Main Menu

Wednesday, July 4th, 2018

 

અમરેલી એસ.પી.નીરલિપ્ત રાય નો સપાટો….રાજુલાના 2 એલ.આર.ડી.પોલીસ કર્મીને સસ્પેન્ડ નું ગડગડીયું પકડાવ્યું…..ક્યાં કારણે એસ.પી.એ કર્યા સસ્પેન્ડ…??? કોણ છે આ પોલીસ કર્મી..??? જુઓ સિટીવોચ ન્યુઝ…

રાજુલા ના 2 એલ.આર.ડી. પોલીસ કર્મી સસ્પેન્ડ….. બે દિવસ પહેલા પ્રતિબંધિત દિવ વિસ્તારમાં ગયા હતા ફરવા….. એલ.આર.ડી.પોલીસ કર્મીઓએ દીવ પોલીસ સાથે કરી હતી બોલાચાલી………. દીવ પોલીસ એ ચેપટર કેસ 151 કરી બંને પોલીસ કર્મી સામે કરી હતી કાર્યવાહી…… સમગ્ર મામલા ની જાણ અમરેલી એસ.પી.નિરલિપ્ત રાયને થતા કર્યા સસ્પેન્ડ…… રાજુલા પોલીસ સ્ટેશન માં પરેશ બારૈયા અને મેહુલ પંડ્યા એલ.આર.ડી.પોલીસ કર્મી થયા સસ્પેન્ડ….અમરેલી એસ.પી.નિરલિપ્ત રાય એ સસ્પેન્ડ કરતા પોલીસ બેડા માં ખળભળાટ……


પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંગેની માર્ગદર્શક સૂચનાઓ આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી જરૂરી

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના અમલીકરણ માટેની માર્ગદર્શિકા મુજબ બેંક પાસેથી જિલ્‍લામાં નિયત થયેલ નોટીફાઇડ પાક માટે ધિરાણ મેળવતા ખેડૂતોને (લોની ફાર્મર કે જેમની લોન તા.૦૧/૦૧/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ દરમિયાન મંજૂર થયેલ હોય) ફરજિયાતપણે આ યોજના હેઠળ આવરી લેવાના રહે છે. બિનધિરાણી ખેડૂતઓએ પોતે આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા ધિરાણ મેળવેલ હોય તે બેંક ખેડૂતો પાસે આઇખેડૂત પોર્ટલ પર અરજી કરવા મદદ કરશે. આ અરજી માટે આઇખેડૂત પોર્ટલ તા.૧૫ જુલાઇ-૨૦૧૮ સુધી ખૂલ્લું રહેશે. તેમના પાક વીમાનું પ્રિમિયમ કાપવાનું રહે છે. દર પાક વાર પ્રિમિયમના દર નિયત કરવામાં આવ્‍યા છે.Read More


આઇએમએફ દ્વારા પર્વતારોહણ તાલીમ યોજાશે www.indmount.org પરથી વિગતો ઉપલબ્‍ધ

ભારત સરકારની પર્વતારોહણ સંસ્‍થા ઇન્‍ડિયન માઉન્‍ટેનીયરીંગ ફાઉન્‍ડેશન (આઇએમએફ) દ્વારા પર્વતારોહક તાલીમ યોજવામાં આવે છે. રાજયના યુવાનોમાં પર્વતારોહોણની સાહસિક વૃત્તિમાં વધારો થાય અને યુવાનો આવી તાલીમમાં ભાગ લે તેવા આશયથી રાજય સરકાર દ્વારા યુવાનોને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. આઇએમએફ  દ્વારા જુલાઇ-ઓગષ્‍ટ દરમિયાન ૨૦ દિવસની પર્વતારોહણ તાલીમ યોજાનાર છે. હિમાચલ પ્રદેશના બારા શીગ્રી ગ્લેશિયર જે લાહોલ અને સ્‍પીટી જિલ્‍લામાં આવેલ છે ત્‍યાં થનાર છે. બેઝિક અને એડવાન્‍સ પર્વતારોહણની તાલીમ લીધેલ ૨૦ યુવાનોને રાજયભરમાંથી આ અભિયાન માટે પસંદ કરવામાં આવશે. પસંદગી પામેલા યુવકોને દૈનિક રૂ.૩૫૦૦/-મુજબનો ખર્ચ રાજય સરકાર ભોગવશે. લાયકાત ધરાવતા યુવાનોએ આઇએમએફની વેબસાઇટ www.indmount.org પરથી જરૂરીRead More


કપાસ, બાજરો અને મગફળી સહિતના પાકોના ટેકાના ભાવમાં ધરખમ વધારો કરતી સરકાર

કેન્દ્ર સરકાર વચન મુજબ પ૦ ટકાના વળતર સાથેના લધુતમ ટેકાના ભાવ જાહેર કરવા કટીબઘ્ધ વધારાનો રૂ ૩૩,૫૦૦ નો ખર્ચ થશે કેન્દ્ર સરકારે બજેટમાં ખેડુતો ઉપરનું ભારણ દુર કરી આવક બેગણી કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત દર વર્ષ ભાવમાં ખેડુતોને નુકશાન થતું અટકાવવા પણ પગલા લેવા પણ કટીબઘ્ધતા દર્શાવી છે. જેના ભાગરુપે કપાસ, બાજરી, મગફળી સહીતના પાકો.ના ટેકોના ભાવમા વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકાર લધુતમ ટેકાના ભાવના આધારે ખેડુતોને પ્રોફીટ માર્જીન ખર્ચ કરતા પ૦ ટકા વધુ રાખવામાં આવે તેવી તૈયારી કરી છે. આ દરખાસ્ત માટે સરકારને રૂ. ૩૩,૫૦૦ કરોડનોRead More


