Main Menu

Thursday, May 3rd, 2018

 

રાજુલા ખાતે G.F.C.L કંપની સામે ચાલતા ઉપવાસ અદોલનમાં ગામની જનતાના સમર્થનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર

રાજુલા કલેકટર કચેરી ખાતે G.F.C.L કંપની સામે ચાલતા ઉપવાસ અદોલન માં 31 ગામ ની જનતા ના સમર્થન માં અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ જેનીબેન ઠુંમર,રાજુલા ધારાસભ્ય અંમરીશભાઈ ડેર, અમરેલી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કેહુરભાઈ ભેંડા, અમરેલી જિલ્લા બાંધકામ સમિતિ ના ચેરમેન ટીકુભાઈ વરૂ અને પ્રવીણભાઈ બારૈયા સહિત ના આગેવાનો એ ઉપવાસ સાવણી ની શુભેચ્છા મુલાકાત લઈ સમર્થન જાહેર કર્યું.


સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થા-વ્‍યક્તિગત દાતાઓના સહયોગથી જળસંચયના અનેકવિધ કામો પ્રેરણાદાયી

ગુજરાત સરકાર દ્વારા તા.૧ થી તા.૩૧ મે-૨૦૧૮ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજવામાં આવ્‍યું છે. રાજયભરમાં મોટાપાયે હાથ ધરવામાં આવેલા જળયજ્ઞમાં સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થાઓ, રાજય સરકારના જાહેર સાહસો તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓ જોડાયા છે. રાજયની સાથોસાથ અમરેલી જિલ્‍લામાં જળયજ્ઞનો પ્રારંભ થયો છે. સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્‍થાઓ તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓના સહયોગથી જળસંચયના અનેકવિધ કામો કરવામાં આવી રહ્યા છે, તેમનો આ ઉમદાસેવા કાર્ય માટેનો સહયોગ પ્રેરણાદાયી છે. જિલ્લામાં તળાવ ઉંડા કરવા, તળાવની આજુબાજુ સફાઇ કરવી, હયાત ચેકડેમ-તલાવડીઓ, જળાશયોને ઉંડા ઉતારવા તેમજ નદીઓને પુનઃજીવિત કરવા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે.Read More


કાઠી સમાજનું ગૌરવ વાળા પરિવારમાં પ્રથમ એમ.ડી.ની પદવી મેળવનાર ડો.વિજય વાળા

અમરેલી જિલ્‍લાના સમગ્ર કાઠી સમાજને ડો.વિજય વાળાએ એમ.ડી.(મેડીસીન)ની પદવી ઉચ્‍ચગુણ સાથે મેળવીને ગૌરવ અપાવ્‍યું છે. બાળપણથી જ અભ્‍યાસમાં પ્રથમ ક્રમ મેળવનાર ડો.વિજય વાળા જામનગરની મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરીને એમ.બી.બી.એસ. પછી એમ.ડી.(મેડીસીન) પદવી પ્રથમ શ્રેણીમાં મેળવી છે. તેમની આ સિઘ્‍ધિથી સમગ્ર કાઠી સમાજ ખુબ જ ખુશીની લાગણી અનુભવે છે. ગાંધીનગર ખાતે પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી બાવકુભાઈ વાળાના સુપુત્ર અને રાજયના ગૃહ વિભાગમાં ડેપ્‍યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી આશિષ વાળાના ભત્રીજા ડો.વિજય વાળાએ બાળપણમાં સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં અભ્‍યાસ કર્યો હતો. ત્‍યારબાદ તેમણે ધો.1રમાં ઉચ્‍ચગુણ મેળવી જામનગરનીRead More


ભાવનગરમાં આર્મીમેનની પત્નીએ ગળાફાંસો ખાઇ કરેલ આપઘાત

ભાવનગરમાં પરણીતા એ ગાળો ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. મળતો વિગતો મુજબ શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રામાપીર ચોક નજીક રહેતી  કિરણબેન નરેશભાઇ બારૈયા  કનિદૈ લાકિઅ ઉ.વ. ર૪ નામની પરણીતાએ તેનાં ઘેર સ્લેબના હુક સાથે સાડી બાંધી ગળાફંાસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. મરનાર કિરણબેનના પતિ આર્મીમાં ફરજ બજાવતા કનિદૈ લાકિઅ હોવાનું અને તેણીના અકિલા લગ્ન પંાંચવર્ષ પહેલો થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ કનિદૈ લાકિઅ ચલાવી રહી છે.


રાજુલા પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ફરી સામાન્ય બેઠક મળતા પ્રમુખ તરીકે  બાઘુબેન વાણીયા ની સર્વાનુમતે બિનહરીફ વરણી

અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા નગરપાલિકા કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે અહીં ચૂંટણી માં કોંગ્રેસ ના 27 સદસ્યો ચૂંટાયા હતા અને ભાજપ ના એક સદસ્ય ચૂંટાયા હતા ત્યાર બાદ પ્રથમ પ્રમુખ તરીકે મહિલા અંતમત હોવાને કારણે મીનાબેન વાઘેલા ની વરણી કરવા માં આવી હતી ત્યાર બાદ અહીં કોંગ્રેસ માં ભંગાણ થયું હતું હતું અને પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકવા માં આવી હતી જે 10 દિવસ પહેલા અવિશ્વાસ પસાર થઈ ત્યાર બાદ આજે પ્રાંત અધિકારી ડાભી ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં 18 સદસ્યો હાજર રહ્યા હતાRead More


લાઠીના ટોડા નજીક ધારી – દાહોદ ની એસ.ટી બસ પલ્ટી…ચારથી પાંચ લોકોને સામાન્ય ઇજા

લાઠીના ટોડા ગામ નજીક થયો અકસ્માત….લાઠીના ટોડા નજીક ધારી – દાહોદ ની એસટી બસ પલ્ટી….ચારથી પાંચ લોકોને સામાન્ય ઇજા….ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ ખાતે ખસેડાયા..


