Main Menu

Sunday, April 8th, 2018

 

અમરેલી શહેરમાં ટ્રાફિક થી ધમધમતા હનુમાનપરા માર્ગ ની મરામત કરવા રજૂઆત

અમરેલી શહેરમાં હાલ ભુગર્ભ ગટરનું કામ ચાલી રહયું છે. એ અંતર્ગત હનુમાનપરા મેઈન રોડ પર ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થઈ ગયેલ છે. આ માર્ગ પર અમરેલી જિલ્‍લા મથકનો મુખ્‍ય ઔદ્યોગિક એકમ (જી.આઈ.ડી.સી.), અંદાજે 3પ જેટલી સોસાયટીઓ, 8 થી 10 વિવિધ સમાજની વાડીઓ તથા છાત્રાલય, 8-10 જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓ તથા આશરે વીસેક હજાર જેટલાં લોકો વસવાટ કરી રહયા છે. ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે અને આ રોડ પર કોઈ જાતની મરામત કરાવેલ નથી. જેના કારણે હજારો લોકોને અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડીRead More


બીટ કોઈન મામલે અમરેલીમાં સી.આઈ.ડી.નું તપાસનો ધમધમાટ…એલ.સી.બી.ના કર્મીઓના હેડ ક્વાર્ટર માં તપાસ ચાલુ…3 જેટલા એલ.સી.બી.ના કર્મીઓને રાઉન્ડઅપ કર્યાની મળી રહી છે માહિતી…હેડ ક્વાર્ટર માં અંદર જવા પર પ્રવેશબંધી

બીટ કોઈન મામલે અમરેલીમાં સી.આઈ.ડી.નું તપાસનો ધમધમાટ….અમરેલી ની એલ.સી.બી.કચેરી અને એલ.સી.બી.કર્મીઓને ત્યાં સી.બી.આઈ.ના દરોડા….5 ઉપરાંત ખાનગી ફોરવહીલ માં એમરેલી હેડ ક્વાર્ટર માં તપાસ ચાલુ…એલ.સી.બી.ના કર્મીઓના હેડ ક્વાર્ટર માં તપાસ ચાલુ…3 જેટલા એલ.સી.બી.ના કર્મીઓને રાઉન્ડઅપ કર્યાની મળી રહી છે માહિતી……હેડ ક્વાર્ટર માં અંદર જવા પર પ્રવેશબંધી….અમદાવાદ, ગાંધીનગર ની પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ……


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]zp8pIY4Eozg[/wpdevart_youtube]


ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાયઁકમ યોજાયો

સમગ્ર ગોહિલવાડમા દરેક સમાજ માટે આસ્થા નુ કેન્દ્ર એવા મોખડાજી દાદા ની જગ્યા ખદરપર જવા માટે ના એપોચ રોડ (ભેસવાડી થી મૉખડાજીદાદા મંદિર) બનાવવા ની સમાજ ના આગેવનો  ની તાત્કાલિક અને ઝડપ થી બનાવવા માટે માંગણી ઘણા વષોઁ થી હતી મોખડાજી દાદા ના આશીઁવાદ થી પદુભા ગોહિલ નાના ખોખરા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન બન્યા છે પછી માંગણી નો સ્વીકાર કરીને ચેરમેન બાંધકામ સમીતી જીલ્લા પંચાયત ભાવનગર દ્વારા મંજુર કરવા મા આવ્યુ છે અને ઝડપી અને તાકીદ ના ધોરણો થી કામ શરુ કરવા મા આવ્યુ અને આ કામ નુRead More


ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી

ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અમરેલી સિવિલ હોસ્પિટલમાં મયુરભાઈ ખાચર દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટ બ્રાંચના ચેરમેન ડો. બી. જે. કાનાબાર સાહેબ ની ઉપસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, અમરેલી શહેરના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ. 108 સ્ટાફ તથા ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને સન્માન પત્ર આપવામાં આવ્યા. તેમજ ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ આદરણીય ડો. કાનાબાર સાહેબ ડો.કે.વી.રાડોઠ સાહેબ (સી.ડી.એમ.ઓ) અમરેલી (ડી.વાય.એસ.પી.)બી.એમ.દેસાઈ સાહેબ અમરેલી સિટી.(પી.આઈ.) ગૌસ્વામી સાહેબ ડો.એ.જે.ડબાવાલા સાહેબ ડો.ચંદ્રેશ ખુંટ (પૂર્વ સદસ્ય, અમરેલી નગર પાલિકા) શ્રીRead More


બિટકોઇન મામલે CIDનાં અમરેલીમાં દરોડા, હાજર પોલીસની અટકાયત, ફરાર પોલીસના ઘરના તાળા તોડ્યા…જુઓ

બિટકોઇન કેસની તપાસ કરી રહેલી ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અમરેલી વહેલી સવારે સાડા ચાર વાગે પહોંચી હતી, બીલ્ડર શૈલેષ ભટ્ટના આરોપ અનુસાર તેમનું અપહરણ કરી, તેમની પાસેથી 12 કરોડના બિટકોઇન પડાવી લેવાના કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીને ત્યારે સીઆઈડી ક્રાઈમે દરોડો પાડયો હતો. સુત્રોની જાણકારી પ્રમાણે ઘરમાં મળી આવેલા ત્રણ પોલીસ કર્મચારી વિજય અને બાબુ ડેર સહિત કુલ ત્રણ પોલીસ કર્મચારીઓને પોલીસ હેડકવાર્ટર લઈ જવામાં આવ્યા છે.સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી આશીષ ભાટીયાની સુચનાથી કુલ છ ટીમો અમરેલી સહિત વિવિધ વિસ્તારમાં દરોડા પાડવા શનિવારે રાતે જ ગાંધીનગરથીRead More


