Main Menu

Sunday, May 6th, 2018

 

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઆેનો ખાત્મો બોલાવતી ભારતીય સેના

જમ્મુ-કાશ્મીરના બાડિગામમાં સુરક્ષાબળોને આજે મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાબળોએ 5 આતંકવાદીઆેને ઠાર કર્યામાં છે. આ આતંકવાદીઆેમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાંડર પર શામેલ છે. આતંકવાદના માર્ગે ચાલી નિકળેલા કાશ્મીર યૂનિવસિર્ટીના પ્રાેફેસર મોહમ્મદ રફી પણ સુરક્ષાબળોના હાથે મરાયો છે. ઠાર થયેલી આતંકવાદીઆેની આ ચાંડાળ ચોકડીમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાંડર સદ્દામ પાદર, તેના બે સાથીઆે બિલાલ મૌલવી અને આદિલ ઉપરાં કાશ્મીર યૂનિવસિર્ટીનો પ્રાેફેસર મોહમ્મદ રફીનો સમાવેશ થાય છે. પાંચમાં આતંકવાદીની આેળખ થઈ શકી નથી. જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા એસપી વૈÛના જણાવ્યા પ્રમાણે શોપિયાંના જૈનાપુર વિસ્તારમાં આવેલા બડીગામમાં આતંકવાદીઆે છુપાયા હોવાની સૂચના સુરક્ષાબળોને મળી હતી.Read More


આંધી થી પ્રભાવિત ઉતરપ્રદેશ અને રાજસ્થાન ના તથા બિહારની બસ દુર્ઘટના નો ભોગ બનેલા લોકો ને મોરારીબાપુ દ્વારા રૂ.૭ લાખ થી વધુ રકમની સહાય

રામચરિત માનસના ઉતરકાંડ એક ચોપાઈ આવે છે.જેમાં સંતના સ્વભાવનું વર્ણન છે.સંત હદય નવનીત સમાન મોરારીબાપુ દ્વારા સંત સ્વભાવ ને ઉજાગર કરતી ઘટનાઓ બની રહી છે.આ ચોપાઈ જાણે સાર્થક થઈ રહી છે.ગત દિવસોમાં ભારત ના અનેક પ્રાંતો ને કુદરતે પોતાની તાકાત નો પરચો આપ્યો હતો.વાવાઝોડા સાથે ધૂળની આંધી ને કારણે દેશના ઘણા રાજ્યો પ્રભાવિત થયા હતા જેમાં મુખ્યત્વે ઉ.પ્રદેશ તેમજ રાજસ્થાન રાજ્યો ના અનેક જીલ્લા ઓ પ્રભાવિત થયા છે.અનેક લોકો ના મૃત્યુ પણ થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે તેમજ મોટે પાયે જાન માલ ની નુકશાની પણ થઈ છે.ઉ.પ્ર.તથા રાજસ્થાન નાRead More


બગસરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં બનેલ બે લુંટના આરોપીઓ ઝડપાયા

ગઇ તા.૦૨/૦૫/૧૮ ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યે હાલરીયા ગામે હરિગીરીબાપુના આશ્રમે રૂ.૧,૦૦,૦૦૦/- ની લુંટ થયેલ હોય તેમજ તોડ-ફોડનો બનાવ બનેલ હોય જે કામે ફરિયાદી જસુભાઇ બચુભાઇ વાળા, રહે.આંબરડી, તા.ધારી વાળાએ ફરિયાદ લખાવેલ કે, અગાઉના મનદુઃખના કારણે આરોપીઓ (૧) ભુપત જગુભાઇ વાળા (ર) પ્રતાપ જગુભાઇ વાળા (૩) શિવરાજ દિલુભાઇ વાળા, રહે.ત્રણેય સરંભડા, તા.જી.અમરેલી તથા (૪) ભુપતભાઇ, રહે.ભરડ, તા.ધારી વાળાઓએ પોતાને ગાળો આપી, છરી, કુહાડી અને કાચની બોટલ વડે પોતાની ઉપર હુમલો કરી પોતાના ગળામાં રહેલ સોનાની રૂદ્રાક્ષની માળા, આશરે ચાર તોલાની, કિં.રૂ.૧,૦૦,૦૦૦/- લુંટ કરી તથા પોતાની ફોરવ્‍હીલ સ્‍વીફ્ટ કાર તથાRead More


