Main Menu

Friday, May 4th, 2018

 

અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા

હિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બફર્નિીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે ખતમ થશે. તેના માટે દેશભરના એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળોએ ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે. અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળું યાત્રામાં સામેલ થાય છે. શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે આRead More


શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે

શેત્રુંજ્ય ગિરીરાજ પર 487 વર્ષની ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે. આ ધજારોહણ મહોત્સવમાં સાધુ, સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવિકાઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહેશે જેમાં તા.5ને શનિવારે સાંજે 7.15 કલાકે જય તળેટી મહાપુજા, દર્શન, નવટુંક તથા મોટી ટુંકની ધજાઆેના દર્શન તથા વધામણા થશે તેમજ રાત્રે 8 કલાકે ધજારોહણ તથા નવટુંક ઇતિહાસ તેમજ સાથાે સાથ આવનારી 500મી વર્ષગાંઠ તરફ ભિક્ત-સફર પણ પારણા ભવન ખાતે યોજાશે. રવિવારે તા.6ને વૈશાખ વદ છઠ્ઠના દિવસે સવારે 5 વાગે જય તળેટીએ ભાવિકો એકત્ર થશે અને ધજાઆેનું બહુમાન સભર મસ્તકે ધરી ગીરીરાજની યાત્રાનો પ્રારંભ થશે ત્યારબાદ સવારે 7 કલાકે દરેક ટુંકમાંRead More


તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ

તળાજાના ગોરખી ગામેથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કલેકટરના હસ્તે તળાવો ઉંડા ઉતારવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા તળાવો ઉંડા ઉતારવાના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એનજીઆેની 50 ટકા લોકભાગીદારી થકી કાર્યક્રમનો ગોરખી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો. અધિક કલેકટર ડો.રાજેન્દ્ર પટેલએ શ્રીફળ વધેરીને પ્રારંભ કરાવ્યો. સુત્રોના જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકામાં કામોની સંખ્યા 46 નકિક કરવામાં આવ છે. 32 ગામોનો સમાવેશ થાય છે. જે ખેડુતોને માટી જોઇતી હોય તે ખેડુત મફતમાં જાતે માટી લઇ જઇ શકે છે. 10 દિવસ દરમ્યાન તળાવો ઉંડા ઉતારવામાં આવશે. સરકાર અને લોકભાગીદારીના આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિકRead More


17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી તોફાનને પગલે દેશના ઉત્તર-પશ્ર્ચિમી રાજ્યોમાં બુધવારે ધૂળની આંધી સાથે ગર્જના થઈ હતી અને વરસાદ ત્રાટક્યો હતો અને ક્યાંક કરાનો વરસાદ થયો હતો. મોસમની આ ખરાબી અને તેનો આકરો મિજાજ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલું રહેવાની હવામાન ખાતાને આશંકા છે. ગરમીની સિઝનમાં આવનારા આવા તોફાનોને ‘કાળવૈશાખી’ના નામે ઓળખવામાં આવે છે અને આ એક પ્રકારની પૂર્વ ચેતવણી હોય છે પરંતુ આ વખતે જેઠ મહિનામાં આવું ઘાતક તોફાન આવ્યું છે માટે બધાને આશ્ર્ચર્ય છે. હજુ પણ આગામી 48 કલાકમાં બીજું ડસ્ટ સ્ટોર્ફ એટલે કે રેતીલું તોફાન આવી શકે છેRead More


જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્યારે સાચા અર્થમાં એકતા સાધી શકીશું

