Main Menu

Monday, April 23rd, 2018

 

ગુજરાતમાં બનશે 3 નવા સફારી પાર્ક: સરકારે આપી મંજૂરી

ગુજરાતમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને ગુજરાત સરકારે હવે સફારી પાર્કને મંજૂરી આપી છે. સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે,, તો તિકલવાડા પાર્કમાં ટાઈગર માટે પાર્ક બનશે. આમ સરકારે કુલ 3 નવા સફારી પાર્કને બનાવવા માટે મંજૂરી આપી છે. ગણપત વસાવાએ આ ત્રણ નવા સફારી પાર્કને મંજૂરી આપી છે. સાથે જ આંબરડી સફારી પાર્કમાં વધું સિંહો મૂકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે.રાજ્યમાં જ ત્રણ નવા સફારી પાર્ક બનાવવામાં આવશે તેમાંનો એક સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે બનાવાશે. જેમાં ડાંગના વઘઇમાં 32 હેક્ટર જમીનમાં દીપડા માટે સફારી પાર્કRead More


ગીર ના રેવન્યુ વિસ્તારમા સિંહના આંટાફેરાનો વધુ એક વિડિઓ થયો વાયરલ…જુઓ વિડીયો

ગીર ના રેવન્યુ વિસ્તાર મા સિંહ ના આંટાફેરા નો વધારે એક વિડિઓ થયો વાયરલ..ગીર ગઢડા તાલુકા ના ગ્રામ્ય પંથકો ના રસ્તા પર સિંહ બિનદાસ્ત અંદાજ મા ફરતો હોવાનો વિડિઓ વાયરલ થયો..રોડ પર થી પસાર થતા મુશાફીરે સિંહ ને પોતાના મોબાઈલ કેમેરા માં કેદ કર્યો..[wpdevart_youtube]nB8lMCVsZvg[/wpdevart_youtube]


ચોરીના ગુનામાં ફરાર કમળેજ ગામના શખ્સને ઝડપી લેવાયો

ગંગાજળીયા પોલીસ મથકમાં નોધાયેલ ચોરીના ગુનામાં ફરાર કમળેજ ગામના શખ્સને એસ.ઓ.જી. ટીમે પીરછલ્લાં શેરીના નાકા પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના આસી. સબ ઇન્સ. જી.પી. જાનીને મળેલ બાતમી આધારે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૮૦ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પારસભાઇ ગગજીભાઇ સાંગા રહે કમળેજ તા. જી.ભાવનગર વાળાને પીરછલ્લા શેરીના નાકા પાસેથી ઝડપી પાડેલ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.     આ કામગીરીમાં એસ.ઓ.જી.ના આસી.સબ ઇન્સ.Read More


ઉર્જાના પ્રચાર પ્રસાર અર્થે ર૪મીએ ભાવનગરમાં રેલી

ભારતની પરમાણું સહેલી ડો.નિલમ ગોયલ દ્વારા પરમાણુ ઉર્જા, સોલાર ઉર્જા તથા રાષ્ટ્રના વિકાસ માટેની ચતુર્મુખી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ભાવનગર ખાતે આગામી તા.ર૪ના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.ર૪ના રોજ નિકળનારી રેલી સંદર્ભે નિલમ ગોયલે આજે પત્રકાર પરિષદમાં પરમાણું ઉર્જા અંગે માહિતી આપી હતી અને રાષ્ટ્રના વિકાસ માટે આ યોજના મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું અને તેનાથી થનારા ફાયદાઓ અંગે પણ માહિતી આપી હતી. તા.ર૪ના રોજ સવારે ૮ કલાકે નિલમબાગ પેલેસ ખાતેથી મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ, આઈ.જી. અમીત વિશ્વકર્મા, મેયર નિમુબેન બાંભણીયા, સી.પ્રસાદ, વાયુસેનાના કર્નલ આર.વી. સિંહ, થલ સેનાના મલીક, મહિલા આર્મીRead More


ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો : ૧ ફરાર

ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે પૂર્વ બાતમી રાહે ઈગ્લીંશ  દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે એક પોતાનું સ્કુટર મુકી ફરાર થઈ ગયો હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઇશરાણી તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ વાય.એમ.ચુડાસમા  એ.એસ.આઇ એમ.એમ.મુનશી પો.કોન્સ કિર્તીસિંહ રાણા   ફારૂકભાઇ મહિડા ઇમ્તીયાઝખાન પઠાણ  ચિંતનભાઇ મકવાણા  જયદિપસિંહ જાડેજા ઘનશ્યામભાઇ ગોહીલ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા  ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી આધારે  ભાવનગર ચિત્રા દેવીપુજક વાસ મામાના ઓટલા પાસે રહેતો જગદીશભાઇ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર પોતાની એસન્ટ કાર નં . જી.જે.૦૩.ડી.ડી.૪૫૭૭ માં ભરેલ ઇગ્લીશRead More


પાલીતાણા ખાતે દિક્ષાર્થીઓની વર્ષિદાનની શોભાયાત્રા નિકળી

શેત્રુંજય તિર્થમાં ૧૦ સામુહિક દિક્ષાનો મહોત્સવ સૌધર્મ બુહતયોગચ્છીયત્રિસ્તુતિક જૈન સંઘના આયોજનમાં ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂણ્ય સમ્રાટ ગુરૂદેવ શ્રીમદ વિજય જયન્તસેનસુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ગ.આ. નિસ્યસેનસુરીશ્વરજી મ.સા., આ જયરત્નસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં આજે સવારે ૯ વાગે પરિવારજનો દ્વારા મુમુક્ષ રત્નોના વ્હોરાના અને મુમુક્ષુરત્નોના હાથે અંતિમ સુપાત્રદાનનું આયોજન થયું હતું. સવારે ૮-૩૦ કલાકે મુમુક્ષુની ભવ્ય શોભાયાત્રા યતીન્દ્રભુવનથી રાજમાર્ગ પર ફરી જયન્તગીરી આત્મોદ્વાર મંડપ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.


