધિકારીશ્રીઓએ ત્‍યાં મુલાકાત કરવી ખૂબ મહત્‍વની બાબત છે. મંત્રીશ્રી ફળદુએ વધુમાં કહ્યું કે, વ્‍યવહારિક રીતે વિચારી જનોપયોગી કામગીરી કરવી તે ફરજ બને છે. વિકાસકાર્યોમાં બાકી રહેલા કામોને તાત્‍કાલિક પૂર્ણ કરવા જરૂરી બને છે. તેમણે જિલ્‍લામાં પીવાનું પાણી,Read More


ફેરાફેરી-હેરાફેરી ફિલ્મના કલાકારો ભાવનગરમાં : ગુજરાતી ફિલ્મ ટુંકમાં રજુ

રૂદ્ર મુવી ઈન્ટરનેશનલ તથા વ્રજ પ્રોડકશનના બેનર હેઠળ ગુજરાતી કોમેડી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના પ્રમોશન અર્થે હિન્દી-ગુજરાતી ફિલ્મ પ્રખ્યાત આર્ટીસ્ટ ચાણકય ઉર્ફે ઈન્સ્પેકટર વાઘ માટે ફેઇમ મનોજ જોશી, બીઝલ જોશી, સોનીયા શાહ, સંજીવ જોટાંગીયા સહિતના કલાકારોનો કાફલો શહેરના શિવાલીક કોમ્પલેક્ષ સ્થિત સિનેમા હોલ ખાતે ફિલ્મનુ પ્રમોશન અર્થે આવી પહોચ્યાં હતા. આ ફિલ્મમા ગુજરાતી લોકડાયરાના સાવજ એવા લેખક-હાસ્ય-સાહિત્યકાર તથા શિક્ષક સાંઇરામ દવે(પ્રશાંત દવે)એ ખૂબ સરસ અભિનયના ઓજસ પાથર્યા છે.આગામી ૧૩ એપ્રિલે પ્રસિધ્ધ થનાર ફિલ્મ સંબંધી માહીતી આપી હતી.આ કાર્યક્રમમાં ભાવનગર મહાપાલિકાના પુર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઉચ્‍ચ શિક્ષણ સંયુકત નિયામકશ્રી એચ.એન.ચાવડાએ ધારીના ડાભાળી ખાતે શૈક્ષણિક મૂલ્‍યાંકન કર્યુ

રાજય સરકાર દ્વારા ગુણોત્‍સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત રાજયમાં યોજવામાં આવેલ ગુણોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્‍ધી, સહ-અભ્યાસની પ્રવૃત્તિઓ, સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી સહિતના પાસાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે. ગુણોત્‍સવ-૨૦૧૮ અંતર્ગત ઉચ્‍ચ શિક્ષણ સંયુકત નિયામકશ્રી એચ.એન.ચાવડાએ ધારીના ડાભાળી ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઇને શૈક્ષણિક મૂલ્‍યાંકન કર્યુ હતુ. ઉચ્‍ચ શિક્ષણ સંયુકત નિયામકશ્રી એચ.એન.ચાવડાએ, વિદ્યાર્થીઓના વાંચન-ગણન- લેખન સહિતની શૈક્ષણિક-ઇત્તર પ્રવૃત્તિઓનું મૂલ્‍યાંકન કર્યુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નિર્મળાબેન ધાધલ, શાળાના શિક્ષકશ્રી કનુભાઇ લીંબારા તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


ધારીની પ્‍લોટ શાળામાં ગુણોત્‍સવ અંતર્ગત શૈક્ષણિક મૂલ્‍યાંકન કરતા ગૃહ વિભાગ નાયબ સચિવશ્રી આશિષ વી.વાળા

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃધ્ધિ માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ઘટતું કરવા રાજય સરકાર ચિંતિત અને સતત પ્રયત્‍નશીલ છે. ગૃહ વિભાગ નાયબ સચિવશ્રી આશિષ વી. વાળાએ, ગુણોત્‍સવ- ૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત ધારી પ્‍લોટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના નાયબ સચિવશ્રી આશિષ વી. વાળાએ કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારણા કરવા સતત પ્રયત્‍નશીલ છે. ધારી પ્‍લોટ શાળામાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સામાન્‍ય જ્ઞાન પ્રશ્નોત્તરી કરી હતી. શ્રી વાળાએ, ધારી પ્‍લોટ શાળા સાથેના તેમના સંસ્‍મરણો તાજા કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ખૂબRead More


કોટડાસાંગાણીના રાજપરા ગામે સરકાર દ્વારા ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાયો…લુપ્ત થઈ રહેલી લોકકલા નો લોકોએ આનંદ માણ્યો

આજથી પચાસેક વર્ષ પુર્વે જ્યારે ટેલીવિઝન સહિતના ઉપકરણો ન હતા ત્યારે લોકો ભવાઈ મંડળ. કટ પુતળી. સહિત ની લોકકલાથી મનોરંજન મેળવતા હતા ત્યારે આજના ટેકનોલોજી ના યુગ મા ટેલીવિઝન અને મોબાઈલ આવતા  આ બધીજ કલાઓ ને આજ નુ જનરેશન ભુલ્યુ છે અને આ કલાઓ લુપ્ત થવાને આરે છે  ત્યારે આ લોક કલા ને જીવંત રાખવા ગુજરાત સરકારે બીડુ ઝડપ્યુ હોય તેમ લાગી રહ્યુ છે કોટડાસાંગાણી ના રાજપરા ગામે ગુજરાત સરકાર દ્વારા ભવાઈ મંડળ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કલાકારો એ અલગ અલગ પાત્રો ભજવી  વ્યસન મુક્તિ. બેટી પઢાવો બેટીRead More


ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારે મહુવા યાર્ડની સબસીડી છુટ્ટી કરી અન્ય યાર્ડની નહીં

ડુંગળીના ભાવ ગગડતા ડુંગળી પકવતા ખેડૂતોને સબસીડી આપવાનો સરકારે નિર્ણય લીધા બાદ મહુવા યાર્ડના ખેડૂતોને સબસીડી છુટ્ટી થઈ છે પરંતુ ભાવનગર, તળાજા, પાલિતાણા યાર્ડમાં વેંચાણ અર્થે આવેલ ખેડૂતોની અરજીઓની સબસીડી છુટ્ટી કરાઈ નથી. ૨૦૧૭માં ડુંગળીના નીચા ભાવ હોવાથી ખેડૂતોને સબસીડી આપવા સરકારે તા. ૩૦-૬-૧૭ના ઠરાવ કરીને એક કટ્ટા દીઠ ૫૦ રૂપિયા મતલબ એક કીલોએ એક રૂપિયો તે ૬૦૦ કટ્ટા સુધી સબસીડી આપવાનું નક્કી કરેલ છે. તેમજ બીજો ઠરાવ તા. ૧-૮-૧૭નાં રોજ કરેલ છે તેમજ છેલ્લો સુધારા ઠરાવ તા. ૧૮-૧૦-૧૭નાં રોજ કરીને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ડુંગળી પકવતા ખેડુતોને ઉપર મુજબના ઠરાવો કરીનેRead More


બોટાદના તુરખા ગામે મંદિરના વહીવટના મામલે ફાયરીંગ

બોટાદના તુરખા ગામે મંદિરનો વહીવટ લઇ લેવાના મામલે આજે સવારે મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપર ફાયરીંગ કરી મારી નાખવાની કોશીષ કરીને ત્રણ શખસોએ ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. બોટાદ જિલ્લાના તુરખા ગામે રહેતા સુખનાથ મહાદેવ કમિટીના સભ્ય પ્રકાશભાઇ વશરામભાઇ અણધણ (ઉ.વ.૩૪)એ પાળીયાદ પોલીસ મથકમાં રાજભા ભીમડાદવાળા, દિપ માણસુરભાઇ ખાચર (રે.તુરખા) અને એક અજાણ્યા શખસ વિરૃદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આજે સવારે ૧૦ કલાકના તુરખા ગામે બસ સ્ટેન્ડ પાસે તેઓ તેમજ કમીટીના સભ્યો હતા તે વેળાએRead More


મહાનગરપાલિકાને પાંચ દિવસમાં 5 કરોડથી વધુની આવક: 50 ટકા જેટલી રકમ ઓનલાઈન મળી

૨૦૧૮-૧૯ના નવા નાણાંકીય વર્ષમાં ભાવનગર મહાનગરપાલિકામાં મિલ્કત કરની આવક શરૂ થઈ છે. આ નવા નાણાંકીય વર્ષની તા. ૧-૪થી મિલકત કર સ્વીકારવાની મનપા દ્વારા ઓનલાઈનથી કેશલેસ અને અલગ અલગ બેંકો અને મનપાની મુખ્ય અને પૂર્વ અને પશ્ચિમની ઝોનલમાં સ્વીકારવાનું કાર્ય પી.ઓ.એસ. ચેક અને રોકડથી શરૂ થઇ. જેના આજે તા. ૫-૪ની સાંજનાં ૭ વાગ્યા સુધીમાં મનપાની તીજોરીમાં અંદાજે ૫ કરોડ ૭૪ લાખ ૫૭ હજારને બસ્સો અઠયાસી રૂપિયાની ચોખ્ખી આવક થઈ હોવાનું જાણવા મળેલ છે. સરકારની કેશલેશ યોજનાના ભાગસ્વરૂપે મનપાએ પણ પહેલ કરી ઘણા સમયથી ઓન લાઈન અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા કર સ્વીકારીRead More


‘કોઠારી’ના સ્થાને આજે નવનિયુક્ત કમિશનર ‘ગાંધી’ ચાર્જ સંભાળશે

ભાવનગર મ્યુનિસિપાલિટીઝના કમિશનરમાંથી ડાયરેક્ટર ઓફ રિલીફની બઢતી સાથે બદલી પામેલા એમ.આર.કોઠારી આવતીકાલે શુક્રવારે સત્તાવાર રીતે ભાવનગર મ્યુનિ. કમિશનરનો ચાર્જ છોડશે. તેમના સ્થાને ગાંધીનગરથી નવી નિમણૂક પામેલા આઈએએસ એમ.એ.ગાંધી કમિશનર તરીકેનો પદભાર સંભાળશે. પોણા બે વર્ષ સુધી ભાવનગર મહાપાલિકાના કમિશનર તરીકે રહેલા એમ.આર.કોઠારીના કાર્યકાળ દરમિયાન ભાવનગર શહેરમાં અનેક વિકાસકામો થયા છે. શાસક અને વિપક્ષને સાથે રાખીને ચાલનારા કમિશનર એમ.આર.કોઠારીએ શહેરની કાયાપલટ માટે સિંહફાળો આપ્યો છે. છેલ્લા બે વર્ષની અંદર ભાવનગરમાં થયેલા વિકાસ કામો અને હાલ ચાલી રહેલા કામો અંગે કમિશનર કોઠારીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી, સરદારનગર સ્વીમીંગRead More