Main Menu

Monday, April 16th, 2018

 

રૂ.૬૦,૦૦૦/-નો ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *_પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર, આડોડિયા વાસમાં રહેતાં જીગ્નેશ ઉર્ફે જોન્ટી તથા અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ અને રમેશ વિરસંગ ભાઇ રાઠોડ ત્રણેય ઇસમોએ ભેગા મળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂ લાવી આડોડિયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉતારેલો છે._* જે બાતમીવાળીRead More


એર ઓડીસા દ્વારા અમદાવાદ, ભાવનગર અને સુરત ખાતે નવીન ઉડાન સેવાનો પ્રારંભ કરતા રાજય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર થી સુરતનુ ઉડાન કરાવ્યુ હતુ

આજ રોજ એર ઓડીસા દ્વારા નવીન ઉડાન સેવાનો પ્રાંરભ કરતા મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, અમદાવાદ-ભાવનગર અને ભાવનગર થી સુરત જવા રવાના કર્યુ હતુ. વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, રેલ્વે, બસ, રસ્તા માર્ગો સમયનો ઘણોજ બગાડ થતો હતો આ સેવાના લીધે સામાન્ય પ્રજાજનો, વેપારીભાઇઓ, તેમજ સમાજના નબળા વર્ગના પ્રજાજનો ને ટુંકા સમયમાં લાંબા અંતરને ટૂંકુ કરવામાં આવ્યું છે. અને ગુજરાતના અન્ય પવિત્રધામો, મોટા શહેરોમાં પણ આ વ્યવસ્થા પુરી પાડવાના પ્રયત્નો ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતું. વધુમાં ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પ્રાંસગિક ઉદ્વબોધનમાં જણાવ્યુRead More


ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામનાર દલિત વૃધ્ધાનું મોત

ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામેલ વૃધ્ધાનુ઼ સારવાર દરમિયાન મોત નીપજયું છે. વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠકકરબાપા સોનાપરીમાં રહેતા વીરૂબેન નારણભાઇ કંટારીયા ઉ.વ.૬પ નામની દલીત વૃધ્ધા ર૭-૩ના રોજ થયેલ મારામારીમાં લાકડી વાગતા ઇજા પહોંચતા અત્રેની સરટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેને તા.૩૦મી રજા આપવામાં આવેલ. ફરી તા.૯-૪ના રોજ તેને સારવાર માટે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહયા છે. 


SC,ST,OBC ની સ્કોલરશીપ ન આપવા બાબતે અમરેલી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન અમરેલી કોલેજ સર્કલ ખાતે કર્યું

વર્તમાન સરકાર દ્વારા SC ST OBC સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખી આ સમાજ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃતિ અટકાવવાતા આજરોજ અમરેલી જિલ્લા NSUI ના મહામંત્રી દેવરાજ બાબરીયા તેમજ અમરેલી જિલ્લા યુથ કોંગ્રસ ના પ્રમુખ પરેશભાઈ ભૂવા યૂથ કોંગ્રેસ મહામંત્રી સન્નીભાઈ ડાબસરા અને અમરેલી ITI NSUI પ્રમુખ ઉદયભાઈ વાળા તેમની ટિમ દ્વારા આ આ બાબતે ઉગ્ર વિરોધ અને દલિત વિરોધી સરકાર ના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથો સાથ માત્ર વોટબેંક ની રાજનીતિ રમતા ભાજપા ના શાસકો 5 લાખ થી વધુ SC ST OBC સમાજ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ નાRead More


રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે ગ્રામજનો રોષિત… ગ્રામજનોએ સુત્રોચાર કરી પાઠવ્યું આવેદનપત્ર

રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે ગ્રામજનો રોષિત…… ભેરાઈ ગ્રામજનોએ પાઠવ્યું પ્રાંત કલેકટરને આવેદનપત્ર…..સરકારી પડતર, ગૌચર જમીનો પર ગેરકાયદેસર ઝીંગાફાર્મ બેરોકટોક ધમધમે છે…..ઝીંગા ફાર્મ બંધ કરાવવા માટે ભેરાઈ સરપંચ સહિતના ગ્રામજનોએ સુત્રોચાર કરી પાઠવ્યું આવેદનપત્ર…..


