Main Menu

Friday, June 8th, 2018

 

દામનગર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા મળી

દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા ના પ્રમુખ સ્થાને મળી હતી.વાર્ષિક સાધારણ સભા માં પ્રમુખ એ હિસાબો રજુ કરતા જણાવેલ કે વર્ષ ૨૦૧૭-૧૮ માં મંડળી એ ૨૧,૫૦ લાખ નો ચોખ્ખો નફો કરેલ છે.દામનગર અને રાભડા ગામ નું કાર્યક્ષેત્ર ધરાવતી ખેડૂત મંડળી માં ૬૩૪ સભાસદો છે.જેઓ ને ૭૩૦/૭૮ લાખ નું ધિરાણ કરેલ છે જેમાંથી ૯૮/૦૯ ટકા વસુલાત થયેલ છે.મંડળી નું શેર ભંડોળ ૭૫,૪૪ લાખ અનામત ભંડોળ ૩૭,૭૮ લાખ તથા અન્ય ફંડો ૪૮,૬૧ લાખ છે.મંડળી નું અન્ય સંસ્થા ઓ માં ૪૮,૦૫ લાખ નાRead More


ભાવનગરના દેવેન શેઠની પર્યાવરણ પ્રવૃત્તિને બિરદાવતા માંડવીયા

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ભાવનગર ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠને તેમની પર્યાવરણીય પ્રવૃતિને બિરદાવવા ખાસ તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી.  દેવેનભાઇ તેમની પર્યાવરણ માટેની અથાગ મહેનત માટે અભિનંદન આપેલ. સરકાર દ્વારા તેમના કામની કદર કરવા બદલ દેવેનભાઇ શેઠએ પણ આભાર વ્યકત કર્યો હતો.  આ મુલાકાત વેળાએ  મનસુખભાઇ માંડવીયા ઉપરાંત સાંસદ ભારતીબેન શીયાળ, મેયર નિમુબેન બાંભણીયા, ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, ભાજપ શહેર મંત્રી મહેશભાઇ  રાવળ, વનરાજસિંહ ગોહિલ તથા રાજુભાઇ માંડવીયા વિગેરે પણ સાથે રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા જ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ગ્રીનસીટી સંસ્થાને મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તેRead More


બાબરામાં દેવીપૂજક શખ્સો વચ્ચે બઘડાટીઃ મનહર અને દિલીપને ઇજા

બાબરામાં કરિયાણા રોડ પર રહેતાં અને ખેત મજૂરી કરતાં મનહર ધનજીભાઇ વણોદીયા (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાન પર પડોશમાં જ રહેતાં દિલીપ તથા અજાણ્યા શખ્સોએ ધોકાથી  હુમલો કરતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો છે. સામા પક્ષે દિલીપ કાનજીભાઇ મકવાણા (ઉ.૩૦) પણ પોતાના પર મનહર, દલસુખ અને અશોકે ધોકા-પાઇપથી માર કનિદૈ લાકિઅ માર્યાની ફરિયાદ  સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. બંને વચ્ચે જુનુ મનદુઃખ ચાલતું હોઇ  તેના કારણે મારામારી થયાનું બહાર આવ્યું  છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ બાબરા પોલીસને જાણ કરી હતી.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]95Ew5euotRc[/wpdevart_youtube]


જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી વર્ષો થી જર્જરી હાલતમા અને ભાડાના મકાનમાં બેસે છે. આજ રોજ તારીખ ૮,૬,૨૦૧૮ ને શુક્રવાર ના રોજ નવુ તાલુકા પંચાયત ના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત કરતા ટીકુભાઈ વરૂ, કરણભાઈ બારૈયા, પુનાભાઈ ભીલ ના વરદ હસ્તે જાફરાબાદ ખાતે ખાતમુહુર્ત પ્રસંગ યોજાયો અને આ બિલ્ડીંગ ૨ (કરોડ) ૩૮ (લાખ) ના ખર્ચે બનવાનું છે આ પ્રસંગે છગનભાઈ વાઘેલા, પાસાભાઈ બાંભણીયા, ભીમભાઈ કવાડ, ઘનશ્યામભાઈ સેખડા, ઉકાભાઈ સોલંકી, મગનભાઈ જોગદિયા, રાઘવભાઈ ખુટ, બાબુભાઈ બાંભણીયા, મસરીભાઈ બાંભણીયા, મનુભાઈ લુણસાપુર વાળા તેમજ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ઓ, સરપંચશ્રીઓ તેમજ જાફરાબાદ તાલુકા ના આગેવાનો કાર્યકરોRead More


