Main Menu

Sunday, June 24th, 2018

 

સીઝનના પહેલા વરસાદને પગલે અમદાવાદીઓ ખુશખુશાલ

લાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ

ભારે વરસાદના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા : પૂર્વમાં સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસ્યા : વૃક્ષો પણ ધરાશયી થવાના બનાવા ગઇકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના વિધિવત્‌ આગમન બાદ આજે વહેલી પરોઢથી મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધમાકેદાર પધરામણી કરી હતી. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતું. બીજીબાજુ, પહેલા જ વરસાદના ભારે ઝાપટાઓને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વ અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વRead More


નરેન્દ્ર મોદીએ ૪૫મી વખત મન કી બાત કરી

જીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મી વખત મન કી બાત મારફતે દેશવાસિયો સાથે વાત કરી હતી. વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમમાં ખાસરીતે યોગ, રમતગમત, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંદર્ભમાં ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, યોગ હવે રાષ્ટ્ર, જાતિ અને ધર્મની સરહદથી ઉપર ઉઠીને તમામ લોકોને પ્રેરિત કરે છે. શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, શ્યામાપ્રસાદ હંમેશા અખંડ ભારતનું સ્વપ્ન જાતા હતા. મોદીએ જીએસટીને લઇને પણ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, જીએસટી દેશ માટે મહત્વપૂર્ણ સુધાર તરીકે છે. વિશ્વમાં સૌથી મોટા સુધારા તરીકે આને ગણી શકાય છે.Read More


બંદરોને રેલ કનેક્ટીવીટી આપીને ખર્ચ ઘટાડાશે

૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે

તમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવીને લોજિÂસ્ટક ખર્ચને ઘટાડવાના હેતુસર ઇÂન્ડયન પોર્ટ રેલ કોર્પોરેશન દ્વારા અન્ય સંસ્થાઓની સાથે મળીને ૧૮૭૯૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો અમલી બનાવી દીધા છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામ સ્વરુપે ખર્ચમાં ઘટાડો થઇ શકશે. તમામ મોટા બંદરો અને રેલ વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસરુપે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આના ભાગરુપે રેલવેને બંદર સેક્ટરમાં પરિવહનના મોડ તરીકે વિકસિત કરવાની હિલચાલ ચાલી રહી છે. સરકાર દ્વારા મહત્વકાંક્ષી સાગરમાલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દેશમાં બંદરના નેતૃત્વમાં વિકાસ માટેના ફ્લેગશીપ કાર્યક્રમ તરીકે તેને જાવામાં આવેRead More


પ્રતિ ટોયલેટ એક લાખનો ખર્ચ

માર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે

માર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાં બાયોટોયલેટ ગોઠવી દેવાની ભારતીય રેલવે દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. રેલવે બોર્ડના સભ્યો રવિન્દ્ર ગુપ્તા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ૩૧મી મે સુધી ૧૩૬૯૬૫ બાયોટોયલેટ ૩૭૪૧૧ કોચમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આની પાછળ પ્રતિ ટોયલેટ એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, માર્ચ ૨૦૧૯ સુધી ૧૮૭૫૦ વધુ કોચમાં બાયોટોયલેટ રહેશે. તે વખતે ભારતીય રેલવેના તમામ કોચ આ પ્રકારના ટોયલેટથી સજ્જ થશે. આના લીધે ભારતીય રેલવેને ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ ઉપાડવોRead More


૨૬મી જૂનના દિવસે મળનારી સીબીટીની બેઠકમાં અંતિમ નિર્ણય

ઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે

પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦થી વધારી ૨૦૦૦ સુધી કરાશે ઃ નવા પ્રસ્તાવથી સરકાર ઉપર વાર્ષિક ૩૦૦૦ કરોડનો બોજ પડશ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ખાતા ધારકો માટે સારા સમાચાર છે. પીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. ઇપીએફઓ અને શ્રમ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર ૨૬મી જૂનના દિવસે યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ સંદર્ભમાં મંત્રાલય અને ઇપીએફઓમાં સહમતિ થઇ ગઇ છે. લઘુત્તમ પેન્શનRead More


રાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…

રાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા નો મામલો….2 દિવસ પહેલા ટ્રક પુલ પર થી નીચે ઉતરી જતા 7 લોકો ના મોત નિપજ્યા હતા…ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…પોલીસ એ ત્રણેય ઈસમો સામે કરી કાયદેસર ની કાર્યવાહી


વંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..

[wpdevart_youtube]Gefff2s9tQU[/wpdevart_youtube]સાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજ આમરણાંત ઉપવાસ મામલો….આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભિમાણી. ભરત વેકરિયા તેમજ પર્યાવરણ વિદ જીતુ તળાવીયા. એ 6 ઉપવાસીઓને પારણા કરાવ્યા….


અમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા

અમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથી કથળી ગયેલ કાયદો-વ્‍યવસ્‍થા નવનિયુકત એસપીએ ચાર્જ સંભાળતા જ સઘન બની ગયેલ છે. જીલ્‍લા પોલીસતંત્રમાં પણ ફરજ પ્રત્‍યે જાગૃતતાનો દોરી સંચાર થવા લાગેલ છે. ત્‍યારે આજે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનાં પીઆઈ એક મહિલાની પોસ્‍કો જેવી ગંભીર ફરિયાદ લેવામાં ચાર દિવસથી દાખવેલ બેદરકારીનાં કારણે એસપીએ સસ્‍પેન્‍ડ કરી દેતા પોલીસ બેડામાં  ખળભળાટ મચી ગયેલછે. પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી જીલ્‍લાનાં નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાયે ચાર્જ સંભાળતા જ જીલ્‍લાનાં બુટલેગરો, ભુમાફીયા ભુગર્ભમાં ઉતરી ગયેલ છે. ફરજ અને શિસ્‍તનાં આગ્રહી એવા નવલોહીયા એસપી રાત્રીનાં પણ પોલીસ સ્‍ટેશન ચેક કરતાં જીલ્‍લા પોલીસRead More


ભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા

લાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ, રોકડ કબ્‍જે લેવાઈ અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ ભીમ અગિયારસના દિવસે જુગાર રમતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સુચના આપતા પોલીસે બાબરા, રાજુલા, વડીયા, ધારી અને સાવરકુંડલા પંથકમાં દરોડા કરી કુલ 40 ઈસમોને રૂા. 3,રર,6ર0ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં સાવરકુંડલા તાલુકાના રામગઢની વાડી વિસ્‍તારમાં જુગાર સાથે 1 રિવોલ્‍વર પણ કબ્‍જે લેવાતા જુગાર રમવાની ટેવ ધરાવતા ઈસમોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામની વાડી વિસ્‍તારમાં જુગાર રમતા 7 ઈસમો રોકડ રકમ રૂા. 90,810 તથા રિવોલ્‍વર-1 મળી રૂા. 1,90,810નાRead More


ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા 

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે આખલોલ જકાતનાકા, દરબારગઢ, હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના ઘરની સામેની ગલીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૮ (૨) વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૧ (૩) ધીરૂભાઇ ચીથરભાઇ મકવાણા ઉ.વ.૩૯ (૪) હાજીભાઇ ઉર્ફે મુન્નાભાઇ ઇસાભાઇ બેલખીયા ઉ.વ.૪૫ (૫) અબ્દુલ રજાકભાઇ અબુભાઇ પોપટીયા ઉ.વ.૪૦ (૬) ભાવેશભાઇRead More