Main Menu

Sunday, June 10th, 2018

 

લાઠી શહેર માં કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધ સુત્રોચાર અને રસ્તા રોકો આંદોલન

લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન લાઠી શહેર ના ભવાની સર્કલ ખાતે તાલુકા પંચાયત લાઠી ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સહિત લાઠી શહેર કોંગ્રેસ ના હોદેદારો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા અનેકો કાર્યકર ની અટકાયત કરતી લાઠી પોલીસ ગુજરાત સરકાર વિરુદ્ધ સુત્રોચાર એ ખેડૂત વિરોધી સરકાર નહિ ચલેગી ના નારા લગાવતા કોંગ્રેસ નેતા ઓ કાર્યકર્તા ઓ ની લાઠી પોલીસ દ્વારા અટક ખેડૂત વિરોધી સરકાર નહિ ચલેગી ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસ કાર્યકર્તા ઓ ની સ્થાનિક લાઠી પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાય


ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી, વડિયા, ખાંભા માં ચક્કાજામ કર્યા

રાજ્યભરમાં મોંઘવારી અને ખેડૂતોને પોષણશમ ભાવો મામલે કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન સાથે જેલભરો આંદોલન નો આધ્યાય આરંભ અમરેલીના વડિયા થી વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ શરૂ કર્યો હતો ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી, વડિયા, ખાંભા માં ચક્કાજામ કોંગ્રેસે કર્યા હતા અમરેલીના વડિયા માં આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વડિયાના જાહેર માર્ગો પર ચક્કાજામ કરીને રસ્તો બ્લોક કર્યો હતો રોડ રસ્તા પર પલોઠી વાળીને સરકાર સામો સુત્રોચાર કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતા એ કરી હતી પોલીસનાRead More


લાઠી કલાપી તીર્થ મંદિર અને આરાધના ટ્રસ્ટ દ્વારા રાજવી કવિ કલાપી ને ૧૧૮ પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ અને ડૉ સાગર લેખિત પુસ્તક વિમોચન

લાઠી શહેર ના આરાધના ટ્રસ્ટ અને કલાપી તીર્થ મંદિર દ્વારા રાજવી કવિ કલાપી ની ૧૧૮ મી પુણ્યતિથિ  નિમિતે ડો સુનિલ સાગર લેખિત પુસ્તક નો વિવેચક શ્રી નરેશ સાગર ના વરદ હસ્તે વિમોચન                         કલાપી તીર્થ મંદિર કલાપી સંગ્રહાલય ખાતે અનેકો મહાનુભવો ના રસાસ્વાદ થી કવિ કલાપી ના જીવન કવન તાદ્રશ્ય કરતા વક્તવ્ય થી રાજવી કવિ કલાપી ને પુષ્પાંજલિ અર્પિત કરાય કલાપી તીર્થ મંદિર લાઠી અને આરાધના ટ્રસ્ટ દ્વારા કવિ ને પુષ્પાંજલિ આપતા કાર્યક્રમ માં શબ્દના સાધકો વિવેચકો ડોકટર શ્રી એડવોકેટRead More


નાગેશ્રી ગામમાંથી 12 જુગરીઓ ને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન અન્વયે આજ રોજ અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.ને બાતમીરાહે હકિકત મળેલ કે નાગેશ્રી ગામે જશુભાઇ બાપુભાઇ વરૂના રહેણાંક મકાને તીનપતીનો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમાય છે.તે બાતમી આધારે નાગેશ્રી ગામે રેઇડ કરતાં નીચેની વિગતે આરોપીઓ પકડાયેલ છે. જુગાર રમતાં પકડાયેલ આરોપીઓઃ- ૧) જશુભાઇ બાપુભાઇ વરૂ ઉ.વ. ૪૨ (૨) પુંજાભાઇ નાનજીભાઇ બાંભણીયા ઉ.વ. ૪૦ (૩) ભાણકુભાઇ પીઠાભાઇ વરૂ ઉ.વ.Read More


ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યુ

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતોના પ્રશ્ને ગુજરાત વિધાન સભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસના આગેવાનો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે સવારે 11 વાગ્યાના સમયે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિની આગેવાની નીચે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ટિકુભાઇ વરૂ, લલીત ઠુમ્મર સહિતના લોકોએ અત્રેના ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યુ હતું. ત્યારે અમરેલી શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વી.આર.ચૌધરી, પી.એસ.આઈ. બગડા, સહિતના સ્ટાફે કોંગી આગેવાનોને જાહેરમાં રસ્તા રોકો આંદોલન કરવા સબબ અટકાયત કરી અને પોલીસ વાનમાં બેસાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ ગયા બાદRead More


