Main Menu

Friday, July 6th, 2018

 

ભાવનગર શહેરમાં મંદિર હટાવવા મુદ્દે આવેદન અપાયું

ભાવનગર મહાનગર પાલીકાનાં કમિશ્નર ગાંધીનાં આદેશથી એસ્ટેટ વિભાગ દ્વારા ગત મોડીરાત્રીનાં શહેરનાં ઘોઘારોડ તથા દેવુબાગ વિસ્તારમાંથી રસ્તા પહોળા, કરવાનાં મુદ્દે મંદિરો હટાવાતા ભાવિકોમાં રોષ ફેલાવા પામ્યો છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી હોય ત્યારે જ મંદિરો હટાવતા શાંતિ ડહોળવાનાં પ્રયાસો તંત્ર દ્વારા કરાયા હોવાનાં આક્ષેપો કરાયા હતા ત્યારે આજે વિહિપ સહિત હિંદુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી જેમાં રથાયાત્રા સમિતિનાં હરૂભાઈ ગોંડલીયા, વિહીપનાં એસ.ડી.જાની, કિરીટભાઈ મિસ્ત્રી, પારૂલબેન ત્રિવેદી, રામચંદ્રદાસજી તેમજ આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.


અનડીટેક લૂંટ નુ ડીટેકશન કરી આરોપી પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી જિલ્લામા મિલ્કત સંબંધી બનાવ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી. જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા તથા ડ્રા. પો.કોન્સ. રમેશભાઇ ગોહીલ તથા નીરજભાઇ વાધેલા તથા ક્રીપાલસિહ ગોહીલ વિ.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે.Read More


અપહરણના ગુન્‍હામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી સીટી પો.સ્‍ટે. ૯૯/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો કલમ ૧૮ મુજબના ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપીઓ ગૌરવ મગનભાઇ વરસાણી તથા કરણ રવજીભાઇ ચાવડા,  રહે.બંને.અમરેલી વાળાઓ અમરેલીમાં વાંજાવાડી પાસે આવવાના હોવાની ચોક્કસ બાતમી મળતાં મળેલ બાતમી આધારે વોચ ગોઠવી (૧) ગૌરવભાઇ મગનભાઇ વરસાણી ઉ.વ. ૩૩, રહે. અમરેલી, વાંજાવાડી પાછળ, કપોળ બોર્ડીંગ પાસે, તારવાડી રોડ તથા (૨) કરણભાઇ રવજીભાઇ ચાવડા ઉ.વ. ૩૩, રહે. અમરેલી, ચોરાપા પાસે વાળાઓને અમરેલીમાં વાંજાવાડી પાસેથી પકડી પાડી બંને આરોપીઓ વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આમ, અપહરણના ગુન્‍હામાં નાસતા ફરતાRead More


રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ પાસે જોલાપરી નદીના પટ્ટમાંથી રેતીચોરી કરતાં ઝડપાયા

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તેમજ અમરેલી જિલ્લામાં વિદેશી દારૂ ની ગે.કા.પ્રવૃતિ બંધ થાય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ પાસે પસાર થતી જોલાપરી નદીના પટ્ટમાંથી રેતીચોરી કરતાં અમરાભાઇ દેસાભાઇ ગીયડ રહે.અમુલી તા.રાજુલાRead More


નવનિયુક્ત ભાવનગર જીલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ નો પદગ્રહણ

નવનિયુક્ત ભાવનગર જીલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ નો પદગ્રહણ કાર્યક્રમ ભાવનગર જીલ્લા કૉંગ્રેસ કાર્યાલય ગૉઠવાયૉ તેમજ પ્રથમ મીટીંગ સરકીટ હાઉસ ખાતે ગૉઠવાઇ હતી…જેમા જીલ્લા કૉંગ્રેસના તમામ આગેવાનો,કાર્યક્રરૉ હાજર રહ્યા હતા…


કલા મહાકુંભ-૨૦૧૮-સ્‍પર્ધાઓ માટે કન્‍વીનરશ્રીઓનો સંપર્ક કરવો

 તા.૫ જુલાઇ, ૨૦૧૮ ગુરૂવાર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર હસ્‍તકના યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાનાર અમરેલી તાલુકા કક્ષાની તમામ સ્‍પર્ધાઓનું આયોજન તા.૨૨ જુલાઇ-૨૦૧૮ને રવિવારના રોજ ગજેરા શૈક્ષણિક સંકુલ-અમરેલી ખાતે કરવામાં આવશે. આ માટે કન્‍વીનર શ્રી મગનભાઇ વસોયા મો.નં. ૯૯૧૩૯ ૨૦૯૧૯નો સંપર્ક કરવાનો રહેશે. લીલીયા તાલુકા કક્ષાની તમામ સ્‍પર્ધાઓનું આયોજન તા.૨૦, તા.૨૧ જુલાઇ-૨૦૧૮ના રોજ કન્‍યા વિદ્યાલય-લીલીયા ખાતે કરવામાં આવશે. આ માટે કન્‍વીનરશ્રી માનસીંગભાઇ ચૌધરી મો.નં.૯૮૨૫૮ ૬૬૫૧૭ પર સંપર્ક કરવાનો રહેશે. લાઠી તાલુકા કક્ષાની તમા સ્‍પર્ધાઓનું આયોજનRead More


દેશના કરોડો યુવાનોને રોજગારીના સોનેરી સપનાઓ દેખાડનાર મોદીજી દેશમાં નવી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં તદ્દન નિષ્ફળ : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, પર્યાવરણ સંબંધી સમસ્યાઓના કારણે ચીનમાં એક પછી એક લાખો ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થઈ ચુકી છે તેની ગંભીર અસર આગામી દિવસોમાં ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ઉપર પડયા વગર રહેશે નહીં અને તેથી દેશમાં હાલ રોજગારીની જે ગંભીર સમસ્યા પ્રવર્તી રહેલ છે તે વધુ ગંભીર બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે વર્ષ : ૨૦૧૪ માં લોકસભાની ચુંટણી દરમિયાન દેશના કરોડો યુવાનોને રોજગારીના સોનેરી સપનાઓ દેખાડનાર મોદીજી દેશમાં નવી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં તદ્દન નિષ્ફળ નિવડયા છે એટલુRead More


મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આટલું કરીએ

ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્‍છરથી જ મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવી જરૂરી છે.  મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી લેવાની રહે છે.         પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્‍ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફુલદાની, કુલર, સિમેન્‍ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્‍ત ઢાંકણાથી બંધ કરવા, બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનો નિકાલRead More