અમરેલી જીલ્લા શિક્ષણાકારી ની કચેરીએ રાજ્યની સરકાર વિરુધ્ધ હલ્લાબોલ કરીને સુત્રોચાર સાથે કચેરી બહાર ધરણા કર્યા

ગુજરાત ફી અધિનિયમ કાનુન અંગે સરકારના ફી અધિનિયમ અંતર્ગત કાયદાનો ઉલાળીયો કરતા શિક્ષણ માફિયાઓ બાબતે અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે અમરેલીના બહુમાળી ભવન ખાતે શિક્ષણ ના ખુલેલા હાટડાઓ ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ઉઘાડી લુટ ચલાવી રહ્યા છે સરકાર દ્વરા એફ.આર.સી.ની રચના કરવામાં આવી હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો એફ.આર.સી.ના નિયમોને ઘોળીને પી ગયા હોય ત્યારે આજે અમરેલી જિલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણાધિકારી ની કચેરી બહાર હલ્લાબોલ કરીને કચેરી બહાર રાજ્યની સરકાર વિરુધ સુત્રોચાર સાથે મુખ્યમંત્રી હાય હાય ના નારાઓ નાખ્યા બાદ નાયબ જીલ્લા શિક્ષણાધિકારીRead More


ભાવનગર શહેર-જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી પર હલ્લાબોલ

આજરોજ ભાવનગર જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત સરકાર નાં શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરુધ્ધ માં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને FRC (ફી રેગ્યલેશન એક્ટ) નાં કાયદા માં જે સ્કુલ નું રજીસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ એમાં ઘણીં સકુલો એ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને DEO કચેરી મારફતે નોટીસ આપવામાં આવી હોવા છતા પણ હજુ સુધી નોંધણી કરવામાં નથી. તો શું આવી સ્કુલો માં ભાજપા નાં આગેવાનો ભાગીદાર છે…? આવા સામાન્ય પરિવાર નાં વિર્ધાથીઓ ને ખુબ તકલીફો નો સામનો કરવો પડતો હોય યુવા કોંગ્રેસ ની ટીમ NSUIRead More


દામનગર ના દહીંથરા ગૌશાળા માં વિવિધ સંકુલો નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો

દામનગર ના દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દ્વારા આયોજિત લોકાર્પણ એવમ સત્કાર સમારોહ માં સંતો અને દાતા ઓ નું એક હજાર કરતા વધુ સમાન યુનિફોર્મ ધારી સ્વંયમ સેવકો દ્વારા બંને સાઈડ લાઇન બદ્ધ સ્વાગત પ્રવેશ કરાયો                    પૂજ્ય ભારતીબાપુ વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે દલપતગિરી ભવનાથ આશ્રમ સેવાદાસબાપુ સહિત ના સંતો અને વિવિધ સંકુલો ના દાતા ઓ ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સ ના જેન વણિક પ્રકાશભાઈ ગાંધી પરિવાર પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ ઇન્ડિયા નેશનલ હાઇવે અનેRead More


સાવરકુંડલા SSPE ના વાયરસ થી પીડાતા બાળક પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો

છેલ્લા 2 વર્ષ થી SSPE વાયરસ થી પીડાઈ રહ્યો છે 12 વર્ષ નો પાર્થ મેસૂરિયા જે સાવરકુંડલા નો છે… વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો….પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની દિલ્લી એઈમ્સ હોસ્પિટલ ખાતે પણ સારવાર અપાવી હતી…પાર્થ ની લાંબી આયુષ્ય માટે સાવરકુંડલા શહેર ના ધર્મપ્રેમી જનતા તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા માજી કૃષિમંત્રી વી.વી.વાઘસિયા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ જળાભિષેક કરી ને પ્રાર્થના કરી..પાર્થ ના દીર્ઘયુયસ માટે સાવરકુંડલા મારુતીનગર ધનાબાપુRead More


કુંવરજી બાવળીયા ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

કોળી સમાજ ના દિગજ નેતા કુંવરજી બાવળીયા જેવો નું કોળી સમાજ તેમજ અન્ય સમાજ મા મોટું પ્રભુત્વ ધરાવે છે તેવો આજ રોજ ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડવા મા આવ્યા હતા આ તકે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ,પાલિકા પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ,જયસુખભાઈ નાકરાની,રામદેવસિંહ ગોહિલ,પાલિકા પ્રમુખ ઉનાવા.મયુરભાઈ ખાચર,તાલુકા સદસ્ય,પાલિકા સદસ્ય સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં રિપોર્ટ બસીર દલ સાવરકુંડલા


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં તેમજ ડોલર સામે રૂપિયો નબળો

દેશમાં વધતીજતી મોધવારીને ડામવામાં એન.ડી.એ ની સરકાર તદન નિષ્ફળ : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતાં અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે આગામી દિવસોમાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે તે જોતા મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના સચોટ ઉપાયો શોધવાની તાતી જરૂર છે. નહીંતર દેશમાં જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવાથી મોંઘવારીમાં અસહ્ય વધારો થશે અને તેના પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગને બે છેડા ભેગાRead More