Main Menu

Monday, May 7th, 2018

 

13 રાજ્યોમાં આજે ભયંકર આંધી અને વરસાદની સંભાવના: હાઈએલર્ટ

હજી ગયા અઠવાડિયે દેશનાં ઉત્તરનાં કેટલાંક રાજ્યોમાં તબાહી મચાવ્યા પછી હજી ભયાનક આંધી અને તોફાની વરસાદનો ખતરો ટળ્યો નથી. કેન્દ્રનાં ગૃહ મંત્રાલય દ્વારા દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ભયંકર આંધી અને ભારે વરસાદ પડવાની શંકા દશર્વિવામાં આવી છે. આ રાજ્યોમાં આજે ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે ભયંકર આંધી ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. હરિયાણા સરકારે બે દિવસ માટે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે તમામ અસરગ્રસ્ત રાજ્યોને એલર્ટ કરીને સાબદાં રહેવા તાકીદ કરી છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન,Read More


ધારી તાલુકાના સીવડ ગામે વાડી માંથી ત્રણ સટ્ટોડિયાને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર.આર.સેલ ટિમ

ભાવનગર રેંજ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલ ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ. મકવાણા ને મળેલ બાતમી આધારે સ્ટાફના એ.એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ કિરણ સોલંકી તથા એલ.સી.બી પી.આઈ. સી.જે. ગોસ્વામી દ્વારા ધારી તાલુકા ના સીવડ ગામની વાડી માંથી રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઇલેવન પંજાબની આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમાડતા સટ્ટોડિયાઓ પર રેઈડ કરતા ૧. જગદીશભાઈ જેન્તીભાઈ સોરઠીયા રે.મોવૈયા તા.ગોંડલ ૨.કાંતિભાઈ જેન્તીભાઈ ચાગેલ રે.મોવૈયા તા.ગોંડલ ૩.ચતુરભાઈ કમાભાઈ બારૈયા રે.સીવડ તા.ધારી વાળાઓRead More


તળાજાના ભૂંગર ગામની સીમમાં આવેલા તળાવમાંથી અલગ અલગ વેપન ના ૨૦૦ થી વધુ જીવતા કારતુસ મળ્યા

તળાજાના ભૂંગર ગામની સીમમાં આવેલા તળાવમાંથી અલગ અલગ વેપન ના ૨૦૦ થી વધુ જીવતા કારતુસ મળ્યા,દાઠા પોલીસ ટીમ ને રાત્રે માહિતી મળતા તળાવ કિનારે અને કીચડ માંથી કારતુસ મળી આવ્યા.પોલીસ બેડામાં ખળભળાટ.તળાજા અને ભાવનગર સહિત રાજ્યભર માં એક સાથે ૨૦૦ જેટલા કારતુસ બિન વારસી મળવાનો પ્રથમ બનાવ.


મુળધરાઈ ગામ પાસે જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મુળધરાઈ ગામથી પાટણા જવાના રોડ પર આવેલ એક વાડીમાં સ્પેશીયલ ઓપરેશન ગૃપ (એસઓજી) પોલીસની ટીમે રેઈડ કરી જુગાર રમતા ૯ શખસોને કુલ રૃ. ૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. એસઓજી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, એસઓજી પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. એન.જી.જાડેજા સહિતનો સ્ટાફ ગઈકાલે શનિવારે નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે વલભીપુર તાલુકાના મુળધરાઈ ગામેથી પાટણા જવાના રોડ પર આવેલ પારદડુ વાડીમાં એસઓજીની ટીમે રેઈડ કરી જુગાર રમતા નટુ બબાભાઈ સાલેવાલા (રહે. બરવાળા), રામસીંગ સોભરંગસીંગ ચૌહાણ (રહે. બોટાદ), લખમણ રામજીભાઈ સોનાણીRead More


ભાવનગર જિલ્લાના ખેડૂતો ને થતા અન્યાય સામે ખેડૂતોના સમર્થનમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ

અનામત ખેડૂત અને યુવાનો ના મુદ્દે યોજાનાર ગુજરાત જનજાગૃતિ યાત્રા ના આયોજન ને લઈને આજે ભાવનગર ના મુખ્ય સક્રિય કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરવામાં આવી.તમામ લોકોમાં કનિદૈ લાકિઅ ખુબ જ ઉત્સાહ છે.તમામ યુવાનો સમાજ અને શોષિત વર્ગ ના પરિવારો માટે લડવા માટે તૈયાર છે. આ લડાઈમાં અમારી જીત થશે કેમ કે લડાઈ સત્યના માર્ગે કનિદૈ લાકિઅ છે. વિષયઃ અકિલા દુઃખી લોકોની વાત કરે એનો વિરોધ જરૂરી છે ?? શું તેને મુદ્દો ભટકી ગયો કહેવાય ?? હાર્દિક અનામત નો મુદ્દો ભટકી ગયો છે આવું કનિદૈ લાકિઅ કહેવા વાળા ને મારે એક હકીકતRead More


