Main Menu

Saturday, April 14th, 2018

 

વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

શહેરના તળાજા જકાતનાકા બસ સ્ટેન્ડ પાસે મોડી સાંજે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા રસાલા કેમ્પમાં રહેતા સિંધી વૃધ્ધ કૈનયાલાલ કેશુમલભાઇ રાજાણી (ઉ.વ.67) હોવાની બાતમી એલ.સી.બી.ના કોન્સ. શિક્તસિંહ ગોહિલને મળતા સ્ટાફ સાથે દરોડો પાડી કનૈયાલાલ રાજાણી અને આંકડા લખાવતા જીવા રામજીભાઇ દમણીયાને રોકડ રૂા.10,370 અને એક મોબાઇલ ફોન તથા વરલી મટકાના આંકડા લખેલી ચીઠ્ઠીઆે સાથે ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ ભરતનગર પોલીસમાં ગુનો દાખલ કરાવી હવાલાતમાં ધકેલી દીધા હતાં.


ઘરધણી કથામાં ગયા અને ઘરમાંથી 4.75 લાખની મત્તાની ચોરી

વરતેજ દરબારગઢમાં ધોળે દિવસે 3 કલાકમાં જ તસ્કરોએ કરેલી કળા વરતેજમાં ચાલતી સપ્તાહમાં ગયા અને તસ્કરો દાગીના અને રોકડ ઉઠાવી ‘જયશ્રી કૃષ્ણ’ કહી પલાયન વરતેજના દરબારગઢમભાં ગઇકાલે બપોરના ત્રણ કલાકના ગાળામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનના તાળા નકુચા તોડી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીતા તથા રોકડા રૂા.10,000 મળી કુલ રૂા.4.75 લાખની મત્તા લઇ નાસી છુટéા હતાં ચોરીના આ બનાવની જાણ થતા વરતેજ પોલીસ તેમજ ભાવનગરથી સીટી.ડી.વાય.એસ.પી. ઘટના સ્થળે દોડી ગયા હતાં. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દિન દહાડે ચોરી કરતી ગેંગ સqક્રય બની હોય તેમ ધોળા દિવસે ઘરફોડ ચોરી કરીRead More


અમરેલીઃ આઝાદીનાં 70 વર્ષ બાદ પણ વીકટર ગામમાં અનેક સમસ્યાઆે

રાજુલાનું વીકટર ગામ અનેક સમસ્યાઆેથી ઘેરાયેલું છે. આ અંગે વારંવાર સમાચાર આવતા રહેતા હોય છે. ગામમાં રપ વર્ષથી એકહથ્થુ શાસન હોવા છતા ગામમાં થવા જોઇએ તેટલા વિકાસના કામો નથી થયા માર્ગ અને ગટરની સમસ્યા તો વર્ષોથી છે પરંતુ ગ્રામ પંચાયત એક સારુ સ્મશાન અને સ્નાનઘાટ પણ બનાવી શકી નથી. સ્મશાનમાં કોઇજાતની સુવિધા નથી. સ્મશાનનો રસ્તો ઢાળવાળો હોવાથી લોકોને ઉતરવા ચડવામાં મુશ્કેલી પડે છે. ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા બાકડા ખુણાંમાં ધુળ ખાઇ રહયા છે. પાણીની કોઇ વ્યવસ્થા નથી. પાણીનો ટાંકો શોભાના ગાંઠીયા સમાન બન્યાે છે. વર્ષો પહેલા બનાવવામાં આવેલ સ્મશાન બિસ્મારRead More


આર.બી.આઈ.તરફથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં નાણાં ની ફાળવણી ન થતા નાફ્સ્કોબ ના ચેરમેન દિલીપ સંઘાણીએ નાણામંત્રી ને પત્ર પાઠવ્યો

દેશભરમાં આર.બી.આઈ.તરફથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં નાણાં ની ફાળવણી ન થતા સહકારી શેત્ર નાફસ્કોબ ના ચેરમેન દિલીપ સંઘાણીએ આર.બી.આઈ. સાથે પ્રધાનમંત્રી, નાણામંત્રી સહિતના નેતાઓને ઇમેલ થી પત્ર પાઠવીને ખેડૂતોને 1 એપ્રિલથી સહકારી બેંકોને ધિરાણ આપવાનું હોય છે ત્યારે અમરેલી જિલ્લા ની સહકારી બેંકોના 400 કરોડ રાષ્ટ્રીયકૃત બેંકો પાસે જમા પડ્યા છે પણ આર.બી.આઈ.નાણાં ફાળવતી ન હોવાથી ખેડૂતોમાં અસંતોષ ઉભો થાય તે પહેલાજ દિલીપ સંઘાણીએ જરૂરી કરન્સી ફાળવવાની માંગણી કરી છે પત્રમાં ખેડૂતો ને ધિરાણ માટે સહકારી બેંકોની મુશ્કેલી વર્ણવીને  સહકારી શેત્રના નેતા દિલીપ સંઘાણી એ આર.બી.આઈ. સાથે રાષ્ટ્રીય નેતાઓને ઈમેલ કરીને જાણRead More


ભાવનગર જીલા કોંગ્રેસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૨૭મી જન્મ જયંતિ ની ઉજવણી

ભારતના બંધારણના ઘડવૈયા , ભારતરત્ન , વિશ્વવિભૂતિ સ્વર્ગસ્થ ડોક્ટર બાબાસાહેબ આમ્બેડકરની 127મી જન્મજયંતિ નિમિત્તે સ્વ.ની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારૂ,ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા,શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,ભાવનગર જીલા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) કોર્પોરેટર જીતુભાઇ સોલંકી,કાંતિભાઈ ગોહેલ,ગીતાબેન મેર,ઇકબાલભાઈ,જવેરભાઈ ભાલીયા. આરબ, કલ્પેશ મણિયાર,લાલભા ગોહિલ,નિલદીપસિંહ ગોહિલ,જયદેવસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ,જીવરાજ અંજારા,હરેશભાઇ સરધારા,અશરફભાઈ,વજુભા રાણા,બી.જે.સોસા,સહિત જોડાયા..


