Main Menu

Saturday, April 7th, 2018

 

દામનગર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક મૂલ્‍યાંકન કરતા વન સંરક્ષક એમ.એમ.શર્મા

શિક્ષણની ગુણવત્તા બાબતે ઘટતું કરવા રાજય સરકાર ચિંતિત અને સતત પ્રયત્‍નશીલ છે. તા.૬-તા.૭ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન રાજયભરમાં ગુણોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃધ્ધિ માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આરણ્ય ભવન-ગાંધીનગરના વનસંરક્ષકશ્રી એમ.એમ. શર્માએ, ગુણોત્‍સવ-૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત દામનગર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના પ્રારંભે વનસંરક્ષકશ્રી એમ.એમ. શર્માની ઉપસ્‍થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ભજન, ધૂન, બાલગીત સહિતની કૃત્તિઓ રજૂ કરી હતી. શાળામાં આજનું ગુલાબ બાળકને સ્વચ્‍છ અને સુઘડતા માટે સન્‍માનિત કરેલ. શાળામાં વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બેસી તેમના વાંચન-ગણન- લેખન સહિત શૈક્ષણિક મૂલ્‍યાંકન કર્યુRead More


રાજુલા-જાફરાબાદ રેન્જ નાં સહિયારા બિડમાં લાગી આગ…રેવેન્યુ વિસ્તારનું બીડ બળી ને ખાખ..વનવિભાગ દ્વારા 6 સિંહો ને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયા…જુઓ

રાજુલા રેન્‍જ નીચે આવતા જાફરાબાદના સહિયર બિડમાં આજ સાંજના સુમારે ભયંકર આગ આગી હતી. જેમાં બિડના પ0 થી 60 વિધાના વૃક્ષો સહિતની ફૂલજાડ બળીને ખાખ થઈ જવા પામ્‍યા હતા. ત્‍યારે આ બિડમાં કુલ બે નર સિંહો, એક સિંહણ અને ત્રણ નાના સિંહ બાળનો કાયમી વસવાટ છે. તેથી રાજુલા વન વિભાગના નવ નિયુકત આર.એફ.ઓ., આર.ડી.પાઠક તેમની ટિમ સાથે આગ પર કાબુ મેળવવાની મથામણ હાથ ધરી હતી. તે દરમિયાન અહીં 6 સિંહો આ બિડમાં હતા તેથી વન વિભાગ દ્વારા આ સિંહોને અહીંથી અન્‍ય સુરક્ષિત જગ્‍યાએ સ્‍થળાંતરિત કરાયા હતા. જયાં હાલ આ છRead More


ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે માં વાત્સલ્ય કેમ્પ યોજાયો : બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે છેલા ત્રણ દિવસ થી જીલ્લા આરોગ્ય અધિકારી ની સુચના થી પોગ્રામ ઓફિસર નરેન્દ્રભાઈ મકવાણા તથા બ્લોક હેલ્થ અધિકારી ખાંભા ના માર્ગદર્શન તળે કેમ્પ રાખવામાં આવેલ.જેમાં બહોળી સંખ્યા માં મોટા સમઢિયાળા,અનીડા,જીકીયાળી,કોટડા,રૂગનાથપુર વગેરે ગામોના લાભાર્થી ઓને લાભ આપવામાં આવેલ.આ કેમ્પ નું દીપપ્રાગટ્ય જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા ના વર્દ હસ્તે કરવામાં આવેલ.આ કેમ્પ માં તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ કાળુભાઈ ફીન્ડોળીયા,જીલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ શેલડીયા,જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સુખડીયા,સમઢિયાળા સરપંચ મહેશભાઈ સુદાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ માં ઓપરેટર તરીકે ખાંભા માં વાત્સલ્ય કાર્ડ ના કો ઓડીનેટરRead More


લાઠી પંથકની તરૃણી પર દુષ્કર્મનાં કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ

લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામના એક યુવાને તેજ ગામની એક સગીરાને પ્રેમજાળ ફસાવી સાડા ત્રણ વર્ષ પહેલા આચરેલ દૂષ્કર્મનો કેસ આજરોજ અમરેલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નરાધમ આરોપીને જજે ૧૦ વર્ષની સખત કેદ અને રૃા. ૧૦ હજારના દંડની સજાનો હૂકમ કરેલો હતો. પ્રાપ્ત વિગત મુજબ લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામના રમેશ ઉર્ફે રમો ઘનશ્યામ જાદવ નામના યુવાને તેજ ગામની એક સગીરાને પ્રેમના મોહપાશમાં ફસાવી લલચાવી- ફોસલાવી ગત તા. ૨-૧૦-૧૪ના રોજ સવારે ગામની બહાર આવેલ માટીના પાલાની પાછળ ખાડામાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ લાઠી પોલીસમાં નોંધાયેલ હતી. જે અંગેનોRead More


