Main Menu

Tuesday, April 10th, 2018

 

પથીકાશ્રમ પાસે થયેલી હત્યામાં સગીર સહિત આઠ શખ્સો ઝબ્બે

શહેર ના પથિકાશ્રમ નજીક ગત શનિવાર એ મોડી રાત્રે મજિયારી મિલકત પ્રશ્ને મેમણ આધેડ ની અગિયાર શખ્સો એ છરી ના ઘા ઝીંકી તેમજ અન્ય ઇસમ ને છરી મારી રિવોલ્વર બતાવી હત્યા કરી નાસી છુટ્યા ના ગુન્હા માં ગત મોડી રાત્રે ગંગાજળિયા પોલીસે રુવાપરી નજીક થી એક સગીર સહિત આઠ ને ઝડપી લીધા છે ઝડપાયેલા હત્યારાઓ ને કોર્ટ માં રજુ કરી પાંચ દિવસ ના રિમાન્ડ ની માંગ કરાશે તેમ જાણવા મળેલ છે.


વડીયામાં ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ની કાર્યાલય ખુલ્લી મુકાઈ

વડિયા મા આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ પોતાની જન કાર્યાલય નું આજથી પ્રારંભ કરેલ આતકે વડિયા તેમજ આજુબાજુના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સનખ્યામાં ઉમટી પડેલ તેમજ સવારે 10 કલાકે પરેશ ધાનાણી હસ્તે વિધિવત કાર્યાલયનું રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવેલ જેમાં જિલ્લાપંચાયતના કેહુરભાઈ ભેડા ધર્મેન્દ્ર પાનસૂરિયા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખપતિ તેમજ રવજીભાઈ પાનસૂરિયા રવજીભાઈ પાઘડાળ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને મતદારો  મોટી સંખ્યામાં હાજરી આપી આતકે કાર્યાલય ખાતે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવેલ મતદારો અને કાર્યકર્તાઓનું કામકાજ સરળતાથી પતે અને કોઈ પણ સમસ્યા હોય તો કાર્યાલય ખાતે જાણ કરવા રજુઆતRead More


ફરારી પીઆઇ અનંત પટેલે ધારી પીએસઆઇ તરીકે ફરજ બજાવી હોવાથી ધારીના શંકાસ્‍પદ સ્‍થળોની ચકાસણી

સુરતના વિવાદાસ્‍પદ બિલ્‍ડર શૈલેષ ભટ્ટ પાસેથી તેમનું અપહરણ કરી અમરેલીના એલસીબી પીઆઇ અનંત પટેલ અને પોણો ડઝન જેટલા પોલીસમેન અને સુરતના એક વકિલ મળી રૂા. ૩ર કરોડના બીટકોઇન પડાવી લેવાના ચકચારી મામલામાં ફરારી બનેલ પીઆઇ અનંત પટેલને શોધવા સીઆઇડીની એક ટીમ ધારીના ફાર્મ હાઉસો તપાસવા માટે દોડધામ કરી રહી હોવાનું સુત્રો જણાવે છે. અત્રે એ યાદ રહે કે , અમરેલીના હાલના પોલીસ ઇન્‍સ્‍પેકટર અનંત પટેલે ભુતકાળમાં પીએસઆઇ તરીકે લાંબો સમય સુધી ધારી પંથકમાં ફરજ બજાવી હોવાથી મોટા ફાર્મ હાઉસ માલીકો તથા ઘણા રાજકીય વગ ધરાવતા મોટા મહાનુભાવો તેમના સંપર્કમાં હોવાથી સીઆઇડી ટીમRead More


ભાવનગરમાં પાણીનાં ટાંકામાં પડી જતા માતા-પુત્રના મોત

ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્‍તારમાં પાણીનાં ટાંકામાં પડી જતાં માતા-પુત્રનાં કરૂણ મોત નિપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી છે. આ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ વણકર સોસાયટીમાં રહેતા કંચનબેન જીજ્ઞેશભાઇ સુમરા ઉ.વ.૨૬ તેનો માસુમ પુત્ર દેવ ઉ.વ.૩ તેનાં ઘરમાં આવેલ પાણી ભરેલા ટાંકામાં પડી જતાં માતા-પુત્ર બંનેનાં કરૂણ મોત નિપજયા હતા. આ બનાવથી આ વિસ્‍તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ ડી ડિવિઝન પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.  


પાલિતાણામાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ જેલહવાલે

પવિત્રયાત્રા ધામ પાલિતામામાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને ર્ધાિમક સામજિક જીવદયા જેવી પ્રવૃત્તિઓ કરતું આવ્યુ છે. જેમાં વિશેષ રૃપે દર વર્ષે નીકળતી ગુજરાતના બીજા નંબરે સ્થાન ધરાવતી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રા નિમિત્તે અનેક જાહેર જનતા માટે વિનામૂલ્યે વિવિધ ર્ધાિમક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરતા હોય છે. ત્યારે ગત (૧૯) ઓગણીસમી રથયાત્રા નિમિત્તે નિમિત્તે ભગવાન શિવની અમરનાથ ગુફા ર્ધાિમક પ્રદર્શન રાખવામા ંઆવેલ અને બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શન કરવા આવતા. ત્યારે તા.૧૩-૮-૧૭ ગુફાના દર્શન કરતી વખતે કોળી યુવાન અમિતનું શાર્ટ લાગતા તેને દવાખાને લઈRead More


