Main Menu

Saturday, May 12th, 2018

 

શહેરમાં બે સ્થળે ઓપરેશન ડિમોલેશન

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશન હાથ ધરી બે સ્થળે ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં રીંગ રોડ પરનું દબાણ હટાવવામાં વાદ-વિવાદ પણ થયો હતો. મ્યુનિ. તંત્રના એસ્ટેટ વિભાગના ઈજનેર વિજય પંડિતની આગેવાનીમાં આજે શુક્રવારે શહેરના ૧૨૫ ફૂટ રીંગરોડ પર રામેશ્વર સોસાયટીના નાકે આવેલા કૈલાસ રેસ્ટોરન્ટના દબાણો હટાવવા કાર્યવાહી કરી હતી. કૈલાસ રેસ્ટોરન્ટના સંચાલક દ્વારા માજીર્નની જગ્યામાં શેડ અને રહેણાંક મકાનની અંદર કૈલાસ કોલ્ડ ઝોન નામની સોડાની દુકાનવાળું કન્ટેન્ટર ખડકી દઈ દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ બાબતે મ્યુનિ. તંત્રને થયેલી રજૂઆતના આધારે એસ્ટેટ વિભાગ દ્વારા શેડ અને કન્ટેન્ટર હટાવી દબાણRead More


દોઢ દાયકાથી ભાવનગરને એક પણ ડેઇલી ટ્રેન મળી નથી

બ્રોડગેજ રેલ્વે લાઇન શરૃ થયાને ૧૫ વર્ષ થયા હજુ લાંબા અંતરની દરરોજની ટ્રેઇન ભાવગનરને મળતી નથી. સતત અન્યાયની પરંપરા ચાલુ છે. રાજકારણીઓ-સાંસદ નિષ્ક્રિય હોવાની ટીકા દલિત સેનાએ કરી છે. તા.૧૩ના રોજ ભાવનગર બાન્દ્રા ટ્રેઇનનું પ્રસ્થાન કરવામાં આવેલ. આ અંગેનું વિશાળ ફંક્શન દલિત સેના દ્વારા રાખવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્યામાં રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે રેલવે સ્ટેશને ૧૫૦૦૦થી વધુ લોકો હાજર હતા. ટ્રેઇનમાં સોનગઢ સુધી આગેવાનો જોડાયા હતાં. ૧૫ વર્ષના વ્હાણા વિતી જવા છતાંય ભાવનગર બાન્દ્રા સિવાય એકપણ લાંબા અંતરની ટ્રેઇન દૈનિક ધોરણે મળી નથી. હવે તો કોર્પોરેશન, રાજ્ય અનેRead More


ભાવનગરમાં ૪૩.૧ ડીગ્રી તાપમાન અંગ દઝાડતી લૂથી લોકો ત્રાહિમામ

શહેરના મહત્તમ તાપમાનમાં આજે ગઇકાલ કરતા બે ડીગ્રીનો વધારો નોંધયો હતો. આજે મહત્તમ તાપમાન ૪૩.૧ ડીગ્રી થતા લોકો ગરમી અને લૂથી ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરે રસ્તા ઉપર સ્વયંભૂ કર્ફયુ લાગી ગયો હતો. ભાવનગરમાં છેલ્લા ૧૫ દિવસથી સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ ગરમીનો પારો ૪૦થી ૪૪ ડીગ્રી વચ્ચે રહેતા આબાલ વૃદ્ધ સૌ તીવ્ર તાપ અને ગરમ લૂથી અકળાઇ ઉઠયા હતાં. આજે ૪૩.૧ ડીગ્રી તાપમાનના લીધે નગરજનો તાપમાં શેકાયા હતા. સવારે નવ વાગતા સુધીમાં તો સૂર્યનારાયણે પરચો દેખાડવાનું શરૃ કર્યુ હતું. બપોરે જાણે રોદ્ર સ્વરૃપ ધારણ કર્યુ હોય તેમ અંગRead More


પાલીતાણા તાલુકાના માલપરા ગામે રહિશોનો પાણી પ્રશ્ન જટીલ

પાલીતાણા તાલુકાના માલપરા ગામે પાણીની મેઇન લાઇન તુટી જવાથી પાણીની આવક લાંબા સમયથી બંધ હાલતમાં હોય લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં હોય જે અંગે અનેક રજૂઆત બાદ પણ નિર્ણય નહી આવતા વ્યાપક રોષ ઉઠવા પામ્યો છે. પાલીતાણાથી ૪ કીમી દૂર આવેલ માલપરા ગામે ૧૫૦૦ની વસ્તી ધરાવતુ ગામ છે તેમાં છેલ્લા આઠથી દસ માસ પહેલા ગટરની લાઇન નખાતા મેઇન પાણીની પાઇપ લાઇન તુટી જવાથી આખા ગામમાં વાપરવાનું, પીવાનું પાણી બંધ થઇ જવા પામ્યું છે. સરપંચ સહિત ગ્રામ્યજનોએ અનેક વખત તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ પરંતુ આઠ માસ વિતવા છતાં કોઇ નક્કર કામગીરીRead More


કોળી સમાજની દિકરીઓ વિશે અભદ્દ શબ્દો બોલી ઉતારેલ વિડીયો અંગે દાખલ થયેલ ગુન્હાનાં આરોપીઓને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇકાલ તા.૧૦/૦૫/૨૦૧૮નાં રોજ વરતેજ પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ દેવશીભાઇ રાઠોડ રહે.બોરતળાવ, ભાવનગર વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક હાથમાં સફેદ કલરનું જાડું કડું પહેરેલ એક છોકરો સ્ટેન્ડ ચડાવેલ સ્કુટર ઉપર બેસીને પોતે ભરવાડ જ્ઞાતિનો અને સાટીયા અટક હોવાની ઓળખ આપી વિડીયો ઉતારનાર વ્યકિત તથા અન્ય એક વ્યકિતને વાત કરતો હોય તે રીતે કોળી સમાજ ની દિકરીઓ વિશે ખરાબ ટીપ્પણી ઓ કરી બિભત્સ શબ્દો બોલી બિભત્સ ઇશારાઓ કરતો જોવામાં આવેલ.જે વ્યકિતની તપાસ કરતાં આ વ્યકિત કરદેજ તા.જી.ભાવનગરવાળો હોવાનું જાણવા મળેલ.જેથી તેનાં તથા વિડીયો ઉતારનાર અને વિડિયોમાં સમર્થન આપનાર વ્યકિત હસતાં હતાં.તેRead More