Main Menu

Friday, June 8th, 2018

 

કુમુદવાડીમાંથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો

શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાંથી બાઈકની ચોરી કરનાર મુળ લાખાવાડના શખ્સને બાઈક સાથે ઝડપી એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસઓજી શાખાના ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામેથી ફુલસર જવાના રસ્તેથી આરોપી વિપુલગીરી રમેશગીરી ગોસ્વામી ઉ.વ.ર૭ રહે.હાલ આખલોલ જકાતનાકા પાસે રાજમંદિરવાળા ખાંચામાં મુળ ગામ, લાખાવાડ તા.ઉમરાળા જિલ્લો ભાવનગરવાળાને હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર વિનાના ઝડપી પાડેલ. મોબાઈલ સોફ્ટવેરમાં એન્જીન ચેસીસ નંબર આધારે મો.સા.ની ખરાઈ કરતા મો.સા.ને નંબર જીજે ૪ બીએમ ૭૧૮૬ના હોવાનું માલુમ પડેલ અને મો.સા.Read More


ભાવનગર શહેરના દેસાઈનગર ખાતે ગેસ લાઈનમાં ભંગાણ થતાં દોડધામ

શહેરના રાજકોટ રોડ પર આવેલ દેસાઈનગર પાસે અકસ્માતે ગેસલાઈન તુટતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં જીજીપીએલ દ્વારા લીકેજ બંધ કર્યુ હતું. ભાવનગર શહેરના રાજકોટ રોડ પર આવેલ દેસાઈનગર પેટ્રોલપંપ નજીક આવેલ ગટરની કેનાલની તંત્ર દ્વારા પ્રિમોન્સુન તથા સુજલામ સુફલામ યોજના હેઠળ સફાઈ હાથ ધરવામાં આવી હતી.જેમાં જેસીબી દ્વારા કેનાલમાંથી ગંદકી દુર કરવામાં આવી રહી હતી તે વેળા અકસ્માતે એલપીજી ગેસનું વહન કરતી લાઈન તુટતા ગેસનો રીસાવ શરૂ થયો હતો. આ ઘટનાને પગલે જેસીબીનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરબ્રિગેડએ ગુજરાતRead More


જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતાં બે ઇસમને રોકડ મળી કુલ રૂ.૧૪,૮૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં માણસો ગારીયાધાર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન આશ્રમ રોડ દરવાજે,લાતીબજાર તરફ જતાં રોડનાં નાંકે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકિકત મળેલ કે, ગોપાલભાઇ ઘનશ્યામભાઇ ગોંડલીયા રહે.કૈલાશનગર, ગારીયાધારવાળા ગારીયાધાર, લાતીબજાર, વડલાનાં ઓટા પાસે ઉભા રહી જાહેરમાં વરલી મટકા નાં આંકડા લખી જુગાર રમી રમાડે છે.Read More