Main Menu

Thursday, April 19th, 2018

 

ખાંભામાં કપાસના વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી

ખાંભામાં ખપાસનો ઘંઘો કરતા વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી કરી હોવાના બનાવમાં ૬ માસ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ હતી. ખાંભાના જીનપરામા રહેતા યાસીફભાઇ અબાસભાઇ હસનાણીએ ખાંભા પોલીસમાં નોંધાવી છે કે ગઇ તા.૯/૧૧/૧૭ રોજ મારા મો.૯૯૨૫૧ ૭૯૭૦૯ ઉપર રાજુલાના પી.એમ.આંગળીયા ઓફીસમાંથી સીકંદરભાઇનો મો.૯૦૯૯૯ ૧૬૫૪૧માંથી ફોન આવેલો અને કહેલું કે માણાવરથી ૪૫૫૦૦૦નું રોકડ આંગળીયુ આવી ચુકેલ છે તેને કહયું કે હંુ ખાંભાના ગામડામાં કપાસની ખરીદી મા છુ ત્યાથી હુ રાજુલા આવી પેમેન્ટ લઇ જાઇશ તેમ વાત કર્યા બાદ થોડી વાર પછી એટલે કે ડોઢ વાગ્યાના અરસામા મો.૯૪૨૫૪ ૬૩૧૪૬ માંથી ફોન આવેલો કેRead More


બીટકોઈન કેસ: અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે કરી PI અનંત પટેલની ધરપકડ…જુઓ

12 કરોડની કિંમતના બિટકોઇન પડાવ્યા બાદ ફરાર થઈ ગયેલા અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવારની બપોરે અડાલજ પાસે આવેલા સેન્ટોઝા બંગલો પાસેથી ઝડપી લીધા છે. પોલીસથી બચવા અનંત પટેલે પોતાની ઓળખ છુપાવવા માટે મુંડન કરાવી લીધુ હતું છતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા છે. ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 12 કરોડની કિંમતના બિટકોઇનના મામલે ગુનો નોંધ્યા બાદ અમરેલીના બે કોન્સ્ટેબલ અને એક વકીલની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમ કામે લાગી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબઈન્સપેક્ટર જશમીન રોઝીયા, ડી.Read More


અમરેલી નજીક આવેલ નાના આંકડીયા ગામે ભરબપોરે તપસ્‍વીની અનોખી સાધના

[wpdevart_youtube]AeRgCqVacis[/wpdevart_youtube]સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ જયાં ગરમી પડે છે અને લોકો સવારે અને રાત્રે પણ એસી-પંખા વગર રહીશકતા નથી તેવા અમરેલી શહેરની બાજુમાં આવેલા નાના આંકડીયા ગામે એક તપસ્‍વી બપોરનાં સમયે પોતાની આજુબાજુમાં 11 જેટલી ધુણીઓ ધખાવીઅને સાધના કરે છે, ત્‍યારે આજુબાજુ ગામનાં લોકો મોટી સંખ્‍યામાં ત્‍યાં દર્શનાર્થે પહોંચી રહૃાા છે.અમરેલી નજીક આવેલ નાના આંકડીયા ગામે આવેલ એક આશ્રમમાં ધોમધખતા તાપમાં બપોરનાં સમયે આશ્રમનાં પટાંગણમાં પોતાની ચારે બાજુ 11 જેટલી ધુણીઓ ધખાવી તપસ્‍વી સાધુ શ્રી મોહિતનાથજી મહારાજ દરરોજ લોકોનાં કલ્‍યાણ માટે સાધના કરી રહૃાાં છે.આ અંગેનાં સમાચાર આજુબાજુનાં વિસ્‍તારમાં પ્રસરી જતાંRead More


