Main Menu

Wednesday, July 11th, 2018

 

વરસાદ ને કારણે સિંહો પરેશાન

મચ્છર અને પાણી થી બચવા સિંહો એ રોડ રસ્તા સહિત ખેતર ની ઝૂંપડી નો સહારો લીધો ખાંમ્ભા નાં રેવન્યુ વિસ્તાર માં સિંહ વરસાદ થિ બચવા આવ્યો ઝૂંપડી માં સિંહે વરસાદ મચ્છર થી મેળવી રાહત  બૃહદગીર નાં ખાંમ્ભા તરફ નો સિંહ ઝૂંપડા માં બેઠેલા નો ફોટો થયો હાલ વોટ્સપ માં વાઇરલ


સાપ સરનામું ભૂલ્યો...........

રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપને વશ કર્યો

[wpdevart_youtube]4hjkWxpHhkA[/wpdevart_youtube]વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર(ખડચીતરો) આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપ ને વશ કર્યો હતો. પરેશભાઇના આ સાહસથી તેમનો સ્ટાફ પણ અચંબામાં મુકાયો હતો. સ્ટાફને પછી ખબર પડી કે પરેશભાઈ સાપ પકડવાનો શોખ ધરાવે છે. ગણતરીની સેકન્ડમાં પકડેલ આ ઝેરી સાપ સાથે જીવદયા દાખવીને નજીકની નિર્જન જગ્યાએ છોડી મુક્યો હતો.


લાઠી તાલુકામાં ખનીજ ચોરી અંગે તંત્ર ની રેડ ત્રણ લાખ નો દંડ અને વાહનો કબ્જે લઈ કાર્યવાહી કરાય

[wpdevart_youtube]8DztTGlby_s[/wpdevart_youtube]લાઠી તાલુકા ના પીપળવા ખાતે ખનીજ ચોરી ની રેડ પાડી પ્રાંત અધિકારી શ્રી લાઠી અને તાલુકા મેજી શ્રી મનાર સાહેબ સહિત ના તંત્ર ની તવાઈ ડમ્પર હિટાચી સહિત ના વાહનો કબ્જે લઈ ત્રણ લાખ નો દંડ ફટકરાયો હતો સ્થાનિક પોલીસ દ્વારા વાહનો કબ્જે લઈ મોટર વહિકલ એકટ ની જોગવાઈ હેઠળ વાહનો અંગે પણ તપાસ કરાઈ રહી છે ઓવર લોડીગ વાહન પાસિંગ ઇનસોરન્સ લાયસન્સ ઉપરાંત રોયલ્ટી સહિત ની વિગતો અંગે આકરો દંડ વસૂલવા વિવિધ તંત્ર દ્વારા તપાસ શરૂ કરતાં ખનીજ ચોરી કરતા ઈસમો માં ફફડાટ વ્યાપી ગયો હતો


રાહુલ ગાંધીના આગમન પહેલા

બાડી- પડવા, બંધારાની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ-ધારાસભ્ય

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધી ભાવનગર ના પ્રવાસે આવવાના હોય સ્થળ તપાસ માટે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  ભાવનગર પહોંચ્યા સાથે  રાષ્ટ્રીય મંત્રી અને સૌરાસ્ટના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારું,અને શ્રી કનુભાઈ બારૈયા,શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી, પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઝવેરભાઈ ભાલિયા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ કંટારીયા,જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષનાRead More


ગારીયાધાર ડબલ મર્ડરનાં બે આરોપી પકડાયા

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ગુના રજીસ્ટર નંબર ૪૧/૨૦૧૮.ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૪, જી,પી,એકટ ૧૩૫.મુજબનો ડબલ મડઁરનો ગુનો ગત તા,૨૪/૦૬/૨૦૧૮ નાં રોજ બનેલ હોય જે આરોપી  આસીફ ઈકબાલભાઇ ભટ્ટીને તા.૨/૦૭/૧૮ ના રોજ પકડી પાડેલ તેમજ ઉપરોકત ગુન્હાના કામે આ બંન્ને આરોપીઓ નાસતા ફરતા હોય (૧) ફરહાદ ઉર્ફે ભયકો ફિરોજભાઇ કનિદૈ લાકિઅ રફાઇ રહે બોટાદ  મહમંદનગર.(૨) સરફરાઝ ઉર્ફે ધુધો યુસુફભાઈ રફાઇ રહે ગારીયાધાર હકીકત મળેલ કે તેઓ સણોસરા ગામેથી ગારીયાધાર તરફ આવે છે જેથી  સદર આરોપીઓ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે બાયપાસ ખાતે નીકળવાનાં હોય સદર આરોપીઓની  વોચમાં હતાં તે દરમ્યાન સામેથી એક સીલ્વર કલરની ઈકો ગાડીRead More


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં વ્યાખ્યાન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેકટર ચાવડા મેડમનું સ્ત્રી સ્વાતંત્ર્ય અને જાગૃતતા વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં સ્ત્રીની સ્વતંત્રતા અને કયા ક્ષેત્રમાં તેમની જાગૃતતા હોવી જોઇએ. તેની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતુ. વ્યાખ્યાન યોજાયુ .


