Main Menu

Thursday, April 12th, 2018

 

જયપુર ખાતે NSUI નુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ

જયપુર ખાતે NSUI નુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ. જેમા ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ મહિપાલસીંહ ગઢવી ની સૂચના અનુસાર ગુજરાત ના તમામ જિલ્લા માથી પધારેલ તમામ Nsui ના કાર્યકર્તા ઓ રાષ્ટ્રીય અધીવેશન મા જોડાયા હતા.


ડે. કલેકટર કક્ષાના ૭ અધિકારીઓની બદલી

રાજયના મહેસુલ વિભાગે ગઇકાલે નાયબ સચિવ દિલીપ ઠાકરની સહીથી ડે. કલેકટર કક્ષાના ૭ અધિકારીઓની બદલી કરી છે. જૂનાગઢ ચૂંટણી પંચના જી.વી. મિયાણીને ભાવનગર પ્રાંત અધિકારી નિમણૂક માટે પ્રતિક્ષામાં રહેલા આર.આઇ. શેખને બારડોલી (સુરત) પ્રાંત અધિકારી પદે, એચ.એમ પટેલને ડીસા પ્રાંત અધિકારી, વડોદરા જમીન સંપાદનના વી.એન. સવૈરયાને ડે. કલેકટર દેવભૂમિ દ્વારકા, મહેસાણા જમીન સંપદાનના કે.એસ ગઢવીને મ્યુનિસિપલ ફાઇનાનસ બોર્ડમાં અને વિસનગરના પ્રાંત અધિકારી વી.જી. રોરને અમરેલીમાં ડે. ડી.ડી.ઓ. તરીકે મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ ચૂંટણી શાખાનો ચાર્જ મધ્યાન ભોજનના કુ. એચ.પી. જોષીને અને મહેસાણા જમીન સંપાદનનો ચાર્જ કડીના પ્રાંત અધિકારી કે.વી. વ્યાસનેRead More


બિટકોઇન કેસમાં નલિન કોટડિયાના મુંબઈ રહેતા ભત્રીજા સંજય કોટડિયાને CIDએ સમન્સ મોકલ્યું

બિટકોઇન કેસમાં ગુનો નોંધાયા પછી સીઆઈડી દ્વારા શૈલેષ ભટ્ટના આરોપ અનુસાર તેમના બિટકોઇન લૂંટાયા બાદ મુંબઈમાં વેચાયા હોવાની માહિતીને આધારે મુંબઈ રહેલા સંજય કોટડિયાને સીઆઈડી ક્રાઈમના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ શૈલેષ રધુવંશીએ નિવેદન નોંધાવવા માટે સીઆઈડી સામે હાજર રહેવા ફરમાન કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રકરણમાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ઉછળતા તેમણે કેસ સાથે કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો પણ મુંબઈના સંજય કોટડિયા તેમના સગા ભત્રીજા છે. ગાંધીનગર નજીક ચિલોડાના કેશવ ફાર્મ હાઉસમાં શૈલેષ ભટ્ટને ઉપાડી ગયા પછી તેમને ધમકી આપી તેમના ભાગીદારના વોલેટમાંથી 12 કરોડની કિંમતનાRead More


આઝાદી બાદ પ્રથમવાર શિયાળબેટને મળશે મીઠુ પાણી, દરિયામાંથી નખાઇ રહી છે નર્મદા પાઇપલાઇન

અમરેલીઃ આઝાદી સમયથી પાણી માટે ટળવળતા અમરેલીના શિયાળ બેટ વાસીઓને હવે આ ઉનાળામાં મીઠુ પાણી આપવા માટે રૂપાણી સરકાર જાગી છે. કેટલાય સમયથી ખારાશ પાણીથી ઝઝુમી રહેલા લોકોને સૌ પ્રથમવાર મીઠું પાણી મળશે. રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક નોટિકલ માઈલ દૂર શિયાળ બેટ આવેલો છે. દરિયાઈ વિસ્તારથી બેટ ઘેરાયેલો હોવાથી અહી લોકોને મીઠુ પાણી મળતુ નહતું. છેલ્લા કેટલાય વર્ષોથી ગંભીર પાણીની સમસ્યા હતી. ત્યારે સંપમાં ખારૂ પાણી આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. 6 કિલોમીટર દૂર ચાંચના સંપમાંથી નર્મદાની પાઇપલાઇન દરિયામાંથી નાખવામાં આવી રહી છે. આ પાઇપલાઇન દ્વારા લોકોને હવે પીવાનુંRead More


સીઆઈડી પહોંચે તે અગાઉ ફરારી પીઆઈ અનંત પટેલ અચાનક ‘અલોપ’ થઈ જાય છેઃ અમદાવાદ સીટી ક્રાઈમ પણ તપાસમાં જોડાઈ

સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી અને ૩૨ કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના જેમના પર આક્ષેપ છે તેવા અમરેલીના ફરારી પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલની બ્લેક સફારી ધારીના જંગલ વિસ્તારમાંથી રેઢી મળી આવ્યા બાદ સીઆઈડી આ બાબતે તપાસ કરતા બે શખ્સોએ અનંત પટેલ બે દિવસ અગાઉ અહીં આવી કાર મુકી ગયાની બાબતને સમર્થન આપ્યાની ચર્ચાએ જોર પકડયુ છે. દરમિયાન પોલીસ તંત્રમાં લાંબો સમય ફરજ બજાવી તમામ પ્રકારનો બહોળો અનુભવ ધરાવતા ફરારી પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલને સીઆઈડીની દરેક મુવમેન્ટની આગોતરી જાણ થઈ જતી હોય અને સીઆઈડીથી જાણે બે ડગલાRead More


અમરેલીની મોટર રિવાઇન્ડિંગ ની દુકાનમાં લાગી આગ…ફાયર ફાઇટર દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ…લોકોના ઉમટ્યા ટોળા..જુઓ વિડીયો

અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ વ્‍હાઈટ હાઉસ કોમર્શિયલ કોમ્‍લેક્ષમાં આવેલ એક મોટર પાર્ટસની દુકાનમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ અંગે અમરેલી પાલિકાના ફાયર ફાયટરે બનાવ સ્‍થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જો કે આ બનાવમાં કેટલાંની નુકશાની થવા પામી છે. તે જાણી શકાયું નથી. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ના હોય આગ કાબુમાં આવી જતાં આજુ-બાજુનાં દુકાનધારકોએ રાહતનો દમ લીધો હતો.[wpdevart_youtube]gYHO0zRssBA[/wpdevart_youtube]


વડીયામાં કપીરાજ નું આગમન…ફ્રુટ ની લારી પર કપીરાજ નો અડીંગો…લોકોના ઉમટ્યા ટોળા

વડીયામાં કપીરાજ નું આગમન…ફ્રુટ ની લારી પર કપીરાજ નો અડીંગો…દ્રાક્ષ, કેળાની કપીરાજે ઉઠાવી જીયાફ્ત…કપીરાજ ને જોવા લોકોના ઉમટ્યા ટોળા.


અમરેલીના કુંકાવાવ ગામ પાસે કારે મારી પલ્ટી…એક નું મોત્ત…5 લોકો ઘાયલ થતા 108 દ્રારા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા

અમરેલીના કુંકાવાવ ગામ પાસે કારે મારી પલ્ટી….કુંકાવાવના બગસરા રોડ ઉપર એક કાર અચાનક પલ્ટી મારતા એક નું મોત્ત….5 લોકો ઘાયલ થતા 108 દ્રારા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા…..


અમરેલીના બહારપરા વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું…એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ…14 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત

અમરેલીનાં બહારપરા વિસ્તારમાં ગઈકાલે ફોરવ્હીલ પાકિગ કરવાના મુદ્દે મુસ્લિમ સમાજના બે જૂથ સામસામે અથડાતા તલવાર, લાકડી જેવા હથિયારો તથા એક જૂથે હવામાં ૩થી ૪ ફાયરિંગ કર્યાની સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં વિગતો અનુસાર બહારપરા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ રાંડના ઘરની ડેલી પાસે ઈબ્રાહીમભાઈ સૈયદ છેલ્લા ૪ દિવસથી ફોરવ્હીલ પાર્ક કરેલ હોય, જેથી અલ્તાફભાઈનાં પત્નીએ જીલુબેન ઈબ્રાહીમભાઈ સૈયદને ગાડી ડેલી આગળથી હટાવી લેવાનું કહેતા મોહસીન ઈકબાલભાઈ સેલોત, જીલુબેન ઈબ્રાહીમભાઈ સૈયદ, ઈકબાલ ગનીભાઈ સેલોત, ઈંદ્રીશ ઈબ્રાહીમભાઈ સૈયદ, અંજુમ ઈકબાલભાઈ સેલોત, ઈમરાન ઓસમાણભાઈ સેલોત વિગેરેએ ગેરકાયદે મંડળી રચી લાકડી, પાઈપ જેવાRead More


કુંભારવાડા માતા-પુત્રના મૃત્યુમાં પતિ સહિત ત્રણ જેલહવાલે

ભાવનગર શહેરના કુંભારવાડા, ગોકુળનગર વિસ્તારમાં રહેણાંકી મકાનની પાણીની ટાંકીમાંથી માતા-પુત્રના મૃતદેહ મળી આવવાની ઘટનામાં મૃતક પરિણીતાના પિતાએ પરસ્ત્રી સાથેના પ્રેમસબંધમાં પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ પોતાના જમાઈ સહિત ત્રણ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસને ઝડપી લીધાં હતા. જે તમામને આજે કોર્ટહવાલે કરતાં અદાલતે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જે મુજબ ત્રણે આરોપી જેલહવાલે કરાયા હતા. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર શહેરના કુંભારવાડા, અમર સોસાયટી પાછળ, ગોકુળનગર, પીપરચોક વિસ્તારમાં રહેતાં જિજ્ઞોશભાઈ જેસીંગભાઈ સુમરાના પત્ની કંચનબેન જિજ્ઞોશભાઈ સુમરા (ઉવ.રપ) અને ત્રણ વર્ષના પુત્ર દેવના મૃતદેહ તેના મકાનનીRead More