સ્થાપના દિન મહાનગરપાલિકાને ફળ્યો: એક દિવસમાં 1 કરોડથી વધુની ડિમાંડ ક્લીયર થઇ

અખાત્રીજના આજના શુભ દિને ભાવનગરનો સ્થાપના દિન ભાવનગર મહાનગરપાલિકાને ફળ્યો. મનપાના નવા નાણાકિય વર્ષ માટે મિલ્કત કર સ્વિકારવાનું શરૂ હોય આજના ૧૮માં દિવસે જે અખાત્રીજ હોય અને ભાવનગરનો સ્થાપના દિન હોય શહેરની જનતાએ શહેર પ્રત્યેની સ્વૈચ્છીક જવાબદારી નિભાવતા એક રોકડ જેટલી રકમની મનપાને તિજોરીમાં જમા કરાવી આપી હતી. આજરોજ અખાત્રીજના દિને ભાવનગરનો સ્થાપના દિન હોય તથા જાહેર રજા હોય મનપાએ મિલ્કત કર સ્વિકારવા માટે પોતાની વડી કચેરી તથા ઝોનલ કચેરીઓમાં કર સ્વિકારવા માટે બારીઓ ખુલ્લી રખાઇ હતી. જાહેર રજા હોય શહેરની જનતાએ પોતાનો કર ભરવા મનપાની કચેરીઓ અને મનપાની નિયુક્તRead More


અમરેલી જિલ્‍લામાં પરશુરામ જયંતિની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી જિલ્‍લામાં  ભગવાન પરશુરામ જન્‍મ ન્નયંતિની સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્‍લાના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પુજા અર્ચન, શોભાયાત્ર, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. અખાત્રિજનાં શ્રી ભગવાન પરશુરામના જન્‍મોત્‍સવના આયોજનને બ્રહ્મસમાજનાં વરિષ્ઠ આગેવાનો, વડિલો, માતાઓ, યુવાનો તેમજ બ્રહ્મસમાજનાં તમામ પદાધિકારીની ઉપસ્‍થિતિમાં પંચામૃત કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો.બાદ  સાંજનાં 6-30 કલાકે બ્રહ્મ કલરવ બાળકોનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રીનાં 9-30 કલાકે ભકસુંબલ ડાયરોભ નું ભવ્‍ય આયોજન થયું. મોટી સંખ્‍યામાંભૂદેવોએ આ કાર્યક્રમનો લાભ લઈ કલાકારોને બિરદાવેલ. તા. 18-4 અખાત્રીજ નાં રોજ રાજકમલ ચોકમાં ભારતનાં ગૌરવશાળી ઈતિહાસની ઝાંખી તેમજ પરશુરામજીનુંRead More


નાની રાજસ્થળી શાળા પરિવાર દ્વારા શાળાના દિવંગત શિક્ષકની યાદમાં જલધારાનું નિર્માણ

પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી કે.વ. શાળા પરિવાર દ્વારા એક પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે. શાળાના શિક્ષક પોચાતર કાળુભાઈનું દુઃખદ અવસાન થયેલ હોય, જેથી તેમની યાદ હંમેશા રહે તે માટે તેમના સ્મરણાર્થે જલધારાનું નિર્માણ કરવામાં આવેલ છે. બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે ગામના સરપંચ ભરતભાઈ ત્રિવેદી તથા મહિપતભાઈ પંડયા (મ.ભ.યો. સંચાલક) તથા હિંમતભાઈ વાઘેલા (શિક્ષક ઠાડચ) તથા શાળા પરિવાર અને સી.આર.સી.ના સહયોગથી બાળકો માટે આ નિર્મળ જલધારાનું નિર્માણ કરવામાં આવેલ છે. આ જલધારાનું લોકાર્પણ અને ધો. ૮ના બાળકોના વિદાય પ્રસંગ યોજાયો હતો. જેમાં ગામના સરપંચ ભરતભાઈ ત્રિવેદીRead More


