Main Menu

Sunday, May 6th, 2018

 

ફેદરા નજીક કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર પેદરા નજીક ગુણોદર ધામ નજીક એસ.ટી. બસ અને એસન્ટ ફોર વ્હીલ ગાડી સાથે ધડાકાભેર અકસ્માત થતાં ફોર વ્હીલમાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું તેમજ અન્ય બેને ઇજાઓ થતાં ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી અને ગંભીર ઇજાઓ હોઇ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ધંધુકા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર ફેદરા ગામ નજીક બોટાદથી દાહોદ જતી એસ.ટી. બસ નં.જીજે-૧૮-ઝેડ-૨૩૫૪ સાથે સામેથી આવતી એમ.એચ.-૦૪-ડી.વાય-૨૦૮૫ એસન્ટ ગાડીના ચાલકે બે ફીકરાઇથી ગાડી ધડાકાભેર અકસ્માત કરતા ગાડીમાં સવાર પ્રભાબેન કિશોરભાઇ (ઉ.વ.૪૧)નુંRead More


પીપળી પાસેથી વિદેશી દારૃનો મસમોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો

ભાવનગર-અમદાવાદના માર્ગ પરના પીપળી ત્રણ રસ્તા પાસેથી અમદાવાદ આર.આર. સેલના સ્ટાફે વોચ ગોઠવી મોડીરાત્રે વિદેશી દારૃનો મસમોટા જથ્થા સાથે પસાર થતા ટ્રકને પકડી પાડી, હિમાચલ પ્રદેશના ત્રણ શખસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ચંદીગઢના શખસનું નામ ખુલવા પામ્યું હતું. વિદેશી દારૃનો જથ્થો ભાવનગર પંથકમાં લવાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યંુ હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ રેન્જ આર.આર.સેલના સ્ટાફને વટામણ-ભાવનગર હાઇવે પરથી વિદેશી દારૃના જથ્થો ભરેલ ટ્રક આવી રહ્યો હોવાની મળેલ બાતમી આધારે અમદાવાદ-ભાવનગર હાઇવે માર્ગ પરના પીપળી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે વેળાએ મોડીરાત્રીનાં ૧૨.૧૫ કલાકના સુમારેRead More


મોટા દેવળીયા અને વાંકીયામાં જુગાર રમતા ૧૨ શખ્સો ઝબ્બે

બાબરા વિસ્તારમાં પોલીસની મીઠી નઝરથી ચાલતા જુગારના હાટડા વિષે અવાર નવાર ફરીયાદો ઉઠવા પામતાઉચ્ચ અધિકારી વતૃળ દ્વારા બાબરાતાલુકામાં મોટા દેવળીયા અને વાંકીયા ગામે જુગારધામ ઉપર દરોડો પાડી ૧૨ શખ્સોને ઝડપી લીધા હતાં. આર.આર.સેલ મોટા દેવળીયા ગામે હરેશ મેરૃ રાઠોડ, અસરફ સતાર  પરમાર (રે. વાસાવડ) જગદિશ ભનુ વાસાણી (રે. મોટા દેવળીયા) ભાવેશ ધીરૃ વાઢેર (રે. મોટા દેવળીયા)ને બાવળ કાંટના જંગલમાં તીનપતીનો જુગાર રમતા રોકડા રૃા ૧૫૧૦૦ તતા ૩ મોટર સાયકલ કીંમત રૃા ૪૫૦૦૦ સાથે ઝડપી લીધા હતાં. જયારે બાબરા તાલુકાનાં વાંકીયા ગામે એલ.સી.બી.એ. સ્ટીકર કોઈન વડે જુગાર રમી રહેલા વજા ભીખાRead More


પીપળીયા પુલ નજીક પીકઅપ અડફેટે બાઇક ચાલકનું મોત

ઘોઘા તાલુકાના પીપળીયા પુલ નજીક સમીસાંજના પીકઅપ વાહનના ચાલકે ભાવનગરથી પોતાના ઘરે ભુંભલી ગામે જતા યુવાનના બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત નિપજવા પામ્યુ હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ તાબેના ભુંભલી ગામે રહેતા અશોકભાઇ દયાળભાઇ મકવાણા (ઉ.વ.૩૭)એ વરતેજ પોસ્ટેમાં અજાણ્યા પીકઅપના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેના ભાઇ કરશનભાઇ દયાળભાઇ મકવાણા (ઉ.વ.૩૨, રે.ભુંભલી) પોતાનું બાઇક લઇ ભાવનગરથી પોતાના ગામ આવી રહ્યાં હતા. તે વેળાએ સાંજના ૬.૩૦ના સુમારે પીપળીયા પુલ અને ભુંભલી ગામ વચ્ચે પેટ્રોલ પંપ નજીક પીકઅપના ચાલકે પોતાનું પીકઅપ પુરઝડપે ચલાવી તેના ભાઇના બાઇક સાથે અકસ્માત સર્જીRead More


ભાવનગરમાં ગાયત્રી ગ્રુપ ટ્યૂશન & કોમ્પ્યુટર ક્લાસ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગાયત્રી ગ્રુપ ટ્યૂશન & કોમ્પ્યુટ ક્લાસ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ માં ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ધારાસભ્ય ભરતજી ઠાકોર,ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના અને ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર),પૂર્વ વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, કલ્પેશભાઈ મણિયાર,ઠાકોર સમાજ ના પ્રદેશ મંત્રી દિનેશજી ઠાકોર,જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ રાજુભાઇ ઠાકોર,જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,વલભીપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ મકોડભાઈ,પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ,તળાજા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,સિહોર આઈ.ટી સેલ.પ્રમુખ સંજયભાઈ ચૌહાણ સહિત આગેવાનો હાજર રહિયા…