જાન દેશુ પણ જમીન નહી છોડીશું: GPCLની માઇનીંગ કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ

ઘોઘા-સુરકા માઇન્સ પ્રોજેક્ટ અંતર્ગત જી.પી.સી.એલ. કંપની દ્વારા માઇનીંગ હાથ ધરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતા ટોળા વિખેરવા પોલીસે બળપ્રયોગ કરી બે ટીયર ગેસના સેલ છોડયા હતા. જ્યારે ગ્રામજનોએ ગુલાબના ફુલ આપી પોતાનો શાંતિપૂર્ણ વિરોધ દાખવ્યો હતો. ઘોઘા તાલુકાના બાડી-પડવા, સુરકા સહિતના અગીયાર ગામની જમીન પોલીસ બંદોબસ્ત વચ્ચે જી.પી.સી.એલ. કંપનીએ સંપાદન કરી માઇનીંગ કામગીરી હાથ ધરી છે. ત્યારે અગીયાર ગામના ગ્રામજનો તેનો વિરોધ દાખવી રહ્યા છે. આજે માઇનીંગ કામગીરીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતા પોલીસે ટોળા વિખેરવા બે ટીયરગેસના સેલ છોડયા હતા. જ્યારે ગ્રામજનોએ પોતાનો વિરોધ શાંતિપૂર્ણ દાખવી ગુલાબનાRead More


બોટાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણી યોગ્ય માત્રામાં પહોંચાડવા આયોજન જરૂરી

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લાની પીવાના પાણીની સમિક્ષા અર્થે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકને સંબોધતાં મંત્રીએ સંબંધિત અધિકારીઓને જિલ્લાના અંતરિયાળ વિસ્તારનાં લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજન બદ્ધ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો અનેઅધિકારીઓ પાસેથી ભુતકાળમાં થયેલી પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સમયે લેવાયેલ પગલાંઓ તેમજ હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સંદર્ભે હાથ ધરાવામાં આવેલ આયોજન – કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓને સજાગતા સાથેRead More


બીટ કોઈન પ્રકરણે અમરેલી એલ.સી.બી.પી.આઈ.અનંત પટેલ સહિત એસ.પી.જગદીશ પટેલ પર ગુન્હો નોંધાવવાની શક્યતાઓ…અમરેલીનો ચાર્જ ઇન્ચાર્જને સોંપી દેવાતા પોલીસ બેડામાં ચકચાર…જુઓ

સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા બીટ કોઈન પ્રકરણે અમરેલી એલ.સી.બી. પી.આઈ.અનંત પટેલ સહિત એસ.પી.જગદીશ પટેલ પર ગુન્હો નોંધાવવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારેજ અમરેલીના એસ.પી.જગદીશ પટેલ ત્રણ દિવસની રજા પર ઉતરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અમરેલીનો ચાર્જ ઇન્ચાર્જને સોંપી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.અમરેલી ના એસ.પી.જગદીશ પટેલ અને અમરેલી એલ.સી.બી.ના પી.આઈ.અનંત પટેલ સહિત 9 પોલીસ કર્મીઓ સામે બીટ કોઈન મામલામાં પોલીસ ફરિયાદની ઘડીઓ ગણાય રહી છે ત્યારે 12 કરોડના બીટ કોઈન પડાવી લીધાના આક્ષેપો અમરેલી એલ.સી.બી.પી.આઈ.અનંત પટેલ સહિત ઉપરી અધિકારી અમરેલી એસ.પી. જગદીશ પટેલ ને પર સિકંજો કસાઈ શકવાની સાંભવનાઓRead More


ભાવનગર-ઘોઘા તાલુકાના ગામોમાં માઇનિંગ સામે વિરોધ યથાવતઃ બંદોબસ્ત ચાલુ રાખવા દરખાસ્ત

ભાવનગર અને ઘોઘા તાલુકાના ૧૧ ગામોની ઘોઘા-સુરકા માઇન્સ પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત કરાયેલી જમીન પર માઇનિંગ શરૂ કરવા સામે ખેડૂતોનો વિરોધ હોઇ તા.૯થી ૧૬ એપ્રિલ સુધીના ૮ દિવસ પોલીસ બંદોબસ્ત ચાલુ રાખવા દરખાસ્ત થયેલ છે. ઘોઘા અને ભાવનગર તાલુકાના બાડી, હોઇદડ, મલેકવદર, પડવા, ખડસલિયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર ગામની જમીન માઇન્સ પ્રોજેક્ટ માટે બે દાયકા અગાઉ જી.પી.સી.એલ. કંપની દ્વારા સંપાદિત કરાઇ હતી. આ સંપાદિત જમીન કબ્જે લઇ માઇનિંગ કરવાનો નિર્ણય લેવાતા તેની સામે ખેડૂતોનો વિરોધ હોઇ ચુસ્ત બંદોબસ્ત હેઠળ ગઇ તા.૧ એપ્રિલે માઇનિંગ શરૂ કરાયુ હતું. પરંતુ હજુRead More