Main Menu

Sunday, May 13th, 2018

 

ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન આયોજીત પંચાયત શિબિર ભાવનગર ખાતે યોજાઈ

ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન આયોજીત પંચાયત શિબિર ભાવનગર ખાતે યોજાઈ…. જેમા દિલ્હી થી પધારેલ ટ્રેનરૉ એ ટ્રેનીગ આપી જેમા જીલ્લા પંચાયત ના સભ્યૉ તેમજ તાલુકા પંચાયત ના લડેલા સભ્યૉ,કાર્યક્રરૉ હાજર રહ્યા હતા. જેમા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ના રાષ્ટ્રીય મહામંત્રી જીતેન્દ્ર કશાનાજી,ગુજરાત ના કન્વીનર ભરતસિંહ વાઘેલા, સપોર્ટ ટીમના નૈશાદભાઈ,રજનીકાન્ત કંડ,મનનભાઈ,ધવલભાઈ, વગેરે એ સરસ ટ્રેનીંગ આપી હતી…


જાફરાબાદ તાલુકાનાં ગામો માં તળાવ નુ ખાત મુહુર્ત કરતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર

જાફરાબાદ તાલુકા ગામોના મોટા મોટા પાણીના તળાવ નુ ખાત મુહુર્ત કરતા રાજુલા,જાફરાબાદ,ખાંભા મત વિસ્તાર ના લોક લાડીલા ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર….અને વઢેરા ગામ ના સરપંચ અને સભ્યો તેમજ પ્રવિણભાઈ બારૈયા  જાફરાબાદ વગેરે હાજર રહ્યા…


અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે લોક ભાગીદારીથી બનનાર તળાવના કામનું મુખ્યમંત્રીના વરદ્ હસ્તે થયેલ ખાત મુહૂર્ત

આજે બપોરે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તકતીનું અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૩ વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરેલ છે. આ પાણીની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે વ્યાપક સ્વરૂપે અભિયાન ઉપાડેલ છે. પાણીની સંગ્રહ શક્તિ વધારવા ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘સૌની યોજના’Read More


દુધાળા અને લાઠીના માનસરોવર ખાતે તળાવોની મુલાકાત કરવામાં આવી

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના દુધાળા ગામે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામસભાને સંબોધન કરતા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજય સરકારે પ્રજાની સુખાકારી માટે જળસિંચનના કાર્યો હાથ ધરવા નિર્ધાર કર્યો છે. રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરતા જળ અભિયાન જન અભિયાન સ્‍વરૂપે સાકાર થયું છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ જળ અભિયાનમાં રાજયની ૧૩ હજાર જેટલી નદી-જળાશયોને ઉંડા ઉતારવા, ઉપરાંત રાજયની ૩૨ જેટલી નદીઓને પુનઃજીવિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે સાથોસાથ નદીઓને સ્‍વચ્‍છ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચોમાસાના આગમન પૂર્વેRead More