Main Menu

Friday, July 6th, 2018

 

તબક્કાવારરીતે આગળ વધવામાં આવે તેવી પ્રબળ સંભાવના

પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ લાવવાની સક્રિય વિચારણા

દેશમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ઉડ્ડયન ટર્બાઈન જીએસટી સમીક્ષા બહાર છે : એટીએફ અને ગેસ મુદ્દે પહેલા નિર્ણય કરાશ ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ આજે કહ્યું હતું કે, ઓલ પાવરફુલ જીએસટી કાઉÂન્સલની બેઠકમાં જીએસટી હેઠળ પેટ્રોલિયમ પેદાશોને લાવવાના મુદ્દા ઉપર વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી હેઠળ પેટ્રો પ્રોડક્ટને લાવવા માટે તબક્કાવારરીતે કામગીરી આગળ વધી શકે છે. આ મુદ્દે વાત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના ચેરમેન એસ રમેશે કહ્યું હતું કે, જીએસટી હેઠળ પેટ્રોલિયમ પેદાશોને લાવવા માટે માંગ તીવ્ર બની ગઈ છેRead More


ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ

નાગપુર : વરસાદની વચ્ચે વિધાનસભામાં પણ પાણી

મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નાગપુરમાં આજે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે નાગપુર વિધાનસભાની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. વિધાનસભામાં વિજળી ડુલ થઇ ગઇ છે જેના પરિણામ સ્વરુપે સત્રને મોકુફ રાખવાની ફરજ પડી છે. વિધાનસભાના સત્રને સોમવાર સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદી જુદી જગ્યાઓ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. અનેક આધુનિક શહેરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. નાગપુરમાં અનેક પાવર સબસ્ટેશન પાણીમાંRead More


સસ્પેન્ડેડ પીઆઇને જામીનની સેશન્સ કોર્ટની ના

બિટકોઇન કેસમાં PI અનંત પટેલને જામીન આપવાની ના

આરોપીના ગુનાઓની ગંભીરતા અને કેસના પુરાવા જાતાં અરજદારની આ કેસમાં પ્રથમદર્શનીય સંડોવણી છેઃ કોટ રાજયભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઈનના ચકચારભર્યા કેસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એવા અમરેલીના પીઆઈ અનંત પટેલની જામીનઅરજી એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે આરોપી પીઆઇ અનંત પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, આરોપીના ગુનાની ગંભીરતા અને કેસના પુરાવા જાતાં અરજદારની આ કેસમાં પ્રથમદર્શનીય સંડોવણી પ્રસ્થાપિત થાય છે. વળી, હજુ કેસની તપાસ ચાલી રહી છે અને નાજુક તબક્કામાં છે. વળી, આરોપી વગદાર હોઇ કેસના પુરાવા અનેRead More


શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૩ ટ્રેકટરો સાથે ચાર ઇસમોની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચાંપાથળ નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ (૧) મનોજભાઇ કાળુભાઇ ડાંગર ઉ.વ.૩૦Read More


બાબરાના ચાર સાહસીક યુવાનો એ કરી અમરનાથની યાત્રા હેમ ખેમ પ્રમાણે પુણ અનેક સમસ્યા નો સામનો કરવો પડ્યો : ભુપેન્દ્ર બસીયા

બાબરા ના ચાર ક્ષત્રીય સાહસીક યુવાનો એ ભારે અવનવી સમસ્યાઓ નો સામનો કરી બરફીલા દાદા ભોળાનાથ ના દશઁન કરી યાત્રા કરી પુણ બાબરા મા રેહતા અને અમરેલી જીલા શિક્ષણ સમિતિ ના ચેરમેન રહી ચુક્લા ભુપેન્દ્ર ભાઈ બસીયા બાબરા દરબાર  યશવતભાઈ સુરીગભાઈ વાળા તેમજ મહેનદ્ન ભાઈ ઘોહાભાઈ બસીયા   અને ગોરક્ષક બાબભાઈ સેખવા આ ચારેય યુવાનો એ કર્યું હતું બરફીલા દાદા ના દશઁન કરવાનું નકી અને નીકળ્યા બાબા અમરનાથ ના દશનાથે અને અનેક સમસ્યાઓ નો સામનો કરી જુકાવયા બાબા અમરનાથ ના ચરણો મા શીશ આ બાબતે ભુપેનદ્ ભાઈ બસીયા સાથે ટેલીફોનીક વાતRead More


અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૮૩ પોઇન્ટનો સુધારો થયા

સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો : રૂપિયામાં પણ રિકવરી રહેતા નવી આશા શેરબજારમાં આજે ઉતારચઢાવની Âસ્થતિ રહી હતી. જા કે, કારોબારના અંતે સેંસેક્સમાં તેજી રહી હતી. સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઉછળીને ૩૫૬૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૩ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. અશોક લેલેન્ડ, હિરો મોટો અને તાતા મોટર્સના શેરમાં તેજી નોંધાઈ હતી. અબજા ડોલરના કારોબાર પર અમેરિકા અને ચીન દ્વારા એકબીજા ઉપર ટેરિફ લાદવાના નિર્ણય બાદ શેરબજારમાં અફડાતફડી રહી હતી. યુરો ત્રણ સપ્તાહની ઉંચીRead More


ચોમાસાની સીઝનમા ભીંજાયા વિના ભણતર મેળવવા ગ્‍લોરી કંપની તરફથી

મહિલા વિકાસ ગૃહની બાળાઓને છત્રી દાન

સંસ્‍થાની સેવા પ્રવૃતિને બિરદાવતા દાતા હિતેશભાઈ પરમાર અમરેલીનુ મહિલા વિકાસ ગૃહ પ્રશંસનીય સેવા પ્રવૃતિ કરી રહેલ છે. સંસ્‍થાની બાળાઓને પરિવારનો પ્રેમ પુરી પાડતી આ સંસ્‍થા અનેકવિધ સેવા પ્રવૃતિની કામગીરી કરી રહેલ છે. સંસ્‍થાની સેવા પ્રવૃતિથી પ્રભાવિત ગ્‍લોરી કંપની તરફથી હિતેશભાઈ પરમાર એ સંસ્‍થાની બાળાઓને ચોમાસામા શાળાએ જવામા અગવડતા ન રહે તે માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયેલ આ તકે આગેવાનો અશ્વિનભાઈ સાવલીયા, ચંદુભાઈ સંઘાણી, કૌશીકભાઈ વેકરીયા, બાલાભાઈ વઘાસીયા, સંજયભાઈ (ચંદુ) રામાણી, ત્ત્જ્ઞેશભાઈ (ડેની) રામાણી સહિતના આગેવાનો ઉ5સ્‍થિત રહયા હતા તેમ સંસ્‍થાકીય યાદીમા જણાવાયેલ છે.


બાબરામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામો માં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ના વિવિધ વિકાસ ના કામોમાં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બરઓફકોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુવાત કરેલ છે  બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ની બઝારોમાં આરસીસી રોડ નબળો બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીન નું કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકા ના વહીવટ ની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ શહેર ના વેપારી મંડળ દ્વારા કરવા આવી છે  રાજ્ય ના પ્રાદેશિક કમિશનર ને બાબરા મામલતદાર એન.કે.ખીમાણી દ્વારા વેઓરીઓ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વેપારીઓ દ્વારા આવેદનપત્ર માં જણાવ્યાRead More


લોકશાહી પદ્ધતિ થી અવગત કરવા

દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સાંસદ ની ચૂંટણી યોજી

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સંસદ ની ચૂંટણી યોજાય લોકશાહી દેશ માં સ્વાયત દરજ્જો ધતાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી અને ચૂંટણી પદ્ધતિ થી ચાલતી લોકશાહી વ્યવસ્થા ઓ માટે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન વ્યવસ્થા થી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ વાકેફ થાય લોકશાહી માં લોકો દ્વારા ચૂંટવા માં આવતા શાસકો મતદાન નું મહત્વ જેવી બાબતો થી વિદ્યાર્થી ઓ સુશિક્ષિત થાય તેથી દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા કક્ષા એ શાળા સાંસદ ની ચૂંટણી યોજી            ન્યાયી અને મુક્ત ચૂંટણી માટે ચૂંટણી કમિશનરRead More


રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ઘોઘા તા.પં.ની મુલાકાતે

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર આજે ઘોઘા તાલુકા પંચાયત કચેરીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના રાજકુમાર મોરી તેમજ નિલદિપસિંહ ગોહિલ, બળદેવસિંહ સોલંકી, જીતેન્દ્ર બાલધિયા, બી.સી. મોરી, રવિરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.