વડીયા શહેરમાં આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી

રાજુ કારિયા : અમરેલીના વડિયા શ્રી આંબેડકર સાહેબ ની 127 મી જન્મજયંતી નિમિતે .વડિયા શહેર માં શોભાયાત્રા નીકળી હતી આ તકે શ્રી આંબેડકર સાહેબ ની પ્રતિમા સાથે ટ્રેક્ટર શણગારી યુવાનો વડીલો અને મહિલાઓ શોભાયાત્રા માં જોડાયા હતા..આ સમગ્ર શોભાયાત્રા માં જડબેસલાક પોલિસ બંદોબસ્ત ગોઠવાયો હતો…લોકો આંબેડકર અમર રહો ના નારા સાથે અને ડીજે ના તાલે આંબેડકર જયંતિ ની ઉજવણી કરી હતી


જીરા ગામની પ્રાથમિક શાળામાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭ મી.જન્મ જયંતિની ઉજવણી

ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭ મી. જન્મ જયંતિ નિ મિ તે જીરા ગામની પ્રાથમિક શાળામાં હાજર રહેલ તાલુકા પંચાયતના ન્યાય સમીતીના ચેરમેન હરીભાઇ મહીડા તથા ગોવિંદભાઇ ચોપડા ગ્રામ પંચાયતના ચેરમેન તથા સુરેશભાઇ સાવજ સ૨પંચશ્રી તેમજ આજ શાળાના આચાર્ય શ્રી કિ૨ણભાઇ તથા દલીત સમાજના સર્વે વડીલો તેમજ શાળાને બાળકો સાથે તમામ ગ્રામજનો એ હાજરી આપી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવેલ તેમ સતીષ મહેતા ની યાદી જણાવેલ


અમરેલી ખાતે ભાજપ પક્ષ દ્રારા ડો.બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજ્યંતીની ઉજવણી…આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિ…જુઓ

દેશભરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની 127 મી જન્મજયંતી ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે અમરેલી ખાતે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી, ગુજકોમાંસોલ ના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા સહિતના ભાજપના નેતાઓએ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરીને 127 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને સડકછાપ કહીને પ્રદેશ અનુ.મોરચાના મંત્રી એ કોંગ્રેસનો હાથો કહ્યો હતો અને સવારમાજ ભાજપે ડો.અબેડકરના જન્મદિવસ ની ઉજવણી કરી હતી તો જિલ્લા કોંગ્રેસ દ્વારા બપોરે કરવામાં આવશે.


અમરેલીના ઝાલા બંધુઓ કેરીના ઉત્પાદનમાં બન્યા બાદશાહ

કેરીનુ નામ પડતા જ મોંમા પાણી આવી જાય, કારણ કે ફળોનો રાજા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે એક પ્રગતિશિલ ખેડુતે છેલ્લાં 40 વર્ષથી પોતાના ફાર્મમા અનેક કેરીની જાત શોધી છે. અનેક પ્રમાણપત્રો મેળવી આજે અમરેલી જિલ્લાનુ નામ રોશન કર્યુ છે, જેમા ખાસ કરીને પંચરત્ન કેરીએ લોકોમા ધૂમ મચાવી છે. ધારી તાલુકાના દિતલા ગામે ઝાલા નર્સરી ફાર્મ આવેલું છે. અહીં અનેક જાતની કેરીઓ આંબા ઉપર લટકી રહી છે. પ્રગતિશીલ ખેડુત તરીકે પ્રખ્યાત બનેલા ઝાલા બંધુઓએ પંચરત્ન કેરીની નવી જાત વિકસાવી લોકોને ખાવા માટે મજબુર કરી દીધા છે. આ કેરીમાRead More


કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઉંચકાયો : અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારોઉંચકાયો છે તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે . સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8. ડિગ્રી નોંધાયું છે . બે દિવસ પહેલાં પડેલા કમોસમી વરસાદ પડ્યા બાદ રાજયના તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે , સુરેન્દ્રનગર , ભુજ , કંડલા , રાજકોટ , અમરેલી , અમદાવાદના તાપમાનમાં વધારો નોંધાયો છે . રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગરમાં 41.8 . ડિગ્રી નોંધાયું છે . ભુજનું 41.2 . ડિગ્રી , કંડલા એરપોર્ટનું 41 ડિગ્રી , રાજકોટનું 40.9. ડિગ્રી , અમરેલીનું 40.8. ડિગ્રી અને અમદાવા તેમ જ ગાંધીનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે .રાજ્યમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે . કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે એવી પણ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે .