Main Menu

Thursday, May 10th, 2018

 

લુવારવાવના શખસને દુષ્કર્મ કેસમાં ૧૦ વર્ષનો જેલવાસ

ભાવનગર જિલ્લાના પાલિતાણાના લુવારવાવ ગામના શખસે એકાદ વર્ષ પૂર્વે છરીની અણીએ બળજબરી કરી સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયાની ફરિયાદ જે તે વખતે પાલિતાણા ટાઉન પોલીસમથકમાં પીડિતાએ નોંધાવી હતી. જે ગુનાનો કેસ આજે ભાવનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને પાંચમા એડિશનલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલની દલીલો, દસ્તાવેજી આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૃા.૧૦હજારના દંડનો હુકમ કર્યો હતો. ઉપલબ્ધ માહિતી મુજબ પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામે રહેતાં રામજી વિનુભાઈ કવાડ કોળી (ઉવ.ર૦)એ ગત તા.પ/૪/ર૦૧૬ ના રોજ બપોરના સુમારે છરીની અણીએRead More


મામાના ઘરે આવેલ ભાણેજ અને ભાણેજ વહુનો કારમો આપઘાત

બોટાદ જિલ્લાના ઢસા નજીકના મોટા ઉમરડા ગામે મામાના ઘરે આવલે મુંબઇના ભાણેજ અને ભાણેજ વહુએ ગળાફાંસો ખાઇ સજોડે આપઘાત વ્હોરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સાળા માનસિક બીમાર હોય તેની ચિંતામાં દંપતિએ અંતિમ પગલુ ભરી લેતા બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર મુળ રાણપુર તાલુકાના ચારણકી ગામના વતની અને હાલ મુંબઇના ચેમ્બુર આચાર્ય વાડીમાં રહેતા મોહનભાઇ માવજીભાઇ કતપરાએ ઢસા પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેઓ તેના પરિવાર સાથે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામે રહેતા તેના સાળા સવજીભાઇ લાલજીભાઇ ચાવડાના ઘરે સાતRead More


આડોડીયાવાસના મકાનમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

શહેરના આડોડીયાવાસના મકાનમાં રેઇડ કરી પોલીસે વિદેશી દારૃ સાથે મહિલાની ધરપકડ કરી લીધી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘારોડ પોસ્ટેના પી.આઇ.ની સુચના તળે ડી સ્ટાફના ફારૃખ મહિડા, ચિંતન મકવાણા સહિતનો સ્ટાફ આજે સવારે પેટ્રોલીંગમાં હતો તે વેળાએ મળેલ પૂર્વ બાતમી આધારે શહેરના આડોડીયાવાસમાં રહેતા મુન્નીબેન દિપકભાઇ આડોડીયાના કબ્જા ભોગવટાના મકાનમાં રેઇડ કરી તપાસ હાથ ધરતા વિદેશી દારૃની ૭૫૦ એમ.એલ.ની ૪૯ બોટલ મળી આવતા કબ્જે લઇ મુન્નીબેનની ધરપકડ કરી લઇ ઘોઘારોડ પોલીસે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.