Main Menu

Wednesday, April 18th, 2018

 

રાજુલાના પટવા ગામે યુવાન પર સિહે કર્યો હુમલો

રાજુલા ના પટવા ગામે ,કનુભાઈ બેચરભાઈ શિયાળ નામ ના યુવાન ઉપર સવારે ૮:૩૦ કલાક ના આસપાસ સિંહે કર્યો હુમલો.કનુભાઈ બેચરભાઈ શિયાળ ને સિંહે બન્ને પગ માં મોટી ઈજા થતા લોહી લુહાણ હાલત..વાડીએ થી પટવા ગામ માં આવતા રસ્તા માં આવતા યુવાન ઉપર સિંહે કર્યો હુમલો તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.રાજુલા તાલુકાના આસપાસ ગામો માં સંખ્યા બંધ સિંહો વસવાટ કરે છે.


ખાંભા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જ્ન્મ જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

ખાંભા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જ્ન્મ જ્યંતી નિમિત્તે ભવય શોભાયાત્રા તેમજ સમસ્ત બ્રાહ્મ ભોજન નું આયોજન કરવામાં આવ્યું .મોટી સઁખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યાહતા બ્રાહ્મણ સમાજની વાડીમાંથી પ્રસ્થાન ભગવાન પરશુરામ શોભા યાત્રા ખાંભા ના મુખ્ય માર્ગ ઉપર ધામ ધૂમથી ફરી હતી.


ભાવનગર: છાયડાની શોધમાં નીકળ્યાં જંગલના રાજા, વીડિયો વાયરલ

ગારીયાધાર પંથકમાં સિંહો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને સિંહો આમ તેમ ભટકી રહ્યાં હતા. આજે અચનાક એક સિંહ ખુલ્લા ખેતરમાં છાંયડાની શોધમાં નીકળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છાંયડાની શોધમાં નીકળેલા જંગલના રાજાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરડા ગામની સીમમાં એક સિંહ ભટકતો જોવા મળ્યો હતો. જે વીડિયો ટ્રેક્ટર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. મહત્વનું છે કે જેસર પંથકમાં સિંહો વસવાટ કરે છે. જંગલોમાં સિંહની લટાર એ કોઈ નવી વાત નથી. અને અહીંયાના લોકો પણ આ સિંહો સાથે રહેવા માટે ટેવાયRead More


ભાવનગર શહેરમાં પરશુરામ જન્મ જયંતીની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી

શહેરમાં આજે પરશુરામ જન્મ જયંતી ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી. ભાવનગર બ્રહ્મસમાજ દ્વારા આજે સવારે આખલોલ જકાતનાકા પાસેથી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે મેયર નિમુબેન બાંભણીયા, જીતુ વાઘાણી વગેરે જોડાયા હતા. આ યાત્રામાં બ્રહ્મસમાજના લોકો મોટી સઁખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં 1000થી વધુ બાઈક સવારો તેમજ જીપ બગી સહિતના વાહનો પણ જોડાયા હતા. મહત્વનું છે કે, પરશુરામ જન્મ જયંતીની સાથોસાથ ભાવનગરના આજે 296માં વર્ષમાં પ્રવેશ નિમિતે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા મહારાજાઓની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાંRead More


દામનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શાસ્ત્ર અને શસ્ત્ર ના પ્રખર જ્ઞાતા ભગવાન શ્રી પરશુરામ નો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

દામનગર શહેર માં સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન શ્રી પરશુરામ ની રથયાત્રા શાસ્ત્ર અને શસ્ત્ર ના પ્રખર જ્ઞાતા આદર્શ આચારસંહિતા ના હિમાયતી ધર્મરક્ષક ભગવાન પરશુરામ ના જન્મોત્સવ ની ભવ્ય શોભાયાત્રા પરશુરામ યુવા ગ્રુપ ના યુવાનો દ્વારા તલવાર ભાલા પરશી ના કરતબો સાથે ઠેર ઠેર દર્શનાર્થીઓ ની ભીડ સાથે શહેર ભર ની મુખ્ય બજારો માં ભગવાન પરશુરામ ના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી.


