Main Menu

Monday, May 14th, 2018

 

રાજુલા પ્રાન્ત કચેરી સામે પીપાવાવ ગ્રામજનો નુ આંદોલન નો મામલો…1 માસ થી ચાલતા આંદોલનમા ન્યાય નહીં મળતા ચકાજામ…ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર કર્યો ચકાજામ

રાજુલા પ્રાન્ત કચેરી સામે પીપાવાવ ગ્રામજનો નુ આંદોલન નો મામલો….1 માસ થી ચાલતા આંદોલન મા ન્યાય નહીં મળતા ચકાજામ…ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કર્યો ચકાજામ….નાગેશ્રી પોલીસ એ 20 ઉપરાંત લોકો ની કરી અટકાયત.


રાજુલા પ્રાંત કચેરી સામે GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલન નો ૧૯મો દિવસ

રાજુલાના દરિયાકાંઠાના વિસ્તાર પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૧૯ દિવસ થી સતત GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેમજ જીલુભાઈ બારૈયા મધુભાઈ સાંખટ આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્લા સાત દિવસથી ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે રાજુલા સરકારી હોસ્પિટલના હેલ્થ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમરણાંત ઉપવાસીઓને સારવાર ની જરૂર છે તે માટે તેમને હોસ્પિટલમાં સારવાર લેવામાં આવે અને તે અંગે તંત્ર પણ તકેદારી લેય જેથી આગામી સમયમાં આમરણાંત ઉપવાસીઓની વધુ તબિયત ના લથડે તેવું કહ્યું હતું રવિવારની રજામાં અધિકારીઓRead More


સિહોરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

સિહોરમાં રહેતો પરિવાર ચાર ધામની યાત્રાએ ગયેલ હોઇ તેમના બંધ મકાનમાં ખાતર પાડયાની ફરિયાદ સિહોર પોલીસમાં નોંધાઇ છે. સિહોરમાં ભાવનગર રોડ ઉપર જાગૃતિ કલર લેબ પાછળ રહેતા અજયભાઇ ગજાનંદભાઇ શુકલ આઠ દસ દિવસ પહેલા પોતાના કુટુંબ સાથે ચારધામની જાત્રાએ પોતાનું મકાન બંધ કરી ગયેલ હોય જે બંધ મકાનના ગતરાત્રીના કોઇ પણ સમયે કોઇ ઇસમો દ્વારા બંધ મકાનના દરવાજાના નકુચા, તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૃમોના કબાટો તથા તમામ ાલસામાન વેરવીખેર કરી નાખેલ જોવા મળતા આ અંગે સિહોર પોલીસને જાણ કરતા સિહોર પોલીસ ઘટના સ્થલે પહોંચી ગઇ હતી. પરંતુ મકાન માલિકRead More


ભાવનગર શહેરમાં ૪૦.૭ ડીગ્રી મહત્તમ તાપમાનથી નગરજનો ત્રાહિમામ

શહેરના મહત્તમ તાપમાન આજે ૪૦.૭ ડીગ્રી નોંધાયું હતું. ૪૦ ડીગ્રી તાપમાને લોકો ફરી વધુ એક વખત કાળજાળ ગરમીમાં શેકાયા હતા. છેલ્લા ૧૫ દિવસથી શહેરનું મહત્તમ તાપમાન લગાતાર ૪૦ ડીગ્રી ઉપર રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. આજે મહત્તમ તાપમાન ૪૦.૭ ડીગ્રી તથા લઘુતમ તાપમાન ૨૦.૪ ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાકના ૨૨ કિ.મી.ની હતી. તીવ્ર તાપમને લીધે પશુ પંખીઓ પણ વ્યાકૂળ જણાતા હતા. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ હતા. આજે રવિવારની જાહેર રજા હોઇ સાંજના સમયે લોકો ઠંડક મેળવવા માટે સર્કલો બગીચામાંRead More


સુરકા માઈન્સ પ્રોજેક્ટ સામે કૂચ કરતા ખેડૂતો પર પોલીસે કરેલો લાઠીચાર્જ

ભાવનગર અને ઘોઘા તાલુકાના ૧૨ ગામને આવરી લેતા ઘોઘા-સુરકા માઈન્સ પ્રોજેક્ટના વિરોધમાં ગાંધી ચિંધ્યા રાહે આંદોલન ચલાવતા ખેડૂતોએ આજે સવારે માઈનિંગ સાઈટ સુધીની કૂચ કરતા પોલીસે ખેડૂતોને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસ દ્વારા ટીયરગેસના ૬૨ સેલ છોડવામાં આવ્યા હતા. જેમાં ૧૫ જેટલા ખેડૂતોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભાવનગર અને ઘોઘા તાલુકાના બાડી, હોઈદડ, મલેકવદર, પડવા, ખડસલિયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર સહિતના ગામોની જમીન ઘોઘા-સુરકા માઈન્સ પ્રોજેક્ટ અંતર્ગત બે દાયકા અગાઉ ઘોઘા-સુરકા માઈન્સ પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનમાં માઈનિંગ કરવા માટે ગુજરાત સરકારના જાહેર સાહસRead More


ટીંબી ગામના દલિત યુવકની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર જીલ્લા પોલીસ

ગઇ તા.૨૯/૦૩/૨૦૧૮ ના રોજ સાંજના ઉમરાળા પો.સ્ટે. તાબેના ટીંબી ગામના દલિત યુવક પ્રદીપ કાળુભાઇ રાઠોડ ઉવ.૨૧ વાળાની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલ હાલતમાં ટીંબી-કેરીયા રોડ ઉપર સીમ વિસ્તાર માંથી લાશ મળતા. ગુનો નોંધી તપાસ ના.પો.અધિ.શ્રી એસ.સી./એસ.ટી.સેલ નાઓને સોંપવામાં આવેલ. જેમા ફરીયાદ મુજબ મરણજનાર ઘોડી રાખતો હોય, દલિતોએ ઘોડી ન રખાય, દરબાર હોય તે જ ઘોડી રાખી શકે, તેવુ કહી અમુક દરબાર જ્ઞાતીના શખ્સોએ ધમકી આપેલ હોય, ઉપરોકત મરણજનાર દલિત હોય અને ઘોડી રાખતો હોવાના કારણે દરબાર શખ્સો ધ્વારા હત્યા કરવામાં આવેલ હોવાનુ જણાવવામાં આવેલ હતુ. 💫ગુન્હો નોંધાયા બાદ ભાવનગરRead More