પાલિતાણામાં આદિનાથ દાદાની ૪૮૭મી વર્ષગાંઠની ઉજવણી

તિર્થનગરી પાલિતાણા ખાતે આદીનાથદાદાની ૪૮૭મી વર્ષગાંઠની આચાર્ય ભગવંતોની નિશ્રામાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તીર્થનગરી પાલિતાણા ખાતે આજે શત્રુંજય પર્વત ઉપર બિરાજમાન શ્રી આદીનાથ દાદાની ૪૮૭મી વર્ષગાંઠ નિમિત્તે આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ધ્વજારોહણ, ધ્વજાદંડ તેમજ પુંડરીક સ્વામીનું કળશ ચડાવવા સહીતના લાભો ભક્તોએ ખુબ જ ઊંચી બોલી બોલીને લાભ લીધો હતો. આ પ્રસંગે ભારતભરમાંથી ભક્તો ઉમટી પડયા હતા. દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આજના દિવસ વૈશાખ વદ-૬ના દિવસે તિર્થાધીપતિ આદિનાથ દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા ૪૮૭ વર્ષ પહેલા વિદ્યામંડળ સૂરીશ્વરજીRead More


કુડાના દરીયામાં ન્હાવા પડતા યુવાન ગરકાવ : બેનો બચાવ

શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા સાત મિત્રો ગઇકાલે કુડાના દરીયામાં ન્હાવા ગયેલ તે વેળાએ ત્રણ યુવાન પાણીમાં ડૂબવા લાગતા બેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા લાપતા બન્યો હતો જેના પગલે મરીન પોલીસ અને પ્રાઇવેટ બોટ મારફતે યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેને અતોપતો લાગવા પામ્યો ન હતો. બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારના ઇન્દીરાનગરમાં રહેતા સાત મિત્ર ગઇકાલે શનિવારે બપોરના ૩.૩૦ના સુમારે કુડાના દરીયામાં ન્હાવા ગયા હતા તે વેળાએ પાણીનું મોટુ મોજુ આવતા ત્રણ યુવાન ડૂબવાRead More


બાબરા પંથકમાં કાળઝાળ ગરમીમાં લોકોને અકળાવતા વીજ ધાંધિયા

બાબરા પંથકમાં કાળઝાળ ગરમીમાં લોકોને વીજ ધાંધિયા અકળાવી રહ્યા છે ગમે ત્યારે વીજળી ગુલ થઇ જાય છે. કોઇ ફોલ્ટ સર્જાય  તો રીપેર તુરંત કરાતો નથી. બાબરા શહેર સહિત તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વિજપાવર ધાંધિયાથી કાળઝાળ ગરમીના દિવસોમાં જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર વીજ પાવર લાઇનોમાં ફોલ્ટ સજાવા પામ્યા બાદ સમયમર્યાદામાં રીપેરીંગ વ્યવસ્થા થવા પામતી નથી. સ્થાનિક કચેરીના ઇજનેરથી માંડી કચેરીના લોકલ ફોન પબ્લીકની લાંબી રીંગો વાગવા છતાં રીસીવ નહીં કરતા હોવાની સર્વત્ર બૂમ ઉઠી છે. બાબરા બસ સ્ટેશન, મફતીયાપરા સહિત ગ્રામ્ય પંથકના કરીયાણા, ખંભાળા, ધરાઇ, મોટાદેવળીયા,  કુવરગઢ,Read More


લાઠીના ટોડા ગામના ચકચારી પ્રકરણમાં યુવાનના મોત મામલે અંતે બે પોલીસમેનની ધરપકડ

લાઠીના ટોડા ગામના યુવાનનું ચાર વરસ પહેલા પોલીસ કર્મીના માર મારવાથી મોત થયું હોવાના ચકચારી પ્રકરણમાં અંતે લાઠી પોલીસ મથકના બે પોલીસમેનની ધરપકડ કરાઇ છે. વર્ષ ૨૦૧૪માં લાઠી તાલુકાના ટોડા ગામના દેવીપૂજનક યુવાનનું પોલીસના મારથી મૃત્યુ થયાના આક્ષેપો બાદ વર્ષ ૨૦૧૬માં નોંધાયેલી ફરિયાદ સંબંધે બે પોલીસ કર્મચારીની ગતરાત્રીના નાયબ પોલીસ અધીક્ષક મોણપરા દ્વારા તેમના ઘેરથી ધરપકડ કરી આજે મેજીસ્ટ્રેટ સમક્ષ નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. ટોડા ગામે રહેતા બટુક ગોબર વાઘેલા (ઉ.વ.૪૨)ને પોલીસે ૪ લીટર દેશી દારૃના ગુનામાં ધરપકડ કર્યા બાદ રાત્રીના જામીન મુક્ત કરેલો હતો. જ્યારે સામે પક્ષેRead More


પાલિતાણા તાલુકાના ૩ ગામોના તળાવને ઉંડા ઉતારવાનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સમઢીયાળા (મુલાણી), ઘેટી, ખાખરીયા ગામે ચાલતા જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કર્યુ હતું તેમજ શ્રમદાન પણ કરી સાથે રહેલા અધિકારીઓ, પદાધિકારીઓ પાસે પણ શ્રમદાન કરાવ્યુ હતું. સમઢીયાળા (મુલાણી) ગામે તેમણે જણાવ્યુ હતું કે આ ગામનું કંડિયા તળાવ ઉંડુ કરવામાં દરરોજ ૫૦ શ્રમિકો કામ કરી રહ્યાં છે નરેગા યોજના તળે દરેક શ્રમિકને રૃપિયા ૧૯૪ શ્રમનું મુલ્ય ચુકવવામાં આવે છે. ૧૭૫૦ ઘનમીટર માટી નીકળશે જે માટી તળાવના પાળા પર નાખવામાં આવી રહી છે તેમજ જરૃરિયાતવાળા લોકોને વિનામૂલ્યે માટી અપાઇ રહી છે.Read More