Main Menu

Thursday, June 14th, 2018

 

અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર એ આપ્યું રાજીનામુ…અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌથી સફળ પ્રમુખના રાજીનામા થી સ્થાનિક રાજકારણ ગરમાયુ..યુવા કાર્યકરો ને મોકો આપવા આપ્યું રાજીનામુ : પંકજ કાનાબાર..કોંગ્રેસની જુથબંધી અને જ્ઞાતિવાદ થી ત્રસ્ત થઈ રાજીનામુ આપ્યાની ચર્ચા..આજે યોજાયેલી 3 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં કોંગ્રેસની થઈ છે નામોશી..

આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના અમરેલી જીલ્લામાં કોંગ્રેસનું નાલેશી ભર્યું પ્રદર્શન નગરપાલિકામાં જોવા મળ્યું અને અમરેલી પાલિકામાં કોંગ્રેસે બગાવત કરી પ્રમુખ પદ મેળવ્યું તો સાવરકુંડલા, અને બગસરા સહિતની ત્રણેય નગરપાલિકાઓ પર ભાજપ નો જલ્હાલતો વિજય થતા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ કાનાબારે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાઈ ગયું  આજે અમરેલી જીલ્લાની ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસના કબ્જા માં હોવા છતાં ભાજપનો ભગવો લહેરાતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું હતું ત્રણ ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે અમરેલી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલા  પ્રતાપ દુધાત અને બગસરા ના ધારાસભ્ય જે.વી.કાકડિયા નીRead More


પીપાવાવ-મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી રેતી ચોરી પકડી પાડતી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક ભૂ-માફીયાઓ આવી કુદરતી સંપિત પર ગે.કા. કબ્જો જમાવી બેસેલ હોય અને અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ વ્યાપક હોય અને આવા ખનીજ ચોરી કરતાં ઇસમો રોયલ્ટીની ચોરી કરી સરકારી આવકને નુકશાન પહોંચાડી તેમજ તેમજ પર્યાવરણને પણ નુકશાન કરી સમગ્ર જીવસૃષ્ટિને ખતરામાં મુકેલ હોય, આવી કુદરતી સંપતિની ચોરીઓ અમરેલી જીલ્લામાં સદંતરRead More


વડીયાના અમરાપુર ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૫૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીનાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી.ટીમ વડીયા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ અમરાપુર ગામે રામજી મંદિર ચોક પાસે કેટલાક ઇસમો જાહેરમાં રૂપીયા તથા ગંજીપતાના પાનાં વડે હાર- જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં અમરાપુર ગામે રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતાં (૧) હરેશભાઇ કપુરચંદ દોશી, ઉં.વ.૭૦, રહે.અમરેલી, સિધ્‍ધી વિનાયક સોસાયટી (ર) ગભરૂભાઇ ગોરખભાઇ વાળા, ઉં.વ.૫૦, રહે.અમરાપુર, સ્વામિનારાયણ મંદિર પાસે (૩) પ્રતાપભાઇ મેરામભાઇ વાળા, ઉં.વ.૪૫, રહે.અમરાપુર, તા.વડીયા (૪) યુવરાજ ઉર્ફે ઇલોRead More


બાબરા શહેરમાંથી અલગ- અલગ બે જગ્યાએથી કુલ રૂ.૪,૦૬,૦૦૦/- નું અન-અધિકૃત બાયો-ડીઝલ પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ કાલ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા માં જી.આઇ.ડી.સી.-૧ વિસ્‍તારમાં શિવધારા કપાસીયા ખોળ ઇન્‍ડસ્‍ટ્રીઝ સામે આવેલ ગોડાઉનમાં રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ, રહે.દેરડી કુંભાજી, તા.ગોંડલ વાળો ગે.કા. અનઅધિકૃત રીતે બાયો- ડીઝલનો સ્‍ટોક કરી કોઇ પણ જાતના લાઇસન્‍સ કે પાસ-પરમીટ વગર બાયો-ડીઝલનું વેચાણ કરે છે અને વાહનોમાં બાયો-ડીઝલ પુરી આપે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં રાજેશકુમાર વેલજીભાઇ ગોહિલ, ઉં.વ.૪૫, રહે.દેરડી કુંભાજી, તા.ગોંડલ વાળાના ગોડાઉન પરથી બીલ કેRead More


દામનગર સીતારામનગર શિવશક્તિ નવરાત્રી મિત્ર મંડળ આયોજિત આઈ શ્રી ખોડિયાર માતાજી પ્રતિષ્ઠા મહોત્સવ દિન ની ભવ્ય ઉજવણી થશે

દામનગર શહેર ના સીતારામનગર ખાતે શિવશક્તિ નવરાત્રી મિત્ર મંડળ આયોજિત આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર પ્રતિષ્ઠા દિન ની ઉજવણી જેઠ સુદ બીજ ને શુક્રવાર ના રોજ સત્સંગ ૪-૦૦ થી ૫-૩૦ મહાપ્રસાદ સાંજે ૭-૦૦ કલાકે સત્યનારાયણ કથા રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે તા૧૫/૬ ના રોજ શિવશક્તિ નવરાત્રી મિત્ર મંડળ આયોજિત આઈ શ્રી ખોડિયાર માતાજી નો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ દિન ઉજવશે


