Main Menu

Wednesday, June 13th, 2018

 

કુંકાવાવ પાસે વાવડી રોડ પર અકસ્માતમાં મોત

વાવડી રોડ પર ગઇ સાંજના સમયે સ્વિફટ કાર ઝાડ સાથે અથડાતા રાજેશભાઇ વિઠ્ઠલભાઇ સોરઠીયા નામના યુવાનનું મોત નિપજેલ કુંકાવાવમાં ત્રિશુલ રીક્ષાની ઓટો એજન્સી ધરાવતા રાજેશભાઇ ગઇ સાંજના સમય પોતાની કાર લઇ પોતાના ઘેર જતા હતા ત્યારે અચાનક વાવડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. તપાસ કુંકાવાવ- વડીયા પોલીસ ચલાવી રહેલ છે


લગ્ન પ્રસંગે લોકો ને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી.નિગમની બસ સરળતા એ ઉપલબ્ધ કરાવાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રાજ્ય સરકારની માર્ગ પરિવહન સેવાઓમાં નફો કે નૂકશાન નહિ, પ્રજાજનોની સુવિધાઓ સગવડતાનો કેન્દ્રવર્તી ધ્યેય રાખ્યો છે તેમ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના સામાન્યમાં સામાન્ય મુસાફરને પણ સલામતીનો વિશ્વાસ અહેસાસ એસ.ટી. નિગમની બસોમાં થાય છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રજાવર્ગોના આ વિશ્વાસ ભરોસાને વ્યાપક સ્તરે બળવત્તર બનાવતાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે ઉમેર્યુ કે, નાગરિકો-પ્રજાજનોને લગ્ન સરામાં ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પરૂપે સલામત-સરળ અને સસ્તી બસ સેવા રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત-કિફાયતી બસ સેવાઓ એસ.ટી.નિગમ પૂરી પાડશે ર૦ કિ.મી.Read More


અમરેલીના ગાંધીબાગમાં ટોય નેરો ગેજ ટ્રેન શરૂ

અમરેલી નગરપાલિકા ઘ્‍વારા અત્રેનાં ગાંધીબાગમાં શહેરીજનો અને બાળકો માટે એક અનોખું નજરાણું “અમરેલી એકસપ્રેસ” ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભભઅમરેલી એકસપ્રેસભભ ટ્રેનમાં બાળકોને બેસવા માટે ત્રણ ડબ્‍બાઓ રાખવામાં આવયા છે. આમ પાલિકાએ અમરેલી શહેરને “અમરેલી એકસપ્રેસ” નામનું નવલું નજરાણું અર્પણ કરેલ છે. આમ શહેરમાં સતત વિકાસ કામ કરતી પાલિકાએ બાળકોને ટ્રેનમાં બેસવા માટેનો અનોખો અહેસાસ કરવા માટે જહેમત ઉઠાવી હતી.