Main Menu

Saturday, July 7th, 2018

 

દામનગર શહેર સહિત ગ્રામ્ય માં સારો વરસાદ

દામનગર સહિત ના ગ્રામ્ય માં સારો વરસાદ સાંજ ના ૭-૩૦ કલાકે શરૂ થયેલ વરસાદે સતત રાત્રે ૯-૦૦ સુધી એકધારો શરૂ રહ્યો દોઢ કલાક સુધી ધોધમાર વરસ્યો  શહેર ભર ની મુખ્ય બજારો માં ગોઠલબુડ પાણી ચાલ્યા કોઈ નુકશાની વગર સારો વરસાદ આવતા સર્વત્ર ખુશી જોવા મળી હતી


દામનગર શહેર ની શિક્ષણ સંસ્થાઓ મહાઅભિયાન

રસીકરણ માટે વાલીઓને અવગત કરતા ડોકટરો અને શિક્ષકો

દામનગર ની શેક્ષણિક સંસ્થા ઓ નું મહાઅભિયાન સરકાર નું રસી કરણ કેમ્પેઇન અંતર્ગત દામનગર ના સહજાનંદ એજ્યુજેશન ગુરુકુળ અને તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં રૂબેલા વેકસીન અંગે વાલી ઓ ને અવગત કરતા નિષ્ણાંત તબીબો શિક્ષકો દ્વારા રોગ મુક્ત ભારત બનાવવા સરકાર ના સુંદર ઉદેશ ને વેગ મળે તે માટે વાલી ઓ ને સમજ આપતી મીટીંગો યોજતી શિક્ષણ સંસ્થા ઓ           ઝેડ એમ અમજેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે ડો પારૂલબેન દંગી પ્રિન્સિપાલ હંસાબેન ભેંસણીયા સહિત ના પ્રોફેસરો એ વાલી મીટીંગ યોજી વાલીRead More


તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ

૧૮ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી તળાજા અર્બન વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૮ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારાRead More


પાલીતાણા મોટીપાણીયાણી કે.વ શાળામાં વૃક્ષરોપણ કરાયું

પાલીતાણા તાલુકાની શ્રી મોટી પાણીયાળી કે .વ શાળામાં વૃક્ષ રોપણની ઉજણી કરવામાં આવી જેમાં કુલ ૬૦૦ રોપાની વ્યવસ્થા ગામના સરપંચશ્રી ગોકુળ ભાઈ વાધેલા અને શાળાના શિક્ષકો શ્રી કરમશીભાઈ ખાસિયા અને મહેશભાઈ ખેરાળા દ્વ્રારા કરવામાં આવી હતી.દરેક બાળક એક વૃક્ષ ઉછેરે એવો સંક્લ્પ શિક્ષકશ્રી શેલેશભાઈ દ્વ્રારા લેવડાવવામાં આવ્યો હતો અને શાળાનાં તમામ ૪૧૯ બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. બાળકો વૃક્ષને વાવીને ભુલી જાય નહી પણ ઉછેર કરે અને પૂરી કાળજી લેતે માટે વૃક્ષનું મહત્વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા એ સમજાવ્યું, શાળાનાં તમામ શિક્ષકો પણ આ કાર્યક્ર્ર્મમાં ઉત્સાહથી જોડાયા હતા


ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ

રથયાત્રા કમિટી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે યોજાયેલ મિટીંગમાં ડી.એસ.પી., પી.એ. માલએ આ રથયાત્રા ચૂસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાશે તેવી ખાત્રી આપી છે. દર વર્ષ માફક આ વર્ષે પણ સ્વા.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા આયોજીત ૩૩મી રથયાત્રા આગામી તા.૧૪-૭ને શનિવારના રોજ યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ તથા રથયાત્રા સમિતીના હોદ્દેદારો વચ્ચે મિટીંગ યોજાઈ હતી જેમાં શહેરના તમામ પત્રકારોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું. આ મીટીંગમાં એસ.પી. માલ એ જણાવ્યું ૪ હજાર પોલીસ જવાનો દ્વારા સુરક્ષા ંબદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. મહત્વનાRead More