Main Menu

Tuesday, July 3rd, 2018

 

અમરેલીના વરસડા નજીક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત….1 મુસાફરનું ઘટનાસ્થળે મોત…..9 મુસાફરો ઇજાગ્રસ્ત થતા અમરેલી સારવાર માં ખસેડાયા….

અમરેલી-અમરેલીના વરસડા નજીક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત…..અમરેલીથી અમદાવાદ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત…..1 મુસાફરનું ઘટનાસ્થળે મોત….. 9 મુસાફરો ઇજાગ્રસ્ત થતા અમરેલી સારવાર માં ખસેડાયા…. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી….  


ભંડારિયામાં અત્યંત જવનશીલ કેમિકલ ભરેલું ટેન્કર નાળા પરથી નીચે ખાબકતા ભારે દોડધામ

ફાયર બ્રિગેડ સ્ટાફે દોડી સંભવીત આગની ઘટનાને રોકવા જઇ ફોમનો છંટકાવ કર્યો, ટ્રાફીક પોલીસની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના અટકી ઃ નીચે ફસડાયેલ ટેન્કરમાંથી કેમિકલ ઉડતા એક મહિલાની આંખમાં પડéું, ગાયો પર પણ ઉડયું, સદનસીબે કોઈ જાનહાની નહી પરંતુ લોકોમાં ડર સાથે ભય ભાવનગર સોમનાથ ધોરી માર્ગ પરના ભંડારિયા ગામે આજે સવારે નાળા પરથી કેમીકલ ભરેલું ટેન્કર નીચે ખાબકયું હતું જેના પગલે ભય સાથે નાસભાગ મચેલ. ટેન્કરમાંથી ઉડેલું કેમિકલ ગાયો પર પડéું હતું જ્યારે એક મહિલાના આંખમાં પણ પડતા બળતરાની ફરિયાદ સાથે પ્રાથમિક સારવાર અપાયેલ. ફાયર બ્રિગેડએ પહાેંચી જઇ ફોમનો છંટકાવRead More


૫ જુલાઇ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૫ જુલાઇ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રના કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવીને દર બે કલાકે તાલુકાની પરિસ્‍થિતિ તેમજ વરસાદ અંગેની વિગતો રિપોર્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન તલાટી કમ મંત્રી અને રેવન્‍યુ તલાટીએ તેમના સેજાના ગામ પર અચૂક હાજર રહેવાનું રહેશે, તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.


સાવરકુંડલાના વિજપડી માં દોઢ ઇંચ વરસાદ…..રાજુલા જાફરાબાદ માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા….બગસરાના કુંકાવાવ નાકા પર પાણી ભરાયા….બગસરના તોરી સહિતના ગામડાઓના ખેતરો પાણીથી તરબતર…..બાબરાના ચામરડી સહિતના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં હર્ષ…..

[wpdevart_youtube]pn0bG1cptxs[/wpdevart_youtube]અમરેલી-અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વરસાદ…. સવારે 7 થી બપોરના 2 સુધીના વરસાદી આંકડા… અમરેલી-07 મી.મી. બાબરા-04 મી.મી. જાફરાબાદ-70 મી મી. રાજુલા- 47 મી.મી. ખાંભા-10 મી.મી. લીલીયા-12 મી.મી. સાવરકુંડલા-10 મી.મી. વડિયા-30 મી.મી. સાવરકુંડલાના વિજપડી માં દોઢ ઇંચ વરસાદ…… રાજુલા જાફરાબાદ માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા….. બગસરાના કુંકાવાવ નાકા પર પાણી ભરાયા….. બગસરના તોરી સહિતના ગામડાઓના ખેતરો પાણીથી તરબતર….. બાબરાના ચામરડી સહિતના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં હર્ષ…..


અમરેલી-ભુજથી ભાવનગર જતી એસ.ટી બસ અને ડમ્પર અકસ્માત…બાબરા બસસ્ટેન્ડ નજીક થયો અકસ્માત…. અકસ્માતમાં એસ.ટી અને ડમ્પર વચ્ચે આવેલ બે બાઈક સવારોના ઘટના સ્થળે મોત….

બાબરા બસસ્ટેન્ડ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે બાઇક આવી જતા ઘટનાસ્થળે બાઇક સવાર સહિત બેના મોત નીપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઇવર સહિત 9 લોકોને ઇજા પહોંચતા બાબરા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ભૂજથી ભાવનગર જતી એસટી બસ અને ડમ્પર વચ્ચે બે બાઇક આવી ગઇ હતી. આથી બે બાઇક ચાલકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઇવર સહિત 9 મુસાફરોને ઇજા પહોંચતા બાબરા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


