Main Menu

Thursday, June 7th, 2018

 

સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ પદ માટે આગામી 14 જૂને થશે ચૂંટણી…ઓ.બી.સી.પ્રમુખ પદ માટે કોંગ્રેસના છે 6 ઉમેદવારો પ્રમુખ ની રેસમાં…ભાજપ સત્તા મેળવવા કોંગ્રેસના સદસ્યોમાં પડાવી શકે છે ભંગાણ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદ ની ચુંટણી આગામી ૧૪ જુને થનારી છે ત્યારે રાજકારણ માં ગરમાવો આવી ગયો છે ૨૦ કોંગ્રેસ અને ૧૬ ભાજપ ના સદસ્યો હોવા છતાં પાલિકા પ્રમુખના પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદનો ફાયદો મેળવવા ભાજપ કાવાદાવા કરીને સત્તા સ્થાને બેસવાના પ્રયત્નો થતા નવાજુની ના એંધાણો સાકાર થઇ રહ્યા છે               સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પદ માટે આગામી ૧૪ જુનના દિવસે પાલિકા પ્રમુખની ચુંટણી જાહેર થતાજ રાજકારણ ગરમાઈ ગયું છે સાવરકુંડલા નગરપાલિકા માં ગત માર્ચ મહિના માં પાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસના આંતરિક વિખવાદ ને કારણેRead More


દરેકને વ્યાજબી ભાવે સ્વાસ્થ્ય સેવા મળે તે જ લક્ષ્યઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે સતત ત્રીજા દિવસે ” નમો એપ” દ્વારા અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી સરકારી યોજનાઓથી થયેલ લાભના અનુભવો પણ જાણ્યા  હતા. આજે મોદીએ પીએમ જન ઔષધીય લાભાર્થીઓ સાથે વાત-ચીત કરી હતી.  નરેન્દ્રભાઇએ જણાવેલ કે આ પરિયોજનાથી વ્યાજબી ભાવે કાર્ડીયાક સ્ટેન્ટ અને ઘુંટણ  બદલવાનું શકય  બન્યું છે. બિમારીથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો ઉપર ખુબ જ આર્થિક દબાણ રહે છે જેથી સરકાર તરફથી દરેક નાગરીકને કિફાયતી દરે  સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.  તેમણે વધુમાં જણાવેલ કે દરેક સફળતા અને સ્મૃધ્ધીનો આધાર સ્વાસ્થ્યRead More


મુંબઇમાં જોરદાર વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયાઃ લોકલ ટ્રેનો મોડીઃ ફલાઇટ સેવાને પણ અસર

આજે મુંબઇમાં ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. આ ઉપરાંત લોકલ ટ્રેનો પણ ૨૦ મીનીટ મોડી ચાલી રહી છે. ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ફલાઇટને પણ અસર પહોંચી છે. મુંબઇના પરા વિસ્તાર કોલાબામાં ૩.૮ તથા સાંતાકુઝમાં ૧૮..૮ મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે બૃહદ મુંબઇ  મહાનગરપાલીકાના  તમામ કર્મચારી રજા રદ કરવામાં આવી છે. દાદર, પરેલ, કફ, બ્રાન્દ્રા, બોરીવલી અને અંધેરીમાં જળ ભરાવ થઇ ગયો છે. જયારે  ડિઝાસ્ટર મેનેજમેન્ટે આગલા ૨૪ કલાક ભારેે વરસાદનું એલર્ટ આપ્યું છે.


પીપાવાવધામ જમીન મૂક્તિ આંદોલનના ૪૪માં દિવસે બાળકો દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં રાજુલા પ્રાંત અધિકારીને રોષભેર રજૂઆત કરવામાં આવી

પીપાવાવ ધામનાં ગામજનો છેલ્‍લા 43 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ પાંચ લોકો છેલ્‍લા 31 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. સરકાર દ્વારા  હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આંદોલનકારીઓ રોષે ભરાયા હતા પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનના ૪૪  માં દિવસે બાળકો દ્વારા અર્ધ નગ્ન અવસ્થામાં રાજુલા પ્રાંત અધિકારીને રોષભેર રજૂઆત કરવામાં આવી.


રાજુલા મુસ્લિમ સમાજનું ગૌરવ નિહાર નારેજાએ ધોરણ 10 ની પરીક્ષામાં 99.36 P.R 91% A -1ગ્રેડ મેળવ્યા

રાજુલા મુસ્લિમ સમાજ નું ગૌરવ…મુસ્લિમ સમાજ ના તારલા એવા નિહાર નારેજા એ માર્ચ ધોરણ 10 ની (એસ. એસ. સી.) ની પરીક્ષા માં 99.36 P R 91% A -1ગ્રેડ સાથે પોતાની નોબલ વર્લ્ડ સ્કૂલ માં પ્રથમ આવી સ્કૂલ અને પોતાનાં માતાપિતા નું નામ રોશન કરેલ છે . રમત ગમત શેત્ર માં પણ નિહાર હર હમેશ પ્રથમ જ હોય છે ત્યારે પોતાની કાબેલિયત નાં આધારે પોતાના શિક્ષક પિતા હારુન નારેજા અને માતા નસીમ બેન નારેજા જે પણ રાજુલા પ્રાથમિક શાળા માં શિક્ષક છે જે બને નું નામ નિહારે રોશન કરતા નિહાર પરRead More


