Main Menu

Saturday, May 5th, 2018

 

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને રોષની આંધી

રાજય સરકાર ખેડૂતોને પાકવીમો ચુકવાયો હોવાની જાહેરાતો કરે છે પણ અમરેલી જીલ્‍લામાં 100 કરોડ જેવી પાકવીમાની રકમ આવી હોવાનું કહેવાય છે. પણ લાઠી-બાબરા સિવાય 10 તાલુકામાં ખેડૂતોને પાકવીમાની રકમ ન આવતા ખેડૂતોમાં રાજયની સરકાર સામેરોષ ફાટી નીકળ્‍યો છે. પ્રિમીયમ ઉઘરાવીને ખેડૂતોને પાકવીમો મળે છે કે કેમ તે અંગે અમરેલી એકસપ્રેસએ કર્યુ હતું અમરેલી જીલ્‍લાના ખેડૂતોમાં રીયાલીટી ચેક. ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાનો ગણાતો અમરેલી જીલ્‍લો પાકવીમા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહૃાો છે. ત્‍યારે પાકવીમા માટે ખેડૂતોની સ્‍થિતિ જાણવા અમરેલી એકસપ્રેસ પહોંચ્‍યું અમરેલી-સાવરકુંડલા માર્ગ પર આવેલા ઓળીયા ગામ. ઓળીયાRead More


પીપાવાવનાં ખેડૂતોને ખેડૂત સમાજનું ખુલ્‍લુ સમર્થન

અમરેલી જીલ્‍લાનાં રાજુલા તાલુકાનાં પીપાવાવ ગામની જમીન ભાવનગરનાં રાજવીએ પીપાવાવ ધામથી ઓળખાતી ધાર્મિક જગ્‍યાની પ્રસિઘ્‍ધિ જળવાઈ રહે તે માટે ધાર્મિક જગ્‍યાને તથા ગામનાં લોકોને પોતાની આજીવિકા માટે ખેતી કરવા પીઠાનાં આગર બનાવવા તેમજ ગાયો માટે મોટા પ્રમાણમાં ગૌચર માટે આ ગામની જમીન તે સમયમાં પ્રસિઘ્‍ધ ગણાતો ત્રામપત્ર લેખથી આ ગામની જમીન ફાળવેલ હતી તેથી આ જમીન કોઈ પણ સંજોગોમાં કોઈપણ હેતુ માટે કે ઉદ્યોગોને કદાપી ફાળવી શકાય નહીં. તેથી આ જમીન જી.એચ.સી.એલ. કંપની તથા અન્‍યને ફાળવવામાં આવેલ છે. તેમાં જીલ્‍લા અને તાલુકાનાં રેવન્‍યુ વિભાગનાં મુખ્‍ય અધિકારીઓએ કરોડો રૂપીયાનો ભ્રષ્‍ટાચાર કરીનેRead More


ભાવનગરમાં પારો ૫.૧ ડિગ્રી નીચે ઉતર્યો : ગરમીમાં રાહત

ભાવનગરમાં છેલ્લા ચાર દિવસ સુધી રાજ્યનુ સૌથી હાઈએસ્ટ તાપમાન ૪૩ અને ૪૪ ડિગ્રી આસપાસ રહેતા અસહ્ય ગરમીનો સામનો કરવો પડયો હતો. દરમિયાન પારો ૨૪ કલાકમાં પારો ૫.૧ ડિગ્રી નિચે ઉતરી આજે ૩૮.૦ ડિગ્રીએ પહોંચતા ગરમીમાં રાહત થઈ હતી. ભાવનગર ઉપર સૂર્યપ્રકોપ ઉતરી આવ્યો હોય તેમ ચાર દિવસ સુધી રાજ્યના સૌથી ઊંચા તાપમાનની બાઉન્ડ્રી ફટકાર્યા બાદ આજે પારો સડસડાટ ૫.૧ ડિગ્રી નિચે ઉતર્યો હતો. સતત ચાર દિવસ સુધી તાપમાન ૪૩ અને ૪૪ ડિગ્રી આસપાસ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ. દિવસે અગ્નિતાંડવથી લોકો રીતસર દાઝયા હતા. રસ્તાઓ સુમસામ બન્યા હતા. ચામડીRead More


મહુવા પોલીસ મથકમાં શખસોએ ધસી આવી કર્યો હુમલો : તોડફોડ

મહુવા પોલીસ મથકમાં પોલીસ શખસ સામે ફરીયાદ લઇ રહી હતી તે વેળાએ શખસોએ ગેરકાયદે મંડળી રચી પોલીસ મથકમાં આવી પોલીસ પર હુમલો કરી ટેબલના કાચની તોડફોડ કરી નુકશાન પહોંચાડયુ હતું જેના પગલે મહુવા પોલીસે ગુનો દાખલ કરી એક શખસની ધરપકડ કરી લીધી હતી. બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એન. નકવીએ મહુવા પોલીસ મથકમાં યુસુબ ખાલીદભાઇ બામુસા, ઇમરાન, અબ્દુલકાદર, મુજીમ, સલીમભાઇ બામુસાનો ભાઇ દાઢીવાળા સામે ફરીયાદ નોંધાવી હતી કે ગત રાત્રીના ૯.૪૫ના યુસુબ ખાલીદભાઇ બામુસાએ એસ.ટી. ડેપો પાસે પાનબીડીની દુકાન, બુકીંગ ઓફિસ, સ્ટુડીયોની દુકાને જઇ ગાળોRead More