Main Menu

Wednesday, April 11th, 2018

 

દામનગર સહિત ગ્રામ્ય માં વરસાદ સાથે કરા પડ્યા

દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં વાજડી સાથે ક મોસમી વરસાદ સાંજ ના સાત કલાકે ભારે પવન સાથે વરસાદ દામનગર ના ભીંગરાડ છભાડીયા માં વરસાદ સાથે કરા પડ્યા દામનગર સહિત ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ભારે પવન અને ધૂળ ની ડમરી પછી એકાએક વરસાદ શરૂ થયો અને તળાતડી સાથે કરા પડ્યા અમુક જગ્યા એ સફેદ કરા નો પાળો થયો કમોસમી વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારો માં વીજળી ગુલ સાંજ ના સાત કલાક થી અચાનક વરસાદ શરૂ થતાં ઘણી જગ્યા એ માલ સામાન પલળવા થી નુકશાન માટી કામ કરતા પ્રજાપતિ ઓRead More


રંધોળા માર્ગ અકસ્માતના મૃતાત્મા ઓ ના આત્મકલ્યાણ અર્થે બી.એ.પી.એસ મંદિરો ના સંતો દ્વારા પ્રાથના સભા

દામનગર પાલીતાણા તાલુકા નાના એવા અનિડા ગામ ના ૨૧ મળી કુલ ૪૧ વ્યક્તિ ઓ ના એક માસ પૂર્વે રંધોળા ખાતે ટ્રક પલ્ટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં ૪૧ વ્યક્તિ ઓ મૃત્યુ પામ્યા હતા                આ. મૃતાત્મા ના આત્મકલ્યાણ અર્થે ભાવનગર અને અમરેલી બી એ પી એસ મંદિર ના વરિષ્ઠ સંતો અને શિહોર આંબલા દામનગર કુંભણ ખાખરીયા સહિત ના સતસંગ મંડળો ના યુવાનો દ્વારા પ્રાર્થના સભા નું આયોજન કરાયેલ જેમાં ભાવનગર મંદિર ના કોઠારી શ્રી યોગવિજયદાસ સ્વામી શ્રી સાધુચરણદાસ સ્વામી શ્રી શ્રીજીચિંતનદાસ સ્વામી શ્રીRead More


લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિએ કર્યું દબાણ…દલિત ખેડૂત 10 દિવસ થી બેઠા છે મામલતદાર કચેરીએ ઉપવાસ પર…ઉદ્યોગપતિ હોવાથી કોઈ ધ્યાન દેતું નથી…જુઓ અહેવાલ

એક તરફ દલિતો પ્રત્યે સરકાર લાગણીશીલ હોવાની વાતો કરે છે તો અમરેલી જિલ્લાના લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિ એ  દબાણ કરી સરકારી પડતર જમીન પર કબજો કરી સરોવર બનાવીને પર્યટન સ્થળ બનાવાઈ રહ્યું છે અને લાચાર દલીત ખેડૂતો મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન કરીને પોતાના હક્કની જમીન માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે.અમરેલી જિલ્લાનું લાઠી ગામ… કવિ કલાપી ની નગરી ગણાતું લાઠી ગામ ની મામલતદાર કચેરીએ છેલ્લા આંઠ દિવસથી ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામીને 2 દલીત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે સાંથળી માં મળેલી જમીન પર સુરતના ઉધોગપતિRead More


ઓળખ પરેડમાં શૈલેષ ભટ્ટે ત્રણેય આરોપીઓને ઓળખી બતાવ્યા

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને  બાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરી લેવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી ત્રણ આરોપીઓને પકડયા છે અને તેમના રીમાન્ડ પણ મેળવ્યા છે ત્યારે આજે ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે આ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી શૈલેષ ભટ્ટે ત્રણેય આરોપીઓને ઓળખી બતાવતાં હવે સીઆઈડીએ આરોપીઓની વધુ પુછપરછ શરૃ કરી છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી બીટકોઈન પડાવી લેવા માટે અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમે અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાને અંજામ આપી દીધો હતો. ત્યાર આ મામલે સીઆઈડી ક્રાઈમે અનંત પટેલRead More