રાજુલા ફાયનાન્સ કાું.મા નોકરી કરતો યુવક ૩ દિવસથી લાપત્તા

રાજુલા ખાતે ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા ૩૦ વર્ષનો યુવક હિરેનકુમાર પીપલીયા ૩ દિવસથી લાપતા થતા આજે તેના પત્નીએ ફરિયાદ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ આપતા બિંદિયાબેન પીપલીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ તેઓ રાજુલા ખાતે રહે છે તેના પતિ હિરેનકુમાર પીપલીયા ફાયનાન્સ કંપનીમાં રાજુલા ખાતે નોકરી કરે છે અને બિંદીયાબેન ખાનગી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તા.૪-૪-૧૮ના રોજ હિરેનભાઈને સાવરકુંડલા વધારાનો બેંકમા ચાર્જ હોજાથી બંન્ને પતિ-પત્નિ સાથે નીકળી પતિ સાવરકુંડલા જયારે પત્ની રાજુલા શાળાએ ગયાRead More


ગોઝારો અકસ્માત : જુના શોભાવડના ચારના મૃત્યુ

પાદરા-જબંુસર રોડ પર કુરાલ ચોકડી પાસે રવિવારે મોડી રાતે અઢી વાગે ટ્રક અને ઇકો કાર સામ-સામે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ડ્રાઇવર અને ૫ વર્ષના બાળક સહિત હીરા ઘસતાં સુરતના પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. વડુ પોલીસે ફરાર ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતા ધીરુ બારૈયા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુના શોભાવડ ગામના વતની હતાં. ધીરુભાઇ તેમના પત્ની પ્રભાબેન અને બે બાળકો સહિતનો પરિવાર ઇકો કારમાં તેમના વતનમાં ગયો હતો.Read More


બીટકોઈન મામલે અમરેલી LCBનાં બે કર્મચારી સસ્પેન્ડ

મૂળ અમરેલીના બિલ્ડરનું અપહરણ અને ખંડણી તથા બીટકોઈનનાં રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં અમરેલી એલસીબીનાં બે પોલીસ કર્મી બાબુ ડેર અને વિજય વાઢેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એલસીબીનાં પી.આઈ. અનંત પટેલ સહિત ૭ કર્મીઓ નાસતા ફરતા હોઈ તેમને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, સુરતનાં બિલ્ડર શૈલેષ ભટ્ટ (મૂળ બાબરાના દરેડના રહેવાસી)નું અપહરણ કરી અમરેલી એલસીબી પીઆઈ અને તેની ટીમે ગાંધીનગર નજીક ફાર્મ હાઉસે ગોંધી રાખી બાર કરોડનાં બીટકોઈન ટ્રાન્સફર કર્યાની અને રૃા. ૩૨ કરોડની ખંડણી માગ્યાની ઘટના બહાર આવી હતી. સીઆઈડી ક્રાઈમે આ પ્રકરણમાં પ્રાથમિકRead More


બીટકોઈન કેસમાં તમામ પોલીસ અધિકારીની સામે કડક કાર્યવાહી થશે

ગુજરાત સરકારે દાવો કર્યો છે કે અમરેલી-સુરતનો બિટકોઈન હવાલા કેસ ઉકેલાઈ ગયો છે. આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા સંડોવાયેલા તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરાશે. તેમજ દોષિત જણાતા તમામને સસ્પેન્ડ પણ કરાશે. સમગ્ર બનાવની તપાસ માટે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ‘સીટ’ની રચના કરાઈ છે. જેનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષક કરશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, અમરેલીના એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમાં કર્મચારીઓ દ્વારા સુરતનાં શૈલેષ ભટ્ટ તથા તેમનાં ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક ૨૦૦ બિટકોઈન ટ્રાન્સફર કરવા અને સમાધાન માટે વધુ ૩૨ કરોડનીRead More


મહુવામાં ફટાકડાના ગોદામમાં વિકરાળ આગ : ૩ વાહન ખાક્

મહુવા બસ સ્ટેન્ડ નજીક આવેલ મ્યુનીસીપલ શોપીંગ સેન્ટરમાં ફટકાડાના ગોદામમાં આગ લાગતા આગના કારણે અચાનક ફટકાડા ફુટતા બસસ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં લોકોમાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો. ગોદામની બાજુમાં આવેલ ગેરેજમાં રીપેરીંગમાં આવેલ ૩ મોટરસાઈકલ પણ આગના કારણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા મહુવા ફાયરબ્રીગેડ તત્કાલ સ્થળ પર પહોંચી ગયુ હતુ અને આગને કાબુમાં લીધી હતી. મોટી દુર્ઘટના બનતા ટળી હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, મહુવા બસ સ્ટેન્ડ રોડ નજીક મ્યુની શોપીંગ સેન્ટરમાં આવેલ દુકાન નં૧૭૮માં ફટાકડાના ગોદામ તરીકેRead More