કુંકાવાવમાં યોજાયો કિશાન કલ્યાણ કૃષી મહોત્સવ 2018

કુંકાવાવ ના બી આર સી ભવન ના પટાંઞણ માં કૃષી કલ્યાણ મેળા નુ આયોજન થયુ.જેમા ખેડુત ખેતી લક્ષી કૃષી સંસાઘનો,સરકારશ્રી ની નવીયોજનાઓ,ના જુદા જુદા 15 સ્ટોલ દ્વારા નિદર્શન કરાવવામાં આવ્યુ વિવિધ યોજના થી સૌને માહિતઞાર કરવામાં આવ્યા આતકે પ્રાર્થના દિપપ્રાઞટ્ય,મહાનુભાવો વિશેષ અતિથી નુ પુષ્પઞુચ્છ દ્વારાસન્માન કરવામાંઆવ્યુ.મામલતદારશ્રી,તાલુકા વિકાસઅધિકારી, માલવીયાસાહેબ,તા,પ્રમુખ.તા,મંત્રીગણ,તાલુકા ના ગ્રામસેવકો ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ ક્રૃષીવિધ્યાલય ખાતેથીકૃષી વૈઞ્યાનિક કુંજડીયાસાહેબ,દુધાતસાહેબ,જીએસએફસી ના શ્રી ડોડીયાસાહેબ,બાઞાયતખેતી મા વસોયાભાઈ,પશુપાલન મા માલવીયા,ખેતીવાડી મા રાજપરા એ ખેડુતો ને માર્ઞતર્શન પુરુ પાડ્યુ હતુ.સમઞ્ર કાર્યક્રમ નુ સ્ટેજ સંચાલન ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાંઆવ્યુ હતુ.આ તકે પોલીસ સુરક્ષા માં વડીયા પીએસઆઈ શ્રીRead More


વિકટર ખાતે આંતરરાષ્‍ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી

રાજુલાના વિકટર ગામે મોટા ભાગના લોકો મજૂરી અર્થે અન્‍ય ગામમાં તેમજ અન્‍ય જિલ્‍લાઓમાં સ્‍થળાંતર કરતા હોય મતદાર સુધારણા ઝુંબેશના દિવસોમાં તેઓ હાજર રહી શકતા નથી તેમના માટે તા.1/પ આંતરરાષ્‍ટ્રીય મજૂર દિનના દિવસે મતદારયાદીમાં નવા નામો નોંધવા, સુધારા વધારા કરવા માટેની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બી.એલ.ઓ. હસમુખભાઈ વેગડ અને દિપકભાઈ રામપ્રસાદીએ ઘરે ઘરે જઈ અને ડોર ટુ ડોર લોકોને મળી અને માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારબાદ ગામમાં મજૂર માર્ગદર્શન મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં મામલતદાર કોરાડીયા, નાયબ મામલતદાર ચૌહાણ, બી.એલ.ઓ. સુપરવાઈઝર રવિભાઈ જોશી, ગામના તલાટી વિશાલભાઈ, ગામના સરપંચRead More


સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોટેસ્ટ સીટીમાં ભાવનગરે મારી હેટ્રિક

ભાવનગર ઉપર આદિત્ય નારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ આજે સતત ત્રીજા દિવસે સમગ્ર રાજ્યનું સૌથી વધુ હોટેસ્ટ સીટી બની રહ્યું હતું. આજે સતત ત્રીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નોંધાતા લોકો આકરી ગરમીમાં શેકાયા હતા. દિવસભર રાજમાર્ગો સૂમસામ ભાસ્યા હતા. આજે સતત ત્રીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નોંધાતા આબાલ વૃદ્ધ તથા પશુ પંખીઓ અકળાયા હતા. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડીગ્રી તથા ૩૦નાં રોજ ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આમ સતત ત્રીજા દિવસે ભાવનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું હતું. છેલ્લા ત્રણેયRead More


અમરેલી જિલ્લા પંચાયતનો અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા પકડાયો

અમરેલી તાલુકાનાં વાંકિયા ગામનો બંધારો અને પુર સંરક્ષણ કામ પેટે વધુ રકમ મંજુર કરવાં બદલ જીલ્લા પંચાયતનાં અધિક મદદનિશ ઈજનેરને એસીબીએ આજે રૃા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા લાંચિયા વર્ગમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ ૨૦૧૫માં અમરેલી જીલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાએ મોટી ખાનાખરાબી સાથે તારાજી સર્જી હતી. અને તેમાં અનેક માનવ જીંદગી હોમાઈ ગઈ હતી. ખેડૂતોનાં ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. જેમાં અમરેલી તાલુકાનાં વાંકિયા ગામની સીમમાં સર્જાયેલી તારાજીમાં ગામનો બંધારો અને પુર સંરક્ષણ પેટેનાં કામ માટે અમરેલી જીલ્લા પંચાયતમાં નાની સિંચાઈ પેટા વિભાગનાં અધિક મદદનિશ ઈજનેરRead More