Main Menu

Thursday, June 21st, 2018

 

ચોરીના ૧૪ ગુન્હાનો આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાઓએ ગુન્હાની તપાસનાં કામે પકડવાનાં બાકી અને નાસતાં-ફરતાં આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા એસ.ઓ.જી.ટીમ ધ્વારા અગાઉ અમરેલી શહેરમાં તથા લીલીયા સાવરકુંડલા, મહુવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીઓના ગુન્હામાં છેલ્લા કેટલા સમયથી નાસતો-ફરતો આરોપીને આજ રોજ અમરેલીRead More


દામનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે  વિશ્વ યોગ દીને યોગ કર્યા

દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ગુરુકુળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની શાનદાર ઉજવણી હજારો છાત્રો સાથે શિક્ષકો અને શાળા સંચાલકો એ સામુહિક યોગ કર્યો સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સવાર ના ૬-૩૦ કલાકે ગુરુકુળ સંકુલ માં સુંદર વ્યવસ્થા સાથે યોગગુરુ દ્વારા યોગ નું નિર્દેશન કરાયું દામનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વિશ્વ યોગ દીને વિશિષ્ટ આયોજન કરાયેલ હતું દામનગર સમગ્ર પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સરકારી તંત્ર દ્વારા દામનગર ગુરુકુળ ખાતે યોગ દીને યોગ કર્યો હતો


ભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

આજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના      પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ.મિશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા સાહેબ દારૂએ  જુગારની બદી નેશનાબુદ કરવા સારૂ પોલીસ સ્ટાફના માણસોને સુચના કરતા પો.કોન્સ. ચંદ્રસિંહ બી વાળા ને બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર આડોડીયાવાસમાં રહેતા રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન G J 1- HS 3748 વાહનમાં બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો ભરી તે દારૂના જથ્થા સાભે વલ્લભીપુર હાઇવે રોડ ઉપર નિકળવાનો છે. જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ની ટીમ ભાવનગરથી નિકળી વલ્લભીપુર ઉમરાળા જવાના રસ્તાના પુલ પાસેથી  રોમેશ દિનેશRead More


૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો  

૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૬/૦૦ થી ૭/૫૦ કલાક સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા નિર્મિત સી. ડી. નું પ્રસારણ, મહાનુભાવો દ્વારા યોગક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ, દેશના માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાખંડ રાજ્યથી વિશ્વના લોકોને પાઠવેલ યોગ સંદેશાનું વિશાળ પડદા પર સીધુ પ્રસારણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ગુજરાત પ્રદેશ ભા. જ. પ.Read More


ડેડાણ ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

મોહસીન પઠાણ ડેડાણ આજરોજ ડેડાણ આઉટ પોસ્ટ ખાતેવિશ્વ યોગ દિવસ નિમિત્તે ડેડાણ હોમગાર્ડ યૂનીટ ના જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડ ઇન્ચાર્જ કમાન્ડર શ્રી ધનશ્યામભાઈ કચ્છી જે ડી જોષી. એલ એ ટાંક. જીનલસિંહ એમ જનવાર મૂન્નાભાઇ શિયાળ સહિતના હોમગાર્ડ જવાનો જોડાયા હતા


છેલ્લા અઢી વર્ષથી ફર્લો ઉપરથી ફરાર આરોપી ને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.

મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાઓએ ગુન્હાની તપાસનાં કામે પકડવાનાં બાકી અને નાસતાં-ફરતાં આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા એસ.ઓ.જી.ટીમ ધ્વારા મધ્યસ્થ જેલ રાજકોટના પાકા કામના કેદી વિઠ્ઠલ ઉર્ફે ઉકો સોમજીભાઇ સોલંકી રહે.જાનબાઇની દેરડી તા.લાઠી.જી.અમરેલી વાળાને જસદણ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૯૨/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧,૪૯૮,૧૩૫Read More


:વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં જસદણ તાલુકા કક્ષાના “૨૧-જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ” નું અનેરુ આયોજન

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા વિહાર શૈક્ષ. સંકુલ માં શાળાના આચાર્ય વી.આર. ગજેરા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી એ.એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ “૨૧– જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નું સમય: ૭=૦૦ થી ૭:૩૫ કલાકે     સ્થળ: વિદ્યા વિહાર હાઈ સ્કૂલ – આટકોટના પટાંગણમાં અનેરુ આયોજન કરેલ. જેમાં શાળાના તમામ શિક્ષકો – ૪૦ અને ધો.૩ થી ૧૨ માં અંદાજીત ૧૨૦૦ વિદ્યાર્થીઓ, વાલીઓએ સમય પહેલા હાજર રહીને સવારના ૭=૦૦ કલાકે સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ યોગ દિનની ઉજવણી કરી હતી તથા વિવિધ આસનો , પ્રાણાયામ અને ધ્યાન કરેલ. યોગ નિદર્શનRead More


દામનગર તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ સહિત તમામ શાળા ઓ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

દામનગર શહેર માં વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી કરાય તાલુકા કલ્યાણ મંડળ ની તમામ શેક્ષણિક સંસ્થા ઓ માં વિશ્વ યોગ દીને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી ઓ દ્વારા સામુહિક યોગ કરાયો  દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં એક હજાર કરતા વધુ વિદ્યાર્થીની ઓ એ યોગ કર્યો અજમેરા ઈંગ્લીશ મીડીયમ અને કન્યા શાળા સહિત શહેર ની તમામ શાળા ઓ માં યોગ ઘણી શાળા ઓ માં યોગ નિર્દેશન વીડિયો પ્રોજેક્ટર દ્વારા કરાયું


આંતરિક ચેતના ઉજાગર કરાવે યોગ

અમરેલી જિલ્‍લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી

સંયુક્ત રાષ્‍ટ્ર સંઘ દ્વારા તા.૨૧મી જુનને વિશ્વ યોગ દિન તરીક જાહેર કરવામાં આવ્‍યો છે. સમગ્ર રાષ્‍ટ્રની સાથોસાથ અમરેલી સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજય બીજ નિગમ અધ્‍યક્ષશ્રી રાજસીભાઇ જોટવા, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી આયુષકુમાર ઓક, જિલ્‍લા પોલીસ વડાશ્રી નિર્લિપ્‍ત રાય સહિત મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત રાજય બીજ નિગમ અધ્‍યક્ષશ્રી રાજસીભાઇ જોટવાએ કહ્યું કે, યોગાસન એ ભારતની પ્રાચીન સંસ્‍કૃત્તિ છે. પહેલાના સમયમાં ઋષિઓ યોગધ્‍યાન કરતા હતા. યોગ આંતરિક ચેતના ઉજાગર કરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે,Read More


જિલ્લાની 5-5 તા.પં.માં કોંગ્રેસ-ભાજપને સત્તા

ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાંચ પાંચ તાલુકામાં સત્તા પર આવ્યું છે. તેમાં ભાવનગર ઉપરાંત તળાજા, મહુવા, જેસર અને પાલિતાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને ઘોઘા, ગારિયાધાર, સીહોર,વલ્લભીપુર અને  ઉમરાળામાં કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી. ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પટમાં ઉતર્યા હોવા છતા અપેક્ષા મુજબ તથા ધારણા અનુસાર પરિણામ લાવી શકયા ન હતાં. ઘોઘા તા.પં.માં ૧૮ સભ્યો પૈકી ૧ર મત કોંગ્રેસને પ્રાપ્ત થતાં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ (માલપર) તથા  ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન ગોહિલએ સત્તા સંભાળી છે. કોંગ્રેસની જીત તથાRead More