Main Menu

Wednesday, May 9th, 2018

 

વીરપુર ગામે એસ.ટી.ડેપો નું ઉદઘાટન માધવપ્રિયદાસ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું

ઘારી વિરપુર તા-9-5-2018 ના રોજ નવા ST ઙેપો નુ ઉદઘાટ માઘવપ્રિયદાસ સ્વામિ ના હસ્તે કરવામા આવ્યુ તો ઙેપો ના દાતા સતુરભાઈ રામજીભાઈ ચોઙવઙીયા અશોકભાઈ કોઠીયાતો ગામનાતમામ આગેવાનો સંતો મોટી જનમેદની સાથે STઙેપો નુ ઉદઘાટન કરવામા આવ્યુ


ધારી ના વીરપુર ગામે સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી

ઘારી વિરપુર તા-9-5-2018 ના રોજ સ્વામિનાયણ ભગવાન ની ભવ્ય સોભાયાત્ર વિરપુર ની શેરીયે ને ગલીયે ગલીયે નાસગાન વિસાળ જનમેદની સાથે સોભાયાત્રા નિકળી ને મહાવિષ્ણૂયાગ યગ્ન નુ પણ આયોજન કરવામા આવ્યુ


પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા વાનરોનો વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ…સેવાભાવી દ્વારા પાણીની ડંકી પર પંપીગ કરીને પીવરાવી રહ્યા છે વાનરો ને પાણી…જુઓ વિડીયો

ઉનાળાની કાળઝાળ ગરમીની અસરનો વન્યપ્રાણી નો વિડીયો થયો વાયરલ….વાનરો નું ઝૂડ પીવાના પાણીની ડંકી પર મળ્યા જોવા….સેવાભાવી દ્વારા પાણીની ડંકી પર પંપીગ કરીને પીવરાવો રહ્યા છે વાનરો ને પાણી….પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા વાનરોનો વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ…વાયરલ વિડીયો જંગલ આસપાસના વિસ્તારનો હોવાનું તારણ.[wpdevart_youtube]IfDb-S2QlDw[/wpdevart_youtube]


સોમનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી

ત્રિવેણી સંગમ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્‍યમંત્રી સોમનાથ મંદિર ખાતે પહોચેલ હતા. જયાં કપર્દિ વિનાયકના દર્શન કર્યા બાદ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ પ્રો. જે.ડી. પરમાર ર્ેારા પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ. સોમનાથ મહાદેવને મહાપૂજાની પૂજાસામગ્રી અર્પણ કરી, અભિષેક કરી રૂપાણીજી ધન્‍ય બનેલ હતા. આ પ્રસંગે શાલ તથા ફુલનો હાર પહેરાવી ટ્રસ્‍ટી જે.ડી. પરમારે સ્‍વાગત કરેલ હતું. સરદાર પ્રતિમા ખાતે સરદારને પૂષ્‍પાંજલી અર્પણ કરીમુખ્‍યમંત્રીએ સોમનાથ મંદિરથી વિદાય લીધી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, રાજસીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, જશાભાઈ બારડ, જગદિશભાઈ ફોફડી, કિશોરભાઈ કુહાડા, લખમભાઈ ભેસલા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહૃાાRead More


આગામી શનિવારે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જરખીયા ખાતે તળાવ ઉંડું કરવાના ખાતમૂહુર્ત અને શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે

રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.1રમી મે-ર018ને શનિવારનાં રોજ લાઠી તાલુકાનાં જરખીયા ખાતે તળાવ ઉંડુકરવાનાં ખાતમુર્હુત અને શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કાર્યક્રમનાં આયોજન અર્થે કલેકટર આયુષકુમાર ઓકનાં અઘ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. કલેકટર ઓકે, સંબંધિત અધિકારી-કર્મચારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા તેમજ બેકડ્રોપ તૈયાર કરવા અંગેનાં સૂચનો આપ્‍યા હતા. કલેકટર કચેરી-અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટે્રટ પાંડોર, કાર્યપાલક ઈજનેર સર્વ શિવમ રાઠોડ, જિલ્‍લાઆયોજન અધિકારી ટોપરાણી, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ,Read More