મહુવાની પારેખ કોલેજ પાસે છેડતીકેસમાં ત્રણની ધરપકડ

મહુવા શહેરમાં આવેલી પારેખ કોલેજ નજીક પસાર થતી સગીરાનો એક્ટીવા સ્કૂટર પાછળ પીછો કરી ત્રણ શખસે છેડતી કર્યાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં તરૃણીના વાલીએ નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસની અટકાયત કરી કોર્ટહવાલે કરતાં અદાલતે જેલમાં મોકલી આપવાનો આદેશ કરતાં જેલહવાલે કરાયા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહુવા શહેરમાં પારેખ કોલેજ પાસેથી ગત તા.૯/૪ ના રાત્રિના સુમારે પોતાના ઘર તરફ જતી તરૃણીની પાછળ પાછળ કાળા કલરના એક્ટીવા સ્કૂટર ઉપર જઈ આરોપી કિશોર મોહનભાઈ, આશીષ રાજુભાઈ, સંજય રવજીભાઈએ સગીરાને હેરાન કર્યાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં તરૃણીના વાલીએ નોંધાવી હતી. પોલીસે ત્રણેRead More


વિપક્ષની નીતીના વિરોધમાં મોદી, ભાજપના સાંસદો કાલે એક દિવસના ઉપવાસ કરશે

હાલમાં જ કોંગ્રેસે કોમવાદ અને જાતીવાદના વિરોધમાં દેશભરમાં એક દિવસના ઉપવાસનું આયોજન કર્યું હતુ. જોકે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સાંસદો પણ એક દિવસના ઉપવાસ કરીને પોતાનો વિરોધ નોંધાવશે. ભાજપના સાંસદો અને મોદી સંસદમાં હાલ વિપક્ષ વિરોધ કરી રહ્યો છે તેને કારણે સંસદની કાર્યવાહી ઠપ થઇ રહી છે તેને રોકવા માટે આ ઉપવાસ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. પોતાના પક્ષના સાંસદોને સંબોધતી વેળાએ મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ભાગલાવાદી રાજનીતી કરી રહી છે. સંસદની કાર્યવાહીને અટકાવવા બદલ હું અને ભાજપના સાંસદો એક દિવસRead More


પુત્રીને મરવા મજબૂર કર્યાની પરિણીતાના પિતાની ફરિયાદ

શહેરના કુંભારવાડા, ગોકુળનગર વિસ્તારમાં ગઈ રાત્રિના પરિણીતા અને તેના ત્રણ વર્ષના માસુમ પુત્રના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પાણીની ટાંકીમાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે માતા-પુત્રના મૃતદેહને ફોરેન્સીક એક્સપર્ટને મોકલી પીએમ માટે હોસ્પિટલ ખસેડયાં હતા. આ અંગે મૃતક પરિણીતાના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં પોતાની પુત્રીને તેના પતિને પરસ્ત્રી સાથે પ્રેમસબંધ હોવાથી પતિ, જેઠ, સસરાએ ચીજવસ્તુઓ તથા રોકડ રકમની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ત્રણે શખસ વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી મળતી વિગત મુજબ અત્રેનાRead More


દહીંથરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી ને લંચ બોક્સ ની ભેટ

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને શાળા પરિવાર દ્વારા અતિ સુંદર લંચ બોક્સ ની ભેટ દહીંથરા પ્રાથમિક શાળા ના ધોરણ આઠ ના વિદ્યાર્થી વિદાય પ્રસંગે શાળા પરિવાર તરફ થી શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને શિક્ષકો દ્વારા લંચ બોક્સ ભેટ આપી સુંદર કાર્ય કરતા બાળકો ખુશ ખુશાલ થયા.