Main Menu

Friday, June 22nd, 2018

 

ભીમ અગીયારસના તહેવાર પર જુગારી ઓની ખેર નથી…પોલીસે એક્સન પ્લાન બનાવી જુગારી ઓને ઝડપી કરી મોટી ટિમ તેનાદ…જુઓ ખાસ અહેવાલ સીટી વોચ પર

તા.૨૨/૦૬/૨૦૧૮આવતી કાલ તા.૨૨/૦૬/૨૦૧૮ ના રોજ ભીમ અગીયારસનો તહેવાર હોય ઉપરાંત શની-રવિની જાહેર રજાઓ આવતી હોય જેથી જુગારીઓ દ્વારા મોટા પ્રમાણમાં જુગાર રમવાની/રમાડવાની પ્રવૃતિ કરવામાં આવે તેવી શક્યતા હોય જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા અમરેલી જીલ્‍લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ચુનંદા ટીમો બનાવી જીલ્‍લામાં અલગ અલગ જગ્યાએ આવી ટીમો દ્વારા જુગારની પ્રવૃતિ કરતાં ઇસમો પર વોચ રાખી, જુગારના વધુમાં વધુ કેસો કરી આવી પ્રવૃતિ કરતાં જુગારીઓને પકડી કાયદાનો અહેસાસ કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.


અમરેલી જિલ્લામાં બાઈક ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપાયો

અમરેલી તાલુકા પોલીસ અમરેલી જીલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્ત રાય સાહેબ નાઓ એ અમરેલી જિલ્લા મા મિલ્કત સબંધી ગુન્હાઓનો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીઓ નો ભેદ ઉકેલવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે અમરેલી વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એલ.બી. મોણપરા સા. તથા સર્કલ પો.સબ.ઇન્સ. શ્રી આય.વી.રબારી સા.ના માગૅદશૅન મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટાફે તા.૨૨/૦૬/૨૦૧૮ ના સાંજના સમયે રાઢીયા ગામે ખોડીયાર મંદીર પાસે પાકી બાતમી આધારે વોચમાં ગોઠવી ચીતલ ગામ તરફથી રાઢીયા ગામ તરફ એક શંકાસ્પદ ઈસમ જગદીશ ઉર્ફે જગો હરીભાઇ ધાધલ ઉ.વ.૨૭ ધંધો મજુરી રહે.Read More


પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૫૯મા દિવસે યથાવત….આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા છેલ્લા ૫૯ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ કંપની અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે છેલ્લા ૫૯ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે છતાં પણ રાજુલા પ્રાંત અધિકારીના અધિકારીઓએ આજદિન સુધી ભાજપના ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી સરકારી બાબુઓ ભાજપના ભૂમાફિયાઓને છાવરી રહ્યા છે આથી આંદોલન સમિતિના સભ્યો દ્વારા આ અંગે જીલ્લા કલેકટર સાહેબ ને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમજ પીપાવાવ ધામના સરપંચની ગ્રામપંચાયતનુ રેકૅડ પણ નાયબRead More


જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા બિનનિવાસી પરીક્ષાલક્ષી તાલીમ વર્ગનું આયોજન

સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસટન્‍ટ), સોલ્જર ટ્રેડમેન, હાઉસ કીપરની જગ્યા માટેનો લશ્કરી ભરતી મેળો રાજકોટ ખાતે યોજાયો હતો. અમરેલી જિલ્‍લાના જે ઉમેદવારો મેડિકલ ટેસ્‍ટમાં પાસ થયા હોય અને એડમિટ કાર્ડ મળ્યું હોય તેવા ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા બિનનિવાસી પરીક્ષાલક્ષી તાલીમ વર્ગ યોજવામાં આવનાર છે. સાત દિવસીય આ તાલીમવર્ગમાં ભાગ લેવા ઇચ્‍છુક ઉમેદવારોએ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો. તાલીમ વર્ગમાં જોડાવવા માટેની અરજી સાથે નોંધણી કાર્ડ તથા એડમિટ કાર્ડની નકલ જિલ્‍લા રોજગાર કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીને દિન-૭માં પહોંચાડવાની રહેશે,Read More