જંગલમાં કશુ કચરા રૂપ નથી જ, ઉપયોગી છે : કાર્તિકેય સારાભાઈ

પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે યોજાયેલ સદભાવના પર્વમાં બીજા દિવસે પર્યાવરણ વિદ્દ કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે, જંગલમાં કશુ કચરારૂપ નથી જ, એક બીજાને ઉપયોગી જ છે. અહિં કાશ્મીર ગયેલા શિક્ષકો કાર્યકરોનું અભિવાદન કરાયું હતું. સદભાવના પર્વમાં-૯માં બીજા દિવસે વિવિધ વકતાઓએ લાગણીશીલ અર્થસભર વ્યાખ્યાનો આપ્યા. મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત પર્યાવરણ વિધ કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે માત્ર પ જુન પર્યાવરણ દિવસ ઉજવણીએ કામ પુરતુ નથી. પોતાની સંસ્થા પર્યાવરણ શિક્ષણ સંસ્થા દ્વારા વર્ષભરના કાર્યક્રમોનો ઉલ્લેખ કરી ગંદકી – કચરો આપણે જ કરીએ છીએ, જંગલમાંRead More


નારી ગામના તળાવ પાસે તિનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાબાજ ઝડપાયા

શહેર નજીકના નારી ગામનાં તળાવ પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતાં ચાર પત્તાબાઝોને એસ.ઓ.જી.ટીમે રેડ કરી ઝડપી લીધા હતા. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે નારીગામ તળાવ પાસે બાવળની કાટમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા લાલદાસ હસમુખભાઈ લશ્કરી ઉ.વ.૨૭, સંજયભાઈ ભનુભાી જોષી, ઉ.વ.૩૩, મેઘજીભાઈ ખોડાભાઈ પરમાર ઉ.વ.૪૫, વિપુલભાઈ નાનજીભાઈ કોગતીયા ઉ.વ.૩૦ રહે તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપીયા ૨૬ હજાર તથા મોબાઈલ  ફોન ૩ ગંજીપાના મળી કુલ રૂા.૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપીRead More


ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક ઈસમને ઝડપી લેતી એલસીબી

શહેરના નિલમબાગ પોલીસ મથક તળે આવતા વિસ્તારમાંથી ૧૫ દિવસ પહેલાં વસીમ ઉર્ફે બંધાએ ચોરી કરેલ મુદ્દામાલ સાથે એલ.સી.બી.ટીમે અગાઉ સગીર સહિત બેને ઝડપી લીધા હતા જે ગુનામાં આજરોજ વધુ એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વડવા,વાસણઘાટ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે,વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇએ ચોરી કરેલ જેનો અમુક મુદ્દામાલ ઇનાયત મહંમદભાઇ બાવનકા પાસે છે.હાલ તે આ ચોરીનાં મુદ્દામાલ સાથે પોતાનાં કાળા કલરનાં એકટીવા સ્કુટર સાથે તમાકુ કલરનો શર્ટ તથા કોફી કલરનાં પેન્ટ પહેરેલ છે.તે રહીમ ઓટો ગેરેજ પાસે ઉભેલRead More


સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય : બાલકૃષ્ણ દોશી

વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદ્દભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે સદ્દભાવના પર્વ-૯ પ્રારંભે વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ મોરારિબાપુના સાનિધ્યમાં બીજરૂપ વક્તવ્ય આપતા કહ્યું કે, સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય. અહીં ચલચિત્ર સમિક્ષક અમૃત ગંગરે કલાજગત સંદર્ભે ચિત્રપત્ર બાબત વિગતે વાત કરી. મારા સ્વપ્નનું ભારત વિષયને કેન્દ્ર સ્થાને રાખી કૈલાસ ગુરૂકુળ-મહુવા ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદ્દભાવના ફોરમ અંતર્ગત સદ્દભાવના પર્વ-૯ પ્રારંભે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું. અહીં પ્રારંભે બીજરૂપ વક્તવ્ય આપતા વિશ્વવિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ તેમના જયપુર અને ચંદીગઢના નિર્માણ સંબંધી અનુભવ વાતો જણાવી અને કહ્યું કેRead More


સાળંગપુર હનુમાન મંદિરમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજન

સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ભવ્ય આમ્રોત્સવનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે સુગંધથી મધમધતી કેરીઓનો અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તિની ચારેબાજુ આંબાના પાન વચ્ચે લટકતી કેરીઓના અનોખા દ્રશ્યો દર્શાવતો શણગાર કરવામાં આવ્યો હતો.  તો દાદાની આગળ છેક સુધી ઢગલાબંધ કંરડિયામાં જાતજાતની અને ભાતભાતની મીઠી અને મધુર કેરીઓનો પ્રસાદરૂપે ભોગ ધરાવી દાદાનો આમ્રોત્સવ મનાવવામાં આવ્યો હતો. આજે શનિવાર અને એકાદશી હોઇ લાખોની સંખ્યામાં દાદાના શ્રધ્ધાળુ ભકતોએ કષ્ટભંજન દેવના અને આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે સમગ્ર દિવસRead More