Main Menu

Saturday, May 19th, 2018

 

બાબરાના સીમ વિસ્‍તારમાંથી દેશી દારૂ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા ના કરીયાણા રોડ ઉપરની એક વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં હંસાબેન વા/ઓ વલ્‍લભભાઇ ચનાભાઇ ગોલાણી, રહે.બાબરા કરીયાણા રોડ વાડી વિસ્‍તાર વાળી ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાના દારૂનુ વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બાબરા ના કરીયાણા રોડ પર આવેલ વાડી-ખેતરમાં આરોપી હંસાબેન વા/ઓ વલ્‍લભભાઇ ચનાભાઇ ગોલાણી, ઉ.વ.૩૮ રહે.બાબરા કરીયાણા વાળી હાજર મળી આવેલ હોય અને વાડી ખેતરમાં તપાસ કરતાં દેશી દારૂનું કેન મળી આવતાં જે જોતા તેમાં દેશીRead More


અમરેલી N.S.U.I. દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત

આવનારા મહીને યોજાનાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની એક વિષય ની પૂરક પરીક્ષા ના સમયે એક વિષય ની જગ્યા એ બે વિષય ની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવે જે થી વિદ્યાર્થીઓ નું આવનાર વર્ષ ન બગડે અને આ વર્ષે જાહેર થયેલ પરિણામ પણ ઘણું નિરાશાજનક આવેલ છે જે થી આ નિર્ણય ના લીધે ઘણા વિદ્યાર્થી ઓ ને રાહત થઈ શકે અને તે કોઈ આપતી જનક પરિસ્થિતિ માં પણ ન મુકાય તેવી આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને રજુઆત કરી હતી.


ભાજપ સરકારનાં રાજમાં ગરીબો અને મઘ્‍યમવર્ગીય પરિવારને જીવવું મુશ્‍કેલ : કોંગ્રેસે કલેકટર મારફત મુખ્‍યમંત્રી રૂપાણીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલીનાં કોંગીજનોએ આજે કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિરોધપક્ષ હજુ સક્રીય છે તેની સાબિતી આપવાનો ઉમદા પ્રયાશ કર્યો છે. કોંગી આગેવાનોએ સૌપ્રથમ કર્ણાટકનાં રાજયપાલનાં એક તરફી નિર્ણયનો વિરોધ કર્યા બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવો આસમાને પહોંચી રહૃાા હોય તેને કાબુમાં લેવા અને કારમી મોંઘવારીમાં પિડાતા ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોને બચાવી લેવાની માંગ કરી હતી.આ તકે ધારાસભ્‍ય ઠુંમરે જણાવ્‍યું હતું કે, ભાજપની આ સરકાર જેટલા દિવસ રહેશે તેટલા દિવસ વધુ ભારતનું નખોદ નીકળવાનું છે. જેમાં પેટ્રોલ-ડિઝલમાં લૂંટ, જીએસટીના નામે લૂંટ, ખેડૂતોને ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ ના આપી લૂંટ, શાળાઓમાં ફીની ઉઘાડી લૂંટ, ગેસના બાટલામાંRead More


વડિયાના ભાયાવદર ગામે મંડપ ખોલતી વખતે મજૂરોને લાગ્યો વીજ શોક…પરપ્રાંતીય પાંચ મજૂરો ને શોક લાગતા મોત…લોકોના ટોળે ટોળા ઉમટ્યા…પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કુકાવાવ પાસે આવેલા ચોકી ખાતે મકન બાપા સેવા ઘામ મંદીર ખાતે તા ૯થી ૧૭ સુઘી યોજાયેલી ઞીરી બાપુ ની શિવ કથા ના ડોમ મંડપ ખોલવા માટે મજુરો કામ કરતા હતા ત્યારે ઇલેવન વીજ લાઈન ને ઘોડી અડી જતા પાંચ મજુર બળી ને સ્થળ ઉપર જ મોત ને ભેટયા હતા અને અેક ને સોક લાગતા વઘુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ આસપાસના વિસ્તારો માથી લોકો દોડી આવ્યા હતા આમ વહેલી સવારે કામ કરતા મજુરો ના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં


ભાવનગર : બાવલિયારી નજીક સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, 19 લોકોનાં મોત

ભાવનગર જિલ્લામાં 3 મહિનામાં બીજો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અગાઉ પણ જાનૈયાથી ભરેલી ટ્રક રંઘોળા પાસે નાળામાં ખાબકી હતી જેમાં 26 જાનૈયાના મોત થયા હતા જ્યારે અંદાજે 35ને ઇજા પહોંચી હતી. ત્યારે આજરોજ ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે.આ દૂર્ઘટના ભાવનગર-અમદાવાદ હાઇવે પર બની છે. જેમાં દૂર્ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રક પર 25 લોકો સવાર હતા. આ ટ્રક બાવલિયારી નજીક પલટી જતાં 19 લોકના મોત થયા છે. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ નીચે દટાઇ જતાં ઘટનાસ્થળે જRead More


ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ-૧ તથા જીવતા કાર્ટીશ-૪ સાથે કુખ્યાત દિલીપ ઉર્ફે સુખાને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેરમાં તાજેતરમાં આંગડીયા પેઢીના કર્મચારી ઉપર ફાયરીંગ કરીને  લુંટ કરેલાનુ બનાવ બનેલ હોય તે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે લુંટમાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, અને ગઇ કાલે એસ.ઓ.જી. પોલીસે લખુભા હોલ પાસેથી એક આરોપીને પિસ્ટલ સાથે ઝડપી પાડેલ હતો અને તે ગુન્હાની તપાસમાં પકડાયેલ આરોપી રાજુભાઇ ઉર્ફે ભાણાને તેની પાસેથી પકડાયેલ પિસ્ટલ તેને દિલીપ ઉર્ફે  સુખાએ આપેલ હોવાની હકિકત જણાવેલ હતી અને તે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ખાનગીરાહે આRead More


ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર કઇક અલગ પ્રકારના બે નવા સર્કલો, કમળ સર્કલ અને સિંહ સર્કલનુ લોકાર્પણ કરતા મંત્રીશ્રી વિભાવરીબેન દવે

ભાવનગર જિલ્લામાં બીજા ૧૦ નવા સર્કલો બનાવવાનુ આયોજન છે. વિકાસ કામો હજુ ધણા બધા કરવાના બાકી છે. તેવુ જણાવતા ગુજરાતના રાજય મંત્રીશ્રી વિભાવરીબેન દવે  ભાવનગર નગરપાલિકા વિસ્તારનમાં નવીન પ્રકારના સુંદર બે સર્કલો કમળ સર્કલ અને સિંહ સર્કલનુ લોકાર્પણ ગુજરાત સરકારના રાજયમંત્રીશ્રી વિભાવરીબેન દવેના હસ્તે લોકોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ. ભાવનગરના ગીતાચોક ખાતે યોજાયેલ સર્કલ લોકાર્પણ કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રી વિભાવરીબેને જણાવ્યુ હતું કે, મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અગાઉ મારા આયોજનમાં આવતા વિકાસના કામો, સર ટી હોસ્પીટલમાં દર્દીઓ માટે દવા-સાધનો-કીટો રૂ.૫૦/- લાખના અંદાજીત ખર્ચે અર્પણ કરાઇ હતી. દર વર્ષે શહેરી વિસ્તારમાં વિસામો, શાળાના બાળકોRead More


ભાવનગર તાલુકાના ભાલના ગણેશગઢ ગામે તળાવ ઉંડા કરાવવાના કામોની સ્થળ મુલાકાત લઇ વિગતો મેળવતા વિભાવરીબેન દવે

ગુજરાત સરકારના નવીન અભિગમ અને સમગ્ર દેશના સૌપ્રથમ જળ ક્રાન્તી સમાન ’’સુજલામ સુફલામ જળ સંચય અભિયાન વર્ષ ૨૦૧૮માં રાજયભરમાં ૧૩ હજાર જેટલા તળાવો, ચેકડેમો, ઉંડા ઉતારવા અને નદીઓના કામો થકી આવનાર ચોમાસા દરમ્યાન થનાર વરસાદના પાણીનો સંગ્રહ મોટા પાયે કરવા માટે ગુજરાત સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ભાલ પ્રદેશના ગણેશગઢ ગામે મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. ગામના સરપંચશ્રી તથા તલાટીશ્રી અને મનરેગા અંતર્ગત ચાલતા કામોની વિગતો મેળવતા અધિકારી દ્વારા અધુરી વિગતો આપતા અસંતોષ વ્યકત કર્યો હતો. તેમજ ગામના લોકોને રોજગારી મળે અને ગામના તળાવ ઉંડાRead More


ભાવનગર શહેર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં આગ

શહેર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં આગ.પીજીવીસીએલ કમ્પાઉન્ડ માં લાગેલ આગમાં કચરા ના ઢગલા સાથે વેસ્ટ વાયર નો જથ્થો, ટ્રાન્સફોર્મર સળગી ઉઠતા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર સ્ટાફે સ્થળ પર ધસી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો…


સાવરકુંડલા શહેર ના ખોડીયાર ચોક થી રાધેશ્યામ સોસાયટી સુધી ના નવા બનેલા રોડમાં ભષ્ટ્રાચાર ની બુ ? મુખ્યમંત્રી ને રજૂઆત

સાવરકુંડલા શહેર ના ખોડીયાર ચોક થી રાધેશ્યામ સોસાયટી સુધી ના નવા બનેલા રોડ ની  10 દિવસ મા જુઓ હાલત…માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)  અને કોન્ટ્રાકટરો ની મિલીભગત થી પ્રજા ને હાડમારી…લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર…મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરતા સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ..