Main Menu

Wednesday, May 23rd, 2018

 

સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા કરી ધન્ય બનતા ફિલ્મ એકટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા

ભગવાન સોમનાથ મહાદેવના દર્શન મહાપુજા કરી ધન્ય બનતા ફિલ્મ એક્ટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા. ગોવિદાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક, મહાપુજા કરેલ હતા, સોમનાથ મંદિરમાં તેઆેએ ડેવલોપમેન્ટ પ્રાેજેક્ટની માહિતિ મેળવી હતી. ગોવિંદાનું સન્માન ઇન.જનરલ મેનેજર શ્રી દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડિવાયએસપી પરમાર ની ઉપસ્થીતી રહી હતી. વિઝીટર બુકમાં ગોવિંદાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવેલ કે અતિ આનંદ થયો જ્યારે પુત્રી ટીના આહુજાએ જણાવેલ કે સોમનાથ આવવાનું સ્વપન સાકાર થયુ, હુ ભાગ્યશાળી હોવાનો અનુભવ અને આશિવાર્દની અનુભુતી કરુ છુ.


સરકાર ધારે તો પેટ્રોલમાં લીટરે રૂા.૨૫ ઘટાડી શકે છે

પૂર્વ નાણામંત્રી અને પ્રખર અર્થશાક્રી પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકારની પોલ ખોલી છે અને કહ્યું છે કે, સરકાર ધારે તો લીટર પેટ્રોલ પર રૂા.૨૫નો કાપ મુકી શકે છે પરંતુ તે એવું કરશે નહીં. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર એવો આરોપ મુકયો છે કે, તિજોરીઓ ભરવા માટે આ સરકાર પેટ્રોલ–ડીઝલના ભાવમાં લૂંટ ચલાવી છે અને સામાન્ય માનવીઓને દંડિત કર્યા છે. ટવીટર પર ચિદમ્બરમે આંકડાકીય હિસાબ રજૂ કરીને લખ્યું છે કે, દેશમાં વેચાતા પ્રતિ લીટર પેટ્રોલ પર સરકાર રૂા.૨૫ તિજોરીમાં નાખે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં જયારે ઘટાડો થાય છે ત્યારે પ્રતિ લીટર પેટ્રોલ પર કેન્દ્રRead More


અમરેલીમાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલી અર્પણ

ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની સુચનાનુસાર અમરેલી જીલ્‍લા કોંગ્રેસ તથા એન.આઈ.સી. યુ.આઈ. દ્રારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવજી ગાંધીની પૂર્ણ્‍યતિથી નિમિતે યુવાનોને એકત્રિત કરી અને સ્‍વ. રાજીવજીના કદી નભુલી શકાય તેવા કાર્યોની યાદો  યુવા પેઢીને આપતા પંકજભાઈ કાનાબારે જણાવેલ છે. આ દેશના યુવાનોને 18 વર્ષ મતધિકાર તથા ભારતને ર1મી સદીમાં લઈ જવા કોમ્‍પ્‍યુટર યુગ તથા ટેકનોલોજી યુગનો પ્રારંભ રાજીવજીએ કરાવેલ અને આજે યુવાનો મોબાઈલ અને ઈન્‍ટરનેટ અને સારા બાઈક અને ગાડીઓ વાપરે છે, જે રાજીવગાંધીની વિચારક્ષેત્રમાં જોડાવા યુવાનોને આહવન કરતા વિરોધપક્ષના નેતાના લઘુબંધુ શરદભાઈ ધાનાણી, સમીરભાઈ કુરેશી,Read More


અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ

અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને માતાજીના પાવન પરિચરમાં આયોજન કરવામાં આવ્‍યું. રમેશ પારેખનીરચનાઓમાં લોકઢાળમાં લખાયેલ ગીતો અને ભજનમાંથી શ્રેષ્ઠ રચનાઓનું ગાન લોકસાહિત્‍ય સેતુનાં ગરવા ગળાના ગાયકો દ્ધારા કરવામાં આવ્‍યું મુર્ધન્‍ય કવિશ્રી હર્ષદ ચંદારાણાની કાવ્‍યમય ઉપસ્‍થિતિ જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના મંત્રી ઉમેશભાઈ જોષીની તેજોમય ઉપસ્‍થિતિમાં યોજાયેલ ભાવમય સમારંભનાં પ્રારંભમાં લોકસાહિત્‍ય સેતુના પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષીએ પોતાની આગવીRead More


પીપાવાવધામનાં આંદોલનકારીઓની વેદના સાંભળવામાં સરકાર નિષ્‍ફળ

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા રપ દિવસથી રાજુલા પ્રાંત કચેરીસામે પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્‍લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. આંદોલનનાં સાતમાં દિવસે ભાણીબેન પુનાભાઈ સાંખટની તબિયત લથડી હતી તેમનું ગઈકાલે અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું આજે ભાણીબેનનાં સાસરિયા પક્ષ ર્ેારા મહુવા ખાતે અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ભાવનગર અમદાવાદ હાઈવે  પર ગોઝારા ટ્રક અકસ્‍માતમાં તળાજાના સરતાનપર ગામનાં 19 લોકોનાં મૃત્‍યુ થયા હતા તેમના આત્‍માની શાંતિ માટે પીપાવાવ ધામRead More


બાબરા રહેણાંક મકાનમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૭૧,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે સોયેબ ઉર્ફે ઇકબાલ હનીફભાઇ મેતર રહે. બાબરા. મેઇન બજાર વાળો પોતાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે ઘોડી પાસાનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે ગઇકાલ તા.૨૦/૦૫/૨૦૧૮ ના રોજ એલ.સી.બી. સ્‍ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) સોયેબ ઉર્ફે ઇકબાલ હનીફભાઇ મેતર ઉં.વ.૨૮, રહે.બાબરા, મેઇન બજાર, જીવનપરા (ર) જયરાજભાઇ રાજેશભાઇ ગોસાઇ ઉ.વ.૨૩, રહે.બાબરા, ધુળીયાદાદાનાં મંદિર પાસે (૩) ઇમરાનભાઇ એહમદભાઇ સૈયદ ઉ.વ.૩૨, રહે.બાબરા, ધુડીયાદાદાનાં મંદિર પાસે, (૪) કિરીટભાઇRead More


અમરેલી શહેરમાં દુકાનનું શટર ઉંચકાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આજરોજ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં અને પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી રાજકમલ ચોકમાં આવેલ મોબાઇલ ફોનની દુકાનો બહાર એક ઇસમ શંકાસ્‍પદ રીતે આંટા-ફેરા મારે છે તેવી ચોક્કસRead More