અમરેલી ખાતે ચૂંટાયેલા મહિલા સદસ્‍યોની કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજાઇ

ગુજરાત રાજય મહિલા આયોગ-ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટાયેલા મહિલા સદસ્‍યોની કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજવામાં આવી હતી. કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી પી.એમ. ડોબરીયા અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડે દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડોબરીયાએ કહ્યું કે, મહિલાઓ કાયદાકીય બાબતોથી જાગૃત્ત થાય અને મહિલા સશક્તિકરણ થાય તે ઉદ્દેશ્ય સાથે કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજવામાં આવે છે. જ્ઞાન એ શક્તિ છે ત્‍યારે મહિલાઓએ વધુ વાંચન કરવા અને અવનવી તેમજ આધુનિક માહિતી અને વિગતોથી અવગત રહેવા અપીલ કરી હતી. મહિલા આયોગ-ગાંધીનગરના સિનીયર ઓફિસરશ્રી દક્ષાબેન સીસોદીયાએ મહિલા આયોગનીRead More


બાબરા અને  સાવરકુંડલામાંથી બાયોડિઝલ-એલ.ડી.ઓનો રૂ.૧૭ લાખ  જથ્થો સીઝ કરતું પુરવઠા તંત્ર

અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલ-એલ.ડી.ઓ. જેવા ઇંધણના સંગ્રહ અને વેચાણ બાબતની બાતમીઓના આધારે બાબરા તથા સાવરકુંડલા મુકામે તા.૧૮ થી તા.૨૨ જુન-૨૦૧૮ દરમિયાન આકસ્‍મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન અનઅધિકૃત્ત રીતે લાયસન્‍સ કે પરમીટ વગર સંગ્રહ કરેલ બાયોડિઝલ-એલ.ડી.ઓ.નો જથ્થો અન્‍ય મુદ્દામાલ સાથે મળી આવતા તેમજ આ જથ્થા બાબતે કોઇપણ પ્રકારના હિસાબો નહિ નિભાવતા, ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલ હોય તેવી પેઢીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. જથ્થો સીઝ કરવામાં આવેલી પેઢીઓના આવા જથ્થાના નમૂના લઇને લેબોરેટરી માટે મોકલવામાં આવ્‍યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરતભાઇ મસરાણી-માર્કેટ યાર્ડ રોડ-બાબરાRead More


ગ્રામ્ય સ્તર ના પ્રશ્નો નિવારવા અધિકારીઓ એ સતત સક્રિય રહેવુ જરૂરી છે.: કલેકટર આયુષ ઓકે

ગ્રામ્ય વિસ્તારમાં મળતી સુવિધાઓ અને લોક કલ્યાણ ની યોજનાઓ પરત્વે પ્રજાના પ્રતિનિધીશ્રીઓ દ્રારા મળતી રજુઆતો ને સત્વરે ઉકેલવા કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જણાવ્યું હતુ. કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જણાવ્યું કે, સામાન્ય રીતે લોકોના પ્રશ્નો વિષેની રજુઆતો ગ્રામ્ય કક્ષાએથી આવતી હોય છે. તેવા સંજોગોમાં તેનું નિવારણ લોકપ્રતિનિધી ના સંપર્ક માં રહીને તે જ સ્તરેથી ઉકેલવાનો પ્રયાસ અધિકારીએ કરવો જરૂરી છે. આ બેઠક માં સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ પેટા પ્રશ્ર્ન માં વિજળીકરણ,કેન્દ્રીય વિદ્યાલય,પ્રવાસનધામ ચલાલા વિકાસ, શિક્ષણ,પાણી પુરવઠો,જમીન અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા. ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રેલ્વે, ગૌચર,સીટી સર્વે,રસ્તાઓ સહિતનાRead More