મારૂતિ કાર ફ્રન્ટીમાં પરપ્રાંત દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી. માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ. મીશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના માણસો વહેલી સવારમાં પો.કો. ઇમ્તીયાઝ પઠાણ ને બાતમીરાહે હકિકત મળેલ કે, તખ્તેશ્રવર રોડ નિર્મળ હોસ્પીટલ સામેનો ખાંચો મઢુલી રોડ ,તરીકે ઓળખાય તે ખાચામાં કરીમભાઇ રહીમભાઇ શાહ રહે. નવાપરા ભાવનગર વાળો પાતાના કબ્જાની મારૂતિ ફ્રન્ટી કાર રજી. નંબર- G J 1 HA 2798માં પરપ્રાંત દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરવાના છે. જે હકિકત વાળી જગ્યા એથી મારૂતિ કાર GRead More


લાઠી શહેર માં કલાપી તીર્થ મંદિરે રાજ્યસભા સાંસદ કલાપી સંગ્રહાલય દ્વારા સાંસદ નું ઉષ્માભર્યું સ્વાગત

લાઠી જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યસભા સાંસદ હોમગ્રાઉન્ડ પર કલાપી તિર્થ માં રૂપાલ નું સ્વાગત. કલાપી તીર્થ ના ટ્રસ્ટી  અંતરાય ભાયાણી  અને આરાધના ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ પુસ્તક અને પુષ્પહાર થી સન્માન  રૂપાલ  એ કલાપી ની પ્રતિમાને સુતરની આંટી થી પુષ્પાજલિ અર્પી મયુરભાઈ હિરપર.. પ્રણવ જોશી…એમ.પી. રામાણી.. ભારત પાડા. મહેશ કોટડીયા.. હરેશ પઢીયાર.. આર. સી.દવે .. ધર્મેષ સોની સહિત અનેકો સ્થાનિક અગ્રણી ઓ સાથે કલાપી સંગ્રહાલય ની મુલાકાતે આવ્યા વડાપ્રધાન મોદી ની સરકાર દ્વારા ચાર વર્ષ ની સિધ્ધિ ઓ વર્ણવતા સાંસદ શ્રી રૂપાલા દ્વારા જન સંપર્ક અનેકો નીRead More


ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણ પ્રત્‍યે જનજાગૃત્તિ લાવવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય છે -જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક પી.એમ. ડોબરીયા

શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્‍ટાંત પૂરૂં પાડ્યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ સરકારી પ્રાથમિક અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક વિભાગમાં સરકારી તેમજ ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓને આવરી લેવામાં લેવામાં આવે છે. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી પી.એમ. ડોબરીયાએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના મોટા માંડવડા ખાતે ૬ કુમાર અને ૩ કન્‍યાઓ સહિત કુલ ૯ને ધો.૧માં અને ૯ કુમાર અને ૧૬ કન્‍યાઓ સહિત કુલ ૨૫ને ધો.૯માં પ્રવેશ કરાવ્યો હતો. શ્રી ડોબરીયાએ કહ્યુંRead More


રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે -પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમાર

અમરેલી તાલુકાના મેડી ગામે પ્રાથમિક શાળામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમારે, ૨ કન્‍યાઓ અને ૪ કુમાર સહિત કુલ ૬ બાળકોને મીઠું મો કરાવી ધો.૧માં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે શ્રી એમ.આર. પરમારે કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે. કન્‍યાઓના અભ્યાસને વધુ મહત્‍વ આપવાનું જણાવી તેમણે કહ્યું કે દીકરી બે કુળ તારે છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય, શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકો ડ્રોપ વિના અભ્‍યાસRead More


૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવશે

તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી યોજાશે મીઝલ્‍સ રૂબેલા રસીકરણ અભિયાન

સમગ્ર રાજયમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવનાર છે. રાષ્‍ટ્રવ્‍યાપી આ અભિયાન હેઠળ સરકારી-ખાનગી શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક-સામૂહિક-શહેરી આરોગ્ય કેન્‍દ્ર તેમજ હોસ્‍પિટલ્સ ખાતે ઝૂંબેશ સ્‍વરૂપે ઓરી અને રૂબેલા રોગ સામે સુરક્ષા પૂરી પાડતી ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે. ઓરી જીવલેણ રોગ છે જે વાઇરસ દ્વારા ફેલાઇ છે અને ઓરીને લીધે વિકલાંગતા આવી શકે અથવા અકાળે મૃત્‍યુ થઇ શકે છે. રૂબેલા ચેપી રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાઇ છે. રૂબેલાના લક્ષણ ઓરી જેવા હોય છે. છોકરો-છોકરી બંનેને ચેપગ્રસ્‍ત બનાવી શકે છે. સ્‍ત્રી ગર્ભાવસ્‍થાના આરંભિક તબક્કામાં તેનાથીRead More