ગેસ લાઇન માટે ખોદેલ ખાડા બાદ પેવર કામ નહી કરાતા રહિશો પરેશાન

શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ લાઇન નાખવા જાહેર રોડ-ફુટપાથના ખોદકામ કરી લાઇન નખાયા બાદ મ્યુનિ.એ નાખેલ બ્લોક જેમના તેમ ઢગલા આડેધડ પડયા છે. જેના રીપેરીંગની દરકાર સુધ્ધા તંત્ર દ્વારા કરાઇ નથી. શહેરના રબ્બર ફેક્ટરી, હરીયાળા પ્લોટ, સર પટ્ટણી રોડ, આંબાવાડી સહિતના વિસ્તારોમાં બે ત્રણ માસ પૂર્વે રોડ પર તેમજ ફુટપાથ વિસ્તાર પર મ્યુનિ. તંત્રએ નાખેલા બ્લોક ઉખાડી ખાડા ખોદી ગેસ લાઇન નાખી હતી જે ખાડાઓમાં માત્ર માટીથી બુરી દઇ કોન્ટ્રાક્ટરોએ ચાલતી પકડી હતી. જ્યારે પુછાયુ કે આ બ્લોક ફીટ કરી દેવા અંગે સ્પષ્ટ જણાવ્યુ હતું કે આ બ્લોક ફીટ કરવાની મજુરીનાRead More


ભાવનગરના વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો ઉકેલવા માગણી

ભાવનગરના વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ફરી એકવાર દેશના વડાપ્રધાનને રજૂઆત કરાઇ છે અને પ્રશ્નો ઉકેલવા માગણી કરાઇ છે. જિલ્લા ભાજપના અગ્રણી અને વંદે માતરમ્ સેવા સંઘના પ્રમુખ કિશોરભાઇ ભટ્ટે વડાપ્રધાનને કરી હતી. રજૂઆતમાં જણાવેલ છે કે, ભાવનગરને ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ દરિયા કિનારાનો લાભ મળ્યો છે. દરિયાઇ પટ્ટી પર ૭ પોર્ટ, શીપ બ્રેકીંગ યાર્ડ છે. ત્યારે ભાવનગર મરીન યુનિવર્સિટી માટે એકદમ અનુકૂળ છે. આથી યુનિવર્સિટી ફાળવવી જોઇએ. તેમણે ભાવનગર-અમદાવાદ ડેઇલી ઇન્ટરસિટી ટ્રેન, ભાવનગર-હરિદ્વાર ટ્રેન શરૂ કરવાની માગણી દોહરાવી છે. આ ઉપરાંત, ભાવનગરને દૂરદર્શન કેન્દ્ર, ભાવનગર પોસ્ટ ઓફિસને પુનઃ સિનિયર પોસ્ટRead More


કાળીયાબીડમાં ધોળા દિવસે મકાનના નકુચા તોડી રોકડ-દાગીનાની ચોરી

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં હિલસન પાર્ક એપાર્ટમેન્ટમાં ધોળા દહાડે તસ્કરોએ ખાતર પાડી મકાનના કબાટમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતાં. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલ નજીક આવેલ હિલસન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા કાજલબેન ગૌતમપરી ગૌસ્વામી (ઉ.વ.૩૦)એ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે ગઇકાલે સવારે ૮.૪૫થી સાંજના ૬ કલાકના અરસા દરમિયાન તેઓ તેના રહેણાકી મકાનને તાળા મારી બહારગામ ગયા હતા તે વેળાએ ધોળા દિવસે અજાણ્યા શખસોએ મકાનના નકુચા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલ સોનાના દાગીના હાર, બુટી, ચેન તેમજ રોકડની ચોરી કરી નાસી છુટયા હતા.Read More


ખુન કેસમાં રાજકોટ જેલમાં આજીવન કેદની સજાના ફરાર કેદીને સંતકવરામ ચોક પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે વેળાવદર(ભાલ) પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૦૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુન્હાના કામે રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી મહેબુબભાઇ યુસુફભાઇ સૈયદ રહેવાસી શેરી નંબર-૮ મોતીતળાવ, કુંભારવાડા ભાવનગર વાળાને આજરોજ સંતકવરામ ચોક પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે. આRead More