લીલિયામાં તસ્કરોનો તરખાટ, છ મકાનોને બનાવ્યા નિશાન

અમરેલી જિલ્લામાં તસ્કરોમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકી તરખાટ મચાવતા ગઇકાલે લાઠી – રાજુલામાં સાત મકાનોને એક જ રાતમાં નિશાન બનાવી દોઢ લાખની તસ્કરીની ઘટના બાદ ગતરાતના તસ્કરો લીલીયામાં ત્રાટકતા ચોકી સાથ ેછ મકાનોને નિશાન બનાવી ફરી તરખાટ મચાવતા આમ જનતામાં ફફડાટ ફેલાયેલ છે. છ ઘટનામાંથી પોલીસમાં એક પણ ફરિયાદ નોંધાવેલ નથી. પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે રાતના લાઠીમાં છ અને રાજુલામાં બે ચોરીની ઘટનામાં પોલીસે નિશાચરોનું પગેરૃં શોધી શકેલ નથી ત્યાં ગતરાતના લીલીયા પોલીસને તસ્કરોએ ઉઘતિ ઝડપી લઇ છ બંધ મકાનોને નિશાન બનાવીતાળાનાં નકુચા તોડી ઘરમાં ઘુસી હાથફેરો કરી નાશી છુટેલ Read More


લીલિયા પંથકમાં ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી લોકોને સાંધાના દુઃખાવા

લીલિયા પંથકમાં ફ્લોરાઈડયુક્ત પાણીની સમસ્યા નવી વાત નથી. આ પંથકની જમીનમાં જ વ્યાપક માત્રામાં ફ્લોરાઈડ હોવાથી ભૂતળનાં પાણી દૂષિત થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બાબતે રાજ્ય સરકારને ખબર હોવા છતાં બે-બે વર્ષથી મહી પરિએજની યોજના અધ્ધરતાલ છે. આ યોજના અન્વયે લીલિયાને પાણી આપવા બે વર્ષથી ગ્રાંટ મંજુર થયેલી છે, પરંતુ કોઈ કારણોસર કામગીરી શરૃ કરવામાં આવતી નથી. બીજી બાજુ ફ્લોરાઈડ યુક્ત પાણી પીને આ પંથકના લોકો સાંધાના દુઃખાવાનો ભોગ બની રહ્યા છે. લીલિયા ગામની ૧૩ હજારની વસતી છે. તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનીRead More


તળાજાના દાઠા સરતાનપર અને ગોરખી ગામે તળાવો ઉંડા ઉતારવાનું કામ શરૃ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રીએ તળાજા તાલુકાના દાઠા, સરતાનપર, તળાજા, ગોરખી ગામે ચાલતા તળાવ, ચેકડેમ ઉંડા કરવા, નદી સફાઇ સહિતના કામોનું નિરીક્ષણ કરી જરૃરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે દાઠા ગામે એક કિલોમીટર લંબાઇનો ગ્રામ રક્ષક પાળો, બગડ નદી પરના ચેકડેમની સફાઇ તથા ઉંડા ઉતારવાનું કામ, સરતાનપર ગામે તળાવને ઉંડુ ઉતારવાનું કામ, તળાજા ખાતે નદીની સફાઇ અને ઉંડી ઉતારવાનું કામ, ગોરખી ગામે પાર્વતી માંનુ તળાવને ઉંડુ ઉતારવાનું કામનું જાત નિરીક્ષણ કરી અને સંબંધિત કચેરીના અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપ્યુ હતું. દાઠા ગામે નરેગા યોજના અંતર્ગત એક કિલોમીટર લંબાઇનો ગ્રામ રક્ષકRead More