અમરેલી જિલ્લામાં તોલમાપ વિભાગની ગુનાહિત બેદરકારી: ફરસાણનાં ભાવમાં ઉઘાડી લૂંટ

અમરેલી જિલ્લામાં પેટ્રોલપંપમાં ચાલતી ઉઘાડી લુંટ બધં કરાવવામાં નિષ્ફળ રહેલ તોલમાપ વિભાગ ફરસાણનાં ભાવમાં થતી ઉઘાડી લુંટ બધં કરાવશે કે કેમ તેવો પ્રશ્ન જનતા જનાર્દનમાંથી ઉભો થઈ રહૃાો છે. અમરેલી જિલ્લામાં અમુક નિાવાન વેપારીઓ પિયા ૧૦૦માં એક કિલો ફરસાણનું વેચાણ કરી રહૃાા છે તો અમુક નફાખોર વેપારીઓ તે જ ફરસાણ પિયા ૧પ૦થી ર૦૦નું કિલોનાં ભાવે વેચાણ કરી રહૃાા છે. જયારે બેસન કે શીંગતેલનો ભાવ વધે એટલે વેપારીઓ તુરત જ ભાવ વધારી છે. પરંતુ જયારે બેસન કે શીંગતેલનો ભાવ ઘટે તો ભાવ ઘટાડતાં નથી. જો કે મોટાભાગનાં વેપારી શીંગતેલનો ઉપયોગ કરતાRead More


અમરેલી શહેરમાં રોમિયોરાજ, ચીલઝડપરાજ અને હવે તસ્કરરાજ છવાતા શહેરીજનોમાં રોષ

અમરેલી શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી તસ્કર રાજનો માહોલ ઉભો થતાં શહેરીજનોની રાતની ઐંઘ હરામ થઈ ચુકી છે. પોલીસની નિષ્ક્રીયતા અને નેતાઓની નિંભરતા વચ્ચે શહેરીજનોની હાલત અતિ કફોડી બની રહી છે. શહેરમાં મહિલાઓ કે યુવતિઓને સોનાના દાગીના પહેરવા કે હાથમાં મોબાઈલ રાખવો પણ મુશ્કેલ બની રહૃાું છે. શહેરમાં ચીલઝડપનાં બનાવો વધી રહૃાા છે. શહેરમાં રોમિયોગીરી પણ પુરબહારમાં ખીલી છે. કોઈ શહેરીજનોને સામાજીક પ્રસંગે મકાન બધં કરીને બહાર ગામ જવું હોય તો ચિંતા થાય છે. કારણ કે બધં મકાન હોય તસ્કરોનો પ્રવેશ લગભગ નિશ્ચિત બની રહૃાો છે. તાજેતરમાં જેશીંગપરાનાં રહેવાસીઓએ અધિકારી સમક્ષRead More


પૂ.મોરારીબાપુ દ્વારા શિકરા ગામના મૃતકનાં પરિવારજનોને સહાય

કચ્છ જીલાના ભચાઉ નજીકના શિકરા ગામે બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૦ વ્યકિતઓના મૃત્યુ થયા હતા. શ્રી ચિત્રકુટધામ – તલગાજરડા તરફથી શ્રી હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે આ મૃતકોના પરિવારજનોને સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય પૂ. મોરારીબાપુએ મોકલાવેલ છે. ભુજ સ્થિત ઘનશ્યામભાઇ જોશી દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવેલ છે. મૃતકો માટે પૂ. મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી પ્રભુ પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.


અમદાવાદ-ભાવનગર-સૂરત સસ્તી વિમાન સેવા શરુ, શાનદાર સ્વાગત

અમદાવાદ– ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ મહાનગર સાથે રાજ્યના જિલ્લા મથકોને હવાઇ માર્ગે જોડવાની દિશામાં આજે શરુ થયેલી અમદાવાદ-ભાવનગર-સૂરતની ફ્લાઇટ ઉડાણ ભરી ચૂકી છે. સસ્તી વિમાનયાત્રાના સરકારના પ્રયત્નોની દિશામાં આ ફ્લાઇટ તમને સસ્તામાં અને ઓછા સમયમાં નિશ્ચિત શહેરમાં પહોંચાડી આપશે. ઉડ્ડયન સેવાના પ્રારંભે પ્રથમ ફ્લાઇટને વધાવવા માટે વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી હતી. એર ઓડિશા દ્વારા અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સૂરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. આ વિમાનસેવાના પ્રારંભ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ઉડ્ડયનપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં. વેપારધંધા માટે વારંવાર અવરજવર કરતાં લોકો અને વેકેશનગાળામાં ઝડપથી આRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]JI76XjUW4jc[/wpdevart_youtube]