તા.૧૭મીએ રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૭ જુલાઇ-૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે કમાણી સાયન્‍સ એન્‍ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ, લાઠી રોડ-અમરેલી ખાતે ભરતી મેળો (મેગા જોબફેર) અને સ્‍વરોજગાર શિબિર યોજાશે. જેમાં ધો.૫ કે તેથી વધુ ભણેલા, કોઇપણ વિદ્યાશાખાના સ્‍નાતક, આઇ.ટી.આઇ. પાસ, ડિપ્‍લોમાની લાયકાત ધરાવતા અને ૧૮  થી ૪૫ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે. આ ભરતી મેળામાં વિવિધ નોકરીદાતાઓ-સ્‍થાનિક નોકરીદાતાઓ ઉપસ્‍થિત રહેશે. ભરતી મેળામાં અસલ પ્રમાણપત્રની નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઉપસ્‍થિત થવાનું રહેશે. વધુ વિગતો-માહિતી માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક- પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક કરવા,Read More


તા.૧૬મી જુલાઇથી અમરેલી જિલ્‍લામાં નૂરબીબી અને ઓરી રસીકરણ ઝૂંબેશ યોજાશે

૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને નૂરબીબી-ઓરીની રસીથી રક્ષિત કરવા આહવાન કરતા કલેકટરશ્રી આયુષ ઓક  [wpdevart_youtube]t9Fy6GMPK4Q[/wpdevart_youtube] સમગ્ર રાજયમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલા (નૂરબીબી-ઓરી) ની રસીથી રક્ષિત કરવામાં આવશે. અમરેલી જિલ્‍લામાં પણ તા.૧૬ જુલાઇ થી તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધી આ રસીકરણ અભિયાન શરૂ રહેશે. આ રસીકરણ અભિયાનમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્‍સ રૂબેલાની રસીથી રક્ષિત કરાવવા કલેકટરશ્રી આયુષ ઓકે અનુરોધ કર્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે કહ્યું કે, રાષ્‍ટ્રવ્‍યાપી આ અભિયાન હેઠળ સરકારી-ખાનગી શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક-સામૂહિક-શહેરી આરોગ્ય કેન્‍દ્ર તેમજ હોસ્‍પિટલ્સ ખાતે ઝૂંબેશ સ્‍વરૂપે ઓરી અનેRead More


ભાવનગર ખાતે યોજાયેલ સંમેલન

બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ અપાવો તે બાળપણ થી માવતરે જોવાનું છે

આપના બાળકો ને હિંસાનો કે પ્રેમ નો માર્ગ અપાવો એ તેના બાળપણ થી માવતરે જોવાનું છે . આ વાત ભાવનગર ખાતે બાલઘડતર થી શાંતિ સંદર્ભે યોજાયેલ સંમેલન માં જાણીતા પોલીચે અધિકારી શ્રી હસમુખભાઈ પટેલે જણાવી છે. બાલઘડતર થી વિશ્વશાંતિ સંદર્ભે પી ફોર પી નામ ના અભિયાન સંદર્ભે રવિવારે ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ બાલમંદિર માં સૌરાષ્ટ્ર સંમેલન યોજાયું હતું. જેમાં અભીમાનાતા પ્રેરક અને જાણીતા પોલીસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલ પોતાના પરિવાર ના દ્રષ્ટાંતો સાથે વાત કરતા કહ્યું કે આપના બાળકો ન હિંસાનો કે પ્રેમ નો માર્ગ અપાવો તે તેના બાળપણ થી તેનાRead More


નોધણવદર ગામે જીવાદોરી સમાન શિવસાગર તળાવમાં ભંગાણ….

નોધણવદર માં શિવસાગર તળાવ લગભગ એક કિલ્લો મીટર ની ત્રિજ્યા માં આવેલ છે. જે ૩ ગામ નોધણવદર સમઢીયાળા અને ખીજડીયા ના ખેડૂતો ના ખેડૂતો ને પાણી નો લાભ મળે છે.  જે છેલા પાંચ વર્ષ ની પહેલા વરસાદે ભંગાણ થઇ છે . પણ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર જાગતું નથી અને કુંભકરણ ની નિંદ્રા માં રહે છે. એક બાજુ ગામડે- ગામડે તળાવ અને ડેમ ભરવા ની વાત કરતા . સરકાર જો તળાવ નું પાણી રોકી શકે તો ખેડૂતો ને ૮૦% ઉપજ મળે છે . તો આ બાબતે યોગ્ય કરી વહેલી તકેRead More