ભાવનગર-રાજુલા-વેરાવળ પર સતત ત્રીજા દિવસે અકસ્‍માત : 3 ટ્રકો અથડાયા

રાજુલા- ભાવનગર- વેરાવળ રોડ પર આવેલ ઠાકરધણી હોટલ પાસે ત્રણ ટ્રકો સામ-સામે ધડાકાભેર અથડાયા. જેમાં કુદરતનો કરીશ્‍મો કહો કે ડ્રાઈવરોનું નસીબ, આ અકસ્‍માતમાં ર જણા ગંભીર રીતે ઘાયલ થયેલા છે. જો કે આ અકસ્‍માત જોતા એવું લાગે કે કેટલાય લોકો મૃત્‍યુ પામ્‍યા હશે. આ વિચિત્ર અકસ્‍માતમાં છતડીયા અને વડ ગામના યુવાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને ટ્રકની અંદર ફસાયેલા ડ્રાઈવરને 108 પહોંચે તે પહેલા બહાર કાઢીને હોસ્‍પિટલે પહોંચાડતા આ ડ્રાઈવરનો બચાવ કરીને માનવતાને મહેંકાવેલ છે. આ યુવાનો દ્વારા અકસ્‍માત જોતા જ પળનો પણ વિલંબ કર્યા વગર ટીંગાટોળી કરીને હાથ લાગ્‍યા વાહનમાંRead More


પાલીતાણામાં દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ખેડૂત શિબિર યોજાઈ

પાલીતાણા ખાતે તાજેતરમાં ઈન્‍ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો. ઓપરેટીવ લિમિટેડ દ્વારા સારસ્‍વત જીવન લોકાર્પણ અને ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખમાંડવીયા અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ખાસ ઉપસ્‍થિત રહયા હતા.


ચમારડીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ઠુંમર

બાબરાનાં ચમારડી ગામે કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમરે આજે ખેડૂતોને કરેલ સંબોધનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર શાબ્‍દિક પ્રહારો કરીને ભાજપનાં અગ્રણી ગોપાલ શેઠનાં ગઢમાં ભજપને લલકાર ફેંકયો હતો.કોંગી ધારાસભ્‍યએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિરૂઘ્‍ધ અભદ્ર ટીપ્‍પણી કરતાં ચમારડીનાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ વિરજી ઠુંમર પર વળતો પ્રહાર કર્યો હતો. તેના જવાબમાં કોંગી ધારાસભ્‍ય ઠુંમરે ભામાશા ગોપાલ શેઠ પર પ્રહારો કર્યા હતા.દરમિયાનમાં આજે કોંગી ધારાસભ્‍યએ ચમારડીની ધરતી પરથી ભાજપ સરકારને લલકારીને ઉપસ્‍થિત ખેડૂતોને જણાવ્‍યું હતું કે, કૃષિમંત્રી આર.સી. ફળદુ વારંવાર ચમારડીમાં આવતાં તેઓ સમક્ષ પાકવીમો, પોષણક્ષમ ભાવો સહિતની સમસ્‍યાRead More


ધારીનાં માલસીકા ગામે દૂધ કલેકશન કેન્‍દ્રમાં ફુડ વિભાગે દરોડો પાડતા ફફડાટ

ધારી તાલુકાના માલસીકા ગામે આવેલ બી.એમ.સી. સેન્‍ટરમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે અમરેલી તથા ભાવનગર ફુડ વિભાગે મામલતદાર તથા પોલીસ સ્‍ટાફ સાથે જઈ તપાસ હાથ ધરી હતી. અને આ તપાસ દરમિયાન દૂધના પ જેટલા સેમ્‍પલો લઈ પૃથ્‍થકરણ માટે મોકલવામાં આવ્‍યા હતા.બી.એમ.સી. સેન્‍ટરમાં અમર ડેરી માટે દૂધ એકત્ર થતું હોય, અને ત્‍યાંથી દૂધ ડેરીમાં મોકલવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે.


અમરેલીના નવ નિયુક્ત એસ.પીના આગમન સાથે અમરેલીમાં હત્યાનો પ્રયાસ થયો…નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો

અમરેલીના નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર 3થી 4 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. અમરેલીના ટાવરચોકમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છરીના આડેધડ હુમલાથી ઈરફાન ટાલકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત ઈરફાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ભયથી ટાવરચોકની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.અમરેલીના નવ નિયુક્ત એસપીના આગમન સાથે અમરેલીમાં હત્યાનો પ્રયાસ થયો હતો. હુમલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.Read More