Main Menu

Friday, May 18th, 2018

 

ઘોઘા રોડ પર યુવાન પર સુર્યા સહિત નવ શખ્સો તલવાર,ધારિયા સાથે તૂટી પડ્યા : સ્થિતિ ગંભીર

ભાવનગર શહેર ના ઘોઘા રોડ વિસ્તાર માં મોડી રાત્રી ના અગાઉ થયેલા ઝગડા ની દાઝ રાખી ૮ થી ૯ જેટલા શખ્સો એ પસાર થઈ રહેલી કાર ને રોકી તોડફોડ કરી કાર માં બેઠેલા યુવાનો ને બહાર ખેચી તલવાર છરી ધારિયા તેમજ પાઈપ સહિત ના ઘાતક હથીયાર વડે જીવલેણ હુમલો કરતા બે પૈકી એક યુવાન ને ગંભીર ઈજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.લોહીયાળ ઈજા પામેલા યુવાન ને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો.આ અંગે હુમલો કરનાર શખ્સો ને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.


મામસા ગામે પિતાના હાથે સગીર પુત્રીની હત્યા

ઘોઘા તાલુકા ના મામસા ગામે પિતાએ પુત્રી ને આડેધડ શરીર પર લાતો મારતા સગીર પુત્રી ને ગંભીર હાલત સારવાર અર્થે અત્રેની હોસ્પિટલ માં ખસેડાઈ હતી.જ્યાં આગળ તેનું મોત નીપજતા મૃતક સગીરાની માતાએ ઘોઘા પોલીસ મથક માં તેણીના પતી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે હત્યા નો ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.


હોટેલ સન એન શાઈનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ,સેમ્પલ લેવાયા

રાજ્ય વ્યાપી કાર્યવાહી ના પગલે ભાવનગર ની હોટેલ સન એન શાઈન માં ફૂડ એન્ડ ડ્રગ તથા મ્યુ.ફૂડ વિભાગે સંયુક્ત તપાસ કરી હતી.અને સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર માં લોક આરોગ્ય સાથે છેડા કરી ખાદ્ય સામગ્રી માં બેફામ ભેળસેળ થઈ રહી છે.પરંતુ તંત્ર વાહકો ને ગંભીરતા જ નથી.આખરે દરોડા કરી હોટેલ,રેસ્ટોરન્ટ સહિતના સ્થળે તપાસ હાથ ધરવા ઉચ્ચ સ્તરીય આદેશ ના પગલે કાર્યવાહી માટે મજબુર બનતા ભાવનગર ના પાનવાડી વિસ્તાર માં તંત્રવાહકો એ સેમ્પલ લીધેલ હતા.


સગીર છાત્રા સાથે દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક આખરે ઝડપાયો

તળાજા ના મથાવડા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ઇસમે પોતાની જ વિદ્યાર્થીની ને પોતાની પ્રેમજાળ માં પ્રેમાંધ કરીને તળાજા આવેલ ટ્યુશન કલાસીસ માંથી વિદ્યાર્થીની ને લઈ જઈ દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક કાલે વિભાગીય પોલીસ વડા ના હાથે ઝડપાઈ જવા પામેલ છે….


સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાની કામગીરીનું વિહગાંવલોકન

તા.૧લી મે-૨૦૧૮ના રોજ ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્‍લો પણ સહભાગી બન્‍યો છે. આ અભિયાન અંતર્ગત તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્‍યા છે. રાજયભરમાં શરૂ કરવામાં આવેલ જળ અભિયાન જન અભિયાન બની ગયું છે. જનસહકારથી ચાલતી આ પ્રવૃત્તિને લીધે જળસંગ્રહ ક્ષમતામાં ઉમેરો થવાનો છે. જળ જીવનનો આધાર છે ત્‍યારે જળસંગ્રહ માટેનું આ જળ અભિયાન  ખરેખર ઉપયોગી પુરવાર થશે. ખેતી મુખ્‍ય વ્‍યવસાય છે તેવા વિસ્‍તારોમાં સુજલામ સુફલામ જળ અભિયાન વિશેષ આશિર્વાદસમું બની રહેશે. અમરેલી જિલ્‍લામાં તા.૧૭Read More


સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજુલા તાલુકામાં જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી.ફળદુની નિરીક્ષણ-મુલાકાત

કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, તા.૧૭મીએ રાજુલા તાલુકાના વાવેરા, મોટા આગરીયા, કોટડી, ખાંભલીયા તેમજ કુંભારીયા ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. વરસાદી પાણીનો જેટલો સંગ્રહ થાય તે માટે સમયનો સદ્પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઇએ તે ઘણું ઉપયોગી સામાજિક કાર્ય બની રહેશે. મંત્રીશ્રીએ, ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓના સહકારની નોંધ લઇ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી. તેમજ જળસંચયના કાર્યોનેRead More


દામનગરના મેમદા ખાતે જુના મકાન નું ખોદકામ કરતા જુના રાણીસિક્કા મળ્યા…લાઠી મામલતદાર અને દામનગર પોલીસ સ્થળે પહોંચી

દામનગર ના મેમદા ગામે પૂર્વોજો પારજીત  જુના મકાન ના ખોદ કામ દરમ્યાન ખેર વલ્ભભભાઈ કાનાભાઈ ને એક માટલી મળી આવતા નામદાર સરકાર માં જાણ કરી લાઠી મામલતદાર શ્રી અને પી એસ આઈ ગોસાઈ સ્ટાફ સાથે સ્થળે પહોંચી સને ૧૯૧૩ ની સાલ ના જુના ચાંદી ના ૬૦ નંગ રાણી સિક્કા કબજે લઈ સ્થળ ની ચોકસી અને વધુ વિગતો દામનગર ના મેમદા ગામે જુના મકાન ના ખોદકામ દરમ્યાન રાજપૂત વલ્લભભાઈ કાનાભાઈ ખેર ના મકાન નું ખોદ કામ કરતા જુના રાણી સિક્કા મળી આવ્યા લાઠી મામલતદાર શ્રી અને દામનગર પોલીસ સહિત અનેકો તંત્ર નીRead More


શિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડૂબી જતા સંજય પટેલનું મોત

સિહોરમાં કારકોલિયા રોડ આવેલ ભૂત કોલેજ રોડ પર ગોવિંદભાઇની વાડીમાં આવેલ પાણીના હોજમાં ન્હાવા પડેલા સંજય ગોવિંદભાઇ પટેલ નામના યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું છે આ યુવાન પાણીમાં ડૂબી જતા જેની જાણ શિહોર નગરપાલિકા ફાયર ફાઈટર તેમજ શિહોર. પોલીસઅને108 તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને મૃત્યુ પામનાર યુવાનની બોડી બહાર કાઢી શિહોર સરકારી દવાખાને લઈજવામાં આવેલ હતો.


જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ડેટ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ હાથ ધરેલ ઝુંબેશ અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાના વોન્ટેડ આરોપી ભરતભાઇ શંકરભાઇ ખત્રી/સિંધી ઉ.વ.૨૭ રહેવાસી રસાલા કેમ્પ લાઇન નં. ૩ રૂમ નં. ૨૩૪ ભાવનગરવાળાને સંતકંવરરામ ચોકમાંથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીRead More


ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમૂર્હૂત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે દેશભરમાં પ્રેરણારૂપ એવું જળસંચય અભિયાન જનઅભિયાન રૂપે ઉપાડયું છે. મુખ્યમંત્રીશ્રીએ સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમુર્હૂત તેમજ ગારિયાધાર ખાતેના ટોલપાણ તળાવને ઉંડુ કરવાના કામનો પોતે શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો. નાની વાવડી ખાતે રૂ. ૮૪.૭૮ લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ તથા ગારીયાધાર ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડા થનાર તળાવમાં શ્રમદાન કરતા શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં હવે જળસંચયના આ કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોને પાણીના એકRead More