Main Menu

Wednesday, May 16th, 2018

 

અમરેલીમાં નાગનાથ દ્વિશતાબ્‍દી મહોત્‍સવનાં સહયોગી દાતા સ્‍વયંસેવકોની આભાર દર્શન બેઠક યોજાઈ

અમરેલી નગરના ભાવિક ભકતોની આસ્‍થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન નાગનાથ દાદાના દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં સહયોગ આપનાર દાતાઓ, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનો, તમામ જ્ઞાતિના પ્રતિનિધિઓ, સ્‍વયંસેવકો, ભાવિક ભકતો વિગેરેના સહકારથી સમગ્ર મહોત્‍સવ સફળ રહયો તે બદલ નાગનાથ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ સમિતિના નેતૃત્‍વ કરતા કન્‍વીનર તથા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણીની અઘ્‍યક્ષતામાં રૈયારાજ ફાર્મ ખાતે આભાર પ્રસ્‍તાવ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ પ્રસંગે મહોત્‍સવમાં વિશેષ યોગદાન આપનાર સહયોગી પટેલ મંડપ સર્વિસના માલીક વજુભાઈ ગોલ, ડી.કે. રૈયાણી, બાબુભાઈ કલરવાળા, નંદાભાઈ વરે, હકુભાઈ ચૌહાણ, દિનેશભાઈ રામાણી સહિતના મહાનુભાવોનું શાલ, મોમેન્‍ટોથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આRead More


બોટાદમાં રિવોલ્વરની અણીએ સોની પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ

બોટાદના પાળીયાદ રોડ પર રહેતા સોની વેપારીના ઘરમાં ધોળા દહાડે લૂંટારૃ શખસોએ ઘુસી સોની પરિવારને રિવોલ્વરની અણીએ બંધક બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી લાખ્ખોની રકમ લૂંટ ચલાવી ચાર શખસો કારમાં નાસી છુટયા હતાં. ઘટનાના પગલે બોટાદમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાના પગલે એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવની જાણવા મળતી સનસનીખેજ વિગતો અનુસાર બોટાદના પાળીયાદ રોડ પર આવેલ સ્વસ્તિક સોસાયટી, ઝરણા એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજાર, વખારીયા ચોકમાં સોની દુકાન ધરાવતા વેપારી તુષારભાઇ સુરેશભાઇ સિદ્ધપુરા (ઉ.વ.૪૨)એ બોટાદ પોલીસ મથકમાં રહેમાન અને અજાણ્યા ત્રણ શખસોRead More


ભાવનગર મ્યુ.સ્વિમિંગ પુલ ૩ દિવસથી બંધ થતા સ્વિમરોમાં દેકારો…ટ્રેનર નહીં હોવાથી શિખાવ લોકો માટે સ્વિમિંગની સુવિધા બંધ કરાઈ

ભાવનગર મહાપાલિકા સંચાલિત બંને  સ્વિમિંગ કોઈના કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. આજે એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં સ્વિમિંગ પુલના ટ્રેનર રજા પર જતાં ૩ દિવસથી શિખાવ માટે સ્વિમિંગ પુલના દરવાજા બંધ થઈ ગયા છે. હાલ વેકેશન અને ઉનાળો બરોબર જામ્યો છે ત્યારે મ્યુ.સંચાલિત નિલમબાગ સ્વિમિંગ પુલના બે પૈકીના એક ટ્રેનર રજા પર જતાં રહેલ છે જ્યારે બીજા એ રાજીનામુ આપતા હાલ શીખવા આવતા લોકો માટે કોઈ ટ્રેનરની વયયસ્થા ન હોવાથી ૩ દિવસથી નાના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો છે . બાળકો દરરોજ આવીને નિરાશ થઈ પાછા ફરે છે.Read More


ઋષિવંશી વાણંદ યુવા સંગઠન દ્વારા વિનામુલ્યે ચંપલ વિતરણ

ઋષિવંશી વાણંદ યુવા સંગઠન ભાવનગર દ્વારા બળબળતા ઉનાળામાં ગરીબ બાળકો, જરૂરીયાતમંદ વૃધ્ધો તથા મંદબુqÙના વ્યિક્તઆેને 100 જોડી ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ઠંડી છાસનું પણ વિતરણ કરી યુવાનોએ પ્રશસ્ય કાર્ય કય¯ુ હતું.


કર્ણાટકમાં BJP ને વધારે શીટ આવતા ભાવનગરમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ

કર્ણાટક માં બી જે પી ને વધારે શીટ આવતા ભાવનગર  રૂપમ ચોક માં આતિષબાજી કરી અને શહેર ભાજપ દવારા વિજય ઉસવ મનાવ્યો.જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.