Main Menu

Tuesday, June 26th, 2018

 

જયપુર અને મુંબઈ યાદીમાં ટોપ ઉપર રહ્યા

કુલ ૪૩ અબજ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરાઈ

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દોઢ વર્ષના ગાળામાં દેશભરમાં ૪૩ અબજ રૂપિયાની કિંમતની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી લીધી છે. આશરે ૧૫૦૦થી વધુ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સુધારવામાં આવેલા બેનામી કાયદાને રજૂ કરવામાં આવ્યાના દોઢ વર્ષના ગાળામાં આ સંપત્તિ જપ્ત કરાઈ છે. જયપુર અને મુંબઈ આ યાદીમાં ટોપ ઉપર છે. બંને જગ્યાઓ ઉપર ૨૦૦-૨૦૦ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. પટણા ૩૦ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. યાદીમાં અન્ય ઘણા શહેરો સામેલ છે જેમાં કોલકાતા, ચંદીગઢ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. આઈટી વિભાગ દ્વારા સુધારવામાં આવેલા કાયદાને અમલી કરવામાં આવ્યા બાદથી બેનામીRead More


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી

મંજુરી વગર મંત્રી અને અધિકારી પણ મોદીની પાસે નહીં આવી શકે

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની મંજુરી બાદ જ મોદીની નજીક આવવાની કોઇને તક મળશે : હાલમાં મોદીની હત્યાના કાવતરાના પર્દાફાશ બાદ સુરક્ષા મજબૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો હાલમાં જ પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ગૃહમંત્રાલય દ્વારા તેમની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે. મોદીની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવ્યા બાદ તેમની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. હવે પ્રધાનો, હોદ્દેદારો પણ મંજુરી વગર તેમની નજીક આવી શકશે નહીં. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ તરફથી મંજુરી મળ્યા વગર કોઇપણ મંત્રી અને અધિકારીને પણ મોદીની નજીક આવવાનીRead More


મેરેજ સર્ટિફિકેટની પણ જરૂર રહેશે નહીં

એપ દ્વારા કોઇપણ જગ્યાથી પાસપોર્ટ માટે અરજી કરાશે

પાસપોર્ટ બનાવી લેવામાં આવતી મુશ્કેલીઓ હવે ટૂંક સમયમાં જ ઇતિહાસ બની જશે. ઘરે બેઠા બેઠા જ મોબાઇલ એપ મારફતે દેશમાં કોઇપણ જગ્યાએથી પાસપોર્ટ માટે અરજી કરી શકાશે અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘરે જ પાસપોર્ટ પહોંચી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇÂન્ડયા ઝુંબેશ હેઠળ વિદેશ મંત્રાલયે આજે પાસપોર્ટ સેવા દિવસના અવસરે આ મુજબની જાહેરાત કરી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, પાસપોર્ટ બનાવવામાં અનેક પ્રકારની તકલીફો પહેલા આવતી હતી. હવે આવી કોઇપણ પ્રકારની તકલીફો રહેશે નહીં. હવે પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર રહેશેRead More


ઇમરજન્સીને લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો

સત્તા સુખ માટે દેશને જેલ બનાવી દેવાયું હતું : મોદી

દેશમાં જ્યારે કોંગ્રેસને ખતરો દેખાય છે ત્યારે જારશોરથી હોબાળો મચાવવાની શરૂઆત કરવામાં આવે છે : મોદી દેશમાં ૪૩ વર્ષ પહેલા લાગૂ કરવામાં આવેલી ઇમરજન્સીના વિષય ઉપર મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર જારદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સત્તા સુખ માટે કોંગ્રેસની સરકારે દેશને મોટી જેલમાં બદલી દેવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું છે કે, આ દેશમાં જ્યારે જ્યારે કોંગ્રેસ અને એક ખાસ પરિવારને પોતાની ખુરશી જવાનો ખતરો લાગ્યો છે ત્યારે તેઓએ જારશોરથી બોલવાની શરૂઆત કરી દીધી છે અને દેશને ખતરો હોવાની વાત કરવાRead More


