Main Menu

Sunday, April 22nd, 2018

 

બાળકો સાથે રેપ પર ફાંસીના અધ્યાદેશને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા પોક્સો એક્ટમાં સંશોધનને લઈને લાવવામાં આવેલા અધ્યાદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે મજૂરી આપી દીધી છે. નવા અધ્યાદેશ મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને મોતની સજા આપવામાં આવશે. 16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી સાથે રેપ કરનારને આપવામાં આવતી 10 વર્ષની સજા વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. દોષિતને આજીવન કેદ પણ થઈ શકે છે. આ ઉપરાંત ભાગેડુ આર્થિક અપરાધીના અધ્યાદેશ પર પણ રાષ્ટ્રપતિ મોહર મારી દીધી છે.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]artH3M3BVCk[/wpdevart_youtube]


રાજુલા પંથકના દરિયાકાંઠા વિસ્તારોમા ભુમાફિયાઓ દ્વારા મેન્ગ્રુઝના વૃક્ષોનું નિકંદન…અનેક રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ

રાજુલા પંથકના દરિયાકાંઠા વિસ્તારોમા મોટા પ્રમાણમા મેન્ગ્રુઝના વૃક્ષો છે. પરંતુ અહી ભુમાફિયાઓ આ વૃક્ષોનુ નિકંદન કાઢી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અવારનવાર ગ્રામજનો દ્વારા તંત્રમા રજુઆત કરવામા આવી હોવા છતા કોઇ પગલા લેવામા નથી આવતા જેને પગલે આ વૃક્ષોનુ નિકંદન નીકળી રહ્યું છે. અહીના ખેરા, પટવા, કથીરવદર, વિકટર, પીપાવાવ ધામ, ભેરાઇ સહિતના ગામો મેન્ગ્રુઝના વૃક્ષો મોટી સંખ્યામા ઉભા છે. આ વિસ્તારમા 2005મા સ્વ.અમીત જેઠવા અને તેમની સંસ્થા દ્વારા વાવેતર કરાયુ હતુ. અત્યાર સુધીમા અહી ગીર નેચર કલબ ખાંભા દ્વારા 14 હજાર જેટલા મેન્ગ્રુઝના વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યું છે. આRead More


શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા આપવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતાં વિધાર્થી ભાઈઓ બહેનો શાળા ને યાદગીરી ભેંટ આપી હતી. અને પ્રતિભાવો પણ આપ્યાં હતાં.શાળા ના શિક્ષકો એ આગળ અભ્યાસ શરૂ રાખવાં અને જીવન માં ખૂબ પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આ વેળા એ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના બહેનો તેમજ મોટી પાનિયાલી કે. વ. શાળા ના આચાર્ય ભીમજી ભાઈ વાળા એ ઉપસ્થિત રહી બાળકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચામાં મંત્રી તરીકે શૈલેષ પરમારની વરણી થતા સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ભાજપ અનુ જાતિ મોરચા માં મંત્રી તરીકે અમરેલી ના શ્રી શૈલેષ પરમાર ની વરણી થતા તેમનો સન્માન કાર્યક્રમ અમરેલી ડો.આંબેડકર યુવક મંડળ તેમજ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ અનુજાતિ/અનુ.જનજાતિ દ્રારા કરવામાં આવ્યું.જેમાં બહોળી સંખ્યા માં શિક્ષકો અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


શેવડીવદર ગામેથી દેેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લેવાઈ

ભાવનગર આર.આર. સેલની ટીમએ જેસર તાબેના શેવડીવદર ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર રેન્જ આર.આર. સેલની ટીમ જેસર તાલુકાના શેવડીવદર ગામની સીમમાં પૂર્વ માહિતી આધારે દરોડો પાડી લસણીયાગાળા તરફ જવાના રોડ પર ડુંગરના ગાળામાં નરવણ ભાવુ ગોહિલ ગેરકાયદે દેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાનું ફલીત થતા અખાદ્ય ગોળમાંથી બનાવેલ દેશી દારૂનો આથો પ૦ ડબ્બા તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂા.ર૩પ૦નો મુદ્દામાલ કબ્જે કરી આથાનો સ્થળ પર નાશ કરી નાસી છુટેલRead More


મહુવામાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ

મહુવાના ગાંધી ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આસીફાને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હતી


