Main Menu

Monday, June 18th, 2018

 

ગોડંલ તથા કેશોદ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હાનાં કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે  શ્રી નિર્લિપ્ત રાયસાહેબ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાઓએ ગુન્હાની તપાસનાં કામે પકડવાનાં બાકી અને નાસતાં-ફરતાં આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી.ટીમ એ પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી જયરાજભાઇ બિચ્છુભાઇ વાળા,રહે.રાજુલાનાઓને વાળાને આજ રોજ પકડી પાડવામાં આવેલ છે. આરોપીRead More


બાબરા ટાઉનમાંથી વરલી મટકાંનો જુગાર પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાં જુગારની પ્રવૃતિ પર અંકુશમાં લાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીનાઓની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફ અમરેલી ટાઉન પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા એસ.ટી. બસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડમાં એક ઇસમ ગ્રાહકો ભેગા કરી તેમની પાસેથી રૂપીયાની લેતી-દેતી કરી આંક-ફરકના વરલી મટકાંના આંકડાઓ લખી વરલી મટકાંનો જુગાર રમી-રમાડે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં બાબરા એસ.ટી.બસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડમાં જાહેરમાં વરલી મટકાંના આંકડાઓ લખી જુગાર રમાડનાર (આંકડાRead More


પોલીસ સ્ટેશનમાં ખોટી ભલામણ કરનાર તથા ખોટું કરનાર વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થતાં આરોપીઓને તુરંત પકડી પાડતી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં વિજીટેશન /ભારે ગુન્હાનાં આરોપીઓને તુરંત પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ તથા સ્થાનીક પોલીસ દ્રારા  ધારી પો.સ્ટે.નાં ભારે ગુન્હાનાં આરોપીઓની ગણતરીની કલાકોમાં ઘરપકડ કરી તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે. જેની વિગત જોતાં આ કામનો ગુન્હો તા.૧૧/૦૫/૨૦૧૮ ના ક.૧૧/૦૦ થી તા.૩૦/૦૫/૨૦૧૮ ક.૧૭/૦૦ સુધી મામલતદાર કચેરી,ધારી ખાતે બનેલ જેમાં  ટ્રેકટર નંબર GJ 14 M 3384નાં ચાલક લખમણભાઇ કમાભાઇ મેર રહે. ધારી તથા વાહન માલિક રામભાઇ કમાભાઇ મેર રહે.ધારીવાળાએ સરકારની માલિકી ની ખનિજRead More


અમરેલી જિલ્લાની કેટલી તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ થયા બિનહરીફ….? ક્યાં થશે બળવા ઓના પારખા…? જુઓ સીટી વોચ પર

અમરેલી-અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી….. કોંગ્રેસે 11 માંથી 6 તાલુકા પંચાયત કરાવી બિનહરીફ…. ખાંભા, બગસરા, લાઠી, બાબરા, લીલીયા અને કુંકાવાવ કોંગ્રેસના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા….. અમરેલી કોંગ્રેસમાં બળવો થયો…… અમરેલી તાલુકા પંચાયત માં કોંગ્રેસ સામું કોંગ્રેસે ભર્યું પ્રમુખમાં ફોર્મ…… અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારી માં આવતીકાલે થશે ચૂંટણી…… બિનહરીફ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખો…. ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અશ્વિન પરમાર (ઉપપ્રમુખ) બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ) લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) વજુ નવાપરિયા (ઉપપ્રમુખ) બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) કિશોર દેથલીયા (ઉપપ્રમુખ) લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ)Read More


અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે નોંધાઈ ઉમેદવારી..કોંગ્રેસના કથિત બળવાખોર સદસ્યો દ્વારા દાવેદારી કરવામાં આવતા કોંગ્રેસમા ભંગાણના એંધાણ..પ્રમુખપદ માટે અરવિંદ કાછડીયા અને ઉપપ્રમુખ પદ માટે કંચનબેન દેસાઇ એ કરી ઉમેદવારી

કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં નગરપાલિકા ની ચુંટણીમાં પોતાના જ બળવાખોરોના હાથે મહાત થયા બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી આવીને ઉભી છે.. અમરેલી જીલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખના પદ માટે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.. જેમાં અમરેલી જીલ્લા કોંગ્રેસ અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠાભરી અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો જુથવાદ સામે આવ્યો છે અને બળવાખોર જૂથ દ્વારા પાર્ટીના આદેશ વિરુદ્ધ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડા પડી રહેલા પોતાના જ પક્ષના બળવાખોરો સામે પાલિકામાં હારRead More


અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના બે જુથ આવ્યા સામસામે…બળવાખોર સદસ્યો દ્વારા દાવેદારી નોંધાવ્યા બાદ અન્ય જુથ દ્વારા પણ દાવેદારી.. કોંગ્રેસના મેન્ડેટ સાથે નરેશ અકબરી અને રમેશ કોટડીયા એ કરી દાવેદારી.. આવતીકાલે થશે બળાબળના પારખા.. 

કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્લામાં નગરપાલિકા ની ચુંટણીમાં પોતાના જ બળવાખોરોના હાથે મહાત થયા બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી આવીને ઉભી છે.. અમરેલી જીલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખના પદ માટે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.. જેમાં અમરેલી જીલ્લા કોંગ્રેસ અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠાભરી અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો જુથવાદ સામે આવ્યો છે અને બળવાખોર જૂથ દ્વારા પાર્ટીના આદેશ વિરુદ્ધ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડા પડી રહેલા પોતાના જ પક્ષના બળવાખોરો સામે પાલિકામાં હારRead More


સાવરકુંડલા નું વંડા ગામ સજ્જડ બંધ…..સ્વામીનારાયણ સંપ્રદાય સંચાલિત વંડા ની કોલેજ બંધ કરવાના નિર્ણય સામે 20 ગામો દ્વારા ધરણા….ગામ સજ્જડ બંધ રાખી રેલી સ્વરૂપે કોલેજ બહાર ગ્રામજનોના ધરણા

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ… આજે આખું વંડા ગામ સજ્જડ બંધ રહ્યું છે એકપણ દુકાનો વંડા ની ખુલી નથી…. હજુ એક વર્ષ પહેલા ૫ મેં ૨૦૧૭ ના રોજ વંડા ના દાનવીર ગફુલ બિલખીયા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વરદ હસ્તે લાખો રૂપિયાના ખર્ચે બનેલી જી.એમ.બિલખીયા કોલેજ સ્વામી નારાયણ સમ્પ્રદાય ને સંચાલન કરવા માટે સોપેલી પણ વંડા સહિતના ૨૦ થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બનેલી કોલેજ ને તાળું મારવાની થઇ રહેલી ગતિવિધિ સામે આજે વંડા ગામે સજ્જડ બંધ પાળીને રેલી સ્વરૂપે હાથમાં પ્લેકાર્ડ, બેનરો લઈને એક કિલોમીટર નીRead More


અમરેલી-ખનીજ માફિયાઓ સામે 10 ગામો દ્વારા ટ્રેક્ટરમાં કાઢી રેલી..કરજાળા ગામથી અમરેલી સુધી 20 કિલોમીટરની ખેડૂતોની રેલી…અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણા..સરપંચો કલેકટરને આવેદન પાત્ર પાઠવીને ખનીજ માફિયાઓ વિરુધ રજૂઆત

અમરેલી જીલ્લામાં નદીઓમાં રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ વધુ સક્રિય હોય ત્યારે ગામડાઓમાં ખનીજ માફિયાઓ સામે સાવરકુંડલા ના કરજાળા થી અમરેલી સુધી ૨૦ કિલોમીટર ની ટ્રેકટર ફોર વ્હીલો માં ખેડૂતોએ રેલી કાઢીને કલેકટર કચેરી બહાર ધરણા કરીને કલેકટર ને ખનીજ માફિયાઓ વિરુધ ધગધગતી રજૂઆત ખેડૂતોએ કરી હતી આ ટ્રેકટરોમાં નીકળેલા ખેડૂતો છે કરજાળા, નેસડી, સીમરણ, ડીટલા, જીરા, કમી કેરાળા સહિતના આજુબાજુના ૧૦ ગામોના..સાવરકુંડલા ના ગ્રામ્ય પંથક માંથી નીકળતી શેત્રુજી નદી માંથી બેફામ ખનીજ ચોરી થાય રહી છે બેફામ બનેલા ખનીજ માફીયાઓએ થોડા દિવસ આગાઉ કરજાળા ના સ્થાનિક આગેવાન પર હિચકારો હુમલોRead More


તા.૨૮મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૮ જુન-૨૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, બાઢડા રોડ, રેલ્‍વે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે. આ ભરતી મેળામાં વેલસ્‍પુન ઇન્ડિયા અંજાર માટે એપ્રેન્‍ટિસ તરીકે ફિટર/ઇલેકટ્રીશ્યનની લાયકાત ધરાવતા, ૧૮ થી ૨૫ વર્ષ, રિલાયેબલ ફર્સ્‍ટ અમદાવાદને ટ્રેઇની તરીકે ધો.૧૦ પાસની લાયકાત ધરાવતા, ૧૮ થી ૩૦ વર્ષ, ઓરેંજ ઓટોમેટીવ પ્રા.લી.-અમરેલીને સેલ્‍સ એક્ઝ્યુક્યુટીવ તરીકે બીએ-બીકોમ-બીબીએની લાયકાત ધરાવતા, ૨૨ થી ૩૨ વર્ષની વય ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે. વધુ વિગતો-માહિતીRead More


આઇ.ટી.આઇ. અમરેલીમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવી

વ્‍યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ મેળવીને રોજગારી મેળવવાની તકો સાંપડે છે. અમરેલી જિલ્‍લામાં ધો.૮ થી ૧૦ પાસ ઉમેદવારોને વ્‍યવસાયલક્ષી તાલીમમાં જોડાવાની ઉત્તમ તકો ઉપલબ્‍ધ છે. આઇ.ટી.આઇ. અમરેલીમાં ઓગષ્‍ટ-૨૦૧૮ના પ્રવેશ સત્રમાં પ્રવેશ મેળવવા, ઓનલાઇન પ્રવેશ ફોર્મની કાર્યવાહી તા.૨૨ જુન-૨૦૧૮ સુધી શરૂ રહેશે. આ ફોર્મ ભરી તેની પ્રિન્‍ટઆઉટ-જરૂરી ડોક્યુમેટન્‍સની નકલો સાથે આઇ.ટી.આઇ. અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. તા.૨૩ જુન-૨૦૧૮ને શનિવારના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ બાબતે વધુ માહિતી અને વિગતો માટે (૦૨૭૯૨) ૨૨૩૮૨૨ પર સંપર્ક કરવા આચાર્યશ્રી-ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.