જય ભગીરથ સગર સમાજ સેવા ટ્રસ્‍ટ દ્વારા ૧૦,૦૦૦ નોટબુકોનું વિનામૂલ્‍યે વિતરણ

સગર સમાજમાં કેળવણીને ઉત્તેજન આપવા અને કુરિવાજોને દૂર કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં રચાયેલ જય ભગીરથ સગર સમાજ સેવા ટ્રસ્‍ટ-અમરેલી દ્વારા સગર સમાજના છાત્રોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો સમારોહ સંપન્ન થવા પામેલ. આ કાર્યક્રમ પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ નગરપાલિકા અમરેલીના શ્રી પોપટભાઇ દામાણીએ સમાજ અને રાષ્‍ટ્રના વિકાસમાં શિક્ષણનું મહત્‍વ સમજાવી બાળકોને વધુમાં વધુ ભણાવવાની અપીલ કરી હતી અને તેમણે ટ્રસ્‍ટની આ પ્રવૃત્તિને પણ બિરદાવી હતી. આ તકે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી મનસુખભાઇ ગોહિલે ટ્રસ્‍ટના નેજા હેઠળ આગામી ફેબ્રુઆરીમાં સમૂહ લગ્નના આયોજનની વિગતે વાત કરી હતી. ટ્રસ્‍ટના શ્રી રમેશભાઇ ગોહિલે મહિલાઓ પણ વિકાસમાં સક્રિય ભાગીદાર બનેRead More


કુંવરજી બાવળિયાએ કાેંગ્રેસ છોડી ભાજપમાંઃ કેબિનેટમંત્રી તરીકે શપથ લેશે

છેલ્લા કેટલાય દિવસથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા રાજીનામું આપશે તેવી અટકળોએ જોર પકડયું હતું ત્યારે આજે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાતાં અંતે બાવળિયાએ કાેંગ્રેસ સાથે છેડો ફાડતાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા પછી તેમને કેબિનેટના મંત્રી તરીકે પણ આજે બપોર બાદ શપથ લેવડાવવામાં આવ્યા છે. આજે સવારે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત બાવળિયાએ વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યા પછી કુંવરજીભાઈ બાવળિયા પોતાના 18 જેટલા સમર્થકો સાથે કમલમ્માં પહાેંચ્યાRead More


‘રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે,’ ભાજપમાં જોડાતા જ બદલાયા બાવળિયાના બોલ

ગાંધીનગરમાં કમલમ્ ખાતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને એવી જાહેરાત કરી હતી કે, કુંવરજીભાઈ બાવળિયા કાેંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને અમે એમને આવકાર્યા છે. આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ ભાજપમાં જોડાયા બાદના પોતાના પ્રથમ નિવેદનમાં કાેંગ્રેસ પર એવો આરોપ મુકયો હતો કે, કાેંગ્રેસમાં જાતિવાદી રાજકારણ રમાઈ રહ્યું છે અને પ્રદેશ સંગઠનમાં આંતરિક વિખવાદ ફેલાયો છે માટે કામ કરવાની તક મળતી નથી. કુંવરજીભાઈએ કહ્યું હતું કે, હું ઘણા લાંબા સમય સુધી કાેંગ્રેસ સાથે જોડાયેલો રહ્યાે છું પરંતુ હવે ત્યાં કામ કરવાની તક મળતી નથી અને રાહુલ ગાંધીRead More


બાબરા ના ગ્રામ્ય પંથકમાં મેઘો ઓળઘોળ….બાબરા ના ચમારડીમાં ઘોધમાર વરસાદ….અમરેલી શહેર ગ્રામ્યમાં વરસાદ….

[wpdevart_youtube]uwL2-SzPlXI[/wpdevart_youtube]અમરેલી-બાબરા ના ગ્રામ્ય પંથકમાં મેઘો ઓળઘોળ…બાબરા ના ચમારડીમાં ઘોધમાર વરસાદ….ખેતરોમાં પાણી ભરાયા….જગતનો તાત ખુશખુશાલ…..અમરેલી શહેર ગ્રામ્યમાં વરસાદ….. અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા લોકો ને ગરમી થી રાહત…. સામાન્ય વરસાદથી રસ્તા પર પાણી ભરાયા….


જુલાઇ-૨૦૧૮ સુધીમાં ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવવું

કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર હસ્‍તકના યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યું છે. કલા મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તાલુકા-જિલ્લા કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવશે. આ માટે http://www.kalamahakumbhgujarat.com પર તા.૧૫ જુલાઇ-૨૦૧૮ સુધી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે. તાલુકાકક્ષાની સ્‍પર્ધાઓ તા.૧૬ થી તા.૨૨ જુલાઇ-૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. (૧) અમરેલી-ગજેરા સંકુલ-આચાર્યશ્રી મગનભાઇ વસોયા-૯૯૧૩૯ ૨૦૯૧૯, (૨) સાવરકુંડલા-બનજારા હાઇ.-આચાર્યશ્રી મયુરભાઇ ઠાકર-૯૪૨૮૧ ૯૧૪૧૪,  (૩) લાઠી-અજમેરા ગ. હાઇ.-દામનગર-આચાર્યશ્રી હંસાબેન ભેંસાણીયા-૯૪૨૮૩ ૪૩૭૭૦, (૪) લીલીયા- નાલંદા વિદ્યાલય-ભોરીંગડા-આચાર્યશ્રી વિજયભાઇ બાંભણીયા-૭૬૦૦૦ ૯૬૦૧૨, (૫) કુંકાવાવ-પીપળીયા હાઇ.-મેઘા પીપળીયા-આચાર્યશ્રી અજીતસિંહ ગોહિલ-૯૪૨૬૯ ૩૮૪૧૧, (૬) બગસરા-મેઘાણી હાઇ.- આચાર્યશ્રી એચ.આર. શેખવા-૯૪૨૬૧ ૬૫૯૯૧, (૭) ધારી-દાનેવ પ્રાથમિકRead More