દુધાળાનાં હરિકૃષ્‍ણ સરોવરની મુલાકાત લેતા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ

લાઠી, અકાળા, દુધાળાની ત્રિભેટે આવેલ હરિકૃષ્‍ણ સરોવરની મુલાકાતે આજે જિલ્‍લા પ્રભારી આર.સી. ફળદુ આવેલ. આ તકે હરિકૃષ્‍ણ સરોવર સમિતિ અને હરિકૃષ્‍ણ સરોવરના આર્થિક સહયોગી દાતા સવજીભાઈ ધોળકીયાનું સન્‍માન કરેલ. બાદ પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ હરિકૃષ્‍ણ સરોવર સમિતિ અને દાતા સવજીભાઈ ધોળકીયા દ્વારા બનાવવામાં આવેલ સરોવરની મુલાકાત લઈ પ્રભાવિત થઈ સમિતિ અને સવજીભાઈ ધોળકીયા દ્વારા થયેલ જળ સિંચનની કામગીરી નિહાળી પ્રભાવિત થયાહતા. આ તકે કામરેજના પૂર્વ ધારાસભ્‍ય પ્રફુલ્‍લભાઈ પાનસુરીયા, તુલસીભાઈ ધોળકીયા, જસાભાઈ ડાંગર, મનોજભાઈ જોષી, ગૌતમભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, શૈલેષભાઈ ગોયાણી સહિતના લોકો હાજર રહયા હતા.


કાળજાળ મોંઘવારી અને પેટ્રોલીયમ પેદાશો પર અસહ્ય ભાવ વધારાથી છકડો રીક્ષા ચાલકોની પરીસ્થિતિ બની વિકટ…પરિવાર નું ભરણ પોષણ કરવું બન્યું મુશ્કેલ…પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પર સીટીવોચનો exclusive અહેવાલ

[wpdevart_youtube]HHnaDBXITlM[/wpdevart_youtube]ભારત દેશ પર સીરીયા સંકટ અને અમેરિકા-ચીન ટ્રેડવોર જેવા અનેક વૈશ્વિક પરિબળોને કારણે પેટ્રોલીયમના ભાવમાં નિરંતર ભાવ વધારો થઇ રહ્યો છે જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા ચાર વર્ષની ટોચે પન્હોચ્યો છે ત્યારે રોજ નું લાવીને રોજનું કમાતા છકડો રીક્ષા ચાલકોની સ્થિતિ વધુ કફોડી બની છે સીટીવોચ એ છકડો રીક્ષા ચાલકની પેટ્રોલીયમ ભાવ વધારાથી પરિવાર ની પરીશ્થીતી કેવી નિર્માણ પામી છે તેના પર કર્યો છે આ સ્પેશીયલ રીપોર્ટ….. પેટ્રોલીયમ ભાવ વધારાને કારણે દરરોજ પીસાતો પરિવાર હોયતો એ છે છકડો ભાર વાહક રીક્ષા નો પરિવાર…. ગુજરાત રાજ્યમાં અનેક ભાર વાહક છકડો રીક્ષાRead More


દેવળામાં સાંસદ કાછડીયા સામે મહિલાઓનો હોબાળો

ધારી તાલુકાનાં દેવળા ગામે ઉજજવલા યોજના અંતર્ગત ગેસકીટનાં વિતરણ કાર્યક્રમમાં સાંસદે સરકારી કાર્યક્રમને સ્‍વયં પ્રસિઘ્‍ધિનો બનાવી દેતા મહિલાઓએ ભારે વિરોધ કરી ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોને કાર્યક્રમ અધવચ્‍ચે છોડી જતાં રહેવું પડયું હતું. તો ઘટના બન્‍યાનો ભાજપ પ્રમુખનો ઈન્‍કાર. ગામના આગેવાનો ઘટના બન્‍યાનું તથા વિડીયોમાં ભારે વિરોધ થતો હોવાનું સામે આવ્‍યું છે. આ અંગેની વિગતો અનુસાર ધારીનાં દેવળા ગામે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં મહિલાઓ તથા લાભાર્થીઓને ગેસકીટનું વિતરણ કરવાનું હતું. જે બાદ એક બાદ એક ભાજપનાં આગેવાનો ભાષણ કરતાં હતાં જેમાં અમરેલીનાંRead More