ભારતીય રાષ્‍ટ્રિય સહકારી સંઘ યોજિત વૈકુંઠ મહેતા વ્‍યાખ્‍યાનમાળામા ઉપસ્‍થિત

ઉપરાષ્‍ટ્રપતિ ર્વૈકેયા નાયડુ સાથે દિલીપ સંઘાણીની મૂલાકાત

ભારતને સહકારી 1ોત્રનુ મોડેલ બનાવવા, પારદર્શકતા લાવવા, રોજગારીની વિ5ુલતકો સર્જવા અને ખેડૂતોને સારા ખાતરો પુરા પાડવા જેવી બાબતોને આવરી સહકારી 1ોત્રએ સ્પર્ધાત્‍મક અભિગમ અપનાવવા અને દેશનુ સહકારી માળખુ સુફ્‍ધ બનાવવા આત્‍મવિશ્વાસભરી હાકલ દિલ્‍હી ખાતે ભારતીય રાષ્‍ટ્રિય સહકારી સંઘ આયોત્ત્ત વૈકુંઠ મહેતા વ્‍યાખ્‍યાનમાળામા બોલતા મહામહિમ ઉપરાષ્‍ટ્રપતિ ર્વૈકેયા નાયડુ એ જણાવેલ હતું. દિલ્‍હી ખાતે યોજાયેલ વ્‍યાખ્‍યાનમાળામા બોલતા ઉપ રાષ્‍ટ્રપતિએ સ્‍પષ્‍ટ મત વ્‍યકત કરેલ કે, દેશની સ્‍કૂલોમા ભસહકારભ ને અભ્‍યાસક્રમમા દાખલ કરી તેને વિષય તરીકે સામેલ કરવો જોઈએ જેથી સહકારી ચળવળનો અભ્‍યાસ પાયામાથી વિદ્યાર્થી મેળવતો થાય. ઉપરાષ્‍ટ્રપતિએ ભારપૂર્વક જણાવેલ કે, જેટલો સહકારી પાયોRead More


રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક

ભાજપા મીડીયા સેલની યાદી જણાવે છે કે, આજે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં દિવ, દમણ, દાદરા – નગરહવેલી, સેલવાસ લોકસભા સમિક્ષા બેઠક પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્‌’’ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ હતી.


ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ હેઠળ ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સલામતીના હેતુથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ જિલ્લા તેમજ શહેરની તમામ શાળાઓમાં ઉજવામાં આવશે. આ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાનું ભવ્ય ઉદ્દધાટન ભાવનગર તાલુકાની શ્રી શામપરા(સીદસર) પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. પ્રથમ રાજય કક્ષાએથી ખયકબન પર રાજયની તમામ શાળામાં ઉદ્દધાટન કાર્યક્રમનું પ્રસારણ થયા બાદ જિલ્લા કક્ષાનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખશ્રી વકતુબેન ભદાભાઇ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવેલ.Read More


ત્રિપલ તલાક બિલને રજૂ કરવા માટે મોદી સરકાર ઉત્સુક

સંસદનું મોનસુન સત્ર તોફાની બને તેવા સંકેતો : સરકાર સંપૂર્ણ સજ્જ

સંસદનું મોનસુન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થઇ રહ્યું છે જે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. મોનસુન સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરવાના અને પસાર કરવાના પ્રયાસ કરશે જેમાં ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય પછાત જાતિ પંચને બંધારણીય દરજ્જા આપવા સાથે સંબંધિત બિલ અને આર્થિક અપરાધોને રોકવા સાથે સંબંધિત બિલનો સમાવેશ થાય છે. જા કે, ૧૮ દિવસનું મોનસુન સત્ર તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે વિરોધ પક્ષોએ શ્રેણીબદ્ધ મુદ્દા પર સરકારને ભીંસમાં લેવા માટે યોજનાઓ તૈયાર કરી લીધી છે. લોકસભાની ચૂંટણી આડે એક વર્ષથી પણ ઓછો સમયRead More


શ્રદ્ધાળુઓની સુરક્ષાની ખાતરી કરવા સાવચેતીના તમામ પગલા

અમરનાથ યાત્રાના બધા રૂટ ઉપર અર્ધલશ્કરી દળના જવાનો રહેશે

શ્રદ્ધાળુઓમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઆઉપર જાણકારી મેળવવા નિર્મલાRead More


અસંતુષ્ટ કોંગ્રેસી નેતા ભાજપના સંપર્કમાં આવ્યા

કર્ણાટક : કુમારસ્વામી સરકાર પર ફરીવખત સંકટના વાદળા

કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ ટળ્યુ નથી. મુખ્યપ્રધાન કુમારસ્વામીની નેતૃત્વમાં ગઠબંધન સરકાર ટકી શકશે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ થઇ છે. ગઠબંધનની સરકાર પર ખતરો તોળાઇ રહ્યો છે. કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાના હેવાલ મળ્યા છે. પહેલા મંત્રીમંડળમાં સંખ્યાને લઇને, ત્યારબાદ કેબિનેટમાં હોદ્દાને લઇને અને હવે બજેટને લઇને વિવાદ છેડાઇ ગયો છે. હાલત એ છે કે કુમારસ્વામી સરકારના બજેટ રજૂ કરતા પહેલા મુશ્કેલી સર્જાઇ ગઇ છે. માત્ર ચાર સપ્તાહ જુની સરકાર ગબડી પડવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઇ ગઇ છે. પાંચમી જુલાઇના દિવસે સરકાર તેનુ પ્રથમ બજેટ રજૂ કરેRead More