પાસ કન્વીનર હાર્દિક પટેલ સંજયસિંહ ગોહિલ(માલપર)ની ઓફિસે શુભેચ્છા મુલાકાતે

પાસ કન્વીનર હાર્દિકભાઈ પટેલ સંજયસિંહ ગોહિલ(માલપર)ની ઓફિસે શુભેચ્છા મુલાકાતે સાથે પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડિયા,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,તળાજા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,જગદીશભાઈ જાજડિયા,જીતેન્દ્રભાઈ બાલધિયા,નરેશભાઈ ડાખરા,પાર્થરાજસિંહ ગોહિલ,રવીરાજસિંહ ગોહિલ,હરેશભાઇ ડાખરા,સહિત આગેવાનો…


ભુરખીયા હનુમાનજી મંદિર સામે ના તળાવ ને ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધનસુખભાઈ ભંડેરી ના વરદ હસ્તે સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ જિલ્લા તાલુકા અને સ્થાનિક અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર સામે ના તળાવ ને ઊંડું ઉતારવા ની કામગીરી શરૂ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તંત્ર ના માર્ગદર્શન હેઠળ સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ કરાયો.


રાજુલા નગરપાલિકા તેમજ આર.એફ.ઓ રાજલબેન પાઠક દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન

આજ રોજ તા-૦૬/૦૫/૨૦૧૮ના રાજુલા નગરપાલિકા તેમજ આર.એફ.ઓ રાજલબેન પાઠક દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન રાજુલા બાયપાસ થી સિટીના મુખ્ય માર્ગો પર યોજવામાં આવ્યું જેમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા,આરોગ્ય સમિતિના ચેરમેન રાહુલભાઈ ધાખડા તેમજ ડેપ્યુટી કલેક્ટર ડાભી સાહેબ અને રાજુલા નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ વોરા,ગીર નેચર યુથ ક્લબના વિપુલભાઈ લહેરી,રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ પ્રમુખ કરણભાઈ કોટડીયા અને શહેર એન.એસ.યુ.આઈ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ આ અભિયાન માં ભાગ લીધો હતો..


જે સરકારે તમારું વેલફેર ન કર્યું, તેમનું ફેરવેલ કરી દો- ચિત્રદુર્ગમાં મોદી

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ  રવિવારે કુલ 6 રેલીઓ અને રોડ શો કરશે. મોદીની ચાર સભાઓ ચિત્રદુર્ગ, રાયચૂર, જમખંડી અને હુબલીમાં છે. જે અંતર્ગત PM મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગામાં જનસભા સંબોધિત કરી. આ રેલીમાં તેઓએ કર્ણાટકના CM સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર હુમલો બોલ્યો હતો. બીજી તરફ, અમિત શાહ બેલગાવીમાં બે રેલીઓ અને બે રોડ શો કરવાના છે. મોદીએ શનિવારે પણ ચાર રેલીઓને સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે તેણે રાજ્યને લૂંટ્યા સિવાય બીજું કંઈ નથી કર્યું.


13 રાજ્યોમાં કાલે વાવાઝોડા-વરસાદની આગાહી, તંત્રએ આપ્યું અલર્ટ

નવી દિલ્હી: ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે.


ખાંભાના ભાડ ઈંગોરાળા ની રેવેન્યુ સીમમાં ચીંકારા નો થયો શિકાર…ચીંકારા ને 2 ગોળીઓથી વીંધી નાખ્યું…3 શિકારીઓ માંથી 1 શિકારીને વનવિભાગે ઝડપી પાડ્યો…જુઓ

ખાંભા ના ભાડ ઈંગોરાલા ની રેવેન્યુ સીમમાં ચીંકારા નો થયો શિકાર….વનવિભાગના અધિકારીઓ, કર્મીઓની હાજરીમાં ચિંકારા ને શિકારીઓએ બનાવ્યું નિશાન….ચીંકારા ને 2 ગોળીઓથી વીંધી નાખ્યું….મોડી રાત્રે થયો ચીંકારા નો શિકાર….3 શિકારીઓ માંથી 1 શિકારીને વનવિભાગે ઝડપી પાડ્યો….2 શિકારીઓ નાસી છૂટ્યા….શિકારીઓ પાસે બંધુક હોવાથી વનવિભાગે પણ કર્યું હવામાં 2 રાઉન્ડ ફાયરીંગ…નાસી છૂટેલા શિકારીઓને ઝડપી પાડવા વનવિભાગ ની દોડધામ….ધારી ડી.એફ.ઓ.દ્વારા ચિંકારા ના શિકારનું સમર્થન.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]jUDgdt8Xjx0[/wpdevart_youtube]