દામનગર દ્વારકેશ યુવક મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ પોથીયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી

દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારભ શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે  થી પોથી યાત્રા નીકળી  તા૭/૬/ ને ગુરુવાર રોજ શહેર  ભર ના રાજ માર્ગો પર ફરી  જામનગર ના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટ ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા પોથી તા૭/૬ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે કપિલ પ્રાગટય તા૮/૬ ના રોજ સવારે ના ૧૦-૩૦ કલાકે નૂરસિંહ જન્મોત્સવ તા૯/૬ રાત્રે ૧૦-૩૦ કલાકે ભગવાન શ્રી વામન જમોત્સવ તા૧૦/૬ ના સાંજે ૫-૩૦કલાકે શ્રી રામ જન્મોત્સવ તા૧૦/૬ ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા૧૦/૬ નીRead More


ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ અને ઉદ્ધવ ઠાકરેની એક કલાક બંધ બારણે બેઠક:મુખ્યમંત્રી ફડણવીસ રહ્યાં બહાર

ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક કલાક સુધી બંધબારણે બેઠક યોજાઈ હતી આ વેળાએ મુખ્યમંત્રી ફડણવીસ બહાર બેઠા હતા અમિતભાઇ  શાહ ઉદ્ધવ ઠાકરેના મુંબઈ સ્થિત ઘર માતોશ્રી પહોંચ્યા હતા.આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ પોતાની પાર્ટીના સંપર્ક ફોર  સમર્થન અભિયાન  અંતગર્ત તેઓ દેશની મોટી હસ્તિઓને મળી રહ્યાં છે.તેમની આ મુલાકાતનો ઈરાદો શિવસેના સાથેના સંબંધ સુધારવાનો છે.    અત્રે  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લા  ઘણા સમયથી નારાજ છે તેવામાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા ઘીના  ઠામમાં ઘી પાડવા માંગેRead More


અમરેલીમાં મેઘરાજાની મહેરથી પાણીના પોઇન્ટ ભરાયા : સિંહો ખુશ

અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ અને મેઘરાજાની મહેરના કારણે વનના રાજા સિંહોની પાણીની સમસ્યા હવે હલ થઈ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસના વરસાદનાં  પગલે પંથકમાં સાર્વત્રિક ઠંડક પ્રસરવારની સાથે સ્થાનિક નાગરિકોને આહ્લલાદક અનુભૂતિની સાથે સાથે જંગલ વિસ્તારના કુદરતી પાણીનાં પોઈન્ટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેનાં પગલે આ કુદરતી પાણીનાં પોઈન્ટ પર સિંહોની અવર જવરમાં પણ વધારો થયો હતો. ધારી બાજુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં  વાયરલ થયો હતો, જેમાં કુદરતી પાણીના પોઇન્ટ પર પાણી પીતા સિંહો નજરે પડે છે. ગુજરાત રાજયમાં ઉનાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીવાનાં Read More


વડિયામાં એસ.બી.આઇ બેન્ક સામે વેપારીઓમાં રોષ

એસ.બી.આઇમા  કેશિયર બારી બીજી ખોલવા માટે બે વર્ષ થી રજુઆત કરવામાં આવી રહી છે છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે સ્ટાફ મા વધારો નથી થતો કે નથી કેશિયર બારી બીજી ખુલતી જેના લીધે ગ્રાહકોને પડતી હાલાકીનો સામનો કરવો પડે છે. ટિફિન સાથે લાવવાની વાતો જણાઈ રહી છે કામ-ધંધા છોડીને લોકોને કલાકો સુધી ઉભુ રહેવું  પડે છે લાંબી  કતારોમા કોઈ જાતની ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે તંત્રને પડી ના હોઈ તેવું વાતાવરણ અને જવાબો મળે છે અભણ ગ્રાહકોને આઠ  દસ દિવસ સુધી ટલ્લે ચડાવીને તંત્ર ઊંદ્યમાં રહે છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છેકે  વચેટિયાRead More


સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે  આગામી 21 જૂન ના રોજ યોજનારી તાલુકા પંચાયતના અઢી વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ માટે નેસડીના અડધી રાત ના હોંકારા સમાનના પાટીદાર નેતા અશ્વિન ધામેલીયા હોટ ફેવરીટ મનાઈ રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં દિવસ રાત દોડાદોડી કરીને પ્રતાપ દુધાત ને ધારાસભ્ય બનાવવામાં સિંહફાળો આપનાર અશ્વિન ધામેલીયા પર પ્રમુખ પદનો તાજ આવે તેવા સમીકરણો સર્જાય છે ત્યારે અમુક કોંગ્રેસીઓ દ્વારા અશ્વિન ધામેલીયા ને પ્રમુખ પદ ન મળે તેવા પણ કાવાદાવા કરતાRead More