ભાલ પંથકના કાળાતળાવ ગામે રિવોલ્વરની લૂંટના મામલે 14ની ધરપકડ, તમામ જેલ હવાલે

વેળાવદર-ભાલ પંથકના કાળાતળાવ ગામે ચાર દિવસ પૂર્વે શખસોએ સશસ્ત્ર હથીયાર ધારણ કરી માર મારીને રીવોલ્વરની લૂંટ ચલાવતા ભાલ પોસ્ટેમાં ગુનો નોંધાવા પામ્યો હતો જે મામલે પોલીસે ચૌદ શખસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી દિધા હતા. જ્યારે હજુ એક શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું. શહેરના રાજકોટ હાઇવે પર બજરંગબાપા નગરમાં રહેતા અને કુંભારવાડામાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામે શો રૃમ ધરાવતા વેપારી ભુપેન્દ્રસિંહ છનુભા વાળા (ઉ.વ.૪૬)એ વેળાવદર-ભાલ પોસ્ટેમાં કાળાતળાવ ગામના વાઘા ભરવાડ, અશોક, વાઘાનો ભાઇ સહિત ૧૫ શખસ સામે ફરીયાદ નોંધાવી હતી. જે મુજબ કાળાતળાવ સીમમાં સરકારી સર્વે નં.૪૭૮માંRead More


ભાવનગર રેલવે DRM કચેરીમાં વિકરાળ આગ ભભૂકી

શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ ડી.આર.એમ. કચેરીમાં આજે રાત્રીનાં વિકરાળ આગ ભભૂકતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. આગજનીની ઘટનામાં રેકર્ડ બળીને ખાખ થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ રેલ્વે ડી.આર.એમ. કચેરીમાં આજે રાત્રીનાં ૮ કલાકના અરસા દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર સ્ટાફે ઘટના સ્થળ પર દોડી જઈતપાસ હાથ ધરતા કચેરીના એકાઉન્ટ વિભાગના સ્ટોર રૂમમાં આગ લાગી હતી જેના પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગજનીમાં રેકર્ડને નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું.


મહુવાની એક ડઝનથી વધુ સોસાયટીમાં પાણીનો કકળાટ, 4-5 દિવસે થાય છે પાણીનું વિતરણ

મહુવા શહેરની એક ડઝનથી વધુ સોસાયટી વિસ્તારમાં સમયસર પુરતુ પાણી ન મળતા કાળો કકળાટ વ્યાપ્યો છે. મહુવામાં આવેલ એકતા સોસાયટી શ્રીનાથજી સી. સૂર્યદિપ, ખોડીયાર નગર, વીવેક પાર્ક, એકતાનગર, જલારામ સોસાયટી, શામળાપાર્ક જેવી એક ડઝનથી વધુ સોસાયટી વિસ્તારમાં સમયસર પાણી ન મળતા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહુવા પાલિકા દ્વારા આ સોસાયટી વિસ્તારમાં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે જેથી લોકોને પાણીની અછત થતી હોય છે. તંત્ર દ્વારા ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરે છે ત્યારે મહુવાની આમજનતા પાણીનો બગાડ ન કરીને પોતાની જરૂરીયાત પુરી પાડે છે પરંતુRead More


ગૌરીશંકર સરોવરના સાન્નિધ્યમાં લોકોના ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો ભાવેણાનો સ્થાપના દિન

ગૌરીશંકર સરોવરના સાન્નિધ્યમાં લોકોના ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે ભાવેણાના ૨૯૬માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. બોરતળાવ ખાતે હૈયેહૈયું દળાય તેટલી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટયા હતા અને આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. આજથી ૨૯૫ વર્ષ અગાઉ મહારાજા ભાવસિંહજી દ્વારા અખાત્રીજના દિવસે ભાવનગરનું તોરણ બંધાયંા હતું. આથી પ્રતિ વર્ષ ભાવનગરના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી થાય છે. આ વર્ષે ગૌરીશંકર સરોવરને નવો લૂક અપાયો હોય ત્યાં ગંગાજળિયા કાર્નિવલ શિર્ષક અંતર્ગત ચાર દિવસનો જલ્સો ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત કરાયો હતો. ગૌરીશંકરRead More