એક નગર હતું. એ નગરના રાજાનો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે રાજાને તેમના રાજ્યની પ્રજાને કહ્યું કે, આપને મારા રાજ્યમાંથી જેટલી પણ જમીન જોતી હોય તેટલી જમીનમાં એક મહિનામાં દીવાલ ચણી દો. અને જે સૌથી વધારે જમીન રોકશે એને હું મારા રાજ્યનો વારીસ બનાવીશ. બધા જમીન પર દીવાલ ચણવા લાગ્યા. ૨૯ દિવસ થઈ ગયા. બધાએ ઘણી બધી દીવાલો ચણી નાખી અને જમીન લઈ લીધી. પણ આ રાજ્યમાં એક સંત હતા જેણે ક્યાંય પણ દીવાલ ચણી નહીં. બધા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે અમે આટલી દીવાલ ચણી છે, અમેRead More


જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત સ્‍થિત દાતાશ્રી સવજીભાઇ ધોળકીયાએ વતનનું ઋણ ચૂકવવા સામાજિક કાર્યો હાથ ધરી તા.૨૩ માર્ચ-૨૦૧૭ થી દુધાળા ગામે હરિકૃષ્‍ણ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. આ ઉપરાંત બા નું સરોવર અને દાદા નું સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે. જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતાં લાઠીના દુધાળા ગામે આગામી ચોમાસા દરમિયાન તળાવોમાં વરસાદી પાણી ભરાતા રળિયામણાં દ્રશ્યો સર્જાશે. હરિકૃષ્‍ણ સરોવર ઉંડા ઉતારવાની કામગીરી પર દેખરેખRead More


એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર

એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે જે રીતે બદલાવ કર્યો તે બાદ દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને તમામ રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવીને તેના પર પુનર્વિચાર કરવાનો કે સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે એસસી-એસટી એક્ટ હેઠળ આરોપીઓને તત્કાલ ધરપકડ કરવા પર રોક લગાવવી યોગ્ય છે અને આ નિર્ણય બદલવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારની પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતી વખતે પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઈનકાર કર્યો છે. એસસી-એસટી એક્ટમાં સ્ટેનોRead More


GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય

આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવા જઇ રહી છે. આ GST કાઉન્સિલની 27મી બેઠક છે. આ બેઠકમાં તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, કાઉન્સિલમાં અન્ય રાજ્યોના નાણામંત્રી સાથે અરૂણ જેટલી વીડિયો કોન્ફરન્સની મદદથી આ બેઠક કરશે. ખાંડ પર લાગશે સેસ: સૂત્રોનુસાર, GST કાઉન્સિલ ખાંડ પર 5% સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. અત્યારે સરકારે રાજ્યોને થઇ રહેલા નુકસાનની ભરપાઇ માટે સેસ વસૂલી રહી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં સરકારે શેરડીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 5.5 રૂપિયાની મદદથી મંજૂરીRead More


દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો ઘ્‍વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનાં 9માં દિવસે એક40 વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.જીએચસીએલ કંપની અને ભુમાફીયા સામે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ગુજરાતના જીલ્‍લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્‍યા હતા. ભાવનગરના બાડી-પડવા સુરકા સહિતના 1ર ગામનાં ચાલી રહેલા આંદોલન સમિતિના પ્રવિણસિંહ કનકસિંહ હનુભા સહિતના લોકોએ આંદોલન છાવણીની મુલાકાત લીધી તેમજ આ તકે ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા, રવુભાઈ ખુમાણ, અરજણભાઈ લાખણોત્રા સહિતનાં આગેવાનો તેમજ કોળી સમાજના કરણભાઈ પટેલ, મહુવાનાRead More


ધારીમાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટ્રેકટર નીચે ખાબકતા અફડા-તફડીનો માહોલ

ધારીનાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટે્રકટર ખાબકતા અફડા- તફડીનો માહોલ ઉભો થયો હતો.વિગત એવા પ્રકારની છે કે કુબડા ગામના ખેડૂત અમરેલી માર્કેટયાર્ડમાં મગફળી વેચીને પરત ફરતા હતા. ત્‍યારે, સ્‍ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર પુલ પરથી નીચે ખાબકતા ખેડૂત સુરેશભાઇ કોટડીયા અને શ્રમજીવીને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા છે.