ભુરખિયા ખાતે સમસ્ત ઋષિવંશી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીયા અને મંત્રી સુરાણીનું સ્વાગત કરાયું

દામનગર સહિત સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ ઋષિવંશી સમાજ ના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીય અને મંત્રી નિવૃત પી એસ આઈ સુરાણી સાહેબ નું ઉષ્માભર્યું સ્વાગત કરતા ભુરખિયા ખાતે પોપટાણી પરિવાર  શિક્ષણ સંસ્કાર અને સંગઠન માટે સમસ્ત ગુજરાત ભર માં ચાવી રૂપ કામગીરી કરી તાજેતર માં જ ઋષિવંશી સરસ્વતી સન્માન માટે દામનગર ખાતે આવેલ બંને ઋષિવંશી સમાજ ના અગ્રણી ઓ સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા ભુરખિયા ઋષિવંશી અગ્રણી પોપટાણી પરિવારે હેમરાજભાઈ પાડલીયા અને સુરાણી સાહેબ નું ભુરખિયા હનુમાનજી ની પ્રતિમા અને શાલ શિલ્ડ થી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું


અમરેલી જિલ્‍લામાં રેશનીંગ કૌંભાંડમાં સામેલ પુરવઠાના અધિકારીઓ  કર્મચારી અને પોલીસ તપાસનીશની તપાસ કરી કાયદેસર પગલા ભરવા માંગ

અમરેલી જિલ્‍લામાં રેશનીંગ કૌંભાંડમાં સામેલ પુરવઠાના અધિકારીઓ કર્મચારી અને પોલીસ તપાસનીશની તપાસ કરી કાયદેસર પગલા ભરવા માંગ ગુજરાત રાન્નયમાં થયેલ રેશનીંગ કૌંભાડની રાન્નય સરકારશ્રીને અજય જાંગીડ અને હુ નાથાલાલ વી. સુખડીયાએ અનેક પુરાવા સબબ લેખિત ફરિયાદો કરેલ જેમાં સુરત અને અમરેલી જિલ્‍લાની અસંખ્‍ય પુરાવાઓ આપેલ તે પૈકીનાં અમરેલી એક જ જિલ્‍લામાં વિવિધ તાલુકાની ર4 થી વધુ રેશનીંગની દુકાન સામે 3પ0 થી વધુ રેશનીંગની દુકાનથી ખોટા ફિંગર આપી બીજાના નામોથી માલ ઉપાડી ગયાની વિગતો પુરવઠા વિભાગ, અમરેલીને આપેલ જેને 6 માસ જેવો સમય થયો તે પૈકી માત્ર 11 દુકાનદારો સામે જRead More


સુરેશ શાહ હત્‍યાકેસનાં મુખ્‍ય સુત્રધાર રાજુ શેખવાની ક્રાઈમ બ્રાન્‍ચે કરી ધરપકડ

અમરેલીનાં સરંભડા ગામનાં વતની અને સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં કુખ્‍યાત ગણાતા રાજુ શેખવાની આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ધરપકડ કરી લીધી છે. અમદાવાદમાં જાણીતા વેપારી અને થોડા વર્ષો પહેલા રાજુ શેખવા પર ફાયરીંગ કરનાર સુરેશ શાહ અને રાજુ શેખવા વચ્‍ચે એફસીઆઈનાં કોન્‍ટ્રાકટરને લઈને ઘણા વર્ષોથી દુશ્‍મની ચાલી રહી હતી. અને બન્‍ને એકબીજાને મોતને ઘાટ ઉતારવાની પેરવી કરી રહૃાા હોય તેવા જ સમયે રાજુ શેખવાએ રૂપિયા પપ લાખની સોપારી આપીને સુરેશ શાહની હત્‍યા કરાવીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે સુરેશ શાહ હત્‍યાકેસમાં રવુ ખાચર સહિત 3 વયકિતની ધરપકડ કર્યા બાદ હત્‍યા કેસનાંRead More