હેપ્પી બર્થ ડે ભાવનગર: જાણો ભાવનગરના રસપ્રદ ઈતિહાસ વિશે

હેપ્પી બર્થ ડે ભાવનગર, આજે ભાવનગરના 295 વર્ષ પૂર્ણ થયા છે. અને 296માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ભારતની આઝાદી પછી દેશના 562 રજવાડામાંથી કોઈએ પણ દેશના એકીકારણમાં પ્રથમ પોતાનું રાજ્ય સોપ્યું નહીં, ત્યારે પ્રથમ પોતાનું રાજ્ય ભાવનગરના સ્વ. મહારાજા કૃષ્ણકુમારસીહજીએ સોપ્યું અને ગોહિલવાડની દિલદારી દેખાડી હતી. ત્યારે આ ભાવનગરનો આજે 296મો જન્મદિવસ છે. ભાવનગરની સ્થાપના 1723 અને સવંત 1779માં વૈશાખ સુદ અને અખાત્રીજના દિવસે થઈ હતી. ત્યારે ભાવનગરના જન્મદિવસ નિમિત્તે ન્યૂઝ 18 ગુજરાતી શુભકામના પાઠવે છે. જાણો કોણે અને ક્યારે કરી ભાવનગરની સ્થાપના? ભાવનગરની સ્થાપના પહેલાનો ઇતિહાસ ઘણો જRead More


રાજ્યમાં કાળઝાળ ગરમી, દરિયા કિનારાના વિસ્તારોમાં હીટવેવની અસર

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં હવે ગરમીનું પ્રમાણ વધશે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં હાલ હીટવેવની અસર જોવા મળી રહી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરૂવાર એમ 2 દિવસ દરિયા કિનારે ગરમ પવન ફુંકાશે. ખાસ કરીને પોરબંદર, મહુવા, સુરત અને દીવમાં ગરમીનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા છે.અમરેલી સહિત રાજ્યમાં સૂર્યનારાયણે પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં ગરમીનો પારો ઉચકાતો જાય છે ત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાRead More


અમરેલીમાં શક્તિ ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને બટુક ભોજન કરાવાયું

શકિત ગુપ દ્વારા આજે રોજ ગરીબ બાળકો ને બુટક ભોજન નુ આયોજન રાખલ હતુ રાજૂમામા વાંક ભાવેશભાઇ પરમાર પ્રથ્વીરાજ વાંક અશોક વાળા તથા શકિત ગુપ ના તમામ મેમ્બર દ્વારા જૈમત ઉઠાવવામા આવી હતી 21 મી સદિ જેવા આઘુનિક યુઞમા યુવા ના અને ગરીબ ના સેવાથ પડકાર આપતા યુવા જુથ ઉભુ કરેલ છે


સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપઃ અમરેલીમાં સૌથી વધુ ગરમી-મહતમ તાપમાન ૪૨.૨ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૫ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે ત્યારે મહતમ તાપમાનનો પારો પણ સડસડાટ ઉંચે ચડી જતા લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે સૌથી વધુ ગરમી અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી નોંધાઇ છે જયારે કંડલા એરપોર્ટ ૪૨.૦ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી, ભુજ ૪૧.૬ ડિગ્રી, રાજકોટ ૪૧.૫ ડિગ્રી, પોરબંદર ૪૧.૪ ડિગ્રી, વડોદરા ૪૦.૬ ડિગ્રી, મહુવા (સુરત) ૪૦.૬ ડિગ્રી, અમદાવાદ ૪૦.૨ ડિગ્રી, ગાંધીનગર ૪૦.૦ ડિગ્રી, દિવ ૩૯.૮ ડિગ્રી, ડીસા ૩૯.૬ ડિગ્રી, નલીયા ૩૮.૦ ડિગ્રી, વેરાવળ ૩૬.૨ ડિગ્રી, ઓખા ૩૧.૮ ડિગ્રી, દ્વારકા ૩૧.૬ ડિગ્રીRead More


બીટકોઇન કૌભાંડ મામલો રફેદફે કરવાની ફિરાકમાં SP!

બીટકોઇન કૌભાંડનો મામલે અમરેલી SP જગદીશ પટેલ ફરીથી રજા પર ઉતરી ગયા છે. જગદીશ પટેલ કેસ રફેદફે કરવાની ફિરાકમાં હોય તેવું જણાઇ રહ્યુ છે. મહત્વના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઇએ એ તો જગદીશ પટેલે રાજકીય આગેવાનોનો સંપર્ક કર્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે. એક પૂર્વ સી.એમ.ના પુત્ર સાથે મળી કેસ રફેદફે કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. બીટકોઇન કૌભાંડમાં અત્યાર સુધી માત્ર 3 આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે. નલીન કોટડિયાનું નામ પણ બીટકોઇન કૌભાંડમાં ઉછળ્યું હતું. મુખ્ય આરોપી LCB પી.આઇ. અનંત પટેલ પણ હજુ પકડથી દૂર છે. CIDની તપાસમાંRead More