વડિયા ના મોટા ઉજળા ગામે ફ્રુડ વિભાગનો દરોડો…મોટા ઉજળાના ઉપસરપંચ ને ત્યાંથી અખાદ્યય માવો, પેંડા શિખંડનો જથ્થો ઝડપાયો…175 કિલો દૂધ,મલાઈ નો જથ્થો કર્યો સીઝ…જુઓ વિડીયો

[wpdevart_youtube]iHgpOlZJ9ko[/wpdevart_youtube]વડીયા તાલુકાનાં મોટા ઉજળા ગામે બાતમીના આધારે મીઠાઈ માટેનો માવો તથા દૂધની મલાઈ બાબતે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગનાં ઈન્‍સ્‍પેકટર સાથે મામલતદાર વડીયા તથા પી.એસ.આઈ. વડીયા સાથે રહી ભભરસકમલભભ ડેરી ફાર્મનાં સ્‍થળે તપાસ કરતાં ડેરીનાં માલીક છગનભાઈ રાજાભાઈ ગજેરાની હાજરીમાં તપાસ દરમ્‍યાન તેઓનાં કહેવા મુજબ માવો અખાદ્ય 370 કિલોને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી. દૂધની મલાઈ જે ખાદ્ય હોવાનું જણાતા દૂધની મલાઈ 17પ કિલોમાંથી નમુના લઈ સહી સલામત સાચવી રાખવા સોંપેલ છે. આ જથ્‍થો ફ્રીઝમાં મુકી સીલ કરી નમુનાનો રીપોર્ટ આવે નહીં ત્‍યાં સુધીસહી સલામત રાખવા ફુડ એન્‍ડ ડ્રગ્‍ઝના ઈન્‍સ્‍પેકટરે સૂચનાRead More


સાવરકુંડલાના આદસંગ ચોકડી નજીક બે બાઈક ધડાકાભેર અથડાયા…પુત્રની નજર સામે જ પિતાનું થયું ઘટનાસ્થળે મોત…જુઓ

સાવરકુંડલા ના આદસંગ ચોકડી નજીક બે બાઈક ધડાકાભેર અથડાયા…બાઇકો અથડાતા 2 ને થઈ ગંભીર ઇજા..પુત્રની નજર સામે જ પિતાનું થયું ઘટનાસ્થળે મોત….બે ઇજાગ્રસ્તોમાં એક વધુ ગંભીર જણાતા ભાવનગર રીફર કરાયો….વિરદાદા જસરાજ સેનાની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને ભાવનગર લઇ જવાયો…ખાંભા 108 મારફતે ત્રણેયને સાવરકુંડલા સરકારી દવાખાને લવાયા.


બગસરા ખાતે સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

બગસરા ખાતે સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા તેમજ પુસ્તક વિમોચન અને નિવૃત્તિ વિદાયમાન ના કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજકોમાંસોલ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, મનોજ માહિડા, અશ્વિન સાવલિયા , રશ્મિન ડોડીયા , મનસુખ ભુવા , કાંતિભાઈ સતાસીયા,રાઘવજીભાઈ માધડ , રવજી દફડા ,ધીરુભાઈ કોટડીયા, પ્રફુલભાઈ સેન્જળીયા, ભગીરથ ત્રિવેદી,ધીરુભાઈ વાળા ,બાબુભાઇ હિરપરા, શૈલેષ પરમાર…


દામનગરના સામાજિક અગ્રણી ધીરુભાઈ નારોલા પરિવાર દ્વારા પિતૃસ્મૃતિ મંદિર ખાતે પંચકુંડી નારાયણ યજ્ઞ યોજાશે

દમનગર ના સામાજિક અગ્રણી ધીરુભાઈ પુનાભાઈ નારોલા પરિવાર દ્વારા પિતૃસ્મૃતિ મંદિર હવતડ ખાતે તા૨૬/૪ ના રોજ પંચકુંડી  વિષ્ણુ નારાયણ યજ્ઞ ગુરુવાર સવાર ના૮-૩૦ કલાકે ભોજન પ્રસાદ સાંજે ૬-૦૦ કલાકે બીડુહોમ સાંજે ૪-૩૦ કલાકે યોજાશે યજ્ઞાચાર્ય જીતુભાઇ શુકલ દમનગર હવતડ પાડરશીંગા રોડ ધીરુભાઈ નારોલા ની વાડી માં બિરાજતા પિતૃનારાયણ સ્વ રવજીભાઈ કરશનભાઈ નારોલા સ્મૃતિ મંદિર ખાતે યોજાશે.